________________
પ્રકરણ-૨
નામજિનની ભક્તિ.
આપણે ત્યાં રિવાજ એવો છે કે ક્યારેક છીંક, ઉધરસ, બગાસુ આદિ આવે ત્યારે શ્રાવક ‘નમો અરિહંતાણં' બોલે. અંધારામાં દીકરાને ચાલતાં ડર લાગે, તો માતા કહેતી ‘અરિહંત અરિહંત બોલ.' નાનાં છોક૨ાઓને ૨૪ ભગવાનનાં નામ ગોખાવવામાં આવે છે. કોઇપણ શુભકાર્યનો પ્રારંભ પોતાને ગમતા ભગવાનનાં નામસ્મરણપૂર્વક કરવામાં આવે છે. ભગવાનનું નામ વિઘ્નનાશક અને કાર્યમાં ઉત્સાહપ્રેરક મનાય છે.
મોટા મોટા મહાત્માઓ પણ જ્યારે કાળધર્મ પામે છે. ત્યારે તેમના મુખમાં ‘વીર-વીર’’ યા તો ‘અરિહંત-અરિહંત'' નામોનું રટણ હોય છે.
ભગવાનનાં નામનું ભાવપૂર્વક સ્મરણ કરવાથી સમસ્યામાંથી માર્ગ મળે, અંધારામાં અજવાળા ફેલાય, અનહદ આનંદ અભવાય છે. દરેક જૈન માટે એક હિતકર છે કે નગર-ગામ ક્ષેત્રમાં પોતે રહેતો હોય તે એરિયાનાં મૂળનાયક ભગવાનની ૧૦૮ વાર સ્મરણ રૂપે માળા એણે અવશ્ય ગણવી જોઇએ. આનાથી તે ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, અને એમનાં ઉપકારોનું સ્મરણ થાય છે.
આજે પણ એવાં અનેક મહાત્માઓ છે. જેમનાં મનમાં ‘અરિહંતઅરિહંત' આ નામનો અજપાજાપ ચાલે છે. અજપાજાપ એટલે જે જાપ કરવાની જરૂર નથી. શ્વાસની જેમ, કે હૃદયનાં ધબકારાની જેમ જે નિરંતર પ્રવર્તતો હોય. (કેટલાકને એમ થશે. કે વારંવાર પ્રભુનું નામ લેવાથી શું વળવાનું ? પોપટ વારંવાર રામ-રામ બોલ્યાં કરે છે. તો એનું શું કલ્યાણ થવાનું ?)
તેમને કહેવાની જરૂર છે કે વારંવા૨ નામસ્મરણ થવાથી પ્રભુ સાથે આપણો સંબંધ બંધાય છે, અને જો બંધાયો હોય, તો પાકો થાય છે. ધીરે ધીરે પ્રભુ ૫૨ પ્રીતિ જામે. પછી એવી ભક્તિ થાય, કે કોઇક પ્રભુનું નામ બોલે, એનાં શ્રવણમાત્રથી જ શરીર વિકસ્વર થાય, રોમાંચિત થઇ જવાય.
યાત્રાઃ ભક્તિથી મુક્તિની
2
૯