________________
સમાધાન : બે પ્રકારની પ્રતિષ્ઠા છે. ૧) બાહ્ય ૨) આંતરિક. આમાંથી મુખ્ય પ્રતિષ્ઠા તો આંતરિક છે. જેમાં ભગવાન મુખ્ય દેવના ઉદ્દેશથી સર્વગુણોથી યુક્ત એવા ભગવાનની પોતાના આત્મામાં સ્થાપના કરવી. જ્યારે બાહ્ય પ્રતિષ્ઠા એટલે, જિનબિંબમાં ભગવાનના સર્વ ગુણોની સ્થાપના કરવી એ છે.
ટૂંકમાં, “તે જ (પરમાત્મા જ) હું છું” આ રીતે ભાવ દ્વારા પોતાના આત્મામાં ભગવાનની આંતરિક પ્રતિષ્ઠા અને “તે જ આ (બિંબ) છે.” આ રીતે ભાવ દ્વારા ભગવાનની પ્રતિમામાં ભગવાનની બાહ્ય પ્રતિષ્ઠા-આ રીતે અહીં ભાવની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. કોઇ દેવના સંનિધાન રૂપ પ્રતિષ્ઠા નથી.
શંકા : પ્રતિષ્ઠા કરનારે “તે જ આ છે' આવા પોતાના ભાવની જે પ્રતિમામાં સ્થાપના કરી, આ તો એક આરોપ થયો-ઉપચાર થયો. આ ઔપચારિક પ્રતિષ્ઠા છે. તો લોકો પૂજા કેમ કરે છે ?
સમાધાન : લોકોને ખ્યાલ આવે છે, કે આ સાદી પ્રતિમા નથી. પ્રતિષ્ઠિત થયેલી પ્રતિમા છે આવું જ્ઞાન થાય, એટલે એના કારણે લોકોને એક વિશેષ પ્રકારની ભક્તિ પ્રગટે છે, જેથી વિશિષ્ટ એવી પૂજા લોકો કરે છે.
આથી, વિશિષ્ટ ભાવ એ જ પ્રતિષ્ઠા છે. જો તેનું જ્ઞાન થાય તો લોકો પ્રતિમાની પૂજા કરવાના છે. માટે કોઇ એમ કહેતું હોય, કે પ્રતિમામાં રહેલી એક જાતની શક્તિ એ પ્રતિષ્ઠા છે, તો તેની તે વાત મિથ્યા સમજવી.
આમ, પ્રતિષ્ઠાનું ફળ છે-વિશિષ્ટ પૂજા, લોકોના મનમાં એક વિશેષ પ્રકારની ભક્તિ જેનાથી ઉત્પન્ન થાય છે, તેથી પ્રતિષ્ઠા કરવી જોઇએ. કારણકે પ્રતિષ્ઠાનાં જ્ઞાનથી લોકોને ભક્તિ-ભાવ વધે છે. તથા, કોઈ કહે કે જાતે જ પ્રતિષ્ઠા કરવી, તો કોઈ કહે છે-વડીલો પાસે પ્રતિષ્ઠા કરાવવી, કોઈ કહે કે વિશિષ્ટ વિધિથી સ્થાપના કરવી જોઇએ. આમ જેને જે વિકલ્પ દ્વારા ભક્તિપૂજા વિશેષ પ્રગટતાં હોય, તેણે તે રીતે પ્રતિષ્ઠા કરવી, કારણ કે ભક્તિવિશેષ પ્રગટવો એજ પ્રતિષ્ઠાનું ફળ છે.
વળી, પ્રતિષ્ઠા અમુક લૌકિક દેવોની પણ હોય તે લૌકિક પ્રતિષ્ઠા અને લોકોત્તર વીતરાગ દેવોની પણ હોય તે લોકોત્તર પ્રતિષ્ઠા. આ બન્ને પ્રકારની
જૈન ભક્તિમાર્ગ..