________________
૮) ભાવસત્ય : કેવળજ્ઞાની કે અતિશય જ્ઞાનીની દૃષ્ટિએ જે સત્ય છે એ જ સત્ય આપણા હૃદયમાં ઉગે તે ભાવસત્ય. આપણું મંતવ્ય તાત્વિક હોય તે ભાવસત્ય....દા.ત. જગતના તમામ પદાર્થોને અપેક્ષાએ નિત્ય અને અપેક્ષાએ અનિત્ય જાણવા
૯) યોગસત્ય ? કોઇ વસ્તુનાં સંબંધથી જે બીજી વસ્તુ તેનાવાળું કહેવાય, તે યોગસત્ય, જેમ કે, દંડના યોગથી દંડી કહેવું, છત્રનાં યોગથી છત્રી' (છત્રવાળો) કહેવું..
૧૦) ઉપમા સત્યઃ મુખને ચંદ્રની ઉપમા અપાય, ત્યારે “ચંદ્ર જેવું મુખ” આવું બોલાય છે. અહીં ચંદ્ર જેવો છે, એવું ને એવું તો મુખ થઈ જવું શક્ય નથી. છતાં પણ ચંદ્રનાં ઘણાં ખરા ધર્મો મુખમાં ઘટે છે. આથી મુખ ચંદ્ર જેવું કહેવાય છે. આમ “સામાઇય વયજુરો' સૂત્રમાં લખ્યું છે કે “સમનો રૂવ સાવો' સામાયિકમાં શ્રાવક સાધુ જેવો થઇ જાય છે. સાધુ જેવો સંપૂર્ણ રીતે બની નથી શકતો. આથી ત્યાં સાધુની ઉપમા આપી છે, માટે ઉપમા સત્ય છે. સમગ્ર ગુણો ઘટતા હોય, ત્યાં સામાન્યથી ઉપમા ન આપી શકાય.
આ ૧૦ પ્રકારના સત્ય છે. સત્યના આ ૧૦ ભેદો જિનશાસનમાં માન્ય છે. આથી જ આ દસ પ્રકારમાં સમાવેશ પામેલી “સ્થાપના” પણ સત્ય છે. આવું આગમ પ્રમાણથી સિદ્ધ થાય છે.
સ્થાપના નિર્જીવ હોવા છતાં પણ તે સત્ય જ ગણાય છે. અર્થાત્ વસ્તુરૂપ જ ગણાય છે. એ માટેના આટલાં તર્કો જોઇ લઇએ.
૧) સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે રાણી એલિઝાબેથના પૂતળાને કોઇએ જૂતાંનો હાર પહેરાવ્યો હતો. ત્યારે સમસ્ત અંગ્રેજોમાં ખળભળાટ મચી ગયો હતો. અહીં સ્થાપનાને રાણી સ્વરૂપ જ માની. સ્થાપનાનું અપમાન એ રાણીનું અપમાન ગયું.
૨) ન્યૂયોર્કમાં સ્વાતંત્ર્ય દેવીનું પૂતળું શું છે ?? સ્વાતંત્ર્યની સ્થાપના છે. એને જોતાં જ સ્વાતંત્ર્ય યાદ આવે છે. સ્થાપનાને જોતાં જ વસ્તુ યાદ આવે છે. માટે, સ્થાપનામાં વસ્તુનો સાચો ઉપચાર કરાય છે.
૩) પોતાના પતિની છબી જોઇને પતિવ્રતા સ્ત્રી ખૂબ પ્રસન્ન થાય છે. જાણે કે પતિ જ ન મળી ગયો હોય ?
યાત્રા: ભક્તિથી મુક્તિની
જે ૧૯
ર.