________________
છે પ્રકરણ: ૧ છે.
''नामाकृतिद्रव्यभावैः पुनतस्त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्नऽर्हतः समुपास्महे ||''
“શ્રી સકલાઈ સ્તોત્ર' નામના કાવ્ય-ગ્રંથમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. જણાવે છે કે અરિહંતો નામ-સ્થાપના-(આકાર) દ્રવ્ય અને ભાવ આ ચાર ભેદો વડે આખા સમગ્ર ત્રણ લોકના જીવોને પવિત્ર કરે
આ ચાર ભેદોને ચાર નિક્ષેપો પણ કહે છે. ચાર નિક્ષેપે શ્રી જિન અરિહંત પ્રભુની આરાધના જેને ભક્તિમાર્ગને માન્ય છે.
નામજિન, સ્થાપનાજિન, દ્રવ્ય જિન અને ભાવજિન આ ચારેય નિપાની ભક્તિથી જીવને એક સરખો જ લાભ થાય છે.
नामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणिंदपडिमाओ । दवजिणा जिणजीवा, भावजिणा समवसरणत्था ।।
શ્રી જિન ભગવાનનાં ઋષભ-અજિત વગેરે નામો, તે નામજિન, શ્રી જિનભગવાનની આકારની પ્રતિમાઓ તે સ્થાપનાજિન, જેઓ ભાવિ તીર્થકર બનવાનાં છે, એવા જીવો તે દ્રવ્ય જિન, અને સમવસરણમાં બેસી ચાર મુખે ભવ્ય જીવોને દેશના દઇ રહ્યા છે તે ભાવજિન.
પૂજ્ય આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજી પણ આવી જ વાત કરતાં કહે
છે.
नामादिभेदैर्विशदैश्चतुर्भि-र्ये लोककालत्रितयं पुनन्तः । भवोद्विजां मुक्तिपदं ददन्ते, सर्वेऽपि ते सर्वविदो जयन्तु ||
અર્થાત્, સ્પષ્ટ એવા નામાદિ ચાર ભેદો વડે જેઓ ત્રણેય લોક અને ત્રણેય કાલને પવિત્ર કરનારા છે, સંસારથી વિરક્ત થયેલાને જેઓ મોક્ષપદ આપનારાં છે તેવા સર્વજ્ઞ ભગવંતો જય પામો.
તેમ જ શ્રી લક્ષ્મીસૂરીશ્વરજી મહારાજાએ વિશસ્થાનકની પૂજામાં આ બહુ પ્રચલિત દૂહો મૂક્યો છે. ---
યાત્રાઃ ભક્તિથી મુક્તિની
મન પર