Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 52
________________ ઈશ્વરની આરાધના કરનાર પુરુષ એવો થાય છે. - ઈ.સ. પૂર્વે ૪માં, બેથલેહામ નામના ગામમાં, ડિસેમ્બર માસની ૨૫મી તારીખે ખ્રિસ્તી ધર્મના ભગવાન ઈસુનો જન્મ થયો હતો. ઈસુના પિતા યુસુફ સામાન્ય સુથાર હતા. તેમનો જન્મ કુંવારી માતા મરિયમને પેટે થાય છે. આ સમયે એવી માન્યતા હતી કે કુંવારી કન્યાને બાળક જન્મે તે દેવે દીધેલ હોય છે. અરબસ્તાનના સીરિયા પ્રાંતની જેરૂસલેમ રાજધાની હતી ત્યાં હેરડ નામનો રાજા રાજ્ય કરતો હતો. તે ખૂબ સત્તા ધરાવતો હતો. તેને ખબર પડી કે તેનો કોઈ દુશ્મન જન્મ પામ્યો છે. એટલે તેણે હુકમ કર્યો કે આ ગામમાં બે વરસની ઉપરનાં તમામ બાળકોને ઠાર કરવાં. બધાંને આ સાંભળી ખૂબ દુ:ખ થયું. પરંતુ રાજાએ બધાં બાળકોને મારી નાખ્યાં. ઈસુને બચાવવા તેનાં માતાપિતા નાસી છૂટે છે. ઈસુ ૧૨ વર્ષના થયા ત્યારે મા-બાપની સાથે જેરૂસલેમના એક ઉત્સવમાં જાય છે, રસ્તામાં દેવળ પાસે તે મા-બાપથી છૂટા પડી જાય છે. માતા-પિતા એની શોધ કરે છે. આખરે તે દેવળમાં તપાસ કરે છે, તો તેઓ પૂજારીઓ સાથે કોઈ ગંભીર વિષયની ચર્ચા કરી રહ્યા હોય છે. ઈશ્વર શું છે? કયાં રહે છે? શું કરે છે ?' વગેરે પ્રશ્નો બધાંને ખૂબ મૂંઝવતા હતા ત્યારે ઈસુ એક તત્ત્વશની જેમ જવાબ આપી શકતા હતા. તેઓ વહેમ-પાખંડનો વિરોધ કરતા હતા. ઈસુના સમયમાં રાજાશાહીને નામે ઘોર અંધેર ચાલતું હતું, કોઈનામાં એની સામે વિરોધ પ્રગટ કરવાની શક્તિ ન હતી. લોકોએ ઈસુની શક્તિ જોઈને માન્યું કે ઈસુના રૂપે મહાપુરુષનો જન્મ થઈ ચૂક્યો છે. તે વખતે યહૂદી અને સેમેરિયન બે જાત હતી. ઈસુ યહૂદી હતા, પરંતુ તેઓ નાતજાતના ભેદભાવમાં માનતા ન હતા. ભેદભાવ કે આભડછેટ વગેરે સેવા કરવી તેમને ખૂબ ગમે છે. માનવ માનવ વચ્ચેનો ભેદભાવ તૂટે એ માટે તેમણે ખૂબ કામ કર્યું છે. ઈસુના જીવનની ૧૩ વર્ષથી આરંભીને ૩ર વર્ષની વય સુધીની વિશેષ વિગત જાણવા મળતી નથી. જ્ઞાનની શોધમાં જ્ઞાન મેળવવા તેમણે ખૂબ પુરુષાર્થ કર્યો છે. ઉપરાંત, લોકો પર થતા અત્યાચારો - અન્યાય અને શોષણ તેમને જાગ્રત કરે છે. તેમને લાગ્યું કે નીડર થઈને આગળ વધવું અનિવાર્ય છે. આત્મસંશોધન, લોકપરિચય, પ્રવાસ અને મનોમંથનનો એ કાળ છે. ઈસુ ૪૦ દિવસ સુધી ઘોર તપ કરે છે, રાજયાશ્રિત ધાર્મિક માન્યતા સામે પડકાર ફેંકે છે. ક્રાંતિની ઝાલર રણઝણે છે. શારીરિક-ભૌતિક સુખોની તુચ્છ પ્રાપ્તિને જ સર્વસ્વ માનનારો વિશાળ લોકસમુદાય અને રાજકીય અધિકારીઓ ઈસુનો પ્રચંડ વિરોધ કરે છે. તેમણે ધર્મના અઘરા નિયમો સામાન્ય દેખાતોની મદદથી સાવ સહેલી રીતે સમજાવવાનો પ્રારંભ કર્યો. સુવાર્તા (Gospel) માં લખ્યું છે કે ઈસુએ ઘણા માંદાઓને સાજા કર્યા, આંધળાઓને દૃષ્ટિ આપી, શ્રવણશક્તિ ગુમાવી બેસેલાને શ્રવણશક્તિ આપી. તેઓ કહેતા, ‘સત્યમાર્ગ અને પ્રકાશ હું છું, હું પાપીઓ અને માંદાઓ માટે જ આવ્યો છું.' ઈસુએ ધર્મશાસ્ત્રીઓ પર પ્રહાર કરતાં કહ્યું, “અરે, ઢોંગીઓ, તમે નિયમશાસ્ત્ર પાળો છો પણ એ શાસ્ત્ર કરતાં ચઢિયાતી બાબતો એટલે કે ન્યાય, દયા અને વિશ્વાસને તમે પડતા મૂકો છો !' ‘તમે તમારા વેરીઓ પર પ્રેમ કરો, શાપ દેનારને આશીર્વાદ આપો. અપમાન કરે તો એમના માટે પ્રાર્થના કરો. જે કોઈ તમને તમાચો મારે એની સામે બીજો ગાલ ધરો, જેટલો પ્રેમ તમે તમારી જાતને કરો છો તેટલો જ પ્રેમ તમારા પાડોશીઓને કરો, બાળકની જેમ નિષ્પાપી બનો.” - ઈસુના આવા ક્રાંતિકારક વિચારોએ સત્તાધારીઓને ખૂબ અશાંત કરી, મૂક્યા અને તેમણે ઈસુને મારી નાખવા માટેનું કારકસ્તાન રચ્યું. રાજદ્રોહ તથા પ્રભુનું અપમાન કરવાના અપરાધ માટે એમના પર કેસ ચલાવવામાં આવ્યો. એમના પર ચાર મુકદમાં થયા અને એમને મૃત્યુદંડ અપાયો. ઢોરમારથી લોહીલુહાણ થયેલા ઈસુના ખભા પર વધસ્તંભ (Cross) અપાયો અને સરઘસ શરૂ થયું. આ સરઘસ ગોલગાથા નામની નાની ટેકરી પર પહોંચ્યું અને ત્યાં તેમના હાથપગ પર ખીલા ઠોકી એમને ક્રોસ પર લટકાવ્યા, એ સમયે એમના માથા પર કાંટાળો તાજ મૂકવામાં આવ્યો હતો. પોતાને સર્વધર્મ દર્શન સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101