Book Title: Yatra Bhaktithi Muktini
Author(s): Tirthbodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 30
________________ જેમ, અપેક્ષિત ભાવની પૂર્વાવસ્થા એ દ્રવ્ય છે, તેમ તેની ઉત્તરાવસ્થા એ પણ દ્રવ્ય છે. આથી જેમ દીક્ષા કે જન્મ વખતના ભગવાનની પૂજા એ ભાવજિનની પૂર્વની અવસ્થાની પૂજા હોવાથી દ્રવ્યજિનની પૂજા છે, તેમ નિર્વાણ વખતે ભગવાનનાં અચેતન દેહની પૂજા એ પણ ભાવિજનની ઉત્તરાવસ્થા સ્વરૂપે દ્રવ્યજિનની પૂજા છે. જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ સૂત્રમાં લખેલું છે, કે ઋષભદેવ પ્રભુનાં જન્મ સમયે પ્રભુને શક્રેન્દ્રે નમન કર્યા, શક્રસ્તવથી સ્તવના કરી. પછી હરિણૈગમેષી દેવ દ્વારા પોતાનાં હિત અને સુખ માટે શ્રી તીર્થંક૨ પ્રભુનો જન્મ મહોત્સવ કરવા માટે જવા બધા દેવોને જણાવ્યું. તેમજ, ભગવાનનાં નિર્વાણ વખતે પણ ઇન્દ્ર ત્યાં હાજર રહ્યાં, સર્વ સામગ્રી સાથે ભગવાનનાં અચેતન શરીર પાસે આવી ત્રણ પ્રદક્ષિણા દીધી અને અંતિમસંસ્કા૨ યોગ્ય સર્વ વિધિ કરી...આ બધી વાતો એજ આગમ સૂત્રમાં આવે છે. આમાં ભગવાનનાં શરીરની ત્રણ પ્રદક્ષિણા, વિલેપન, વસ્ત્રા-લંકાર સ્થાપન આ બધું દ્રવ્યજિનની પૂજાની મહતા બતાવે છે. છદ્મસ્થાવસ્થામાં વિચરતા દ્રવ્ય જિનની ભક્તિના અનેક પ્રકારો છે. એમની ૫૨ આવતાં ઉપસર્ગોનું નિવા૨ણ ક૨વા દ્વારા, એમને આહાર દાન કરવા દ્વારા, એમને વસતિદાન કરવા દ્વારા, ઇત્યાદિ રીતે તેમની ભક્તિ થાય છે. પાર્શ્વનાથ ભગવાન વિહાર કરતાં દક્ષિણમાં પધાર્યા ત્યારે જંગલનો હાથી એમને જોઇ પ્રતિબોધ પામ્યો. એ હાથીનું નામ ‘કલિ’ હતું. તેણે બાજુનાં પાણીના ‘કુંડ’ માંથી કમળો લાવી ભગવાનનાં ચરણે ચડાવી પૂજા કરી. તેથી તે જગ્યાએ ‘કલિકુંડ’ તીર્થ સ્થપાયું જેનો અપભ્રંશ ‘કાલિકટ’ થયો. આજે પણ દક્ષિણ ભારતમાં કોચીનની બાજુમાં આ સ્થાન વિદ્યમાન છે. તીર્થ તો વિચ્છેદ પામ્યું છે, પરંતુ એનું સ્થાપના-તીર્થ ગુજરાતમાં ધોળકાની બહાર સ્થપાયું છે. જીરણશેઠને દ્રવ્યજિનની ભક્તિ ક૨વાના પરિણામોની ધારાથી કેવલજ્ઞાનની ભૂમિકા ઊભી થઇ હતી. તથા ૧૨ મા દેવલોકની પ્રાપ્તિ થઇ હતી... યાત્રા: ભક્તિથી મુક્તિની 2 ૧૫

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106