________________
અર્થાત્, જેમાં આ ઇન્દ્ર છે, આવો ભાવ-અભિપ્રાયનો આરોપ કરાય, એ કોઇપણ પદાર્થ, પછી સ્થાપનાથી ઇન્દ્ર કહેવાય.
આજે નિયમ છે કે ડ્રાફ્ટ-ચેક પાસ કરાવવો હોય, તો ચેક આપનારની સમ્મતિ જોઇએ. પરંતુ એ સમ્મતિ તો એક ભાવ છે. એને સમજવો શી રીતે ? માટે એ ભાવની સ્થાપના હસ્તાક્ષર-સહીમાં કરાય છે. ‘સહી-સાઇન’ એ સ્થાપના સમ્મતિ છે. કારણ કે એને જોઇને કોઇપણ કહેશે, કે આ સમ્મતિ છે. આને સમ્મતિ કેમ કહેવી ? સમ્મતિ તો ભાવરૂપ છે, જ્યારે આ તો અક્ષરો છે, ભાવ નથી. પરંતુ, લખનારે લખીને પોતાનો સમ્મતિનો અભિપ્રાય એમાં સ્થાપિત કર્યો. તેથી જોનારને પણ તે દેખીને લખનારની સમ્મતિનાં ભાવનો આરોપ સહીમાં થવાથી, તે કહેશે કે લખનાર સમ્મત છે.
એમ, કોઇ વસ્તુ કોઇની માલિકીની હોય, અર્થાત્, માલિકનો વસ્તુની સાથે સંબંધ રહ્યો હોય, તો એને બતાવવાં માટે શું કરવું ? વસ્તુ દેખાય છે, માલિક દેખાય છે, પણ એમાં માલિકનો સંબંધ તો દેખાતો જ નથી. એ તો અદૃશ્ય છે. એ મમત્વ ભાવરૂપ છે. એ વખતે માલિક તે વસ્તુ પર પોતાનું નામ કોતરાવે-લખાવે છે. અને એમાં પોતાનાં માલિકીપણાની મમત્વની સ્થાપના કરે છે. આથી વસ્તુ પર કોતરેલું નામ વાંચીને કોઇપણ કહેશે કે આ વસ્તુ અમુક ભાઇની છે, અથવા આ વસ્તુ પર અમુકનું મમત્વ રહ્યું છે. આથી તે નામ એ સ્થાપના મમત્વ છે. એમ સમજવું.
સારાંશ, પોતાનાં ભાવોનો આરોપ કરવો, અર્થાત્ ભાવોની સ્થાપના કરવી. ભાવોને જે દ્રવ્યના આલંબને સ્થાપિત કરાય, અર્થાત્ જે દ્રવ્યમાં પોતાના સારાં કે ખરાબ ભાવોની સ્થાપના કરાય, તે દ્રવ્ય, સ્થાપના સત્ય બને.
સ્થાપનાનાં ભેદો : અનુયોગ દ્વાર સૂત્રમાં દસ પ્રકારનાં દ્રવ્યોમાં સામાન્યથી ભાવની સ્થાપના થાય છે. અર્થાત્ ૧૦ પ્રકારની સ્થાપના છે. (અથવા, ૧૦ પ્રકારે સ્થાપના સત્ય છે.) આવું જણાવ્યું છે.
૧) લાકડાની મૂર્તિમાં ઇન્દ્રાદિ અભિપ્રાયની સ્થાપના થાય ત્યારે મૂર્તિ સ્થાપના ઇન્દ્ર-સત્ય ઇન્દ્ર બને. એ જ રીતે ૨) ચિત્ર ૩) પુસ્તક ૪) લેપકર્મ= પૂતળીઓ ૫) ફૂલ વગેરેની ગૂંથણી ૫) વસ્ત્ર વગેરેને વીંટળાવવાથી બનેલ દ્રવ્ય ૬) ધાતુના રસથી ભરવામાં આવેલી પ્રતિમા. ૭) ઘણા વસ્ત્રોના ટુકડાઓ
યાત્રાઃ ભક્તિથી મુક્તિની
૨૩