________________
કારણ કે એ જ એનું નામ છે. તો આ નામ સત્ય કહેવાય. એ નામથી સત્ય છે. એમ, ડરપોકનું નામ ‘વીર’ હોય, તો તેને નામથી વીર જ બોલાવાય, એ ખોટું નથી.
૫) રૂપસત્ય ઃ જે જાતજાતનાં વેશ ભજવતો હોય, એણે ક્યારેક રામનો વેશ ભજવીને નાટક કર્યું. બધાં એને રામ કહેશે. હકીકતમાં એ રામ નથી, તો'ય એને રામ કહે છે, એનું કારણ છે, કે એણે રામનો વેશ (રૂપ) ધારણ કર્યો છે. આ રૂપસત્ય છે.
આમ, એક ભાઇ અમેરિકા ગયાં તો પાણીને વોટર કહેવાં લાગ્યાં. ભારતમાં આવ્યાં તો પાણીને જલ કહેવાં લાગ્યો. એ વખતે એમની સાથેનાં નાનાં છોકરાંને થયું કે સાચું શું ? પાણી વોટર કહેવાય કે જલ કહેવાય ? ત્યારે સમજવું પડે, બન્ને સાચું. કારણ કે દેશને કારણે જલ કે વોટર કહેવાય. આમ, બન્ને સાચા હોવાનું કારણ દેશ બન્યો તો જનપદસત્ય આમ, જેની સત્યતાનું કારણ જનસમ્મતત્વ બન્યું, તે સમ્મતસત્ય કહેવાય. જેની સત્યતાનું કારણ આકાર બન્યો કે સ્થાપના બની, તે સ્થાપનાસત્ય. જેની સત્યતાનું કારણ નામ બન્યું તે નામસત્ય, જેની સત્યતાનું કારણ રૂપ બન્યું, વેશ બન્યો તે રૂપસત્ય.
૬) પ્રતીત્યસત્ય : પ્રતીત્ય=અપેક્ષા, આપેક્ષિક સત્ય. અનામિકા આંગળી કનિષ્ઠિકાની (ટચલી આંગળી) અપેક્ષાએ દીર્ઘ પણ કહેવાય, અને મધ્યમાની અપેક્ષાએ હ્રસ્વ=નાની પણ કહેવાય. આ બધું આપેક્ષિક સત્ય છે, આથી અનામિકા લઘુ પણ કહેવાય અને દીર્ઘ પણ કહેવાય.
૭) વ્યવહારસત્ય : પર્વત પર બળે છે ઘાસ, પણ કહેવાય છે, ‘પર્વત બળે છે’'. એમ પાણી આવે તો કહે છે, “નળ આવ્યો''...આ બધાં વ્યવહા૨ પ્રચલિત વાક્યો છે. ત્યાં કોઇ એમ કહી ન શકે, કે પર્વત બળી જ ન શકે અથવા નળ તો ક્યારનો આવી ગયો છે હમણાં તો પાણી આવ્યું એમ બોલો. ‘નળ આવ્યો' એમ વ્યવહારમાં બોલાતું હોવાથી તે વ્યવહારથી સત્ય જ કહેવાશે.
જ્યારે જે ભાવની ઉત્કટતા હોય ત્યારે તે ભાવ બતાવવો આ પણ વ્યવહાર સત્ય. જેમકે દરેક અનેકપ્રદેશી ઔદારિક-પુદ્ગલોમાં પાંચ વર્ણ હોય છે. એથી ભમરામાં પણ પાંચે'ય વર્ણ હોય છે. પણ કાળો રંગ ઉત્કટ છે, મુખ્યતયા છે. આથી ભમરાને કાળો જ કહે છે. તે વ્યવહારથી સત્ય છે.
૧૮
bas
જૈન ભક્તિમાર્ગ...