Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 90
________________ ગર્વ છે. આવી મિથ્યા માન્યતાનું ખંડન સર્વધર્મ સમભાવથી જ શકય બની શકે. સાંપ્રદાયિક ક્લેશ-દ્વેષનું મૂળ કારણ તો અજ્ઞાન અને અહંભાવ છે. અન્ય ધર્મો પ્રત્યે આદર જાગતાં, તેમાં રહેલ સત્ય જાણવા મળશે, વેર-વિરોધ શમશે અને સાચી દિષ્ટ આવશે. ભગવાન મહાવીર સ્વામીએ સૂત્રકૃતાંગ સૂત્રમાં દર્શાવ્યું છે, જેઓ કેવળ પોતાની માનેલી વસ્તુની પ્રશંસા કરે અને બીજાનાં સત્ય-વચનોની નિંદા અને ધૃણા કરે છે અને બીજાઓની સાથે દ્વેષ કરે છે, તેઓ સંસારમાં જન્મમરણના આવા ચક્રમાં જ રહે છે.' ભગવાન મહાવીરના ‘અનેકાન્ત’નો એક અર્થ ‘સમન્વય કરવો’ કે ઉદારમતવાદી બની અન્ય દૃષ્ટિબિંદુને તપાસવું – સ્વીકારવું એવો થાય છે. સર્વધર્મ સમભાવથી દૃષ્ટિની વિશાળતા આવશે અને કલ્યાણક બની રહેશે. આચાર્ય હેમચંદ્રચાર્યે સોમનાથ પાટણમાં શિવમૂર્તિનું દર્શન કરતી વેળાએ કહ્યું, ‘મારું પૂજન કોઈ નામ સાથે નિસ્બત ધરાવતું નથી, વીતરાગરૂપી મહાગુણ સાથે નિસ્બત ધરાવે છે. નામ ભલેને શંકર હો, બ્રહ્મ હો, વિષ્ણુ હો અથવા જિનેશ્વર હો !' આનંદઘનજી પણ આ પ્રકારનું કહે છે, “ભાજનભેદ ચાહે તેટલા હો ! પણ મૂળ માટી એક જ છે; તેમ રામ-રહીમ, કૃષ્ણ-કરીમ જેવાં નામો ચાહે તેટલાં હો ! પણ મૂળે સદ્ગુણ મૂર્તિ તે સૌ છે.’ ધર્મ કે મજહબ તો સમાજમાં સંઘ, શાંતિ અને સદાચારના પાઠ શીખવે છે. સત્ય, અહિંસા, ન્યાય અને પ્રેમનો પ્રચાર કરે છે ત્યારે સાંપ્રદાયિક ઝઘડાઓમાં આ ગુણોને જ ઢાંકી દેવામાં આવે છે. કોઈ ધર્મ લડાઈ કરવાનું કહેતો નથી. ઇસ્લામ ધર્મમાં, ઇન્સાન માત્ર, ‘ખુદાના પુત્રો' છે એવું વિધાન છે. એમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી મળતો કે અમુક પ્રદેશના લોકો જ ખુદાના પુત્રો છે અને બાકીના નથી. ઇસ્લામ ધર્મ અનુસાર એક લાખ ચોવીશ હજાર પયગંબરો છે અને તેને ખુદાએ દરેક કોમ અને મુલકમાં મોકલ્યા છે. એટલું જ નહીં, મહમ્મદ પયગંબર અને આ પયગંબરો એક જ છે. આવી ઉદાત્ત ભાવના માન ઉપજાવે છે. સમન્વયનાં બીજ બધા ધર્મોમાં છે, કેવળ વિશાળતા કેળવી તેને સર્વધર્મ દર્શન ૧૫૫ જોવાની – સમજવાની જરૂર છે. ધર્મ એકતાનું સાધન બની રહેવો જોઈએ. સ્વામી વિવેકાનંદે યથાર્થ કહ્યું છે, ‘અમે બધા ધર્મની મહત્તાને આવકારીએ છીએ. અમારે ત્યાં કોઈ પણ પ્રકારનો આગ્રહ સેવાતો નથી. હકીકતે તો બધા ધર્મોમાં સમન્વયનું તત્ત્વ વધારે છે. વિરોધનું ઓછું' વેદમાં પણ કહ્યું છે કે સત્ય એક જ છે પણ તેને જાણનારા વિદ્વાનો અલગ અલગ નામે રજૂ કરે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સ્પષ્ટપણે દર્શાવ્યું છે, દરેકે પોતાના ધર્મ ઉપર ચાલવું જોઈએ અને બીજાને તેના ધર્મ ઉપર ચાલવા દેવા જોઈએ. દરેકને પોતાનો ધર્મ શ્રેયસ્કર' છે. આ સત્ય સમજાઈ થશે તો બધા ધર્મો પ્રત્યે સમભાવ કેળવવામાં ખૂબ ઉપકારક બની રહેશે. સંતબાલજીએ કહ્યું છે : દરેક ધર્મને તેના સ્થાને રહેવા દઈને આપણે તેમની વચ્ચે પ્રેમ અને શ્રદ્ધાના ભાવ સ્થાપવા માગીએ છીએ. તે તે ધર્મોના બાહ્યસ્વરૂપમાં એકરૂપતા નહીં પણ એકતા આણવા માગીએ છીએ. ધર્મો વચ્ચે જ વિષમતા-વિભિન્નતા અને તેના કારણે વૈર-વિરોધ છે તેને દૂર કરવા માગીએ છીએ - સર્વધર્મભાવથી સ્વધર્મ-ઉપાસના વડે.’ ગાંધીજીએ સર્વધર્મભાવની સાધના કરીને વિશ્વધર્મગુરુનો માર્ગ ખુલ્લો કર્યો છે. તેમની પાસે ગમે તે દેશ, કોમ, વેશ કે ધર્મનો માણસ કોઈ પણ પ્રશ્ન લઈને જતો તેને તેઓ ધર્મના ગજથી માપી ઉત્તર આપતા. ગાંધીજી પાસે બધા ધર્મના લોકો આવતા. એક તરફ પ્રાર્થના થતી હોય અને બીજી તરફ નમાજ ભણાતી હોય ! પ્રાર્થનામાં ગાંધીજી કુરાનની આયાતો પણ બોલાવતા. તેઓ કહેતા કે કુરાનની વાતો ગીતાથી અલગ નથી. બધામાં એક જ પ્રકારનો ઉપદેશ છે. ગાંધીજી દરેકને કહેતા કે તમારો ધર્મ, બીજાના ધર્મથી જુદો નથી કે મહાન પણ નથી. બધા ધર્મો પ્રત્યે આદર કેળવશો તો ધર્મને નામે કોઈ સમસ્યાઓ ઊભી નહીં થાય. હકીકતે તો બધા ધર્મો સારા છે. કલ્યાણકારક છે. વિશ્વના પ્રત્યેક માનવીની શાંતિ માટેનાં સરસ અવલંબનો છે, માત્ર તેને અનુસરનારની ખરાબીઓને કારણે તે ધર્મને ખરાબ કહી શકાય નહીં. સર્વધર્મસમભાવ ૧૫૬ સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101