________________
પણ એવા વિશુદ્ધ સ્વરૂપે ઝગારા મારી રહી છે કે જેનાથી આજે પણ વિશ્વના મૂર્ધન્ય મનીષીઓની આંખો અંજાઇ રહી છે.
અકાઢ્ય તર્કોની હારમાળા સર્જનારા ન્યાયાચાર્યો ય અહીં પ્રભુભક્તિમાં તન્મય થઇને ઝુમ્યા છે. અઢાર દેશોના મહારાજા ય અહીં પ્રભુચરણોમાં શિશુભાવે આળોટ્યા છે. એક એક પ્રભુભક્ત સંપત્તિને ન્યોચ્છાવર કરીને સર્જલા મહાતીર્થો આજે સેંકડો વર્ષ પછી ય વિના આમંત્રણે વિશ્વને આકર્ષિત કરી રહ્યા છે. | અપરંપાર પ્રભુભક્તિ એ જૈન દર્શનનો માત્ર ઇતિહાસ નથી, વર્તમાન વાસ્તવિકતા પણ છે. આજે મંદિરો અને તીર્થોના સર્જનોમાં અગણિત સંપત્તિ પાણીની જેમ અનેક ભાવિકો વહાવી રહ્યા છે. આજે ય તર્માચાર્યો દ્વારા વિપુલ ભક્તિ સાહિત્ય નિર્માણ પામી રહ્યું છે. આજે ય ઉદ્યોગપતિઓ અને સુશિક્ષિતો પ્રભુની સમક્ષ ભક્તિનૃત્યમાં ઝુમી રહ્યા છે. આજે ય ચાર વર્ષનો બાળક ચાર કલાક સુધી ખાવાપીવા-રમવાનું ભૂલીને પ્રભુનો શણગાર કરવામાં તલ્લીન બની રહ્યો છે.
સાચી ભક્તિ એ છે, જેમાં પ્રભુની માત્ર ખુશામત નહીં, માત્ર પગચંપી નહીં, પણ પ્રભુ પ્રત્યે સમર્પણની સંવેદના છે...પ્રભુના વચનનું અનુસરણ છે. જૈન જગતે પરમાત્મભક્તિનાં માધ્યમે પ્રભુના ઉપદેશને પણ આત્મસાત્ કર્યો છે. પૂર, દુકાળ, સુનામી કે ભૂકંપ જેવા સંકટોએ જેનો દ્વારા અપાતું કરોડોનું દાન, એ ય ભક્તિમાર્ગ છે, જેનો દ્વારા સતત સર્જાતી રહેતી માનવતાના કાર્યોની શ્રેણિ, એ ય ભક્તિમાર્ગ છે. જાનના જોખમે ને પૈસાનાં પાણી કરીને સાકાર થતા જીવદયાના કાર્યો, એ ય ભક્તિમાર્ગ છે. વિકૃતિઓના વાવાઝોડાઓની વચ્ચે સુસંસ્કૃત સદાચારી જીવન, એ ય ભક્તિમાર્ગ છે અને શિક્ષિત, શ્રીમંત, રૂપવાન જૈન યુવા-યુવતીઓ સાંસારિક પ્રલોભનોને લાત મારીને ખુમારીભેર પ્રભુના સંયમપંથે પ્રયાણ કરી રહ્યા છે, એ પણ ભક્તિમાર્ગ છે.
જૈન દર્શન એટલે ભક્તિદર્શન. ફરી એ શબ્દો યાદ આવે છે.
વર્થવ સર્વ તવ મંવિત્તિરીનમ્ | જ્યાં ભક્તિ નથી, ત્યાં વ્યર્થતા છે...શૂન્યતા છે. જૈન અસ્મિતાને જગત સમક્ષ પ્રસ્તુત કરવાનું પુણ્યકાર્ય ગુરુબંધુ પંન્યાસપ્રવર શ્રી સંયમબોધિવિજયજી ગણિવર્ય કરી રહ્યા છે. જે કાર્યના એક વિશિષ્ટ ભાગ રૂપે મુનિરાજ શ્રી તીર્થબોધિવિજયજી મ.સા. એ “જૈન ભક્તિમાર્ગ' પર આ પ્રબંધમાં અનેક પાસાઓ દ્વારા વિશદ પ્રકાશ પાથર્યો છે. ભક્તિમય આ પ્રકાશ વિશ્વના અંધારાઓને ઉલેચી દે, એ જ શુભાભિલાષા સાથે વિરમું છું. જિનાજ્ઞાવિરૂદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્ આસો વદ-૭, વિ.સં ૨૦૬૯,
પ્રાચીન શ્રતોદ્ધારક પ.પૂ. આચાર્ય શ્રી સુરેન્દ્રનગર જૈન સંઘ,
શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણસેવક આચાર્ય કલ્યાણબોધિસૂરિ