________________
પ્રકરણ-૯
6 જિનમંદિર નિર્માણ વિધિ
શ્રી ષોડશક પ્રકરણ ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂ.મ. શાસ્ત્રસિદ્ધ એવી જિનમંદિર નિર્માણની વિધિ આ રીતે જણાવે છે. જેને જૈનમંદિર બનાવવું હોય, તે શ્રદ્ધાળુમાં નિમ્નોક્ત ગુણો હોવા જરૂરી છે.
૧) નીતિપૂર્વક જેણે ધન કમાવ્યું હોય. ૨) જેની મતિમાં ભાવિનું હિત સમાયું હોય. ૩) જેનો આશય નિર્મલ હોય. ૪) જેના આચાર-વ્યવહાર અનિા હોય. ૫) માતા-પિતા આદિ વડીલોને તથા રાજા-મહામંત્રી વગેરે ગુરૂજનોને જે સમ્મત હોય.
અહીં એટલો વિવેક કરવો, કે જે વ્યક્તિ અનીતિથી ધન કમાયો, આ લોક પૂરતું જ જોવાવાળો હતો, એવાં કામ કર્યા છે કે માતા-પિતા આદિને એ માન્ય નથી, એવાના જીવનમાં ક્યારેક નિમિત્તવિશેષને પામીને પરિવર્તન આવ્યું, તો એને મંદિર બંધાવવાની ઇચ્છા થઈ. એનામાં આશયની નિર્મલતા અને આચારની અનિદિતતા આપોઆપ સમાઈ જાય છે, અને એ બન્નેના કારણે પછી ધન-અર્જનમાં નીતિમત્તા, ભાવિનું હિત જોવાની દૃષ્ટિ અને ગુરુજન સમ્મતતા આપોઆપ પ્રગટે છે, માટે તેવો વ્યક્તિ પણ અધિકારી ગણાય છે.
ટૂંકમાં ઉત્સર્ગ / અપવાદ, વિધિ/નિષેધના જ્ઞાતા ગીતાર્થ ગુરૂભગવંતો સામેની વ્યક્તિની યોગ્યતાને પારખી એને અનુજ્ઞા આપે છે. યોગ્યતાના પાંચ ગુણો તો દિશાસૂચન માત્ર સમજવા.
હવે, જિનમંદિર બનાવતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોગ છે. ૧) શુદ્ધભૂમિ, ૨) લાકડું-ઇંટ વગેરે શુદ્ધ સાધન-દળ ૩) કારીગરોની સાથે ઉચિત વ્યવહાર, ૪) પોતાનાં શુભ ભાવોની, શુભ-આશયોની વૃદ્ધિ....
૧) શુદ્ધભૂમિઃ જે ભૂમિની શુદ્ધિ કરી હોય, વાસ્તુશાસ્ત્રમાં કહેલા ઉપાયો વડે, ભૂમિને ખોદીને હાડકા વગેરેને દૂર કરવા દ્વારા ખાત વગેરે મુહૂર્તો સાચવી જેને શુદ્ધ કરી હોય. (આનાથી સમજાય છે કે વાસ્તુશાસ્ત્ર પણ જૈન શાસ્ત્રો-૧૨ મા અંગ નો જ વિષય હતો. જિનભવન નિર્માણમાં એનો ઉપયોગ થતો હતો. આજે પણ થાય છે. વાસ્તુશાસ્ત્ર જૈનધર્મમાંથી જ બહાર
૩૬ ર્સ જેન ભક્તિમાર્ગ...