________________
પ્રકરણ-૭
છે સ્થાપના જિન (જિન મૂર્તિ) છે.
શ્રી ચૈત્યવંદન મહાભાષ્ય નામના ગ્રંથમાં વાદીવેતાલ શ્રી શાંતિસૂરિજી મ.સા. જણાવે છે.
जं पुण असरीराणं, अंगोवंगाइसंगया मुत्ती । तत्थ वि निमित्तमेयं, उवइटुं पुव्वसूरीहिं ।।७७|| अरहंता भगवंता असरीरा निम्मला सिवं पत्ता । तेसिं संभरणत्थं पडिमाओ एत्थ कीरंति ||७८|| उद्धट्ठाणठियाओ, अहवा पलियंकसंठिआ ताओ । मुत्तिगयाणं तेसिं, जं तइयं नत्थि संठाणं ||७९।।
આ ત્રણ ગાથાનો ભાવાર્થ એ છે, ભગવાન તો અત્યારે મોક્ષાવસ્થામાંઅશરીરી છે, છતાંય એમની પ્રતિમા અંગોપાંગથી યુક્ત જ કરાય છે. હકીકતમાં જો પ્રતિમા પ્રભુની જ હોય તો પ્રભુનો તો શરીર જેવો આકાર નથી તો ભગવાનની પ્રતિમાનો પણ શરીર જેવો નિશ્ચિત આકાર ન જોઇએ. આવું જ્યારે કોઇ પૂછે, તો એને પ્રત્યુત્તર અપાય છે કે પ્રભુનાં સ્મરણ માટે જ પ્રતિમા કરાય છે. જ્યારે પ્રભુ મોક્ષમાં ગયાં ત્યારે તેમને શરીર ન હતું, શરીરનો આકાર ન હતો. પરંતુ મોક્ષગમનની પૂર્વ ક્ષણો સુધી, ભવની અંતિમ ક્ષણોમાં પ્રભુનું શરીર જે આકારમાં હતું, અર્થાત્ પ્રભુએ જે આસન ધારણ કરેલું, (ત્યારબાદ તૂર્તજ ભગવાનનું મોક્ષગમન થયું. માટે ઉપચારથી સિદ્ધ અવસ્થાની પૂર્વની ક્ષણોનું આસન) એજ સિદ્ધ અવસ્થાનું આસન કલ્પીને સિદ્ધ થયેલા ભગવાનનું સ્મરણ કરવા મૂર્તિ બનાવવામાં આવી.
શ્રી ઋષભદેવ પ્રભુ, શ્રી નેમિનાથ સ્વામી અને શ્રી મહાવીર સ્વામી મોક્ષમાં ગયા, ત્યારે પર્યકાસનમાં હતા. બાકીના બધા ભગવાન કાયોત્સર્ગાસનમાં હતા. તેથી પ્રતિમા પણ સામાન્યથી યા તો કાયોત્સર્ગ આસનમાં હોય છે, ક્યાં તો પર્યકાસનમાં. કાયોત્સર્ગાસન તો સુવિદિત છે. પર્યકાસનમાં પગની મુદ્રા પદ્માસન જેવી હોય. ડાબો પગ જમણી જાંઘ ઉપર અને એની યાત્રા ભક્તિથી મુક્તિની ૨૭ 2