________________
પ્રકરણ-૫
સ્થાપનાનાં તત્વ-ભેદ-પર્યાય...
કોઇપણ પદાર્થની વ્યાખ્યા તત્ત્વ-ભેદ અને પર્યાય દ્વારા કરવામાં આવે છે. તત્ત્વ એટલે જે તે પદાર્થનું સ્વરૂપ. એવું સ્વરૂપ, જે બીજામાં ન ઘટે, એ જ પદાર્થમાં ઘટતું હોય, તેને તત્ત્વ કહેવાય.
બીજા નંબ૨માં આવે છે ભેદ, ભેદ એટલે અલગ અલગ પ્રકારો. જે-તે પદાર્થનાં અલગ અલગ મળતાં બધાં જ ભેદ-પ્રભેદો બતાવવાં તે. ત્રીજી વાત છે પર્યાયની. પર્યાય એટલે સમાનાર્થી શબ્દો. જે-તે પદાર્થના સમાનાર્થી જેટલા શબ્દો હોય, તે-તે બધાંયને પર્યાય કહે છે.
આ ત્રણેય પ્રકારોમાંથી કોઇ એક પ્રકારે પણ વ્યાખ્યા થઇ શકે, અથવા ત્રણેય પ્રકારે પણ વ્યાખ્યા કરી શકાય છે.
“જેનું મોટું પેટ, નાનું મોઢું, ગળે કાંઠલો આવો આકાર હોય, એ ઘડો કહેવાય’’. આ ઘડાની તત્ત્વ પ્રકારની વ્યાખ્યા થઇ. અર્થાત્ તત્ત્વથી વ્યાખ્યા થઇ. ‘માટીનો, તાંબાનો, પિત્તળનો વગેરે હોય એને ઘડો કહેવાય.’ આ ઘડા માત્ર તાંબા, સોના વગેરેના હોય એ રીતે ઘડાનાં ભેદોની નિરૂપણા થઇ.
99
અર્થાત્ ભેદોથી ઘડાની વ્યાખ્યા થઇ. “ઘડો એટલે કુંભ, કળશ...' આ ઘડાની સમાનાર્થી શબ્દોથી, અર્થાત્ પર્યાયોથી વ્યાખ્યા થઇ.
,,
“જે પશુને ગળાનાં ભાગે ગોદડી જેવો સ્નાયુ હોય, એ પશુ ગાય કહેવાય'' આ ગાયનું તત્ત્વ થયું. તત્ત્વથી ગાયની વ્યાખ્યા થઇ.'' લાલ, કાળી, સફેદ, ગીરની, ગાયો હોય છે.'' આ ભેદો વડે ગાયની વ્યાખ્યા થઇ. ભેદથી વ્યાખ્યા કરો, ત્યારે જેને જે ભેદ ખ્યાલમાં હોય, તેને તે ભેદ દ્વારા ગાયનું સ્વરૂપ સમજાય છે. ‘ગાય એટલે ગો, ધેનુ, સુરભિ' આ પર્યાયો વડે ગાયની વ્યાખ્યા થઇ. આમાં પણ, જેને જે પર્યાયનો ખ્યાલ હોય, તેને તે પર્યાય દ્વારા શબ્દાર્થ સમજાય છે.
હવે સ્થાપનાની તત્ત્વ-ભેદ-પર્યાયથી વ્યાખ્યા કરવી છે. તો સ્થાપના તત્ત્વ શું છે ? એના જવાબમાં સમજવું, કે ભાવોનો આરોપ એ સ્થાપના છે.
૨૨
જૈન ભક્તિમાર્ગ...