________________
GO O
અને અધ્યાપન થતું જોઈ, અને તે દ્વારા સંસ્કારી ગુણિયલ અધ્યાપકો તૈયાર થતા હોઈ ગામોગામ પાઠશાઓની સ્થાપના કરવા દ્વારા, બાળક, બાલિકા અને પૂજય સાધુ સાધ્વીજી ભગવંતોને અધ્યાપનની સુલભતા થતી જોઈ ચારે બાજુથી આ સંસ્થાને સર્વોત્તમ આવકાર પ્રાપ્ત થવા લાગ્યો, જે આજ સુધી અવિચલપણે આવકાર ચાલુ જ છે. પૂ. શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મ., પૂ. શ્રી નેમિસૂરીશ્વરજી મ., પૂ. શ્રી સાગરાનંદ સૂરીશ્વરજી મ., પૂ. શ્રી નીતિસૂરીશ્વરજી મ., પૂ. પ્રેમસૂરીશ્વરજી મ., પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ., પૂ. શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી મ., પૂ. શ્રી વલ્લભસૂરીશ્વરજી મ. સા., તથા પૂ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. આદિ તે વખતના તમામ ધુરંધર આચાર્યો. તથા તેઓના પરિવાર તરફથી આ સંસ્થાને વેગ મળવા લાગ્યો. તથા અનેક સાધ્વીજી મ. સાહેબોએ તો આ સંસ્થાનો અભ્યાસ કરવા દ્વારા લાભ લીધો હોવાથી તેઓના તો સર્વેના હૃદયમાં આ સંસ્થા પ્રત્યેની મમતા વસી ચૂકી. સંઘના પ્રતિષ્ઠિત આગેવાન ભાઈઓ આ સંસ્થાને કાર્યકર તરીકે મળ્યા. એમ સર્વત્ર જૈન સંઘમાં આવકારપ્રાપ્ત આ સંસ્થા બની. સંઘની સેવાનાં અન્ય કાર્યો
આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ જૈન શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરાવી શિક્ષકો, અધ્યાપકો અને વિદ્વાનો તૈયાર કરવાનો છે. છતાં તેની સાથે સાથે જૈન સંઘને ઉપયોગી બીજાં કાર્યો પણ અતિશય ભક્તિભાવનાથી આ સંસ્થા કરે છે. જેમ કે (૧) ધાર્મિક પુસ્તકોનું પ્રકાશન, (૨) ઉકાળેલા પાણીની સંપૂર્ણ વ્યવસ્થા, (૩) પાલીતાણામાં “સૂક્ષ્મ તત્ત્વ બોધ પાઠશાળા” દ્વારા સાધુ-સાધ્વીજી મ. સાહેબોનું અધ્યાપન કાર્ય, (૪) શત્રુંજયગિરિ ઉપર દાદાની ટૂકમાં તથા નવે ટૂંકમાં ધૂપ-દીપ અને ફૂલ પૂજા, (૫) તલાટીમાં દરરોજ વરખથી પૂજા, (૬) પાલીતાણામાં વૈદ્ય રાખીને ચતુર્વિધ સંઘોના આરોગ્ય સેવા, ઇત્યાદિ સંઘને ઉપયોગી અન્ય ખાતાઓ ચલાવવા વિ. સં. ૧૯૬૦થી “જૈન શ્રેયસ્કર મંડળ”ની સ્થાપના કરી આ સંસ્થાના વહીવટ સાથે તે મંડળને જોડવામાં આવ્યું, જે સેવાઓ આજ સુધી અવિરતપણે ચાલુ છે. પચાસ વર્ષે હિરણ્યક મહોત્સવ
આ સંસ્થાની સ્થાપનાને જયારે પચાસ વર્ષ પૂરાં થયાં ત્યારે સંસ્થાના જનરલ કમિટીના અને કાર્યવાહક કમિટીના સર્વ સભ્યોએ, સાથે મળીને પચાસ વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે વિક્રમ સંવત ૨૦૧૨માં રાવબહાદુર શેઠશ્રી જીવતલાલ પ્રતાપસીભાઈની આગેવાની નીચે હિરક મહોત્સવ
१६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org