________________
૧૧) શ્રી મહાનિશીથ સૂત્રમાં ૧૨મા અધ્યયનમાં જિનમંદિરા બનાવનારાં શ્રાવકને ૧૨મા દેવલોકમાં ગમન સૂચવ્યું છે. આથી જિનમંદિર પ્રતિમાપૂજા એ બધું સગતિનું કારણ બને છે, તથા ત્યાં જ અન્યત્ર અષ્ટપ્રકારી પૂજા કેમ કરવી ? એનું પણ સવિસ્તર વર્ણન છે.
૧૨) શ્રી આવશ્યક સૂત્રમાં ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ તીર્થ બનાવ્યાનો ઉલ્લેખ છે. જેમાં જિનમંદિર અને ચોવીસ જિનબિંબો પધરાવવાનું કહ્યું છે.
૧૩) એ જ શ્રી આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે પ્રભાવતી દેવીએ અંતઃપુરમાં જિનમંદિર બનાવ્યું. ત્યાં ત્રણ કાલ પૂજા કરે છે. ક્યારેક ત્યાં તે નૃત્ય કરે છે, અને રાજા વીણા-વાદન કરે છે.
જિનપ્રતિમા-વંદન-પૂજન ઐતિહાસિક સંદર્ભો.
૧) ગડદેશનાં આષાઢ નામના શ્રાવકે પોતાના આત્મકલ્યાણ માટે લાખ્ખો વર્ષો પૂર્વે ૨૧મા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનનાં શાસનકાળમાં ત્રણ જિનપ્રતિમાઓ ભરાવી એની પ્રતિષ્ઠા કરાવી હતી. એમાંથી એક ચારૂપ નગરે, બીજી શ્રીપત્તન નગર અને ત્રીજી સ્થંભનતીર્થમાં (ખંભાતમાં) સ્થાપિત કરવામાં આવી. કાલક્રમે ચારૂપ અને શ્રીપત્તનની પ્રતિમા જોવામાં ન આવી. પરંતુ, ખંભાતમાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમા આજે પણ મોજૂદ છે, અને એની પાછળ આ શિલાલેખ છે...
नमेस्तीर्थकृतस्तीर्थे, वर्षे द्विकचतुष्टये | आषाढश्रावको गौडो-ऽकारयत् प्रतिमात्रयम् ॥
“શ્રી તત્ત્વનિર્ણય પ્રાસાદ” ૨) તક્ષશિલાની બાજુમાં ખોદકામ કરતાં આખી નગરી મળી આવી. જે “મોહન નો ડો’ કહેવાય છે. એ દરમ્યાન ૫૦૦૦ વર્ષ પ્રાચીન શ્રી જિનપ્રતિમા મળી આવી, તેથી જણાય છે કે ઇ. સ. થી ૫૦૦૦ વર્ષ પૂર્વે પણ જૈન ધર્મમાં મૂર્તિપૂજા હતી. એ રીતે સિંધ અને પંજાબની સરહદ પર ખોદકામ કરતા જે નગર નીકળ્યું તેને હરપ્પા' નામ આપ્યું છે. તેમાં પણ અને જિનપ્રતિમાઓ મળી આવી છે. (એક મંતવ્ય પ્રમાણે આ બંને “વીતભય નગર'નાં વિભાગો હતા-જ્યાંનો રાજા ઉદયન હતો. તેમને દીક્ષા બાદ ઝેરી ભિક્ષા આપી
૩૪ કે
એ
છે દિનબાઈ...