________________
ખરક વૈધે પોતાની વૈદ્ય વિદ્યાનો ઉપયોગ કરી ભગવાન મહાવીર સ્વામીનાં કાનમાંથી ખીલાં કાઢ્યા હતા, આ તેની દ્રવ્યજિનની ભક્તિ હતી. આ ભગવાનની અશાતા દૂર કરવાને કારણે એને સદ્ગતિની પ્રાપ્તિ થઇ હતી.
આ બધાં દ્રષ્ટાંતોથી સ્પષ્ટપણે જણાય છે, કે જેન-ભક્તિમાર્ગમાં દ્રવ્ય જિનની પૂજા પહેલેથી પ્રચલિત છે.
'ભાવજિન ભક્તિ આ વિષયમાં તો ઝાઝું લખવાની જરૂર નથી. “ભાવજિન” ને વિશે, સાત નયોની પોતપોતાની માન્યતા છે. લોકમાં સમવસરણમાં રહેલાં, વિહાર કરતાં, દેવજીંદામાં વિશ્રામ લેતા આ બધા તીર્થંકર પ્રભુને કે જેમનો તીર્થકર નામ કર્મનો વિપાકોદય તીવ્ર કક્ષાનો ચાલતો હોય, એના પ્રભાવે ૩૪ અતિશયો, આઠ મહાપ્રાતિહાર્યો વગેરે વૈભવ એમની સેવામાં હોય, ઓછામાં ઓછાં ૧ કરોડ દેવતા એઓનું સાંનિધ્ય ઝંખતા સાથે ને સાથે રહે, છએ છ ઋતુઓ અનુકુળ થઇ એકી સાથે સેવામાં ઉપસ્થિત થાય, સવાસો યોજનના ક્ષેત્રમાં રોગ-મારી-મરકી દૂર ભાગી જાય, વૃક્ષો પણ ઝૂકી જાય, પંખીઓ પણ પ્રદક્ષિણા આપે, કાંટા ઊંધા થઈ જાય, દુકાળ-યુદ્ધ-પૂરનાં મહાભયો જેમના સાન્નિધ્યથી દૂર હટી જાય, જન્મજાત વૈર ધરાવનારા પશુઓ પણ ઝઘડો કરવાનું ભૂલી મિત્ર બની જાય, અહિંસાનું-શાંતિનું પ્રસન્નતાનું-અનાસક્તિનું આખું વાયુમંડલ જેમની હાજરીથી રચાઇ જતું હોય, એવા તીર્થંકર પ્રભુને ભાવજિન કહેવામાં આવ્યાં છે. એમની ભક્તિમાં તો આખી કુદરત તેહનાત હોય છે. તો દેવો અને મનુષ્યો ભક્તિ કેમ ન કરે ?
જૈન ભક્તિમાર્ગ.