________________
મૃત્યુ નિપજાવાયા પછી કોપિત થયેલા પ્રભાવતી દેવે નગરને ધૂળમાં દાટી દિીધું હતું.
૩) મહાત્મા બુદ્ધ જ્યારે સૌ પ્રથમ ઉપદેશ માટે રાજગૃહીમાં આવ્યા, ત્યારે સુપાર્શ્વનાથ પ્રભુના ચૈત્યમાં રોકાયા હતા. આવું મહાવગ્ન નામના બૌદ્ધ ગ્રંથમાં લખ્યું છે.
૪) ભગવાન મહાવીર વિહાર કરતાં છદ્મસ્થાવસ્થામાં જ્યારે ૭મા વર્ષે આબુની નજીક મુંડસ્થલ ગામમાં પધાર્યા, ત્યારે રાજા નંદીવર્ધન દર્શન માટે આવ્યાં, અને એમની ચિરસ્મૃત્યર્થે ત્યાં મંદિર બનાવ્યાં અને શ્રી વીર ભગવાનની જ પ્રતિમા ભરાવી. પ્રતિષ્ઠા શ્રી કેશીશ્રમણ આચાર્યે કરી. આ વાત ત્યાંના ખંડેરોમાંથી મળેલા શિલાલેખ દ્વારા જણાય છે.
૫) આજે ભારતભરમાં ઠેર ઠેર પ્રાચીનતમ જૈન તીર્થો છે. ભારતની બહાર પણ દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં, ઓસ્ટ્રિયામાં, હંગેરીમાંથી તથા મંગોલિયા વગેરે અનેક પ્રાન્તોમાંથી ખોદકામ થતાં જિનમંદિરો-પ્રતિમાઓ મળી આવી છે. તથા પાટણ-ખંભાત જેવા ગામોમાં ખોદકામ કરતાં અનેક પ્રાચીન પ્રતિમાઓ નીકળે છે.
) અજન્ટા-ઇલોરાની ગુફાઓમાં અનેક જૈન મૂર્તિઓનાં પણ દ્રશ્યો છે. આ બધાં સંદર્ભો જણાવે છે કે પ્રતિમાપૂજા અને મંદિરનિર્માણ જૈન ધર્મના જ એક અંગ છે. તેનો વિરોધ એ જૈનધર્મનો વિરોધ છે, જે મિથ્યાત્વનું કારણ છે. માટે પ્રતિમાની પૂજા દ્વારા અને મંદિરના નિર્માણ દ્વારા ભક્તિ કરતાં કરતાં મુક્તિ મેળવવી જોઇએ.
યાત્રા ભક્તિથી મુક્તિની
૩૫.