________________
ઇચ્છા) રહિતના શુદ્ધ આશયથી બનાવેલા=ભરાવેલા જિનબિંબને કા૨ણે તાત્કાલિક તથા ભવાંતરમાં પુણ્ય-અભ્યુદયની પ્રાપ્તિ થાય છે જ, અને મોક્ષરૂપ ફલ પણ મળે છે. પરંતુ, આલોકની કીર્તિ આદિ આશંસાથી જે જિનબિંબ બનાવ્યું હોય, તેને કારણે આ લોકમાં અભ્યુદય થાય છે. પરંપરાએ લાભ થતો નથી.
૮) જિનબિંબ પ્રાયઃ પાષાણનું જ હોય. ક્યારેક ક્યારેક ધાતુને ગાળીને ભરાવેલું પણ હોય. ભરત મહારાજાની વીંટીમાં જડેલા માણેક મણિમાંથી શ્રી આદિનાથ પ્રભુનું બિંબ બનાવાયું હતું...જે આજે હૈદ્રાબાદની બાજુમાં ફુલપાકજી તીર્થ તરીકે પૂજાય છે. સોનાનાં-રત્નોનાં-મરગજમણિ-નીલમ-પન્ના વગેરેનાં જિનબિંબો પણ હોય છે. હાથીગુફામાં કોતરેલા લેખ પરથી અંદાજ આવે છે, કે પાટલીપુત્રનો ધન લોભી આઠમો નંદ કલિંગમાંથી સોનાની પ્રતિમા ઊઠાવી ગયો હતો. જે પુષ્યમિત્રના શાસનમાં એને હરાવી કલિંગાધિપતિ રાજા ખારવેલ પાછા લઇ આવ્યા હતાં. લખનૌ વગેરેનાં શ્વેતામ્બર મંદિરોમાં, તેમ મૂડબિદ્રી વગેરેનાં દિગંબર જિનમંદિરોમાં અનેક રત્નોની પ્રતિમા જોઇ શકાય છે. એવી કિંવદન્તી છે કે ત્યાંના ધર્મશ્રદ્ધાળુ શ્રાવકો મોટે ભાગે વહાણવટુ ખેડતા હતા. વ્યાપાર માટે દૂર-દૂરનાં પ્રદેશોમાં જતાં. ત્યાં અઢળક ધન કમાતાં. રત્નો ખરીદતા અને અહીં આવી ભગવાનનાં ચરણોમાં ધરી દેતા. તેની આ મૂર્તિ બની. આ સિવાય અનેક મહાપુરુષો-મહાસતીઓ અચાનક યાત્રા માટે જાય, પ્રતિમા રાખવાનું ભૂલી ગયાં હોય, પૂજા કરવાનો નિયમ હોય તો તેઓ ભીની માટી- રેતીની પ્રતિમા બનાવતા એની પૂજા કરતા. પાછળથી દેવનું અધિષ્ઠાન થવાથી આ પ્રતિમાઓ પાષાણવત્ નક્કર બની જતી. આવી અનેક પ્રતિમાઓ આજે ખ્યાલમાં છે. એક તો શ્રી અંતરીક્ષજી પાર્શ્વનાથ ભગવાનની મહાપ્રભાવિક પ્રતિમા, બીજી સુરતમાં આવેલી શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા...ત્રીજી ચાણસ્મામાં બિરાજમાન શ્રી ભટેવા પાર્શ્વનાથની પ્રતિમા, ચોથી ડભોઇમાં બિરાજમાન શ્રી લોઢણ પાર્શ્વનાથની પ્રતિમા...આવા તો અનેકાનેક પ્રભુજી આજે પણ શીલ અને ભાવધર્મનો મહિમા જગમાં પ્રસારે છે.
ઠક્કર ફેરુના વાસ્તુસાર પ્રકરણના બીજા પ્રકરણમાં, મંડન સૂત્રધાર કૃત રૂપાવતારમાં, વિશ્વકર્મા રચિત દીપાર્ણવમાં, ભુવનદેવ આચાર્ય કૃત
યાત્રાઃ ભક્તિથી મુક્તિની
૪૫
60 20