________________
૪) પરાક્રમી રાજાઓનાં પૂતળાંઓ પ્રજાને પ્રેરણા માટે થાય છે. નાનો છોકરો પૂછે કે આ કોણ છે ? તો વડીલ કહેશે કે શિવાજી છે કે મહારાણા પ્રતાપ છે.
૫) કામશાસ્ત્રમાં કહેલાં સ્ત્રી-પુરૂષનાં વિષય-સેવનનાં ૮૪ આસનો જોવા માત્રથી જ કામીજનોને તૂર્તજ કામ-વિકાર ઉત્પન્ન થાય છે.
) યોગાસનોનાં ચિત્રો જોઇને પુરૂષોનું મન યોગાભ્યાસ માટે તૈયાર થાય છે.
૭) છોકરીએ ટીચરને પ્રશ્ન કર્યો-“જંગલ છે, પણ ઝાડ નથી, નદી છે પણ પાણી નથી, પર્વત છે પણ પથ્થર નથી...આવી જગ્યા કઇ ?” ટીચરે બે દિવસ વિચાર્યું. જવાબ ન મળ્યો. ત્રીજે દિવસે છોકરીએ કહ્યું. ટીચર ! તમે ભણાવો છો, એ જ “નકશો'. એમાં તમે બતાવો છો કે અહીં આ જંગલ છે, પણ ઝાડ તો હોતાં નથી. નકશામાં શું છે ? ઝાડ વિનાનું જંગલ ? ના, જંગલ નથી, પણ જંગલની સ્થાપના છે. તો એમાં જંગલનો જ ઉપચાર કરાય છે. જે “સ્થાપના સત્ય” છે.
૮) પરદેશવાસી સ્વજન આદિના અક્ષરોવાળી ટપાલને વાંચતાં જાણે સ્વજનોનો મેળાપ જ ન થયો હોય, એવો સંતોષ અનુભવાય છે. ટપાલની રાહ પણ એવી રીતે જોવાય છે, જાણે ખુદ સ્વજનની રાહ જોવાતી હોય. અક્ષરો કે પત્ર એ સ્થાપના સ્વજન છે.
૯) ખેતરોમાં પંખીઓથી પાકનું રક્ષણ કરવા માટે મનુષ્યની આકૃતિનાં ચાડીયા ઉભા કરે છે. એને મનુષ્ય સમજીને પક્ષીઓ દૂર ભાગે છે. (અર્થાત્, સ્થાપનાને પંખીઓ જેવાં અજ્ઞાની જીવો પણ સત્ય તરીકે સ્વીકારવા તૈયાર છે.)
૧૦) એકલવ્ય નામના ભીલ બાલકની ઘટના શ્રી પાંડવ ચરિત્રમાં આવે છે. જે આપણને સુવિદિત છે એનાં વિશે એક કવિએ લખ્યું છે.
એક હતો અંગૂઠો, એ પણ માંગી બેઠાં દ્રોણ, એકલવ્યનું કોણ, બોલો એકલવ્યનું કોણ ?”
અર્જુન કરતાં પણ ચડી જાય એવી બાણવિદ્યા જેણે હસ્તગત કરી હતી. એ એકલવ્યનાં ગુરૂ કોણ હતા ? દ્રોણાચાર્યની પ્રતિમા અથવા સ્થાપનાનિલેપે રહેલાં દ્રોણાચાર્ય. જો સ્થાપના નિક્ષેપે રહેલા લૌકિક ગુરૂ પાસેથી જ્ઞાન મેળવી
૨૦ છે
.
જેને ભક્તિમાર્ગ...