Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 49
________________ કલમો એટલે મંત્ર. ‘અલ્લાહ એક છે અને હજરત મહંમદ એના પયગંબર છે.’ આ મંત્રના પઠનની ક્રિયાને કલમો પઢવો કહે છે. કુરાનમાં ધર્મસહિષ્ણુતાનો આદેશ અપાયો છે, ધર્મની બાબતમાં કોઈપણ જાતની જબરદસ્તી હોવી ન જોઈએ.’ મક્કા-મદીના પવિત્ર તીર્થસ્થાન ગણેલ છે જે ત્યાંની તીર્થયાત્રા – હજ કરે તે પવિત્ર વ્યક્તિ હાજી કહેવાય છે. ન હદીસ : પયગંબર મહંમદ સાહેબનાં રોજનાં કાર્યો અને સંવાદોનું નિરૂપણ કરતા સંગ્રહોને હદીસ કહેવામાં આવે છે. કુરાનના ઉપદેશની સમજૂતી મહંમદ સાહેબની વર્તણૂક પરથી મળી રહેતી હોવાથી આ સંગ્રહોનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. કુલ છ હદીસો છે. હદીસમાં નમાજ અંગે લખ્યું છે. ‘નમાજ એ નિર્મળ પાણીનું ઝરણું છે જે તમારે આંગણેથી વહે છે, તેમાં દિવસમાં પાંચ વાર સ્નાન કરો.' ‘આ દુનિયાનો મોહ રાખવો, એ માનનાર ઇસ્લામ ધર્મ સત્કર્મનો ફરી ફરીને અનેક દૃષ્ટિએ કલ્યાણકારી છે. ઇસ્લામ ધર્મ : જ બધાં પાપોનું મૂળ છે.’ એવું આદેશ આપે છે. ઇસ્લામ ધર્મ છે : ઇસ્લામ ધર્મના મુખ્ય તહેવારો નીચે મુજબ (૧)હઝરત મોહમ્મદ પયગંબર સાહેબનો જન્મદિવસ. (૨) પયગંબર સાહેબની મૃત્યુતિથિ. (૩) રમઝાન માસ. (૪) ઇદ-ઉલ-ફિત્ર = ઉપવાસના દિવસો પૂરા થયાનો ઉત્સવ. (૫) ઇદ-ઉલ-ઝુઆ = ત્યાગ અને બલિદાનની ઇદ. પ્રત્યેકની સંક્ષેપમાં વિગત નીચે પ્રમાણે છે : (૧) ઇસ્લામી ત્રીજા માસમાં હઝરત મોહમ્મદ પયગંબર સાહેબનો રબીઉલ અવ્વલની ૧૨મી તારીખે જન્મ થયો હતો. આ જન્મદિવસની ઉજવણી ખૂબ માનપૂર્વક કરવામાં આવે છે તેને ‘ઇદ્રેમિલાદ’ કહે છે. (ખુશાલીનું જન્મવું સર્વધર્મ દર્શન 66 (૨) પયગંબર સાહેબનો વફાત (મૃત્યુ) પણ એ જ તારીખે ૧૨મી તારીખે હોઈ, આ દિવસે ‘ફાતિહા’ પઢવાનો રિવાજ છે. શહેરમાં સરઘસ કાઢવામાં આવે છે. ગરીબોને દાન આપવામાં આવે છે. આ દિવસને બારાવફાત = બાર દિવસનો તહેવાર કહે છે. = (૩) ઇસ્લામી કેલેન્ડરનો નવમો માસ રમઝાન કહેવાય છે. સૌથી પવિત્ર માસ ગણાય છે = બાળી નાખવું પાપને, ખોટા વિચારને હોમી દઈ, જીવનને સત્ય-સદાચાર તરફ લઈ જવું. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો ઉપવાસ, દિવસની પાંચ નમાજ, પવિત્ર જીવન જીવવાની પ્રવૃત્તિ થતી હોય છે. દાન પુણ્ય પર પણ ખાસ ભાર મૂકવામાં આવેલ છે. (૪) રમઝાન માસ પૂરો થતા તેથી ખુશાલીમાં ઉત્સવ ઉજવવામાં આવે છે. ઇદની નમાજ પઢવામાં આવે છે. ઈદ આનંદ. ગરીબોને દાન આપવું. જકાત ચૂકવી નમાજ પઢવી. (૫) ઇદ-ઉલ-ફિત્ર પછી બે માસ અને નવ દિવસો બાદ ઇદ-ઉલ-ઝુઆ આવે છે. ત્યાગ અને બલિદાનની કુરબાનીની ઇદ છે.મક્કામાં હજનો પવિત્ર દિન પણ આ માસમાં ઉજવાય છે. આ પ્રાચીન તહેવાર છે. તે ‘બકરી ઇદ’ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે પ્રાણીની કુરબાની આપે છે. પશુઓને મારવાના શોખથી આ તહેવાર નથી ગોઠવાયો પણ પોતાને અત્યંત પ્રિય હોય તે વસ્તુ ઈશ્વરને અર્પણ કરવાની તૈયારી કેળવવા માટે આ તહેવારનું પ્રયોજન છે. (૬) મોહરમ : ઇસ્લામના મહાન શહીદોનું સ્મરણ કરવાની શક્તિ આ તહેવા૨માં છે. હુસેન સત્યને ખાતર શહીદ થયા. મોહરમનો તહેવાર એ ઇસ્લામી ભાઈઓ માટે શ્રાદ્ધનો દિવસ છે. ધર્મ-વીરોનો આ તહેવાર છે. મુસ્લિમ સાલ મોહરમ મહિનાથી શરૂ થાય છે. આ મહિનાની ૧૭મી તારીખે ઇમામહુસેન કરબલામાં ધર્મને ખાતર શહીદ થયા. મોહરમના દશમા દિવસે જુલૂસ (સરઘસ) કાઢે છે. આ જુલુસમાં તાજિયા લઈને લોકો ચાલે છે. તાજિયા, ઇમામહુસેનની કબર ઉપરના ઘુમ્મટના આકારના હોય છે. તાજિયા કાઢવાનો રિવાજ, હિન્દુસ્તાનના એક બાદશાહે શરૂ કર્યો હતો. ૭૮ = સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101