Book Title: Yatra Bhaktithi Muktini
Author(s): Tirthbodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 43
________________ ઉપર જમણો પગ ડાબી જાંઘ ઉપર તથા બન્ને હાથની હથેળી પગનાં મધ્યભાગમાં, જમણા હાથની હથેળી ઉપર ડાબા હાથની હથેળી, એ રીતે મૂકવામાં આવે છે. જૈનધર્મને આત્મશુદ્ધિ માન્ય છે. અરિહંત પ્રભુ મોક્ષે જતી વખતે અતિશય વિશુદ્ધ હતાં અને એ વખતે તેમનો આકાર આ બન્નેમાંથી એક હતો. આ આકારમાં રહેલા અરિહંત પ્રભુ (મોક્ષગમનની નિકટ હોવાથી) અતિશય વિશુદ્ધિમાં હતા. કર્મમુક્તતાની પ્રકર્ષ અવસ્થા પામેલાં હતા. માટે પ્રભુનાં આ આકારને યાદ કરતાંની સાથે જ વીતરાગાવસ્થા શુદ્ધાત્મદશા, કર્મમુક્ત આત્મ-ભાવ ખ્યાલમાં આવે છે. એ ભાવનું પ્રતિસંધાન થવાથી મૂર્તિ એ તો મોટું આલંબન બને છે. ઐતિહાસિક ધારાનગરી. (આજનું ધાર M.P.), સાહિત્યજ્ઞ રાજા ભોજનાં દરબારમાં ધનપાલ નામે કવિ હતો. જે પૂર્વે બ્રાહ્મણ ધર્મ પાળતો હતો, પછીથી જેન થયો હતો. અમુક ઇર્ષાળુઓ-વિજ્ઞસંતોષીઓએ રાજાને ફરીયાદ કરી કે ધનપાલ કવિએ ધર્માતરણ કર્યું છે. કાનભંભેરણી કરીને રાજાને ઉશ્કેર્યા. રાજાએ ધનપાલને એક ફૂલની માલા ધરી. અને કહ્યું કે “આપણી ધારાનગરીમાં જે શ્રેષ્ઠ દેવ દેખાય, એને તમારે આ માળા પહેરાવવાની.” ધનપાલ ચાલ્યો. એની પાછળ રાજાએ ગુપ્તચરો મોકલ્યા. આખા નગરમાં ફરીને છેલ્લે ધનપાલ કવિ જિનમંદિરમાં ગયા અને પ્રભુના કંઠે માળા પધરાવી. ગુપ્તચરોએ રાજાને ખબર દીધા. રાજાએ કવિને જરાક ગુસ્સામાં કરડાકીથી પૂછ્યું. આમ કેમ કર્યું ? ત્યારે ધનપાલ કવિએ કહ્યું “રાજન્ ! આપની ફૂલમાળા લઇને રામના મંદિરમાં ગયો, ત્યાં તો બાજુમાં સીતા ઉભાં હતાં. પતિ-પત્ની એકાંતમાં હોય તો ત્યાં શી રીતે જવાય ? તેથી હું બહાર નીકળી ગયો. પછી વિષ્ણુનાં મંદિરમાં ગયો. તો હાથમાં ચક્ર ગોળ-ગોળ ફરતું જોયું, ગભરાઇને પાછો નીકળી ગયો. શંકરે તો નરમુંડની માળા પહેરી હતી. વાઘનું ચામડું વીંટાળ્યું હતું. મશાનની રાખ ચોળેલી હતી. એમનું રૂપ જોઇને જ હું તો ડરી ગયો અને ભાગી ગયો. અંબામાએ ત્રિશૂલ તાણેલું અને મહાકાલીમાં લોહીનું ખપ્પર લઇને જીભ કાઢી ઉભાં હતાં. બધી ય જગ્યાએ સંગ્રામ-સંઘર્ષ, રાગ અને દ્વેષ, સ્ત્રી અને શસ્ત્ર મને દેખાયા. મને આ બધા દેવોમાં વીતરાગતાના દર્શન ન થયાં. અંતે થાકીને કંટાળીને હું જિનમંદિરમાં ગયો. મને થયું કે આ દેવ પણ જેન ભક્તિમાર્ગ.

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106