________________
પ્રભુ સાથે આંતરિક સંબંધ રચાવા દ્વારા મુક્તિની નિકટતા મળે. વળી આપણે પોપટ નથી. આપણું મન ઘણું વિકસિત છે. ભલે જાપ કરતી વખતે ઘણીવાર મન વિના થતા હોય વળી એકાદ વખત પણ મન જો એમાં ચોંટી જશે તો છેક કેવળજ્ઞાન સુધી પહોંચાડી દે.
જ્યાં નવરા પડીએ, ત્યારે અન્ય કાર્યો-વ્યર્થ ચિંતાઓમાં ફિજૂલ વિચારોમાં મન દોડાવ્યા કરતાં મનને જિન નામસ્મરણનાં એક ખીલે બાંધી દેવામાં મજા છે. જેથી વ્યર્થચિંતાથી થતાં પાપો અટકે. નામસ્મરણથી પુણ્ય બંધ થાય અને ભક્તિ દ્વારા આત્મવિશુદ્ધિકરણ ચાલે.
પણ, પોપટની જેમ રટે રાખવું, આ પોપટપાઠ કહેવાય છે. જો માત્ર પોપટની જેમ બોલ્ય રાખીએ, હૃદયનું બહુમાન ન ભળ્યું હોય, મનડું ભમતું હોય, તો એવાં પોપટ-પાઠનો બહુ સાર નથી એ સમજવું. “કરશ્ય ફિરે નોકારવાલી ને ચિત્તડું ફિરે જગમાંય” આવી પરિસ્થિતિ ન થાય તે વિચારવા જેવું છે.
નવકારવાળી ગણતાં મન સ્થિર કેવી રીતે કરવું ? આ ખૂબ મોટો અને લગભગ બધાનાં મનમાં રહેલો એક સામાન્ય પ્રશ્ન છે. જેની ઉપર ઘણું બધું લખી શકાય પણ ટૂંકમાં એટલું કહેવાનું. જે સ્તવનકાર મહાત્માએ લખ્યું છે.
“જિમ ઉપકાર સંભારીયે, તિમ ઉમટે આનંદપૂર” પ્રભુનું નામસ્મરણ હું કરું છું. કેમ? કારણ કે પ્રભુએ મારા પર અનંત ઉપકાર કર્યા છે. મારી અત્યંત દયનીય દીન અવસ્થામાંથી મારો હાથ ઝાલી પ્રભુએ મને બચાવ્યો છે. એ ભગવાનનાં ઉપકારોને કેવી રીતના ચૂકવું ? આવી ભાવના જાપ કરતાં પૂર્વે વિચારવાથી ભગવાનની મહાનતાનું ભાન થાય, અને ભગવાનની ભક્તિનામસ્મરણ કરવામાં મનની સ્થિરતા અનુભવાય છે.
Pray to God આમ કહીને આજનાં પશ્ચાત્ય ધર્મો પણ જેની મહત્તાને જાણનારા બન્યા છે, તે પ્રાર્થનાયોગ પણ નામ-સ્મરણરૂપ જ છે. ભક્ત અંતરના અંતરથી આર્તસ્વરે પ્રભુનું નામ પુકારી પ્રભુને પ્રાર્થના કરે છે. અસંખ્ય આપત્તિઓમાંથી બહાર નીકળે છે. લખલૂટ કર્મનિર્જરા કરે.
૧૦
.
જેન ભક્તિમાર્ગ...