Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કર્મીના આગમનનું દ્વાર છે, આસ્રવ કહેવાય છે. કેવળી સમુદૂધાત વેળાએ દણ્ડ, કપાર્ટ, પ્રતર અને લેકપૂરણ રૂપ જે યાગ હાય છે તે ઐયાઁપથિક ડાવાને કારણે આસત્રના કારણ હૈ'તા નથી.
જેવી રીતે ભીના વસ્ત્ર, વાયુ દ્વરા ઉડાડેલી ધૂળને અધી બાજુએથી ગ્રહણ કરે છે, અર્થાત્ વસ્ત્રની ભીનાશના કારણે તેનામાં આવી આવીને રજ ચાંટી જાય છે, તેવી જ રીતે ધ, માન, માયા અને લેભ કષાયથી આ અનેલા આત્મા કાયયેાગ આદિ ત્રણ પ્રકારના યાગેા દ્વારા આત્કૃષ્ટ ક્રમ પુદૂગલે ને ધારણ કરે છે, અથવા જેવી રીતે અગ્નિથી તપેલા લેખ`ડના ગાળાને જે પાણીમાં નાખવામાં આવે તે તે બધી બાજુએથી પાણીને ગ્રહણ કરે છે. આત્મસાત્ કરે છે, તેવી જ રીતે કષાયના તાપથી સન્તમ આત્મા કાત્યેાગ આદિથી કર્મ પુદૂગલાને ગ્રહણ કરે છે.
સૂત્રમાં પ્રયુકત ‘આદિ શબ્દથી મિથ્યાત્વ, રતિ, અવિરતિ અને કષાયને, જે કમ બધના કારણેા છે, સમજી લેવા જોઇએ શા
તત્વાથ નિયુ કિત – પાંચમાં અધ્યાયમાં ક્રમપ્રાપ્ત પાપ નામક પાંચમા તત્વની પ્રરૂષણા કરવામાં આવી છે. હવે છઠાં તત્વ આસ્રવની પ્રરૂપણા કરવામાં આવી રહી છે.
મનાયેાગ, વચનચેગ અને કાયયેાગ આદિને આસ્રવ કહે છે, અભિપ્રાય એ છે કે મન, વચન અને કાયાની ક્રિયાને યાગ કહે છે.
વીર્યાન્તરાય કમ ના ક્ષયે પશમથી ઉત્પન્ન થનારા પર્યાયની સાથે આત્માના જે સંમ્બન્ધ થાય છે તે ચેગ કહેવાય છે. તેને વીય, પ્રાણ, ઉત્સાહ, પરાક્રમ ચેષ્ટા, શકિત અથવા સમર્થ્ય આદિ પણ કહી શકાય છે, અથવા વીર્યાન્તરાય, કમના ક્ષયે પશમથી ઉત્પન્ન થનારા પર્યાયથી જીવતું યુકત થવું તે ચેગ કહેવાય છે. મનેયાગ આદિના ભેદથી તે ત્રણ પ્રકારના છે. મનાવગણાના પુદ્ગલાના નિમિત્તથી આત્મપ્રદેશમાં પરિસ્પન્દન થવુ' મનાયેાગ છે ભાષાને ચૈાગ્ય પુદૂગલા અર્થાત્ ભાષાવ ણુાનાં પુદ્ગલેાના નિમિત્તથી આત્મપ્રદેશેામાં પન્નુન થવું વચનયેાગ છે અને ગમન આદિ ક્રિયાએથી આત્માના પ્રદેશેમાં જે પરિપન્દન થાય છે તે કાયયેાગ છે.
આત્માને રહેવાનુ સ્થાન, પુગલદ્રવ્યેથી બનેલું આ શરીર કાય કહેવાય છે. જેમ વૃદ્ધ અથવા દુખળ પુરૂષને ચાલવા-ફેરવા માટે લાકડી સહાયક અને છે. ખાડા-ટેકરાવાળા રસ્તામાં તેનાથી સહાયતા મળે છે, તેવી જ રીતે આત્મા માટે શરીર સહાયક છે. આ શરીરના નિમિત્તથી જીવતુ જે વી – પરિણમન થાય છે, તે કાયયેાગ કહેવાય છે. જેમ અગ્નિના સચૈાગથી ઘડામાં રકતતા (લાલિમા) પરિણામ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે કાય રૂપ કરણના નિમિત્તથી ખાત્મામાં વીય-પરિણામ ઉત્પન્ન થાય છે તે જ કાયયેાગ છે. એવી જ રીતે જીવ વચનવાના પુદ્ગલેાને ગ્રહણ કરીને ત્યાગે છે તેના
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
२