________________
ભેગા કરીને કરેલું દ્રવ્ય. ૮) વસ્ત્રની ઢીંગલી વગેરે ૯) અક્ષ એટલે શંખ અને ૧૦) કપર્દક એટલે કોડી..આટલા દ્રવ્યોમાં બહુધા જે તે અભિપ્રાયની સ્થાપના થતી હોય છે. આથી આટલા દ્રવ્યો એ સ્થાપનાનાં ભેદો કહેવાય છે.
આમાં અમુક સ્થાપના સાકાર હોય છે, અમુક નિરાકાર હોય છે. અર્થાત્ જ્યારે મૂર્તિ વગેરેમાં ગુરૂની સ્થાપના કરીએ. ત્યારે તે સાકાર સ્થાપના છે, કારણ કે મૂર્તિનો ગુરૂ જેવો જે આકાર છે. પરંતુ, કોડી કે શંખમાં ગુરૂની સ્થાપના કરીએ, તે નિરાકાર સ્થાપના છે.
અમુક સ્થાપના ઇત્વરિક-ટેમ્પરરી =હંગામી હોય છે. અમુક સ્થાપના યાવસ્કૃથિકપરમેનન્ટલી કાયમી હોય છે. સ્થાપનાચાર્યજીનાં પાંચ શંખોમાં પાંચ પરમેષ્ઠિની કાયમી સ્થાપના થાય છે. જ્યારે, શ્રાવક સામાયિક કરતી વખતે સાપડા પર પુસ્તક મૂકી નવકાર અને પંચિંદિય સૂત્રનો પાઠ કરી પુસ્તકમાં જે ગુરૂતત્ત્વની, પોતાનાં અભિપ્રાયની સ્થાપના કરે છે, આ ઇવરિક છે. કારણ કે સામાયિક પત્યા પછી પોતાનો ભાવ ઉઠાવી, સ્થાપના ઉઠાવી અર્થાત્ ઉત્થાપન કરી લે છે. એ રીતે ગુરૂવંદન સૂત્ર=વાંદણા આપતી વખતે શ્રાવક ચરવળા પર સ્થાપેલી મુહપત્તિમાં અને સાધુ ઓઘાની દશીમાં ગુરૂદેવનાં ચરણકમલનો આરોપ કરે છે. “અહોકાયં કાયસંફાસં' આનો અર્થ છે. કે અધોકાય એટલે કે ચરણકમલને કાય સ્પર્શે એટલે કે મસ્તકનો સ્પર્શ કરાવવો. આ બોલતી વખતે સાધક દશીને પોતાનાં મસ્તકનો સ્પર્શ કરાવે છે ત્યારે દશીમાં ગુરૂનાં ચરણની જે કલ્પના=ભાવારોપ કર્યો, તે તાત્કાલિક આરોપ છે. પછી એ આરોપ ઊઠાવી લેવાનો છે. આ આરોપ પણ સકારણ છે. બધાને આવશ્યક ક્રિયા વખતે સાક્ષાત્ ગુરૂનાં ચરણોનો સ્પર્શ તો થઈ શકતો નથી. તેથી ત્યાં ગુરૂચરણોનો આરોપ દશમાં કરીને તેનો જ સ્પર્શ કરાય છે.
સ્થાપનાનાં પર્યાયવાચી શબ્દોઃ સ્થાપના-પ્રાણ પ્રતિષ્ઠા-પ્રાણ આરોપભાવ-આરોપ-ઉપચાર-ભાવઉપચાર વગેરે સ્થાપનાના પર્યાયવાચી શબ્દો છે.
આમ, સુજ્ઞજનોને સમજાશે કે સ્થાપના કોને કહે છે ? સ્થાપના શું છે ?
RD
* ૨૪ )
બુ ૨૪ )
.
.
02
જેને ભક્તિમાર્ગ