________________
પ્રકરણ-૪
- સ્થાપના નિક્ષેપાની સિદ્ધિ છે
“શ્રી સ્થાનાંગ સૂત્ર'માં દશમા સ્થાનમાં ૧૦ પ્રકારનાં સત્ય બતાવ્યાં છે. जणवयसम्मयठवणा, नामे रूवे पडुच्च सच्चेय । ववहारभावजोगे, दसमे उवम्मसच्चे अ ||१||
૧) જનપદસત્ય ? એકનાં એક શબ્દનાં તે-તે દેશને હિસાબે અલગ અલગ અર્થો થાય છે, તો તે બધાંય જનપદ સત્ય કહેવાય છે. જનપદ=દેશ. તે જ રીતે એક જ અર્થમાં જુદા જુદા દેશમાં અલગ-અલગ શબ્દ વપરાય છે. જેમકે પાણીને કોઇ દેશમાં જલ કહે, કોઇ દેશમાં વોટર કહે, કોઇ દેશમાં પિચ્ચ કહે...તો પાણી એટલે માત્ર જલ જ એવું ન કહેવાય. જલ પણ સાચું, વોટર પણ સાચું. આ તે-તે દેશને હિસાબે સત્ય થયું.
૨) સમ્મતસત્યઃ સકલ આપ્તજનમાં જે સમ્મત હોય, તે વખતે તેવા શબ્દનો બીજો અર્થ ભલે નીકળતો હોય, તો પણ જનસમ્મત અર્થ જ માન્ય કરાય, બીજા અર્થો સાચાં હોવાં છતાંય અમાન્ય કરાય આ સમ્મત સત્ય છે.
જેમ કે પંકજ' આ શબ્દનો અર્થ છે-“કાદવમાં ઉત્પન્ન થનાર'. જેમ કમળ કાદવમાં જન્મે છે, એમ બીજાં ઘણાં પુષ્પો તથા કીડા, ઇયળ આદિ પણ કાદવમાં જન્મે છે. છતાંય લોકમાં પંકજ તરીકે માત્ર કમલ જ માન્ય છે. આથી, પંકજ એટલે કમળ જ મનાય. આ સમ્મત સત્ય થયું.
૩) સ્થાપના સત્યઃ માટી આદિમાંથી નિર્મિત અરિહંત પ્રતિમાને પણ અરિહંત માનવા એ સ્થાપના સત્ય છે. આ રીતે, જ્યાં એકડો (“1') લખ્યો હોય, ત્યાં તેને એક માનવો એ સ્થાપના સત્ય છે. કારણ કે એ અંક નથી, અંકની સ્થાપના છે. અક્ષરોનો આકાર-જેને લિપિ કહે છે-એ પણ અક્ષર રૂપ મનાય છે, કારણ કે સ્થાપના સત્ય છે.
૪) નામસત્ય : “ધનવાન' શબ્દનો અર્થ છે-ધનવાળો. કોઈ ગરીબનું નામ “ધનવાન' રાખ્યું, તો શબ્દનો અર્થ તો ઘટતો નથી, માટે એ ખોટું છે એમ ન માનવું. શબ્દાર્થ ન ઘટવા છતાં'ય લોકો એને ધનવાન જ કહેવાના
યાત્રાઃ ભક્તિથી મુક્તિની
૧૭