________________
-~-~~-v
vv૧/૧
^
^^^^
^^: vvvvvvvvvvvvvuwuwuw
શુભસંગ્રહ-ભાગ ૭ માં પરંતુ વકીલાત કરી નહિ. તેઓ ઉના પ્રભાવશાળી લેખક હતા, એજ કામ તેમણે હાથમાં લીધું.
ઈ. સ. ૧૮૯૮માં એમણે મુરાદાબાદથી પોતાનું ઉર્દૂ સાપ્તાહિક “ જામ્યુલ-ઈલૂમ” પ્રકટ કરવા માંડયું. એમનાં ધર્મપત્ની એમને એ કાર્યમાં ખૂબ સહાયતા આપતાં, આજે ૧૯૨૫ માં એમના એ સમયના લેખો વાંચી જુઓ, તેમાં ૧૯મી સદીની ગંધ સરખી આવશે નહિ. દરેક સમયે એ લેખ નવીન ભાવ ઉપસ્થિત કરે છે. એમાંનો પ્રત્યેક શબ્દ સૂફીજીની આંતરિક અવસ્થાનો પરિચય આપે છે. તેઓ હાસ્યરસના પ્રસિદ્ધ લેખક હતા, છતાં તેમના લખાણમાં ગંભીરતા પણ ઓછી ન હતી. તેઓ હિંદુમુસલમાન એકતાના કટ્ટર હિમાયતી હતા; અમલદારોના આકરા ટીકાકાર હતા. એમનું ૫ત્ર એટલું બધું લોકપ્રિય થઈ પડયું હતું કે રસ્તામાં ટપાલવાળાજ વાંચવાને ખાતર એ ચોરી લેતા.
ઈ. સ. ૧૮૯૭ માં એમના પર રાજદ્રોહનો આરોપ મૂકીને કેસ ચલાવવામાં આવ્યો; અને તેમાં દોઢ વર્ષનો કારાવાસ મળે. ૧૮૯૯ માં તેઓ છૂટીને બહાર આવ્યા; એ અરસાનાં યુ. પી. નાં કેટલાંક નાનાં દેશી રાજ્યમાં અંગ્રેજો હસ્તક્ષેપ કરી રહ્યા હતા.
સફીજીએ ત્યાંના અમલદારો અને રેસિડન્ટોનાં છોડી સારી પેઠે પાડ્યાં. તે લોકોએ સૂફીજી ઉપર મિથ્યા દોષારોપણનો કેસ ચલાવ્યું. તેમાં એમની માલમિલકત જપ્ત થઈ અને ૬ વર્ષનો બંદીવાસ મળે. જેલમાં તેમને અકથનીય કષ્ટો સહન કરવાં પડયાં. આમ છતાં તેઓ લેશ પણ ડગ્યા નહિ. - સૂફીજી જેલમાં બિમાર થયા. એક ગંદી કોટડીમાં પુરાયા હતા. એસડસડ અને સારવાર તો હોયજ શેનાં ! અરે પાણીને પણ યોગ્ય બંદોબસ્ત ન હતા. જેલર આવતો અને મજાકમાં પૂછતો “સૂફી ! હજી સુધી તમે છે ?” શું આ વિપત્તિઓથી સૂકી ડરે એમ હતા? હરગીજ નહિ. જેમ તેમ જેલના દિવસો કપાયા અને ૧૯૦૬ ના અંતમાં તેઓ છુટયા.
સૂરીજીને નિઝામ હૈદ્રાબાદ સાથે ગાઢ સંબંધ હતો. જેલમાંથી છટતાં જ તેઓ ત્યાં ગયા. નિઝામે તેમને માટે એક સરસ મકાન બનાવ્યું. જે દિવસે મકાન તૈયાર થયું તે દિવસે નિઝામે તેમને કહ્યું કે “આપને માટે મકાન તૈયાર થયું છે. એમણે ઉત્તર આપો “ હું પણ તૈયારજ થયો છું. ” પુસ્તકે અને કપડાંની પોટલી ઉઠાવી અને પંજાબને રસ્તો લીધા ! ઇ. સ. ૧૯૦૭ ની શરૂઆત હતી. સ્વદેશી હલચાલની લહેરને પંજાબ ઉપર ઠીક પ્રભાવ પડતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com