________________
શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી સેવા સંઘ, બૃહદ્ મુંબઈ સ્થા. જૈન મહાસંઘ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ ઘાટકોપર વિ. સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, તથા ચેમ્બુર જૈનસંઘના ટ્રસ્ટી છે. તેમનાં ધર્મપત્ની ડૉ. મધુબહેને હિન્દી સાહિત્યમાં સંશોધન કાર્ય કરી ડૉક્ટરેટ Ph. D. પ્રાપ્ત કરેલ છે.
ગુંજન બરવાળિયાના નામે તેમના ધર્મ, અધ્યાત્મ ઉપરાંતના વિવિધ વિષયો પર લખાણો મુંબઈ સમાચાર, જન્મભૂમિ, દશાશ્રીમાળી, ‘જૈનપ્રકાશ', ‘કાઠિયાવાડી જૈન', ‘શાસનપ્રગતિ', ‘ધર્મધારા', ‘જૈનસૌરભ’, ‘વિનયધર્મ', ‘જૈનક્રાંતિ', ‘પ્રાણપુષ્પ' વગેરેમાં પ્રગટ થાય છે.
મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલ ગુણવંતભાઈના લેખને ૧૯૯૭ના મુંબઈ ‘જૈન પત્રકાર સંઘ શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ'નું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશન, ચેરિટેબલ ટ્રસ્ટ હોલિસ્ટિક હેલ્થકેરને લગતા પ્રકલ્પો ચલાવે છે, તેના ટ્રસ્ટી છે.
– યોગેશ બાવીશી
સર્વધર્મ દર્શન
૧૭૫
સર્વધર્મ દર્શન