Book Title: Yatra Bhaktithi Muktini
Author(s): Tirthbodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 58
________________ અભ્યદય સ્વર્ગાદિ વૈભવ અપાવીને ક્રમશઃ ઉત્તરોત્તર મોક્ષનું કારણ બને છે. ચૈત્ય બંધાવ્યા પછી, શ્રાવકે એવો અક્ષયભંડાર રાખવો, જેથી ભવિષ્યમાં જીર્ણોદ્ધારાદિ પણ એમાંથી જ થતા રહે, પરંતુ, સાધુભગવંતોએ એમાં વચ્ચે ન પડવું જોઇએ. કારણ કે-“બાહોશ-શ્રદ્ધાળુ-જ્ઞાની શ્રાવકે સાવ અટકી જ પડ્યું હોય, એવી પરિસ્થિતિ વિના સાધુઓને દ્રવ્યસ્તવમાં જોડવા ન જોઇએ.” આ રીતે બંધાવેલું, રક્ષેલું જિનાલય આખા વંશને તરવા માટે હોડકાની ગરજ સારે છે. શંકાઃ જિનાલયના નિર્માણમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રણ આ છ એ કાયના જીવોની હિંસા થવાની છે. એમાં ય પૃથ્વી-પાણી આદિની હિંસા તો ચોક્કસ જ છે. તો હિંસારૂપ-આરંભરૂપ કાર્યથી ધર્મની વૃદ્ધિ કેવી રીતે માની શકાય ? આથી, જિનાલય ન બનાવવું જોઇએ, કારણકે એમાં હિંસા છે, અને જ્યાં જ્યાં હિંસા હોય, ત્યાં ત્યાં સુજ્ઞજનો પ્રવર્તતા નથી... સમાધાન : શાસ્ત્રોમાં હિંસાના બે પ્રકાર બતાવ્યાં છે: દ્રવ્યહિંસા અને ભાવહિંસા, એમાંથી ભાવહિંસા એ અજયણા છે. કોઇપણ કાર્યમાં જયણા ન હોય, તો હિંસાનું પાપ લાગે. જયણા હોય, તો હિંસા ન લાગે, આવું શાસ્ત્રકારો કહે છે. જિનાલય નિર્માણ આદિમાં જયણાનો ભાવ હોય છે. જયણા એટલે રાગ-દ્વેષથી રહિત શાસ્ત્રાજ્ઞાથી શુદ્ધ એવો પ્રયત્ન. આવો યતનાનો ભાવ ત્યાં ભાવહિંસાનો વિરોધી છે. માટે ત્યાં ભાવહિંસા નથી. શંકા : ત્યાં ભાવહિંસા નથી, પણ દ્રવ્યહિંસા તો આવી જ ગઈને ? એને કારણે પછી ગમે ત્યારે ભાવહિંસા ઘૂસતાં શી વાર લાગે ? સમાધાન: હિંસાના ભાવ વિના બહારથી થતી બાહ્ય-દ્રવ્ય હિંસા તો સાધુ ભગવંતને વિહાર વગેરે ક્રિયા વખતે પણ થવાની જ, કારણકે અમુક દ્રવ્યહિંસા નથી જ રોકી શકાતી. આથી દ્રવ્યહિંસાનું એટલું મહત્ત્વ નથી. તમે કહ્યું કે વારંવારની દ્રવ્યહિંસાથી ભાવહિંસા આવી જતાં વાર ન લાગે. પરંતુ, તે દ્રવ્યહિંસા વખતે અંદરમાં રહેલો યતનાનો ભાવ જ ઊલટું, હિંસામાંથી અટકાવવાનો છે. કારણ કે એક તો યતના રાખવાથી જે કાર્ય વધુ જીવહિંસા વડે શક્ય બનવાનું હતું તે ઓછી જીવહિંસાથી શક્ય બન્યું. આ રીતે યાત્રા: ભક્તિથી મુક્તિની જન ૩૯

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106