________________
જિનપ્રતિમા પૂજન-વંદન આગમસાણિપાઠ.
૧) શ્રી “મહાકલ્પ સૂત્ર' આગમમાં (કે જે આગમ-સૂત્રનો ઉલ્લેખ શ્રી નંદીસૂત્ર નામનાં આગમસૂત્રમાં લખવામાં આવ્યો છે.) આ રીતનો વાર્તાલાપ છે. જેનો ભાવાર્થ –
હે ભગવન્! તથારૂપ શ્રમણ અને માહણ (સાધુ) જિનમંદિરમાં જાય ?'
“હા ગૌતમ ! હંમેશા પ્રતિદિન જાય.”
ભગવન્! જો નિત્ય ન જાય, તો પ્રાયશ્ચિત્ત આવે ?” “હા ગૌતમ ! પ્રાયશ્ચિત આવે છે.” “ભગવન્! જિનમંદિરમાં કેમ જાય છે ?” “ગૌતમ ! જ્ઞાન, દર્શન, ચારિત્રની રક્ષા માટે જાય છે.”
જેમ સાધુને (જિનાલય ન જવાથી) પ્રાયશ્ચિત્ત આવે, એમ શ્રાવકને પણ (જિનમંદિર ન જતા) આવે છે.'
૨) અન્યત્ર શ્રી મહાકલ્પ સૂત્રમાં જ જણાવ્યું છે
“તે વખતે તંગીયા નગરીમાં ઘણાં શ્રાવકો હતાં. તેઓ જિનમંદિરમાં જિનપ્રતિમાઓની ત્રિકાલ ચંદન, પુષ્પ, વસ્ત્રાદિક દ્વારા પૂજા કરતાં નિરન્તર વિચરે છે.”
“હે પૂજ્ય ! પ્રતિમા-પૂજાનો ઉદ્દેશ્ય શું છે ?”
હે ગૌતમ ! જિનપ્રતિમાને જે પૂજે છે તે સમ્યગ્દષ્ટિ, જે નથી પૂજતા તે મિથ્યાદૃષ્ટિ જાણવા. મિથ્યાષ્ટિને જ્ઞાન નથી થતું, દર્શન નથી થતું, મોક્ષ નથી મળતો. સમ્યગ્દષ્ટિને જ્ઞાન, દર્શન, મોક્ષ મળે છે. આથી તે ગૌતમ ! સમ્યગ્દષ્ટિ જીવોએ જિનમંદિરમાં જિનપ્રતિમાની ચંદન, ધૂપ આદિ દ્વારા પૂજા કરવી જોઇએ.
૩) શ્રી ભગવતી સૂત્રમાં લખેલું છે ? શ્રાવકો કેવા હોય ! "ણાયા વચ્ચનિવા ’’ પર્થાત “સ્નાન કરીને દેવપૂજા કરવાવાળા.” ૪) શ્રી ઓપપાતિક સૂત્રમાં – ચંપાનગરીનાં વર્ણનમાં જણાવ્યું છે.
''બાહું મરદંતવેરૂમાડું” “નગરીમાં અનેક અરિહંત ચૈત્યો જિનમંદિરો હતાં.
આ ૩૨
)
જૈન ભક્તિમાર્ગ...