Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧
૯
પણ તત્ત્વાર્થટીકામાં શ્રી હરીભદ્રસૂરિજી તથા શ્લોક વાર્તિક કર્તાબંને સૂચવે છે કે સૂત્રાત્તે મુકેલ ’વ’ એ સન્નિપાતિક ભાવને માટેજ છે. ઔપશમિકાદિ પાંચ ભાવો પછી છેલ્લો જે T સૂત્રમાં મુક્યો તે સમુચ્ચય અથવા બે કે વધુ ભાવોના સંયોગ ને દર્શાવતો હોવાથી તે છઠ્ઠા સન્નિપાતિક ભાવને જણાવે છે.
પાંચ ભાવો જીવના કે અજીવના? – નવક્ષ્ય એવું સૂત્રમાં લખેલ હોવાથી આ પાંચે ભાવજીવનાજ સ્વતત્વ છે તેમ જણાવેલ છે. વળી આ અઘ્યાય પણ જીવના સ્વરૂપાદિનેસ્પષ્ટ કરવા માટેજ છે. છતાં સૂત્રકારે નૌવસ્ય શબ્દ વચ્ચે મુકીને ઔદયિક પારિણામિક બન્ને ને અલગ દર્શાવ્યા છે. તે સંદર્ભમાં ચોથા ક ર્મગ્રન્થ તથા ભાવ લોકપ્રકાશનો મત ટાંકતા જણાવી શકાય કે– પ્રથમના ત્રણ ભાવો કેવળ ગીવ ના જ સ્વતત્વ છે જયારે ઔયિક અને પરિણામિક ભાવો જીવ–અજીવ બંનેમાં સાધારણ છે.
– અજીવને વિશે ધર્માસ્તિકાય—અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય અને કાળ સંદર્ભમાં અનાદિ અનંત સ્થિતિનો પરિણામિક ભાવ છે અને પુદ્ગલાસ્તિકાયમાં પારિણામિક ભાવ સાદિ સાંત છે.
-તથા-શરીરાદિ નામ કર્મના ઉદયથી જનિત ઔયિક ભાવ પણ હોય છે. જેમ કે ઔદારિક સંઘોનો તે તે દેહરૂપ ઉદય થાય છે.
ઉદય તેજ ઔદયિકી એવી વ્યુત્પત્તિ અપેક્ષાએ કર્મસ્કન્ધોને વિશે પણ ઔદયિક ભાવ સમજવો. જેમ કે જીવને ક્રોધાદિનો જ ઉદય છે. તે કર્મસ્કન્ધનો ઉદય જાણવો.
આમછતાં આ બધી વિવક્ષા આધિન છે એટલે અહીંસૂત્રની વૃત્તિમાં મહદ્ અંશે આ પાંચે ભાવોને જીવના અસાધારણ ભાવ તરીકે જ વર્ણવેલા છે. છતાં લોક પ્રકાશ કે કર્મગ્રંથની વૃત્તિમાં છેલ્લા બંને ભાવો અજીવનાં પણ કહ્યા છે. તે વાત સ્મરણીય છે.
કેટલીક શંકાઓ:
છે. 'નીવથ સ્વતત્ત્વમ્' સૂત્રમાં વચ્ચે કેમ મુકયું ?
પ્રથમના ત્રણ (ઔપશમિક) ભાવો કેવળ જીવદ્રવ્યમાંજ હોય છે જયારે પછીના બે ભાવ અન્ય દ્રવ્યમાં પણ સંભવે છે. તે સૂચિત કરવા અલગ પાડેલ છે. [જે વિસ્તાર થી ઉપરોકત મુદ્દામાંકહ્યું છે.]
” – પાંચ ભાવોનો એકજ દ્વન્દ્વ સમાસ કેમ નથી કર્યો?
સૌમિજ ક્ષાયિમિશ્રૌયિપારમિા: એવા દ્વન્દ્વથીસૂત્રમાં 7 કારની આવશ્યકતા રહેત નહીં એ વાત સાચી છતાં અહીં પ્રથમ ત્રણ ભાવ જુદા પાડવામાં [જીવ-અજીવના ભાવો ઉપરાંત બીજુ] મહત્વનું કારણ એ પણ છે કે .મિત્ર શબ્દ થકી ક્ષયોપશમ અર્થ ગ્રહણ કરવો છે.જો દ્વન્દ્વ સમાસ હોય તો મિત્ર શબ્દથી ઔપશમિક અને ક્ષાયિક ભાવનું અનુકર્ષણ થઇ શકત નહીં અને બીજા ભાવોનું મિશ્રપણું પણ થઇ જવા સંભવ રહેત.
*મિત્ર શબ્દ સાથેનો 'વ'' પણ પૂર્વના બંને ભાવોનો મિશ્રભાવ સૂચવવા માટે પ્રયોજાયેલ છે. જેથી અન્ય ત્રીજા કોઇ ભાવના ગ્રહણનો અનિષ્ટ પ્રસંગ ન આવે * ોળવાનિ - ૪.૨.પૂ. ૨. મા. ૨૨
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org