________________
दीधिति: १
એવો સાધ્યતાવચ્છેદક લેવાનો છે.
પ્રસ્તુતમાં ધૂમાધિકરણ એવા પર્વતાદિમાં મહાનસીયવન્ત્યાદિનો અભાવ મળ્યો. એ અભાવની પ્રતિયોગિતા મહાનસીયત્વ અને વહ્નિત્વ એ ધર્મથી અવચ્છિન્ન છે. અર્થાત્ સાધ્યતાવચ્છેદક વક્તિત્વ+તભિન્ન એવા મહાનસીયત્વ એ બે ધર્મથી અવચ્છિન્ન આ પ્રતિયોગિતા છે. પણ અનવચ્છિન્ન નથી. એટલે આ પ્રતિયોગિતા ન લેવાય. પણ પર્વતમાં રહેલ ઘટાભાવની પ્રતિયોગિતા તો માત્ર ઘટત્વથી જ અવચ્છિન્ન હોવાથી તે ઉભયધર્મથી અનવચ્છિન્ન મળી જાય. અને તે પ્રતિયોગિતાનો અનવચ્છેદક એ જ વહ્નિત્વ સાધ્યતાવચ્છેદક છે. આમ લક્ષણ મળી જતાં અવ્યાપ્તિ ન આવે.
અહીં આ પદાર્થ બરાબર ધ્યાનમાં રાખવો. આ પદાર્થ આગળ બધે જ અત્યંત ઉપયોગી બનશે.
તે પદાર્થ આ પ્રમાણે છે. - પદાર્થમાં રહેલો એવો જ ધર્મ, પદાર્થમાં આવેલા નવા ધર્મનો અવચ્છેદક બની શકે. દા.ત. દંડમાં ઘટની કારણતા આવી. તો દંડમાં રહેલો એવો દંડત્વ ધર્મ એ કા૨ણતાનો અવચ્છેદક બની શકે. પણ જે પટત્વાદિ ધર્મો દંડમાં રહેતા નથી. તે ધર્મો એ કારણતાના અવચ્છેદક ન બને.
ઍટલે કારણતા વિગેરે ધર્મોનો અવચ્છેદક બનનારો ધર્મ એ દંડ વિગેરે કારણાદિમાં રહેલો હોવો જ જોઈએ. ન રહેલો હોય તો ન જ ચાલે.
મહાનસીયવહ્નિ-અભાવની પ્રતિયોગિતા મહાનસીયવહ્નિમાં આવી છે. હવે એ વહ્નિમાં મહાનસીયત્વ+ વહ્નિત્વ એ બે ય ધર્મો ૨હે છે. માટે જ આ પ્રતિયોગિતાના અવચ્છેદક તરીકે આ બે ય ધર્મ બની શકે છે.
પણ ભૂતલ ઉ૫૨ નીલદંડવાનો અભાવ છે. ત્યાં એ અભાવની પ્રતિયોગિતા નીલદંડીમાં આવે. હવે નીલદંડ એ નીલદંડીમાં રહેલો છે. પણ જે નીલદંડમાં નીલરૂપ છે. એ તો નીલદંડમાં જ રહેલું છે. એટલે એ નીલરૂપ નીલદંડી પુરુષમાં નથી રહેલું. અને માટે નીલદંડીપુરુષમાં જે પ્રતિયોગિતા આવી. એ પ્રતિયોગિતાનો અવચ્છેદક નીલદંડ=નીલરૂપવિશિષ્ટદંડ બની શકે. પણ નીલરૂપ એ પ્રતિયોગિતાનો અવચ્છેદક ન બને.
ધ્યાન રાખવું કે (૧) પ્રતિયોગિતાનો અવચ્છેદક નીલરૂપવિશિષ્ટદંડ જ બોલાશે (૨) માત્ર દંડ=શુદ્ધદંડ નહિ. તથા (૩) "નીલરૂપ અને દંડ એ બે પ્રતિયોગિતાના અવચ્છેદક છે" એમ પણ નહિ જ બોલાય.
હવે જ્યારે "ભૂતલ ઉપર નીલદંડનો અભાવ છે" એમ વિચારીએ ત્યારે આ નીલદંડાભાવની પ્રતિયોગિતા નીલદંડમાં આવી = નીલરૂપવિશિષ્ટદંડમાં આવી. હવે અહીં એ દંડમાં નીલરૂપ પણ છે અને દંડત્વ પણ છે. આ ય ધર્મો દંડમાં રહેલા છે. એટલે દંડમાં આવેલી પ્રતિયોગિતાના અવચ્છેદક તરીકે નીલદંડત્વ=નીલરૂપવિશિષ્ટદંડત્વ=નીલરૂપ અને દંડત્વ એ બે ય બનશે.
ય
આ પદાર્થ બરાબર ધ્યાનમાં રાખીને આગળ વધવું.
जगदीशी -- न च प्रमेयवत्त्वान् धूमादित्यादावव्याप्तिः, साध्यतावच्छेदकेतरस्याप्रसिद्धेरिति वाच्यम्;
*******
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ૨૦ ૬
܀܀܀܀܀܀܀܀܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀