________________
[૧૦]
છબીઓની ચિત્ર-સામગ્રીથી સમૃદ્ધ બની શકે છે, તે સંખ્યાબંધ ભાવનાશીલ વ્યક્તિઓના ઉલ્લાસભર્યા સહકારને કારણે જ. જે જે આચાર્ય મહારાજ આદિ સાધુ-મુનિરાજેએ, અનેક સાધ્વીજી મહારાજ એ, ગૃહસ્થો તથા પંડિત પુરુષોએ તેમ જ બહેનોએ, પૂજ્ય મુનિરાજ શ્રી શીલચંદ્રવિજયજની માગણીથી તેમ જ મારી વિનતિથી, આટલા વિપુલ પ્રમાણમાં, પિતાની ગદ્ય તેમ જ પદ્ય કૃતિઓ, સમયસર, મોકલી આપવાની ઉદારતા દર્શાવી છે તે સૌ પ્રત્યે હું આભારની ઊંડી લાગણી પ્રદર્શિત કરું છું. એ જ રીતે આચાર્ય મહારાજના પરગજુ, અપ્રમત્ત અને ધર્મનિષ્ઠ જીવનનાં વિવિધ પાસાં અને પ્રસંગનું હૂબહૂ દર્શન કરાવી શકે એવી સંખ્યાબંધ છબીઓ મેકલવાની કૃપા જેઓએ કરી છે, એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું.
આ ગ્રંથ માટે એકત્ર થયેલી લેખ-સામગ્રીનું સંપાદન કરતાં તેમ જ કઈ કઈ લેખને ટૂંક કરવા જતાં, જે તે લેખના લેખક મહાનુભાવના કથનને મુખ્ય ભાવ સચવાઈ રહે અને કોઈ જરૂરી અને મહત્ત્વનો મુદ્દો રહી જવા ન પામે એ માટે મેં યથાશક્ય તકેદારી રાખવા પ્રયત્ન કર્યો છે. આમ છતાં, આવું બનવા નહીં જ પામ્યું હોય એમ હું ન કહી શકું, એ માટે તો લેખક મહાનુભાવોએ જ ન્યાય આપવાનો રહે છે. એટલે કેઈ લખાણમાં આવી કોઈ ક્ષતિ રહી જવા પામી હોય તો એ માટે હું ક્ષમાયાચના કરું છું. અને મારી ભક્તિને યત્કિંચિત્ સફળ કરવાની આવી તક મળવા બદલ હું ફરી મારે હર્ષ પ્રદર્શિત કરું છું. ૬, અમૂલ સોસાયટી, અમદાવાદ-૭
– રતિલાલ દીપચંદ દેસાઈ ધનતેરશ, ૨૦૩૩; તા. ૯-૧૧-૧૯૭૭
અગત્યની વિનંતી આ ગ્રંથને અંતે આપવામાં આવેલ શુદ્ધિપત્રક મુજબ સુધારે કરીને જ ગ્રંથને ઉપયોગ કરવા
વિનંતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org