________________
પ્રકરણ-૩
દ્રવ્ય જિનની ભક્તિ )
નામ પછી સ્થાપના નિક્ષેપો ક્રમ પ્રમાણે આવતો હોય છે. પરંતુ પ્રસ્તુતમાં તે ક્રમનું ઉલ્લંઘન કરી પૂર્વે દ્રવ્યનિક્ષેપો બતાવવામાં આવશે. કારણ કે સ્થાપના નિક્ષેપ વિશે ઘણું કથનીય છે, તે બધું છેલ્લે એકી સાથે લેવાશે.
દ્રવ્ય અને ભાવ આ બે શબ્દો જૈનશાસનનાં ગહન પદાર્થોથી યુક્ત છે. સામાન્યથી સમજીએ તો દ્રવ્ય એટલે કારણ અને ભાવ એટલે કાર્ય. જેમકે માટીનો પિંડ એ દ્રવ્ય અને ઘડો એ ભાવ.
એમ, દ્રવ્ય એટલે પૂર્વની કે પછીની અવસ્થા અને ભાવ એટલે અપેક્ષિત અવસ્થા. જેમ-રાજકુમારને દ્રવ્યરાજા કહે અને રાજા બન્યા પછી ભારરાજા કહે.
પ્રસ્તુતમાં જિન અરિહંત એ અપેક્ષિત અવસ્થા છે. અરિહંત પ્રભુ સમવસરણમાં બિરાજીત હોય, આઈન્ય અર્થાત્ તીર્થકર નામકર્મનું સંપૂર્ણ ફળ (વિપાક) ભોગવી રહ્યા હોય, તે વખતે તેઓ ભાવજિન કહેવાય પરંતુ, તેની પૂર્વની અવસ્થામાં તેઓ દ્રવ્યજિન કહેવાય.
જ્યારે આપણને જ્ઞાત હોય, કે શ્રેણિક મહારાજા આવતી ચોવીસીમાં પાનાભસ્વામી નામે પ્રથમ તીર્થંકર થવાના છે. સાથોસાથ એ પણ આપણે જાણતાં હોઇએ કે હમણાં શ્રેણિક મહારાજાનો જીવ ૧લી નરકમાં છે, છતાં પણ જ્યારે જ્યારે આપણે “પાનામસ્વામી” આવું નામ બોલીશું, ત્યારે આપણને તેઓની ભવિષ્યની તીર્થકર અવસ્થા યાદ આવે છે અને આપણે એ તીર્થકરના જીવને મનમાં યાદ કરીને એમને નમન કરીએ છીએ. આમ વર્તમાનમાં અન્ય અવસ્થામાં રહેલાને પણ ભવિષ્યની પૂજ્ય અવસ્થાને મનમાં રાખી કરાતા વંદન તે દ્રજિનને નમસ્કાર છે.
આ જ રીતે શ્રી ઋષભદેવ પ્રભુને શ્રી ભરત મહારાજાએ પ્રશ્ન કર્યો કે આપના જેવા તીર્થકર થનારા કોઇ મહાત્મા આપનાં સમવસરણમાં હાલ
યાત્રાઃ ભક્તિથી મુક્તિની
૧૩
.