Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Shrutnidhi Ahmedabad View full book textPage 7
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અગ્નિની જેમ કર્મની અનુદય-અવસ્થા હોય છે. જેમ–મલિન પાણી હોય તેમાં કતકચૂર્ણ નાખવાથી કચરોનીચે બેસી જાય છે ઉપરનું પાણી નિર્મળ દેખાય છે. તેમ–સત્તાગત કર્મનો ઉદય સર્વથા રોકાઈ જતાં આત્મા નિર્મળ દેખાય છે. તેનેઉપશમ કહે છે. અહીં કર્મોનો સર્વથા અભાવ નથી પણ ઉપશમ છે. એટલે જેમ પાણી ને ડહોળતા કચરો ઉપર આવે અને પાણીની નિર્મળતા રહેતી નથી તે રીતે કર્મોનો ગિત થયેલો ઉદય ફરી શરૂ થતા આત્મશુધ્ધિ રહેતી નથી આ રીતે કર્મોના ઉપશમથી આત્મામાં પ્રગટ થતો ભાવતે ઉપરામિક ભાવ કહેવાય છે. ભાવલોક પ્રકાશઃ- “જે પ્રદેશ અને વિપાક બન્ને પ્રકારે કર્મના ઉદયને રોકવો તે ઔપશમિક (ભાવ) આ ભાવ અંતમુર્હત ની સ્થિતિવાળો અને અલ્પકાલિક છે તેના સ્વામી પણ અલ્પ હોય છે કેમ કે તેવા પ્રકાર ના પરિણામો ઘણા જીવો પામતા નથી અનાદિ મિથ્યાત્વીને ગ્રંથિભેદ થવાથી સૌ પ્રથમ ઔપથમિક ભાવનું સમ્યક્ત થાય છે. તેમજ ઉપશમ શ્રેણી માંડે ત્યારે પણ ઉપશમ ભાવનું જ સમકિત અને ચારિત્ર હોય છે. (૨) ક્ષાયિક ભાવઃ- કર્મોનો ક્ષય થી પેદા થતા ભાવને ક્ષાયિક ભાવ કહે છે. ક્ષય એટલે કર્મોનો સર્વથા નાશ. બળી ગયેલ કોલસા કે લાકડામાંથી જેમ કદાપી અગ્નિ પ્રગટ થતો નથી તેમ સત્તાગત કર્મોનો સર્વથા વિચ્છેદ થતા ફરી કર્મો પ્રગટ થતા નથી અહીં કર્મોનો આત્મત્તિક ઉચ્છેદ થાય છે. જેમ કચરાવાળું મલિન પાણી હોય તેમાંથી બધોજ કચરો નીકળી જતા પાણી નિર્મળ બની જાય છે. તેમ આત્મામાંથી સર્વથા કચરાનો ક્ષય થતા આત્મા નિર્મળ બની જાય છે. આ નિર્મળતા સદા–સર્વદા રહે છે. અનંત કાળ પર્યન્ત રહે છે. આ રીતે કર્મના સર્વથા ક્ષય થી નિષ્પન્ન થતા ભાવને ક્ષાયિક–ભાવ કહેવાય છે. ક્ષાયિક ભાવ,ઔપથમિક ભાવથી ઘણા ભેદવાળો હોય છે. કાળની સ્થિતિ અનંત હોય છે અને તેના સ્વામી પણ ઘણા હોય છે. માટે તેનો ક્રમ બીજો કહ્યો છે. (૩) લાયોપથમિક ભાવ:- મિશ્રભાવ) કર્મોના ઉપશમ અને ક્ષય બંનેના મિશ્રણથી ઉત્પન્ન થતો ભાવ તે મિશ્ર અથવા ક્ષાયોપથમિક ભાવ કહેવાય છે. ક્ષયોપશમ એ આત્માની એવા પ્રકારની વિશુધ્ધિ છે જેમાં કર્મના ઉદયમાં નહિ આવેલ અંશનો ઉપશમ થાય છે. અને ઉદયમાં આવેલા અંશનો ક્ષય થાય છે. જેમકોદરાને પાણીથી ધોવામાંઆવેત્યારે અમુક અંશેતેની મદશકિતનાશ પામે છે. અને અમુક અંશેતેની મદશકિત રહે છે. આ રીતે કોદરામાંશુધ્ધિ-અશુધ્ધિ બંનેનું મિશ્રણ રહે છે. તેમ આત્મામાં પણ લાયોપશમીકભાવને કારણે શુધ્ધિ-અશુધ્ધિ બંનેનું મિશ્રણ રહે છે. ભાવલોકપ્રકાશ - ઉદીર્ણ કર્મોનો અભાવતે ક્ષય અને અનુદીર્ણ કર્મોના ઉદયને રોકવો તે ઉપશમ આ ક્ષય અને ઉપશમ વડે ઉત્પન્ન થયેલો ભાવતે લાયોપશમીક ભાવ કહેવાય છે. આ રીતે આ ભાવમાં ઉદયાવલીમાં પ્રવિષ્ટ થયેલા કર્મોનો ક્ષય અને શેષકર્મ ઉપશાંત થાય છે. શંકા - ઔપશમિક ભાવ થી આ ભાવ કઈ રીતે જુદો પડે? કેમકે ઔપશમિકમાં પણ ઉદિતનો ક્ષય અને અનુદિત ઉપશાંત હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 194