Book Title: Sutak Sambandhi Shastriya Saral Samaj Author(s): Vijayjaidarshansuri Publisher: Jinagna Prakashan View full book textPage 9
________________ 14 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ - સૂતકના દિવસો દરેક વર્ગના માણસોને અલગ અલગ વધતા - ઓછા હોય છે. - સૂતકના દિવસો વધારવા નહિ. - સૂતકમાં પણ અગ્નિહોત્ર જેવા અનુષ્ઠાનો છોડવા નહિ. - અગ્નિહોત્રી સૂતકમાં પણ અશુદ્ધ બને નહિ. લૌકિક માન્યતા જ જો આવી હળવી છે તો જૈનોએ પોતાની આરાધના બંધ કરવા માટે આટલા કટ્ટર કે કદાગ્રહી બનવું શોભે ખરું? હવે મનુસ્મૃતિમાં મૃતકના સ્પર્શથી થતી અશુદ્ધિનું નિવારણ કરવાનો જે ઉપાય બતાવ્યો છે અને આજે એ પ્રવર્તમાન પણ છે તેનો શ્લોક પણ જોઈએ. તેમાં આનુષંગિક બીજી વાતનું સમાધાન પણ મળી રહેશે. दिवाकीर्तिमुदक्यां च, पतितं सूतिकां तथा / शवं तत्स्पृष्टिनं चैव, स्पृष्टवा स्नानेन शुद्धयति // 86 // अ.५। "चांडाल, रजस्वला, पतित, सूतिका, मूर्दा और उसको छूनेवाले : इन को छूकर स्नान मात्रसे ही शुद्ध हो जाता है।" આ શ્લોકમાંથી આપણને પણ ત્રણ વાતની સ્પષ્ટતા મળે છે. 0 અંતરાય (MC)વાળી સ્ત્રીને અડી જવાય. 0 પ્રસૂતા (સુવાવડી) સ્ત્રીને અડી જવાય. 0 મૃતક (મડદા)ને અડી જવાય. તો સ્નાન કરવા માત્રથી એટલે કે ફક્ત સ્નાન કરવાથી શુદ્ધ થવાય છે. આપણે ત્યાં એવી મર્યાદા પાળવાની છે જ કે રજસ્વલા (અંતરાયવાળી) સ્ત્રીને અડવું નહિ, બાળકને જન્મ આપ્યો હોય તેવી સુવાવડી સ્ત્રીને અડવું નહિ. દરેક જૈનોના ઘરોમાં આ મર્યાદા બરાબર પળાવી જ જોઈએ. મહાત્માઓ ઉપદેશમાં અવસરે આ મર્યાદા પાળવાની વાત ભારપૂર્વક કરતા હોય છે. આમ છતાં આજના કાળમાં આ મર્યાદાનું પાલન કરવામાં ખૂબ જ મંદતા આવી ગઈ છે. રજસ્વલાને અડવું, તેના હાથનું રાંધેલું જમવું, પ્રસૂતા સ્ત્રીને અડવું, તેની આખા ઘરમાં અડીઅડ ચાલુ હોય : આવું વાતાવરણ સર્જાતું જાય છે. સ્પષ્ટ છે કે આ મર્યાદા જે ન પાળે તે વ્યક્તિ અશુદ્ધ બને. હવે આવી વ્યક્તિને શુદ્ધ બનાવવા શું કરવું પડે તેની વાત આ ઉપરના શ્લોકમાંPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 131