________________
બીજા બધા દેવ જેવા જ હશે. પણ ના, અંદર જઇને મેં જોયું અને હું ઠરી ગયો. એ સાચા દેવ હતાં. શું એમનું વર્ણન કરું ?
प्रशमरसनिमग्नं, द्रष्टियुग्मं प्रसन्नं, વતનનનનg, piીનીસફન્ય: | करयुगमपि यत्ते शस्त्रसम्बन्धवयं , तदसि जगति देवो, वीतरागस्त्वमेव ||
હે રાજન્ ! મારાં મુખમાંથી અનાયાસ આ પંક્તિઓ સરી પડી. મેં પ્રભુની સ્તુતિ કરી : “હે પ્રભુ ! આપની બે આંખો પ્રશમરસમાં લીન બની છે. આપનું મુખકમલ પ્રસન્ન છે. આપની બાજુમાં કોઇ સ્ત્રી નથી અને આડે હાથે કે ખભે કોઇ શસ્ત્ર ધારણ નથી કર્યું. તેથી જગતમાં વીતરાગી દેવ તો માત્ર આપ જ છો પ્રભુ, અને મેં એમનાં ગળે માળા આરોપી દીધી. રાજા ભોજ કવિનો આ ચતુરાઇભર્યો અને તર્કભર્યો પ્રત્યુત્તર સાંભળી અવાક થઈ ગયા.
આ ઘટના ઘણું ઘણું કહી જાય છે. મૂર્તિ આલંબન છે.
આ સંદર્ભમાં જ રૂપાવતાર નામના શિલ્પકલાના શાસ્ત્રના સાતમા અધ્યાયમાં શ્રી મંડન સૂત્રધારે લખેલો આ શ્લોક પણ વિચારણીય છેઃ
मुक्त्यर्थे विश्वमेतद् भ्रमति च बहुधा देवदैत्याः पिशाचाः, रक्षो गन्धर्वयक्षो नरमृगपशवो नैव मुक्तिं विजग्मुः । एकश्रीवीतरागः परमपदसुखे मुक्तिमार्गे विलीनो, वन्द्यस्तेनाद्यजैनः सुरगणमनुजैः सर्वसौख्यस्य हेतुः ।।
આ વિશ્વ બહુધા મુક્તિને માટે ભ્રમણ કરતું જણાય છે, પરંતુ તેમાંના દેવો, દેત્યો, પિશાચો, રાક્ષસો, ગંધર્વો, યક્ષો, મનુષ્યો, મૃગો કે અન્ય પશુઓ તેમની આકૃતિ પરથી-મૂર્તિ પરથી, મુક્તિમાં ગયા હોય તેવું જણાતું નથી. માત્ર એક શ્રી વીતરાગ પ્રભુ જ તેમની મૂર્તિ પરથી પરમપદનું સુખ આપતા મોક્ષમાર્ગમાં વિલીન થયા હોય, તેવું લાગે છે. તેથી સર્વસુખોનાં હેતુભૂત શ્રી અરિહંત પ્રભુની પ્રતિમા જ દેવગણ અને મનુષ્યો વડે વંદન કરવા યોગ્ય છે.”
એક જૈનેતર કલાકારનાં મુખમાંથી નીકળેલા આ શબ્દો સૂચવે છે કે મુક્તિમાં જવું હોય, તો તે શ્રદ્ધાળુજનો ! અરિહંતોની મૂર્તિનું આલંબન લો.
યાત્રા ભક્તિથી મુક્તિની
જ ૨૯ોટ