Book Title: Yatra Bhaktithi Muktini
Author(s): Tirthbodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 18
________________ અર્થાત્, ઇયળ ભમરીને વારંવાર વિચારવાથી, વારંવારના એની તરફના આકર્ષણને કારણે જેમ ઇયળ મરીને ભમરી જ બની જાય છે. તેમ, પરમાત્માનું વારંવાર ધ્યાન કરવાથી જીવાત્મા પણ પરમાત્મા જેવી જ વીતરાગ અવસ્થાને પામે છે, માટે વીતરાગ બનવાનાં લક્ષ્યસહિત ભક્તિ કરવી. ( ૪) “વીતરાગ સ્તોત્ર'માં પૂજ્ય આચાર્ય શ્રી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મ.સા. ફરમાવે છે – "अनाहूतसहायस्त्वं, त्वमऽकारणवत्सलः । अनभ्यर्थितसाधुस्त्वं, त्वमऽसम्बन्धबान्धवः ॥" હે પ્રભુ ! આપ વગર બોલાવ્યે મદદ કરવા આવો છો, કારણ વિના જ વાત્સલ્ય આપો છો, વગર પ્રાર્થનાએ પણ સૌજન્ય દાખવો છો, સંબંધ વિનાનું સગપણ રાખો છો.” આવાં પરમાત્મા છે, માટે એમની ભક્તિથી આપણું કલ્યાણ અવશ્યભાવી સમજવું. ૫) જિનભક્તિ દોષનાશિકા છે. માણસને પરેશાન કરતાં સૌથી મોટાં બે દોષો છે, કામ અને માન. આ બન્ને દોષો પર ભક્તિ દ્વારા જ વિજય મેળવી શકાય છે. બડા બડા પંડિતો-તપસ્વીઓ પણ આ બે દોષોને હરાવવામાં હાંફી ગયા છે, ત્યારે ભગવાનનાં ચરણે બેઠેલા ભક્તજને આસાનીથી આ દોષોને ચૂરી નાંખ્યા છે. ૬) જિનભક્તિ દુઃખનાશિકા છે. જીવનમાં જ્યારે જ્યારે દુઃખ આવ્યું ત્યારે ત્યારે તેમાંથી પાર ઉતરવા સમકિતી શ્રાવક-શ્રાવિકાઓએ ભગવાનની ભક્તિનો જ ઉપાય અજમાવ્યો છે. જેના કારણે દુઃખ પણ ટળ્યું છે, અને ભક્તની શ્રદ્ધા મજબૂત બની છે. સુલતાએ પુત્રપ્રાપ્તિ માટે ભગવાનની ભક્તિ વધારી. મયણાએ પતિનો કોઢ નિવારવા ગુરૂની આજ્ઞાથી નવપદની આરાધના દ્વારા જિનભક્તિ કરી. કુંતા માતા અને દ્રૌપદીએ પાંડવોની રક્ષા માટે કાઉસગ્નધ્યાન દ્વારા ભગવાનની આરાધના કરી. આવાં ઢગલાબંધ પ્રસંગો દ્વારા સમજાય છે, કે જીવનમાં અસમાધિ કરનારાં દુઃખોને ટાળવાં શ્રદ્ધા-બહુમાન પૂર્વક ભગવાનની જ ભક્તિ કરવી, ભગવાન પાસે જ માંગણી કરવી, જેથી દુઃખ ટળે, અને શ્રદ્ધા મજબૂત થાય. ૭) ભલભલા પંડિતો જ્યારે ભક્તિમાર્ગે આગળ વધ્યાં, ત્યારે તેમણે યાત્રા ભક્તિથી મુક્તિની ૩ો જરૂર

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106