Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ ખાવું-ઔપશમિકાદિએપાંચભાવનાસ્વરૂપને જોયું તેભાવ શબ્દને સ્પષ્ટ કરતા જણાવે છે કે- “આત્માનાં જૂદા જૂદા પર્યાયો છે. આ બધાં પર્યાયો એકજ અવસ્થાવાળા પોતાનાથી કેટલાંક પર્યાયો કોઈ એક અવસ્થામાં તો કેટલાંક બીજી અવસ્થામાં મળી આવે છે. પર્યાયોની તે ભિન્નભિન્ન અવસ્થાને “ભાવ” કહેવામાં આવે છે. આત્માના પર્યાયો અધિકમાં અધિક પાંચ ભાવ વાળા હોઈ શકે માટે ઉપરોકત પાંચ ભાવોને જીવનાસ્વતત્ત્વરૂપે કહયા છે. • નવ: પાંચ ભાવોનો સમુદાય તે “જીવ' અહીં જીવ શબ્દ “આયુષ્ય કર્મની અપેક્ષા થી જીવન પર્યાયને ધારણ કરનારો “એવો અર્થ કર્યો નથી. કેમકે આ અર્થ સ્વીકારવાથી “સિદ્ધો” જીવ અર્થ માં ઘટાવી શકાશે નહીં.. જીવ એટલે જીવત્વ ગુણને ધારણ કરનાર, જે જીવ છે – પ્રાણોને ધારણ કરે છે તે જીવ કહેવાય છે. પ્રાણ બે પ્રકારે છે. દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ, સિદ્ધો માં પણ જ્ઞાનોપ્યોગાદિ ભાવપ્રાણ હોવાથી તેને જીવ કહે છે. સંસારીઓને તો પંચેન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણ થકી પણ જીવ જ કહેવાય. વળી – ચેતના લક્ષણ જીવ અર્થ પણ હંમેશા ગ્રાહય બનશે નહી કેમકે ચેતનાનો અર્થ સુખદુઃખાદિ સાધારણ સંવેદન લક્ષણ' થાય છે. એટલે સૂત્રકાર મિહિર્ષ સ્વયં સૂત્ર થકી જીવનું લક્ષણ દર્શાવે છે. જ સ્વતરૂમ- 4 શબ્દ આત્મીય અર્થમાં પ્રસિદ્ધ છે. ''માનિ વર્તમાન: " – તત્ત્વ શબ્દ ભાવામિધાયી છે. – તેથી તત્ત્વમ્ એટલે “જીવનો આ આત્મ ભાવ અથવા જીવનું આ આત્મસ્વરૂપ થવું તે “એવો અર્થ કર્યો છે'. – ઔપશમિકાદિ રૂપવડે આત્માનું તથા પ્રકારે પરિણમવું તે સ્વતત્વ. સ્વતત્ત્વ એટલે સ્વરૂપ કે સ્વભાવ. ઔપશમિકાદિ ભાવો અસાધારણ પણે જીવમાં જોવા મળે છે. માટે તેને જીવનું સ્વતત્ત્વ કે સ્વરૂપ કહયું છે. - ભાવો પાંચ કે તેથી ઓછાપણ હોય-સામાન્યતયા આ પાંચભાવો જીવનાસ્વતત્ત્વ કહયા. આ પાંચે ભાવો એકીસાથે બધા જીવોમાં હોય તેવો નિયમ નથી. સિદ્ધો ને ફકત બે ભાવોજ હોય છે. જયારે સંસારી જીવોમાં ત્રણ ચાર કે પાંચ ભાવ સંભવે છે. અર્થાત્ કોઈ જીવને ત્રણ ભાવ હોય, કોઈ જીવને ચાર ભાવ હોય, કોઈ જીવને પાંચ ભાવ પણ હોય. એથી આ પાંચ ભાવો જીવના કહયા તે જીવરાશિની અપેક્ષાએ સમજવા કોઈ જીવ વિશેષની અપેક્ષાએ નહીં. જ સાનિપાતિક ભાવ તત્વાર્થ સૂત્રકારે આ છઠ્ઠા ભાવનો ઉલ્લેખ કરેલ નથી પણ સ્થાનાંગ સૂત્ર, અનુયોગદ્વારાદિ આગમમાં આ ભાવ ગણાવેલ છે. તેનો અર્થ “બે-ત્રણ વગેરે ભાવોના સંયોગ પૂર્વક વર્તન તેનાથી ઉત્પન્ન થતોભાવ તે સન્નિપાતિક ભાવકહયો છે” આવા સંયોગથી ઉત્પન્ન થતા ભાવની અલગ વિવેક્ષા મુખ્ય સૂત્રકાર મહર્ષિએ કરી નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 194