________________
શકાતું હોય તો સ્થાપના જિન પાસેથી કેવલજ્ઞાન-આત્મશુદ્ધિ કેમ ન મેળવી શકાય?
ઉપસંહાર, આ રીતે સ્થાપના પણ સત્ય અથવા વાસ્તવિક અથવા સમાન ફલદાતા છે આવું સિદ્ધ થયું.
અહીં અંતિમ તર્ક તરીકે બે મુખ્ય વસ્તુઓ જોવા જેવી છે. “શ્રીમદ્ ભગવતી સૂત્ર'' નામના આગમમાં શરૂઆતમાં જ “મો વમી ત્રિવિણ'' આવા શબ્દો બતાવી, ગણધર ભગવંતોએ બ્રાહ્મીલિપિને નમન કર્યું છે. જેમ પૂર્વે જોઇ ગયાં, તેમ આ લિપિ એ અક્ષરોની રચના-આકાર છે. “અ” એવાં ધ્વનિ રૂપ શબ્દની સ્થાપના “'' આવા આકારમાં કરવામાં આવી છે. લિપિને વંદન કરવાં એનો અર્થ સ્થાપનાને વંદન કરવાં. ગણધરોએ પણ જો સ્થાપનાને સન્માન્ય ગણી હોય, તો તેનો વિરોધ શી રીતે કરી શકાય ?
બીજી વાત એ કે સમસ્ત જૈનશાસનમાં જેઓ પોતાને જેન માને છે, એ બધાને માન્ય એવું એક પ્રભાવિક સૂત્ર છે. “શ્રી હવસહિર સૂત્ર'. આની ઉત્પતિનો ઇતિહાસ પણ પ્રાયઃ સર્વમાન્ય છે. શ્રી ભદ્રબાહુસ્વામીજી રાજાને કહે છે, કે તારો પુત્ર સાત દિવસમાં બિલાડીથી મૃત્યુ પામશે. અને વરાહમિહિર નામનો જ્યોતિષી કહે છે, કે તમારો પુત્ર ૧૦૦ વર્ષ જીવશે. રાજા ગભરાઇને બધી બિલાડીઓને નગરની બહાર તગેડી મૂકે છે. પરંતુ ૭મે દિવસે બારણામાં જડેલો બિલાડીના આકારનો આગળિયો (સ્ટોપર) બાળકનાં માથે ઝીંકાય છે. અને બાળકનું મોત નિપજે છે. વરાહમિહિરની મશ્કરી થાય છે. એ ગુસ્સામાં આવી મરીને વ્યંતર બને છે. નગરમાં જૈનસંઘમાં ઉપદ્રવો ફેલાવે છે. જેમાંથી સંઘની રક્ષા કરવા શ્રી ભદ્રબાહુવામીજી ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરે છે. આમાં, ભદ્રબાહુસ્વામીનું કથન એ હતું, કે બિલ્લીથી બાળકનું મોત છે. એ સાચું કે ખોટું ? જો ખોટું કહીએ, તો મહાત્માની આશાતનાનું પાપ લાગે અને લોકવિરૂદ્ધ જવાની વાત આવે, કારણકે આખા સમાજે એ વખતે એમના કથનને સત્ય તરીકે જ સ્વીકાર્યું હતું. અને જો સાચું કહો, તો બિલ્લીનાં આકારને પણ બિલ્લી માનવાની વાત આવે. એટલે કે સ્થાપનાને વાસ્તવિક વસ્તુ માનવી જ રહી. બિલ્લી એટલે જેમ બિલાડી, એમ બિલ્લી એટલે બિલ્લીનો આકાર. અરિહંત પ્રભુ એટલે જેમ વિચરતાં ભાવજિન, તેમ અરિહંત પ્રભુ એટલે જિન અરિહંતની પ્રતિમા-સ્થાપના...
યાત્રા ભક્તિથી મુક્તિની
આ ૧