________________
शुभसंग्रह-भाग७मो
१-सद्गत देशभक्त सूफी अंबाप्रसाद
આજે ભારતવર્ષમાં કેટલા લોક એમનું નામ જાણે છે? કેટલા એમની સ્મૃતિથી શોકાતુર થઈને આંસુ વહાવે છે? કૃતન ભારતે આવાં કેટલાંયે રત્ન ગુમાવ્યાં છે; અને આશ્ચર્યની વાત એ છે કે, તેને માટે એક ક્ષણભર પણ તેને દુઃખ લાગ્યું નથી!
તેઓ સાચા દેશભક્ત હતા; દેશને માટે તેમના દિલમાં દર્દ હતું. હિંદી યુવકને ઉત્સાહપૂર્વક સ્વરાજ્યપથ પર ચાલતા જોઈને તેમને આનંદ થતો, ગરીબ હિંદીઓની નિરાધાર દશા દેખીને તેઓ દીર્ધ નિવાસ મૂકતા, અને તેને પ્રતીકાર કરવાને ઉત્સુક રહેતા.
તેઓ ભારતની પ્રતિષ્ઠા જેવાની ઝંખના રાખતા, તેને ઉન્નતિના શિખર પર પહોંચાડવાના અભિલાષ ધરાવતા; છતાં તેમનું નામ આજે ભારતવર્ષના બહુજ થોડા માણસે જાણે છે.
ભારતમાતાનું અસ્તિત્વ કાયમ રાખવાને માટે જ તેમણે પોતાનું અસ્તિત્વ મટાડી દીધું હતું. તેમના પ્રત્યેની લોકોની ઉપેક્ષાની પરવા કર્યા વિના પિતાના સર્વસ્વનું બલિદાન દીધું-ઘર છોડયું, માલમિલ્કત જપ્ત થયાં, જેલમાં ગયા, પ્રાણથીયે વહાલો દેશ છે અને અંતે પ્રાણ પણ એવાર્યા. એમની કદર કરી તે પણ ઈરાને : આજે ઈરાનમાં “આક સુફી”નું નામ સર્વપ્રિય અને સર્વ પૂજ્ય બન્યું છે.
સૂણી અંબાપ્રસાદને જન્મ ઈ. સ. ૧૮૫૮માં મુરાદાબાદમાં - થયા હતા. એમને જમણે હાથ જન્મથીજ કપાયેલો હતો. તેઓ હાસ્યવિનેદમાં કહેતા કે “ભાઈ! મેં સત્તાવનમાં અંગ્રેજો સામે યુદ્ધ કીધું, હાથ કપાઈ ગયે, મૃત્યુ થયું, પુનર્જન્મ પામે, પણ હાથ કપાયેલો ને કપાયેલજ આવી ગયો.”
એમણે મુરાદાબાદ, બરેલી અને જલંધર આદિ શહેરમાં શિક્ષણ લીધું. ઈ. સ. ૧૮૬૯ માં લુધિયાના જીલ્લામાં જ્યારે સ્વતંત્રતા પ્રેમી દુકાને તેપને ગળે ઉડાવી દેવામાં આવ્યા ત્યારે તેઓ જાલન્ધરમાં હતા. એમનું વય એ સમયે લગભગ ૧૩ વર્ષનું હતું.
એફ. એ. પાસ કર્યા પછી એમણે કાયદાને અભ્યાસ કર્યો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com