Book Title: Yatra Bhaktithi Muktini
Author(s): Tirthbodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 46
________________ પ્રકરણ-૮ આગમિક તથા ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જિનમૂર્તિ તથા મૂર્તિપૂજા... जिनार्चाकारकाणां न कुजन्म कुगतिर्न च । " न दारिद्र्यं न दौर्भाग्यं, न चान्यदपि कुत्सितम् ॥ ત્રિષષ્ઠિશલાકાપુરૂષ ચરિત્ર નામનાં મહાકાવ્યાત્મક મહાગ્રંથમાં ૧૦મા પર્વમાં ૧૧મા સર્ગમાં ૩૭૮ નંબરના શ્લોકમાં પૂજ્યપાદ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી મ.સા. જણાવે છે કે જેઓ જિનેશ્વર ભગવાનની પૂજા કરે છે, તેમને દરિદ્રતા, દુર્ભગતા, હલકો જન્મ, દુર્ગતિ અને બીજું પણ બધુ નીચું, હલકું અને જુગુપ્સિત કહી શકાય, એવું પ્રાપ્ત થતું નથી. ત્રણ પ્રકારની શંકા આજે ઘણાના મનમાં રમે છે. ૧) સ્થાપના નિક્ષેપો તો માન્યો. મૂર્તિ છે, મૂર્તિ સત્ય છે. એવું માન્યું, પણ એની પૂજાની શું જરૂર? ૨) આલંબન માટે તો નામ (નામજિન) પણ છે જ, તો સ્થાપનાની શું જરૂર ? ૩) પૂર્વે ચૈત્યવાસીઓ હતાં. તેઓ મંદિરમાં રહેતાં, સાધુનાં વેશમાં જ રહેતા, પણ વ્રતપાલનમાં શિથિલ હતાં. મંદિરની આવક પર પોતાનો હક ગણાવતાં. આથી તેઓ ખૂબ જોરશોરથી ગાન કરતાં કે ભગવાનની પૂજા કરો, જેથી એમને જ લાભ થાય, આમ યતિઓના સ્વાર્થ માટે શ્રાવકો ચૈત્યપૂજા કરતા ગયા અને પછી જિનપૂજા શાશ્વતી બની ગઇ...પરંતુ એ અસલ માર્ગ છે કે નથી ? આ ત્રણેય પ્રકારની શંકાનું સમાધાન કરવા અહીં અમુક આગમપાઠો અને અમુક ઐતિહાસિક સંદર્ભો ૨જૂ ક૨વામાં આવે છે. આગમપાઠો જોવાથી અંદાજ આવશે, કે આગમોમાં ઠેર-ઠેર જિન પ્રતિમા-વંદન પૂજન બતાવ્યા છે. તથા, ઐતિહાસિક દસ્તાવેજો પણ આ હકીકત જણાવે છે. યાત્રા: ભક્તિથી મુક્તિની ૩૧ 2

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106