________________
અને યુધિષ્ઠિરનો સંવાદ પણ મળે છે તેથી ચાર્વાક નામની કોઈ ઐતિહાસિક વ્યક્તિ થઈ ગઈ હશે એવું અનુમાન કેટલાક વિદ્વાનો કરે છે. મેક્સમૂલરનો એવો મત છે કે, આ દર્શનના પ્રણેતાએ એના શિષ્યને આ સિદ્ધાંતનો પ્રથમ ઉપદેશ આપ્યો તે શિષ્યનું નામ ચાર્વાક હતું. ચાર્વાકદર્શનને લોકાયત દર્શન પણ કહે છે, લોક + આયાત, લોક એટલે ભૌતિક જગત અને આયાત એટલે તેની પ્રત્યે ખેંચાયેલું, મતલબ કે જે દર્શન આ ભૌતિક જગતમાં જ રચ્યુંપચ્યું રહે છે તે લોકાયત.
ચાર્વાક મતઃ ચાર્વાક મતની માન્યતા અનુસાર પૃથ્વી, જળ, તેજ અને વાયુ આ ચાર ભૂતોના સંઘટનને શરીર, ઇન્દ્રિયાદિ વિષયોનું નામ આપવામાં આવે છે. ચૈતન્યયુક્ત સ્થૂળ શરીર એ જ આત્મા છે. પરલોક જેવું કશું જ નથી, કદાચ હોય તો તેમાં કોઈ રહેવાવાળા નથી, મરણ એ જ મોક્ષ છે. સ્વર્ગસુખની વાતો કરવાવાળા વેદો ધૂર્ત લોકોના પ્રલાપો છે. અર્થ અને કામ એ બે મુખ્ય પુરુષાર્થ છે. રાજનીતિ એ જ એક માત્ર વિદ્યા છે. પ્રત્યક્ષ એ એકમાત્ર પ્રમાણે છે. સામાન્ય લોકો જે માર્ગે ચાલતા હોય એ જ માર્ગ ગ્રહણ કરવો વધુ ઇચ્છનીય છે. ધર્મને નામે જે ગોરખધંધા ચાલે છે તેને માટે આ દર્શનમાં ભારોભાર કડવાશ ભરી છે. આ મતનું એક ખૂબ જાણીતું વાક્ય છે. જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો, કરજ કરી પણ ઘી પીઓ, રાષ્ટ્રની સાથે મળી. ગયેલા દેહનું કંઈ પુનરાગમન થવાનું નથી.સુખ એટલે માત્ર ભોગવિલાસ. ('Eat, drink and be marry.')
અનુમાન પ્રમાણેના જ્ઞાનના સાધન તરીકે આ મતે સ્વીકારાતો નથી. આ ભૌતિકવાદી દર્શન, આ સૃષ્ટિના રચયિતા કોઈ ઈશ્વરનો સ્વીકાર કરતું નથી. આવી કોઈ અગોચર કે અલૌકિક સત્તામાં તેને વિશ્વાસ નથી. આ પ્રકૃતિવાદી દર્શન છે. આ સુષ્ટિની રચના પાછળ કોઈ પ્રયોજન કે હેતુ નથી, વિશ્વપ્રક્રિયા યંત્ર માફક ચાલતી હોઈ તેનો કોઈ ચલાવવાવાળો ન હોઈ, આ દર્શનને યંત્રવાદી દર્શન પણ કહેવામાં આવે છે, વિશ્વમાં જે પદાર્થો હસ્તી ધરાવે છે. તે બધાનો આપણને વાસ્તવિક અનુભવ થાય છે તેથી આ દર્શનને વસ્તુવાદી કે યથાર્થવાદી પણ કહી શકાય.
પં. સુખલાલજી ચાર્વાક મત માટે ‘ભૂત ચૈતન્યવાદ' એવો શબ્દપ્રયોગ કરે છે, કારણ કે ચાર્વાકદર્શન “ચૈતન્ય એ અ-ભૌતિક એવા કોઈ આત્મતત્ત્વનો
ગુણ છે એમ માનતું નથી. દેહાત્મવાદી દર્શન છે. સૃષ્ટિના સર્જક કે સંહારક તરીકે પણ ઈશ્વરને માનવાની કોઈ જરૂર નથી. ઈશ્વરનું અસ્તિત્વ માનીએ તો તે દુષ્ટ અને અન્યાયી છે એમ માનવું પડે. આ મત મુજબ –
આત્મા તો શરીરની સાથે જ મરી જાય છે તેથી તેને સ્વર્ગ કે નરકમાં સુખ કે દુઃખ થવાનો સવાલ જ નથી. મરણ પછી, આત્મા ન હોઈ, તેના પુનર્જન્મનો પણ સવાલ રહેતો નથી.
ઇચ્છાઓની પૂર્તિ થવાથી માણસને સુખ મળે છે અને તેમ ન થાય તો તેને દુઃખ થાય છે. આથી ચાર્વાકના સુખવાદી નીતિશાસ્ત્રમાં કામભૌગ દ્વારા સુખની પ્રાપ્તિને પ્રાધાન્ય આપેલ છે. સુખ અને દુઃખ તો માનવજીવનમાં નિરંતર આવતાં રહેવાના છે. આથી ભાવિ દુ:ખના ભયથી વર્તમાન સુખ શા માટે છોડી દેવું?
ચાર્વાક મતની આ હકીકતો ભારતીય માનવ ભાગ્યે જ સ્વીકારી શકે. સુખવાદ એ સંપૂર્ણપણે સત્ય સિદ્ધાંત નથી. માનવજીવનના નૈતિક આદર્શ તરીકે આ મતનો ભાગ્યે જ સ્વીકાર થઈ શકે. ન્યાય અને પરોપકારની દૃષ્ટિ કેળવવાથી સાચું સુખ અને શાંતિ પ્રાપ્ત થાય. “વસુધૈવ કુટુંબકમ્ની ભાવના ચરિતાર્થ થાય.
ભારતીય દર્શનની બધી જ વિચારધારાએ, ચાર્વાક મતનું એકીઅવાજે ખંડન કર્યું છે. માનવી આ ધરતી પર કેવળ સુખોપભોગ કરવા માટે જન્મ્યો નથી. ધર્મહીન જીવનના આદર્શનો સ્વીકાર કરવો એ તો માણસને ઉતારીને પશુની હારમાં બેસાડવા જેવું છે.
આ દર્શન લાંબો સમય ટકી શક્યું નહીં. નાસ્તિક વાદનું પ્રબળ ખંડન થયું હોવા છતાં, આજે પણ સંસારભરમાં નાસ્તિકદર્શનો યા જડવાદી દર્શનો ચાર્વાક દર્શન છે.
સર્વધર્મ દર્શન
સર્વધર્મ દર્શન