Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir
Catalog link: https://jainqq.org/explore/034399/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સહધામાં દશાન ગુણવંત બરવાળિયા ૧૩ ૩ શીખ ધર્મ * કોન્ફયુશિયસ ધર્મ જ્યુડો ધર્મ પારસી ધર્મ હિંદુ ધર્મ 卐 જૈન ધર્મ શિન્ટો ધર્મ બૌદ્ધ ધર્મ તાઓ ધર્મ + ERI ઇસ્લામ ધર્મ ખ્રિસ્તી ધર્મ BRI E Page #2 -------------------------------------------------------------------------- ________________ સર્વધર્મ દર્શન SARVADHARA DARSHAN (Subject: Religous) by: Gunvant Barvalia Published by : Navbharat Sahitya Mandir Mumbai - 400002 Email: nsmmum@yahoo.co.in ISBNNo. : 978-93-80192-07-9 © Mrs. Dr. M. G. Barvalia 601. Smeet Appt., Upasraya Lane, Ghatkpar (E), Mumbai - 77 022-2501 0658 પ્રથમ આવૃત્તિ : ૨૦૦૩ દ્વિતીય આવૃત્તિ : એપ્રિલ, ૨Q૯ ગુણવંત બરવાળિયા મૂલ્ય : રૂ. ૧૨૫.૦૦ પ્રકાશક : અશોક ધનજીભાઈ શાહ નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ - ૪OO OUર. ફોન : ૨૨૦૧ ૭૨ ૧૩, ૨૨૦૮ પપ૯૩ Email: nsmmum@yahoo.co.in પ્રાપ્તિસ્થાન: અશોક પ્રકાશન મંદિર પહેલે માળ, કસ્તૂરબા ખાદીભંડારની ઉપર, રતનપોળની સામે, ગાંધી રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૧. ફોન:૦૭૯-૨૨૧૪૦૭૭૦, ફેક્સઃ ૨૨૧૪૦૭૭૧ Email: hareshshah42@yahoo.co.in . bookshelfahd@yahoo.co.in નવભારત સાહિત્ય મંદિર બુક શેલ્ફ જૈન દેરાસર પાસે, ર૦ર, પલિન હાઉસ, ૧૬, સિથ સેન્ટર, સ્વસ્તિક ચાર ગાંધી રોડ, અમદાવાદ-૧ આશ્રમ રોડ, અમદાવાદ-૯ રસ્તા પાસે, અમદાવાદ-૯ લેસર ટાઇપસેટિંગ: ફાગુન ગ્રાફિક્સ ૪૮, પૂર્વીનગર સોસાયટી, ઘોડાસર કાંસ, ઉત્તમનગર, મણિનગર, અમદાવાદ ફોન : ૦૭૯-૨૫૩૮૧૫૬૮ મુદ્રક: કોનમ પ્રિન્ટર્સ ડાયના સિનેમાની ગલીમાં, તારદેવ, મુંબઈ Page #3 -------------------------------------------------------------------------- ________________ ધર્મ - જીવનનો ધબકાર અર્પણ સર્વધર્મ સમભાવ અને સમન્વય દ્વારા, સર્વધર્મ ઉપાસનાના પુરસ્કર્તા મહાત્મા ગાંધીજી, સંત વિનોબાજી તથા પૂજય મુનિશ્રી સંતબાલજીના પાવન સ્મરણ સાથે વિનમ્ર ભાવે... માનવજીવનમાં ધર્મ તાણાવાણાની જેમ વણાઈ ગયેલ છે. ધર્મ જીવનનો ધબકાર છે. વિશ્વમાં ભાગ્યે જ એવો કોઈ પ્રદેશ હશે કે જયાં એક અથવા બીજા પ્રકારના ધર્મનું પાલન ન થતું હોય. ધર્મ વિનાના માનવજીવનની કલ્પના શક્ય નથી. જગતના વિદ્યમાન ધર્મોનો આછો પરિચય મળી રહે તો અન્ય ધર્મપરંપરાના અનુયાયીઓ, અન્ય ધર્મની પ્રવૃત્તિ વિશે સામાન્ય જ્ઞાન મળે, આવું જ્ઞાન અન્ય ધર્મ પરત્વે બાંધી લીધેલી મિથ્યા માન્યતા કે પૂર્વગ્રહ દૂર કરવામાં જરૂર ઉપયોગી બને. વિવિધ ધર્મો પ્રત્યેનું અજ્ઞાન ધર્મઝનૂન ઉત્પન્ન થવાનાં કારણોમાંનું એક અગત્યનું કારણ છે. વિવિધ ધર્મોનો પરિચય-જાણકારી હોય તો એક ધર્મના માનનારાઓનું બીજા ધર્મીઓ પ્રત્યેનું ઝનૂન કે વૈમનસ્ય ઘટે. સર્વધર્મનો પરિચય સર્વધર્મ સમભાવ કે સર્વધર્મ સમન્વયના માર્ગે ચાલવા સરળતા કરી આપશે એવી આશાથી ‘સર્વધર્મ દર્શન'ના લેખનપ્રકાશન કાર્યનો પુરુષાર્થ કર્યો છે. સત્ય, ક્ષમા, સદાચાર અને અનુકંપા જેવા ગુણો દરેક ધર્મમાં સમાનપણે જોવા મળે છે. આ માનવીય ઉત્તમ ગુણોનું સંવર્ધન ધર્મરૂપી બગીચામાં થાય છે. વિવિધ ફીરકાઓ, ધર્મપરંપરાઓ અને સંપ્રદાયો આ બાગનાં વિવિધ ફૂલો છે. સંપ્રદાયો વ્યવસ્થા માટે છે. વસ્તુતઃ ધર્મતત્ત્વો એક જ છે. “સર્વધર્મ દર્શન' દ્વારા ધર્મપરિચય થશે તો આ પરિચય, વિવેકબુદ્ધિથી ધર્મનું અર્થઘટન કરવામાં ઉપયોગી થશે. સામાન્ય રીતે જગતના વિવિધ ધર્મદર્શનોનો અભ્યાસ કરતાં જણાશે કે કોઈ પણ એક ધર્મ બીજા ધર્મને હીણો ગણતો નથી છતાંય સર્વધર્મ સમભાવની ભારતીય દર્શનોની ભાવનાએ એની ઉદારતાનો Page #4 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ઉત્તમ પરિચય આપ્યો છે. ઈશ્વરપ્રાપ્તિના અનેક માર્ગો છે. તેથી દરેકને પોતાનો ધર્મ પાળવાની અનુકૂળતા કરી આપનાર આ ભારતની આર્યભૂમિ છે. તેથી જ કદાચ ભારતની ભૂમિને ધર્મ અને આધ્યાત્મિકતાનું પિયર ગણવામાં આવે છે. | મુનિ શ્રી સંતબાલજીનું ‘સર્વધર્મ સમભાવ'નું કાર્ય આગળ વધારવા, ૫. લલિતાબાઈ સ્વામીના શિષ્યા પૂ. ડૉ. તરુલતાજીએ મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ચિંચણીમાં વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ દ્વારા પ્રયોગશીલ કાર્યો કર્યા. આ પ્રકાશન માટે તે અભિયાન પ્રેરકબળ બની રહ્યું. આ કાર્યમાં વિદ્વાન પ્રાધ્યાપક ડૉ. રસિકભાઈ મહેતાનું માર્ગદર્શન મળ્યું છે. હું તેમનો ઋણી છું. લેખનકાર્યમાં મારાં ધર્મપત્ની ડૉ. મધુબહેન બરવાળિયાનો સતત સહયોગ મળ્યો છે. સંદર્ભ ગ્રંથો સુલભ કરી આપવા બદલ SPR જૈન કન્યાશાળા ટ્રસ્ટનો, શ્રમણી વિદ્યાપીઠ ઘાટકોપર, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત મહાવીરનગર પુસ્તકાલય, ડૉ. રસિકભાઈ મહેતા અને પ્રીતિબહેન દેઢિયાનો આભારી છું. નવભારત સાહિત્ય મંદિરના મુ. શ્રી ધનજીભાઈ તથા અશોકભાઈ શાહનો આભાર માનું છું. સર્વધર્મ દર્શન આપણા માટે સર્વધર્મ સમભાવ અને સર્વધર્મ સમન્વયના વિચારોને આચારનું રૂપ આપવા કલ્યાણની કેડી બની રહે એ જ મંગલભાવના. کشی ૧. હિન્દુ ધર્મ ૨. ચાર્વાક દર્શન ૩. જૈન ધર્મ ૪. બૌદ્ધ ધર્મ ૫. શીખ ધર્મ દ, ઇસ્લામ ધર્મ ૭. ખ્રિસ્તી ધર્મ ૮. જરથોસ્તી ધર્મ - પારસી ધર્મ ૯. તાઓ ધર્મ ૧૦. શિન્જો ધર્મ ૧૧. જયુડો (યહૂદી) ધર્મ ૧૨. કોફ્યુશિયસ ધર્મ ૧૩, યુદ્ધ સંદર્ભે હિંસા, ધર્મ અને નીતિ ૧૪. ધર્મ અને ઝનૂન : એક વિશ્લેષણ ૧૫. દર્શન સાહિત્યમાં આત્મચિંતન ૧૬. ધર્મ એક જ માનવધર્મ ૧૭, પંથ કે સંપ્રદાય શરીર છે અને ધર્મ આત્મા છે ૧૮. સર્વધર્મ સમભાવ ૧૯. વિવિધ ધર્મના મંત્ર, સ્તુતિ, પ્રાર્થના વગેરે شی ૧૧૪ ૧૨૦ ૧૨૪ شی ૧૩૨ ૧૪૦ ૧૪૭ ૧૪૯ - ગુણવંત બરવાળિયા شی ઑક્ટોબર, ૨૦૦૨ ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, ઉપાશ્રય લેન, ઘાટકોપર (પૂ.) મુંબઈ-૪૦૦ ૦૭૭ ૧૬૨ شی شی - Page #5 -------------------------------------------------------------------------- ________________ મહાભારત (દ્ધિદર્શન) SHREE KRISHNA & ARJUN IN MAHABHARAT (HINDU DARSHAN) Page #6 -------------------------------------------------------------------------- ________________ Rama શ્રીરામ (હિંદુ દર્શન) SHREE RAM (HINDU DARSHAN) Page #7 -------------------------------------------------------------------------- ________________ હિંદુ ધર્મ પૂર્વભૂમિકાઃ હિંદુ જાતિ અને હિંદુ સંસ્કૃતિ પર હજારો સૈકાઓના પ્રવાહ વહી ચૂક્યા છે. બીજી અનેક જાતિઓ અને તેમની અનેક સંસ્કૃતિઓ હિંદુ સંસ્કૃતિમાં ભળી અને એકરૂપ બની ગઈ છે તેના અલગ અસ્તિત્વ રહ્યાં નથી. ગંગા નદીમાં જેમ અનેક નદીઓ ભળી ગંગારૂપ બની ગઈ તેમ હિંદુ જાતિ અને સંસ્કૃતિએ પોતાના વિશાળ ઉદરમાં અનેક જાતિઓ અને સંસ્કૃતિઓને સમાવી દીધી છે. એક હિંદુ જાતિ, હિંદુ સંસ્કૃતિ અને હિંદુ ધર્મ ચેતનવંતા બની આજના યુગમાં પણ અડીખમ ઊભાં છે. હિંદુ ધર્મને વાસ્તવિક રીતે સનાતન ધર્મ કહ્યો છે, જેના પ્રમાણમાં શ્રુતિ, સ્કૃતિ અને પુરાણ છે. વેદવ્યાસ એક એવા યુગપુરુષ છે, જેનો સીધો સંબંધ આ ત્રણેય ગ્રંથો સાથે છે. બીજા મહાપુરુષ શંકરાચાર્ય છે. વૈદિક ધર્મની પરંપરાને વ્યવસ્થિત કરવા માટે વ્યાસજીએ ઇતિહાસ અને પુરાણોની રચના કરી. અવ્યવસ્થિત પડેલી વેદસંહિતાના યોજનાપૂર્વક વ્યવસ્થિત ખંડ બનાવવાનું કામ શ્રીકૃષ્ણ દ્વૈપાયને કર્યું, તેથી તેમને વેદવ્યાસ કહેવા માંડ્યા. ઉપનિષદોમાં ઋષિઓની જે ધર્માનુભૂતિ ગૂંથાયેલી હતી, તેમાંથી પ્રાપ્ત થતા દાર્શનિક સિદ્ધાંતોને અલગ પાડીને તેમની વ્યવસ્થા કરવા માટે બાદરાયણ વ્યાસે બ્રહ્મસૂત્રની રચના કરી, તેને દર્શનશાસ્ત્રનો દુનિયાનો પહેલો વ્યવસ્થિત ગ્રંથ કહી શકાય. વ્યાસજી એક હોય કે અનેક, વ્યાસજીને હિંદુ ધર્મના પિતા માની શકીએ. ભગવાન શંકરાચાર્યે આત્મજ્ઞાન મેળવવામાં જે ગુરુપરંપરાનો સ્વીકાર કર્યો છે તેમાં નારાયણ, બ્રહ્મા, વશિષ્ઠ શક્તિ, પરાશર, વ્યાસ, શુક્ર ગૌડપાદ, ગોવિંદતીર્થ અને શ્રી શંકરાચાર્ય અને તેના ચાર શિષ્યો : સુરેશ્વરાચાર્ય, પદ્મપાદાચાર્ય, હસ્તમલકાચાર્ય અને તોટકાચાર્યનો સમાવેશ થાય છે. હિંદુ ધર્મઃ ભારતવર્ષના મહત્ત્વના ધર્મોમાંનો એક હિંદુ ધર્મ છે. આ ધર્મનો પ્રારંભ ક્યારથી થયો તે વિશે, નક્કર પુરાવાને અભાવે કશું કહેવું શક્ય નથી. કોઈ માનવીએ આ ધર્મની સ્થાપના કરી નથી તેમજ હિંદુ ધર્મ કોને કહેવો એ પ્રશ્નનો ઉત્તર આપવો સરળ નથી. કારણ કે કેટલાક વેદમાં શ્રદ્ધાને હિંદુ ધર્મનું લક્ષણ ગણે છે, તો વળી કેટલાક વર્ણાશ્રમ ધર્મને એનું વિશિષ્ટ લક્ષણ ગણે છે. કેટલાક એ ધર્મની અંતર્ગત રહેલા સોળ સંસ્કારો આવશ્યક ગણાવે છે, વર્ણાશ્રમ, ઉપરાંત કર્મ, પુનર્જન્મ અને મોક્ષ વિશેની માન્યતા ધરાવનાર હિંદુ ધર્મ છે એવું માનનાર પણ છે. કેટલાક એમાં કુલદેવતા, પંચાયતન દેવની પૂજા, અવતારની માન્યતા અને શ્રાદ્ધની ક્રિયા ઉમેરે છે. આવી ભિન્ન ભિન્ન માન્યતાઓ હિંદુ ધર્મ વિશે મળે છે. હિંદુ ધર્મનું લક્ષણ-વ્યાખ્યા આપવી સરળ નથી. હિંદુ ધર્મની વ્યાખ્યા: - હિંદુસ્તાનમાં વસેલા પ્રાચીન આર્યોનો ધર્મ તે હિંદુ ધર્મ. એ આર્યો જે ધર્મ પાળતા અને તેમાંથી ક્રમશઃ જે ધર્મનો વિકાસ થયો એ સર્વનો – હિંદુ ધર્મમાં સમાવેશ થાય એ દૃષ્ટિબિંદુથી ઓ હિંદુ ધર્મની ત્રણ મુખ્ય શાખાઓ વિશેષ જાણીતી છે : (૧) વેદ (બ્રાહ્મણ) ધર્મ (૨) જૈન ધર્મ (૩) બૌદ્ધ ધર્મ. આ ત્રણેય ધર્મ જાણે કે એક વિશાળ વૃક્ષની ત્રણ શાખાઓ છે. આ ત્રણેયને ક્રમશઃ અવલોકીએ. સર્વધર્મ દર્શન સર્વધર્મ દર્શન Page #8 -------------------------------------------------------------------------- ________________ (૧) હિંદુ ધર્મ = વેદ ધર્મઃ વેદ એટલે જ્ઞાન = જાણવું તે. ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ - એ ચાર વેદ; બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદો એ સર્વનો સમાવેશ ‘વેદ'માં થાય છે. વેદ એ પરમાત્માનો ઉદ્ગાર છે, તેનું બીજું નામ શ્રુતિ છે. શ્રુતિ એટલે સાંભળેલું. પ્રાચીન ઋષિમુનિઓએ આ જ્ઞાન સાંભળીને મેળવ્યું હતું. તેઓ વેદના દૃષ્ટા હતા, રચયિતા નહીં. સાંભળવું બંધ થયું અને પછી માત્ર સ્મરણમાં સચવાયું એ સ્મરણને આધારે ઋષિમુનિઓએ અનેક ગ્રંથો રચ્યા તે સ્મૃતિ કહેવાય છે. વેદ પર આધાર રાખીને રચેલા ગ્રંથો તે સ્મૃતિગ્રંથો કહેવાય છે. ધર્મસૂત્રો, ગૃહ્યસૂત્રો વેદાંગ, ધર્મશાસ્ત્રો, ઇતિહાસ-પુરાણ અને દર્શનગ્રંથોનો સમાવેશ આ સ્મૃતિગ્રંથોમાં થાય છે. વેદની ચાર સંહિતાઓ રચવામાં આવી. મુનિવર કૃષ્ણદ્વૈપાયને આ સંહિતાઓ ગોઠવી છે : વ્યાસ તરીકે તેઓ વિશેષ જાણીતા છે. હિંદુ ધર્મશાસ્ત્રોના બે વિભાગ છે - શ્રુતિ અને સ્મૃતિ. સંહિતા, બ્રાહ્મણ અને આરણ્યક તથા ઉપનિષદ એટલા વૈદિક કાળના ગ્રંથો તે શ્રુતિ, ઈશ્વરના ઉચ્ચાર રૂપ વેદ એ જ શ્રુતિ, વેદ પછી જ્ઞાનને વધારે સુલભ અને બુદ્ધિમાં ઊતરે એવું કરવા માટે ઘણા ગ્રંથો રચાયા, એ સર્વ ગ્રંથો સ્વતંત્ર નથી, પણ પ્રાચીન વૈદિક જ્ઞાનના સ્મરણમાંથી ઉત્પન્ન થયા છે, તેથી એ સર્વે “સ્મૃતિ’ નામે ઓળખાય છે. સ્મૃતિ કરતાં શ્રુતિ વધારે બળવાન મનાય છે, પરંતુ વર્તમાનકાળે સ્મૃતિ ઉપર હિંદુ ધર્મનો ઘણો આધાર રહે છે. આ સિવાય રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભગવદ્ગીતા, ભાગવત વગેરે પુરાણો શૈવ અને વૈષ્ણવ તંત્રો કે આગમો સ્રોતો, સાધુ-સંતોનાં વચનો વગેરે પણ પ્રમાણભૂત સાહિત્ય-હિંદુ ધર્મના ગ્રંથો તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વેદ પછીના વેદના શુદ્ધ ઉચ્ચારણ માટે, એનો અર્થ સમજવા માટે, એમાં બતાવેલી યજ્ઞની ક્રિયાઓ યોગ્ય કાળે અને પદ્ધતિસર કરવા માટે કેટલાક ગ્રંથો રચાયા છે તે ‘વેદાંગ' કહેવાય છે. વેદાંગ એટલે વેદનાં અંગ-સાધન. વેદાંગની સંખ્યાછ - છે. આ કાળને ઘણું સાહિત્ય-સુત્રના આકારમાં રચાયું છે. અલ્પાક્ષરી વાક્યોને ‘સૂત્ર’ કહે છે, થોડા શબ્દોમાં સઘળો અર્થ દર્શાવનાર તે સૂત્ર. આ સૂત્રકાળમાં વેદ ધર્મની જે વ્યવસ્થા નક્કી થઈ તે આજે પણ હિંદુ ધર્મમાં ચાલે છે, જ્ઞાન-ભક્તિ અને કર્મ આ ત્રણ હિંદુ ધર્મનાં મહત્ત્વનાં તત્ત્વો છે. ‘કલ્પસૂત્રમાં દર્શાવ્યા પ્રમાણે, મુખ્યત્વે હિંદુ ધર્મની વિધિ કરવામાં આવે છે. “કલ્પસૂત્ર'ના ત્રણ વર્ગ પાડવામાં આવ્યા છે (૧) શ્રતસૂત્ર (૨) ગૃહ્યસૂત્ર (૩) ધર્મસૂત્ર. શ્રૌતસૂત્રમાં શ્રુતિમાં કહેલી અશ્વમેધાદિ યજ્ઞની ક્રિયાઓ શી રીતે કરવી તે દર્શાવેલ છે. ગૃહ્યસૂત્રમાં દરેક ગૃહસ્થ ઘરમાં કરવાની ધાર્મિક ક્રિયાઓનો તથા ઉપનયન - વિવાહાદિ સંસ્કારોનો વિધિ છે. ચાર વર્ણ અને ચાર આશ્રમના ધર્મોનું તથા લૌકિક અને કાયદાને લગતી બાબતોનું વર્ણન ધર્મસૂત્રમાં કરવામાં આવ્યું છે. પંચમહાયજ્ઞ: સમગ્ર હિંદુ વેદ ધર્મના સ્તંભરૂપ પંચમહાયજ્ઞ છે. (૧) દેવયશ : આ વિશ્વમાં પ્રકાશતી પરમાત્માની વિવિધ વિભૂતિરૂપ દેવોનું પૂજન કરવું. (૨) ભૂતયજ્ઞ : મનુષ્ય સિવાયનાં પ્રાણી ઉપર દયાભાવ રાખીને એમનું પોષણ કરવું. (૩) પિતૃયજ્ઞ : સ્વર્ગસ્થ થયેલાં માતાપિતાને સંભાળીને એમના પ્રત્યે પોતાના હૃદયની ભક્તિ જાગતી રાખવી તથા કુળધર્મ પાળવો. (૪) બ્રહ્મયજ્ઞ : પ્રતિદિન વિદ્યાભ્યાસ કરવો અને તે વડે બુદ્ધિને પ્રદીપ્ત કરવી. (પ) મનુષ્ય યશ : મનુષ્યો ઉપર પ્રેમ રાખી એમનો આદરપૂર્વક સત્કાર કરવો. આ પાંચ પ્રકારનાં કર્તવ્યો નિત્ય કરવાં તથા એ જ પરમાત્માનું ઉત્તમ પૂજને છે એવી ધર્મબુદ્ધિ રાખવી, દરેક ગૃહસ્થ કાર્ય કરવું એવો હિંદુ ધર્મશાસ્ત્રનો આદેશ છે, આ પંચ મહાયજ્ઞ ઉપરાંત, માનવજીવનને સુધારીને સારું, સંસ્કારી કરવા માટે હિંદુ ધર્મશાસ્ત્ર કેટલીક ક્રિયાઓ યોજી છે એને “સંસ્કાર કહે છે. બાળક માતાના ઉદરમાં આકાર લેતું હોય ત્યાંથી આરંભીને મરણપર્યત આ સંસ્કાર હોય છે. આ સંસ્કારો મનુષ્યના આખા જીવનને ધાર્મિક બુદ્ધિથી વ્યાપી વળે છે અને સતત પવિત્રતાનું સ્મરણ રાખવાનું શીખવે છે. સંસ્કારોની સંખ્યા, બાર, સોળ, ચાલીશ એમ ભિન્ન ભિન્ન દર્શાવેલ છે - વિશેષ - ષોડશ સંસ્કાર જાણીતા છે. સર્વધર્મ દર્શન સર્વધર્મ દર્શન Page #9 -------------------------------------------------------------------------- ________________ ચાર વર્ણ અને ચાર આશ્રમ: ‘વર્ણ' એટલે રંગ, ધંધાના રંગ પ્રમાણે જનસમાજમાં ચાર વર્ણ ગણાવવામાં આવ્યા છે. હિંદુ શાસ્ત્રકારોએ (૧) બ્રાહ્મણ (૨) ક્ષત્રિય (૩) વૈશ્ય (૪) શુદ્ર ગણાવેલ છે. વિદ્યા ભણવી અને ભણાવવી, ધર્મ પાળવો અને ઉપદેશવો – એ બ્રાહ્મણનો ધંધો થયો. જનસમાજના આંતર અને બહારના દુશ્મનોને નુકસાન કરતા અટકાવવા માટે તથા પ્રજાને સુખ અને કલ્યાણને માર્ગ, લઈ જવા માટે -પ્રજાપાલનનો ક્ષત્રિયનો ધંધો છે. આખા જનસમાજના સામાન્ય સુખ માટે ડગલે અને પગલે દ્રવ્યની જરૂર પડે છે. એ દ્રવ્ય ઉત્પન્ન કરનાર વર્ગ તે વૈશ્ય. વૈશ્યો ખેતી વગેરે કરીને તેમજ વેપાર કરીને, રાજાને કર ચૂકવીને રાજય ચલાવવામાં મદદ કરે છે. શારીરિક શ્રમ કરનાર વર્ગ તે શુદ્ર. આ ચાર વર્ણ, ઋગ્યેદસંહિતાના કાળમાં પડી ચૂક્યા છે. કોઈ પણ વર્ણને ઊંચ કે નીચા માની, બીજા વર્ણનો તિરસ્કાર કરવાનો ઉદ્દેશ નથી, સમાજવ્યવસ્થા મુખ્ય ધ્યેય છે. રાજા હોય કે રંક દરે કે આ આશ્રમ પોતાના તથા સમાજના કલ્યાણ માટે અચૂક સેવવો જોઈએ. (૨) ગૃહસ્થાશ્રમઃ વિદ્યા ભણીને ઘેર આવવું, પરણવું, ઘરસંસાર વસાવવો તેને ગૃહસ્થાશ્રમ કહે છે. આ આશ્રમ કેવળ, ‘આહાર, મૈથુન અને નિદ્રા માટે નથી પણ સંસારની વચમાં રહીને, સંસારનાં સુખ એકલા ભોગવવાનો નથી પરંતુ પોતાનાં દ્રવ્ય તથા સેવાથી સર્વ પર ઉપકાર કરવાની ભાવના જ રાખવાની છે. સ્વજનોસંતાનો-પત્ની વગેરેનું ન્યાયથી સંપાદન કરેલા ધનથી – એ ધનનો લોકકલ્યાણ તથા અતિથિ સત્કાર, સ્વજનતર્પણ વગેરે માટે ઉપયોગ કરવાની પવિત્ર ફરજ બજાવવાની છે. (૩) વાનપ્રસ્થાશ્રમ : ચાર આશ્રમ: જનસમાજનું હિત લક્ષમાં રાખી, શાસ્ત્રકારોએ ચાર આશ્રમની વ્યવસ્થા કરી છે. દરેક મનુષ્ય પોતાના જીવનમાં પોતાનું હિત ઉત્તમ રીતે સાધી શકે એ હેતુથી તેઓએ આ વ્યવસ્થા દર્શાવી છે. આશ્રમ એટલે વિસામો, વટેમાર્ગુ જેમ રસ્તામાં વિસામો લેતો લેતો એના અંતિમ ધ્યેયે પહોંચે છે, એ જ રીતે, આ ચાર આશ્રમોને એક પછી એક સેવીને મનુષ્ય, પોતાના પરમ લક્ષે પહોંચે છે. સંસારમાં રહીને પણ પવિત્ર જીવન - વ્યવસ્થિત જીવન શી રીતે પસાર કરી, શકાય તેનાં આ ઉત્તમ સોપાનો - તબક્કા છે. માનવીનું આયુષ્ય એકસો વર્ષનું સ્વીકારીને એને ચાર સરખાં વર્ષોમાં – પ્રત્યેક આશ્રમ માટે - વિભક્ત કરવામાં આવ્યું છે. (૧) બ્રહ્મચર્યાશ્રમઃ ગુરુના આશ્રમે રહી, ખૂબ સાદાઈ અને પવિત્રતાથી, વિદ્યા ભણવી, એ પ્રથમ તબક્કો તે બ્રહ્મચર્યાશ્રમ. સામાન્ય રીતે પ થી ૨૫ વર્ષ સુધીનો સમય આ આશ્રમ માટે નિયત કરેલ છે. જ્ઞાન મેળવવું, સાદાઈ અને દેહકના નિયમો પાળવા અને તન-મનનું ઉત્તમ પ્રકારનું ઘડતર કરવું એ દરેકને માટે ફરજિયાત સંસાર બરાબર ભોગવ્યો, માથે સફેદ વાળ આવી ગયા, દેહમાં પણ અશક્તિ જણાવા લાગી તેથી સંસારના પ્રવૃત્તિમય જીવનમાંથી નીકળી જઈ, વનમાં વસવાટ કરી, પરમાત્માનું સ્મરણ કરવું અને શાંત નિવૃત્તિમય જીવન ગાળવું એ છે વાનપ્રસ્થાશ્રમ, ઉત્તમ ધર્મગ્રંથોનું અધ્યયન, અતિથિસત્કાર, વ્રત, હોમ કરવા, પરમાત્માભક્તિ અને સંયમપાલન, પ્રાણીમાત્ર પ્રત્યે અનુકંપા રાખવી એ આ આશ્રમનાં મુખ્ય કર્તવ્યો છે. (૪) સંન્યાસાશ્રમઃ સઘળાં સાંસારિક કર્મનો અને દુનિયાદારીના સંબંધનો ત્યાગ કરીને જીવવું તે છે સંન્યાસાશ્રમ, ભિક્ષા માગીને, જે મળે તેવું દિવસમાં એક વખત ભોજન લઈને, બ્રહ્મનું ચિંતન કરવું, એક સ્થળે બેસી ન રહેતા અન્ય ગામ – શહેર કે વનમાં ફરતા રહેવું, પોતાના જ્ઞાનથી લોકોનું કલ્યાણ કરવું એ મુખ્ય ધર્મ છે. સર્વસ્વનો ત્યાગ કરીને જીવનમુક્તિ પ્રાપ્ત કરવા માટેનો ઓ તબક્કો ખૂબ મહત્ત્વનો છે. ચાર પુરુષાર્થ: માનવજીવનનો પ્રધાન ઉદેશ શો હોઈ શકે અથવા માનવીએ એનું આ ધરતી પરનું આગમન ધન્ય બનાવવા માટે શી શી પ્રવૃત્તિઓ કરવી જોઈએ, કેવાં સર્વધર્મ દર્શન સર્વધર્મ દર્શન Page #10 -------------------------------------------------------------------------- ________________ જીવનમૂલ્યો હોવાં જોઈએ તેની પણ ધર્મશાસ્ત્રકારોએ ચર્ચા કરી છે. માનવીની વિવિધ પ્રવૃત્તિઓ તપાસીને, તેમાંથી ચાર ઉદ્દેશો શોધી કાઢ્યા છે, જેને ‘પુરુષાર્થ કહે છે. (૧) ધર્મ (૨) અર્થ (૩) કામ (૪) મોક્ષ. આ ચારમાંથી, સૌથી વિશેષ ભાર “ધર્મ પુરુષાર્થ’ પર મૂકવામાં આવ્યો છે. માનવીના જીવનમાંથી જો ધર્મ પુરુષાર્થ ચાલ્યો જાય તો બાકી કશું સારું રહેતું નથી – જીવન નિરર્થક બની જાય છે. (૧) ધર્મઃ ધર્મ એ મનુષ્યજીવનનો પ્રધાન ઉદેશ યાને પરમ પ્રયોજન હોઈ સર્વના અગ્રસ્થાને છે. અહીં ધર્મ એટલે નીતિ અને સદાચાર; ધર્મ એટલે ઈશ્વરનિષ્ઠા એમ બંને અર્થ સ્વીકારવા યોગ્ય છે. અર્થ અને કામ (સુખ) બંનેમાં ધર્મને કેન્દ્રમાં રાખીને વ્યક્તિએ બધી જ પ્રવૃત્તિમાં પૂરેપૂરો રસ લેવાનો છે, અર્થ કે કામનો ત્યાગ કરવાથી તો અનેક વિકટ સમસ્યાઓ સર્જાશે. જીવનના દરેક કાર્યમાં, અર્થની જરૂર પડે છે અને દાન વગેરેમાં પણ અર્થ આવશ્યક છે જ. તેથી ધનનો તિરસ્કાર કોઈ પણ પરિસ્થિતિમાં, આવકાર્ય છે જ નહીં. ધર્મ એટલે અમુક કર્મ કરવાની આજ્ઞા, નિયમો. જે નિયમોનું પાલન કરવાથી એ ટકી રહે છે. આ ધર્મપુરુષાર્થ પ્રત્યેક વ્યક્તિમાં અનિવાર્ય છે. (ર) અર્થ: અર્થ એટલે પૈસો - ધન. આ દુનિયાના સુખનું એક સાધન હોવા છતાં એને મેળવવા માટે મનુષ્ય સતત દોડધામ કરે છે. સંસાર ચલાવવા, ગૃહસ્થાશ્રમની જરૂરિયાતો પૂરી પાડવા અર્થ પુરુષાર્થ અવશ્ય કરવો જોઈએ. પરંતુ ધનની તૃષ્ણા “ધર્મ'ને ભૂલાવી દે છે. અર્થનો ધર્મ સાથે સંબંધ ખૂબ જરૂરી છે. અર્થને ધર્મથી અલગ કરી દેતાં, આજના વિશ્વમાં કેવાં ભયંકર પરિણામો આવ્યાં છે તે આપણે સૌ જાણીએ છીએ. ‘પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ.” આ સૂત્ર, આજના માનવીનું પ્રિય સૂત્ર બની ગયું છે. અનીતિથી દ્રવ્ય સંપાદન કરવું, ભેળસેળ, ભ્રષ્ટાચાર, લાંચ-રૂશવત, સંગ્રહખોરી, કાળાંબજાર, કરચોરી, કૃત્રિમ અછત, છેતરપિંડી, દગો-ફટકો-કેટકેટલાં દૂષણો આજે તો સર્વત્ર ફાલ્યાંફૂલ્યાં છે ! ધનનો તૃષ્ણારૂપી રાક્ષસ -દાનવ આજે માનવીને ભરખી રહ્યો છે, કારણ કે મૂળમાંથી ધર્મ ચાલ્યો ગયો છે. તેથી જ બધા ધર્મના ઉત્તમ પુરુષોએ જીવનના કેન્દ્રમાં - જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં ધર્મ હોવો જ જોઈએ એ માટેનો સતત પુરુષાર્થ કરવો જોઈએ, એમ વારંવાર કહ્યું છે. (૩) કામ: કામ એટલે ઇચ્છા, સુખની ઇચ્છા - વૈષયિક સુખની ઇચ્છા, મનુષ્યની સર્વ કામનાનો વિષય તે સુખનો ઉપભોગ છે. આ લોકમાં સુખી થવાની માણસમાત્રની ઇચ્છા હોય છે. સુખની લાલસા તેના પતનનું કારણ બને છે. કર્તવ્યથી વિમુખ બનીને, ગમે તેવી એશઆરામ મેળવવાની કે સુખ મેળવવાની, ધર્મવિમુખ પ્રવૃત્તિથી કોઈ પણ પ્રજાનું પતન થાય છે. સુખ મળે પણ ધર્મ વિનાનું તો એ શા કામનું? આવું સુખ તે હકીકત સુખ છે જ નહીં. એ તો સુખનો માત્ર આભાસ જ છે. ટૂંકમાં, ધર્મરહિત “કામ” હાનિકારક છે. જીવનમાં ‘કામ' એટલે કે સુખ પ્રાપ્ત કરવું હોય તો પૈસો બચાવવા અને કમાવવાના સારા ઉપાયો યોજો , કરકસર કરો, દ્રવ્યના ઉત્પાદન પર મુખ્ય લક્ષ રાખો, તો ધર્મ પણ સચવાશે અને સુખ મળશે. ધર્મ, અર્થ અને કામના સમન્વયથી – ઉત્તમ સમજણથી આ ધરતી પરનું માનવજીવન ધન્ય બની જશે. (૪) મોક્ષઃ મોક્ષ એ ચોથો પુરુષાર્થ છે. મોક્ષ એટલે બંધનમાંથી મુક્ત થવું તે. અજ્ઞાન, દુ:ખ અને પાપ એ સંસારનાં બંધન છે, એમાંથી છૂટવું તે મોક્ષ છે. સર્વ પુરુષાર્થમાં આ શ્રેષ્ઠ પુરુષાર્થ છે. ધર્મ સાથે એ જોડાયેલ છે. કેટલાકને મતે ધર્મ અને મોક્ષ એક જ છે. આ મોક્ષ પુરુષાર્થ બધાં માટે શક્ય નથી પરંતુ દરેકનું અંતિમ ધ્યેય તો મોક્ષ પુરુષાર્થ જ હોવો જોઈએ. પદર્શનઃ વૈદિક યુગ પછી દર્શનોની ઉત્પત્તિ થઈ. ‘દર્શન’ એટલે જોવાનું સાધન. વેદનાં સત્યો જોવા માટે, બ્રાહ્મણ શાસ્ત્રકારોએ, છ જુદાં જુદાં શાસ્ત્રો સૂત્ર આકારે રચ્યાં છે એ ‘પદર્શન’ કહેવાય છે. બ્રાહ્મણ અને ઉપનિષદ ગ્રંથોમાં કર્મ અને જ્ઞાનનો જ ઉપદેશ છે, તેમાં કંઈક પરસ્પર વિરોધી હોય અથવા કંઈક ને સમજાય તેવું હોય – તે બધું સમજાવવા માટે આ દર્શનો રચાયાં છે. પડુદર્શનનાં બે-બેનાં ત્રણ જોડકાં છે. (૧) સાંખ્ય અને યોગ (૨) ન્યાય અને વૈશેષિક (૩) સર્વધર્મ દર્શન સર્વધર્મ દર્શન Page #11 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. વેદને પ્રમાણ માનનારા આ છયે ‘આસ્તિક’ દર્શનો છે. દર્શન-કપિલમુનિએ રચ્યું છે, એ અતિપ્રાચીન છે. યોગસૂત્રપતંજલિનું રચેલું છે. વૈશેષિક સૂત્ર કણાદે રચ્યું છે, ન્યાયદર્શન – ગૌતમનું રચેલું છે. ‘પૂર્વમીમાંસા’ જૈમિનીએ અને ‘ઉત્તરમીમાંસા’ બાદરાયણ વ્યાસે રચ્યાં છે. આ છયે દર્શનનો પ્રધાન ઉદ્દેશ તો હિંદુ ધર્મ અને તત્ત્વજ્ઞાનનો સરળ રીતે પરિચય કરાવવાનો છે. સહુ કોઈને માટે ઉપકારક બની રહે અને ધર્મનાં મર્મો-રહસ્યો સહેલાઈથી સમજાવવાનું કાર્ય આ ષડ્દર્શનોએ કર્યું છે અને હિંદુ ધર્મને સમજવાની ભૂમિકા પૂરી પાડી છે, સત્ય દર્શન કરાવ્યું છે. ૧૮ પુરાણમાં પ્રતિપાદિત ધર્મ - વેદમાંથી વિસ્તાર પામીને, વેદના પછીના કાળમાં, જે ધાર્મિક જીવન આરંભાયું તેનું અંતિમ રૂપ છે. પુરાણને મતે પરમાત્મા એ જગતની સૃષ્ટિ - ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છે અને એ ત્રણ ક્રિયાઓના લીધે એનાં (૧) બ્રહ્મા (૨) વિષ્ણુ (૩) મહેશ-શિવ, એમ ત્રણ રૂપો દર્શાવવામાં આવ્યા છે. પરમાત્માની સઘળી લીલા આ ત્રણ ક્રિયામાં સમાઈ જાય છે. પ્રાચીન કાળના ઇન્દ્ર, વરુણ વગેરે દેવોને બદલે, પૌરાણિક સમયમાં ઉત્પન્ન થયેલી આ ત્રિમૂર્તિ પરમાત્માનું સમગ્ર સ્વરૂપ બતાવવા સમર્થ છે. તેથી હવેના હિંદુ ધર્મમાં આ ત્રિમૂર્તિના ત્રણ દેવો સર્વ દેવોમાં મુખ્ય ગણાય છે. વિષ્ણુના અવતાર ઃ હિંદુ ધર્મની માન્યતા મુજબ વિષ્ણુ જગતના પાલનકર્તા છે તેથી એને જગતના રક્ષણ તથા કલ્યાણ માટે, જગતમાં ઊતરી-અવતરી, વિવિધ કાર્યો કરવાનાં હોય છે. આ અવતરવું એ કાંઈ અન્ય સ્થળેથી નીચે આવવાનું નથી પણ પોતાના અનંતસ્વરૂપની કલાઓ - વિભૂતિઓ છે અને સંસારી જીવોને એ અનુભવગમ્ય કરાવવી તેનું નામ જ અવતાર છે. વિષ્ણુના દશ અવતારનો ઉલ્લેખ મળે છે અને વિસ્તૃત નામાવલિ પ્રમાણે ૨૪ અવતાર ગણવામાં આવે છે. રામ, કૃષ્ણ, બુદ્ધ આદિને વિષ્ણુના અવતાર ગણવામાં આવ્યા છે. પુરાણોમાં ભક્તિ ઉપરાંત યોગસાધના અને મૈત્રી આદિ ભાવનાનું રસમય આલેખન મળી આવે છે. દુઃખની નિવૃત્તિ - હૃદયમાં ‘અલખ’ જગાવીને કરવાની છે. આ ‘અલખ’ જગાવવા માટે નીતિ, જ્ઞાન, ધ્યાન, પ્રેમ વગેરે અનેક સર્વધર્મ દર્શન સાધનો ઉપકારક બની શકે તેમ છે. આપણે સૌએ તેમાંના કોઈ પણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી, જીવનને ધન્ય બનાવવાનું પુણ્યકામ કરવાનું છે. હિંદુ ધર્મની વિશેષતાઓ : (૧) હિંદુ ધર્મ અત્યંત વ્યાપક અને વિશાળ છે. આ ધર્મનો કોઈ સંસ્થાપક નથી અને આ ધર્મ પાળનારાની સંખ્યા ઘણી મોટી છે. આ હિંદુ ધર્મની સૌથી પ્રથમ ધ્યાન ખેંચે તેવી વિશિષ્ટતા તેની અહિંસાની ભાવના છે. જીવદયાના સિદ્ધાંતને કારણે જ હિંદુ ધર્મ વિશ્વમાં અજોડ ગણાય છે. જગતના જીવ માત્ર પ્રત્યે મૈત્રી અને અનુકંપા હિંદુ ધર્મનો આદેશ છે. ગાયમાં દૈવી અંશો અભિપ્રેત છે તેમ માને છે. પશુ-પંખી કે જળના જીવો પ્રત્યે પણ અનુકંપાભાવ છે. તેથી શાકાહાર કે ફળાહાર હિંદુનો મુખ્ય આહાર છે – હોવો જોઈએ. (૨) અનેક દેવ-દેવીઓની પૂજા – ઉપાસના, વ્રત, તપ વગેરેનો આવકાર આ ધર્મનું મહત્વનું આકર્ષણ છે. ઇન્દ્ર, વરુણ આદિ પ્રાકૃતિક તત્ત્વોનો દેવ તરીકે સ્વીકારથી આરંભીને તેત્રીશ કરોડ દેવતા સુધીની વિરાટ કલ્પના હિંદુ ધર્મની માન્યતા છે. દેવ-દેવીની ઉપાસનાની બાબતમાં આ ધર્મ વ્યક્તિને પૂરી સ્વતંત્રતા આપે છે. વિષ્ણુ, શિવ, રામ, હનુમાન, શક્તિની ઉપાસના, નાગપૂજા, પિતૃપૂજા વગેરે મુખ્ય છે. (૩) ધર્મ-સહિષ્ણુતા : હિંદુ ધર્મને અનોખું સ્થાન આપે છે. આ ભૂમિ પર વસનાર, દરેકને પોતાની ઇચ્છા મુજબ ધર્મ પાળવાની છૂટ છે. ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ ધર્મ, પારસી ધર્મ – વિશ્વનો કોઈપણ ધર્મ પાળીને વ્યક્તિ આ ધરતી પર સુખેથી જીવી શકે તેવી ધર્મ સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવ આ ધર્મની ખાસિયત છે. ધર્મને નામે અશાંતિ આ ધર્મમાં કલ્પી શકાતી ન હતી ! (૪) સર્વધર્મ સમભાવની હિંદુ ધર્મની ભાવનાએ એની ઉદારતાનો ઉત્તમ પરિચય આપ્યો છે. ઈશ્વરપ્રાપ્તિના અનેક માર્ગો છે અને દરેકને પોતાનો ધર્મ પાળવાની અનુકૂળતા કરી આપનાર હિંદુ ધર્મ છે. વિદેશી ધર્મને, આ દેશમાં આવકારનાર, એનું રક્ષણ કરનાર હિંદુ ધર્મ છે. તેથી જ કદાચ, ભારતની ભૂમિને ધર્મ અને આધ્યાત્મિકતાનું પિયર ગણવામાં આવે છે. ૧૦ સર્વધર્મ દર્શન Page #12 -------------------------------------------------------------------------- ________________ તેમ એ એક દેહ ત્યજી નવો દેહ ધારણ કરે છે. જન્મ-મરણ દેહને છે, આત્માને નથી. (૧૧) હિંદુ ધર્મમાં વિવિધ સંપ્રદાયો અને પંથો વૈષ્ણવ, સ્વામિનારાયણ, શૈવ, પંથ છે. મુખ્ય સનાતન ધર્મ રૂપે પ્રરૂપણા થયેલા આ ધર્મમાં ભિન્ન ભિન્ન શાખાઓ અને પ્રશાખાઓનો વિસ્તાર થયો છે. હૃષીકેશ, પ્રયાગ, સોમનાથ, અમરનાથ, બદ્રીનાથ, કાશી, દ્વારિકા, મથુરા, વૃંદાવન, જગન્નાથપુરી, રામેશ્વર, તિરૂપતિ બાલાજી, નાથદ્વારા આદિ પવિત્ર તીર્થસ્થાનો છે. પાવાગઢ, અંબાજી, વૈષ્ણોદેવી વિગેરે સ્થળે માતાજીનાં મંદિરો છે. ગઢડા, વડતાલ વગેરે અનેક સ્થળે સ્વામિનારાયણ મંદિરો છે. હિંદુ ધર્મનાં તહેવારોઃ ભક્તિ, જ્ઞાન અને કર્મ એ ત્રણને જ સર્વસ્વ નહીં ગણતાં, વૈરાગ્ય, વ્રત-તપ, જપ, ધ્યાન, યોગ વગેરેને પણ ધર્મની આરાધના માટે સ્વીકારવામાં આવેલ છે. ધર્મની સાથે અર્થ અને કામનો સંબંધ જોડીને માનવને પ્રત્યેક પ્રવૃત્તિમાં ધર્મને જોડવાનું સૂચન કર્યું છે. (૬) કેવળ સ્વાર્થી બનવાને બદલે સેવા, સમર્પણ, પરોપકાર અને લોકકલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓ આચરીને જીવનને ઉત્તમ બનાવવાનું સૂચન કર્યું છે. માનવજીવનનો પ્રત્યેક તબક્કો મહત્ત્વનો છે અને જીવનની પ્રત્યેક પરિસ્થિતિનો શાંતિથી અને આનંદથી મુકાબલો કરવો જોઈએ તથા સહુનું કલ્યાણ થાય એવાં કાર્યો કરવા જોઈએ. માનવજીવનનું અંતિમ ધ્યેય તો મોક્ષપ્રાપ્તિ છે - જન્મમરણના ચક્રમાંથી મુક્ત થવાનું છે. આ માટે અવિદ્યા અથવા માયાનો ત્યાગ કરી જીવનમુક્ત દશાને પામવાનો પુરુષાર્થ કરવાનો છે. (૮) આવી જીવનમુક્ત દશા પ્રાપ્ત કરવા માટે , સ ગુરુની સહાય, દેવપૂજા, ધર્મગ્રંથોનું વાચન-મનન-શ્રવણ આદિ તેમજ યાત્રા, જપ, ધ્યાન વગેરે ખૂબ ઉપકારક બની રહે છે તેથી પ્રત્યેક આરાધકે આ બધી પ્રવૃત્તિમાં સક્રિય રહેવું જોઈએ. હિંદુ ધર્મમાં સ્ત્રી – નારી અંગે બે અંતિમ છેડાના વિચારો મળે છે. 'નારી તું નારાયણી' કહીને એનું અપાર ગૌરવ કરવામાં આવ્યું છે. તો બીજી બાજુથી ‘નારી નરકની ખાણ’ કહીને એને તદ્દન નીચી ભૂમિકાએ વર્ણવવામાં આવી છે. પારંપરિક દૃષ્ટિએ, હિંદુ સમાજમાં નારીએ, ઘરની ચાર દીવાલમાં રહીને પોતાના પરિવારની સેવા કરવાનું મુખ્ય કર્તવ્ય ગણાવ્યું છે. સાથે સાથે અનેક દાર્શનિકોએ, ઋષિઓએ નારીનું દેવીરૂપે કે સતીરૂપે ગૌરવ કર્યું છે. (૧૦) આત્મા અમર છે, તેથી નીતિ છે, ધર્મ છે, તત્ત્વજ્ઞાનનું પ્રયોજન છે. આત્માને જન્મજન્માંતર જેમ મનુષ્ય વસ્ત્ર કાઢી નવાં વસ્ત્ર પહેરે છે (૯), તહેવારો કે ઉત્સવો માનવજીવનમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. જીવનને આનંદ-ઉમંગ, તરવરાટ અને તાજગી આપવાનું કામ તહેવારો કરે છે. વ્યક્તિના જીવનની એકવિધતા દૂર કરી એનામાં નવો ઉમંગ, નવી ચેતના, નવો પ્રાણ પૂરવાનું કામ તહેવારો કરે છે. ભારતીય સંસ્કૃતિએ પ્રત્યેક ધર્મના તહેવારોનું સરસ આયોજન કર્યું છે અને માત્ર ભારતીય ધર્મોમાં જ નહીં, વિશ્વના કોઈ પણ ધર્મમાં તહેવારોની સુંદર વ્યવસ્થા મળી આવે છે. આ તહેવારોના કેન્દ્રમાં ધર્મ કે ભક્તિ હોય છે, પરંતુ એનો વિશેષ ઉદેશ તો વ્યક્તિમાં નવી ચેતના, નવો આનંદ લાવવાનું હોય છે. હિંદુ ધર્મના બાર માસમાંથી ભાગ્યે જ એવો કોઈ માસ-મહિનો મળી આવશે જેમાં તહેવાર ન હોય, કેટલાક માસમાં એકથી વધુ તહેવારો પણ છે અને આસો માસમાં તો તહેવારોની હારમાળા મળી આવે છે. નવા વર્ષના મંગલ પ્રારંભથી તહેવારનો પણ આરંભ થાય અને દિવાળીની દીપમાળાના પ્રકાશથી તહેવારોની પૂર્ણાહુતિ થાય ! આ બે અંતિમોની વચ્ચે વિવિધ તહેવારોની આનંદમય સૃષ્ટિ સહુ કોઈને પ્રિય થઈ પડે તેવી છે. સર્વધર્મ દર્શન સર્વધર્મ દર્શન Page #13 -------------------------------------------------------------------------- ________________ જે સમયમાં લોકોને સાત્ત્વિક આનંદની સાથે મનોરંજન પૂરું પાડે તેવાં ઘણાં અલ્પ સાધનો હતાં, તે સમયે આ પર્વો-તહેવારો માનવીને માટે ઉત્તમ આનંદપ્રવૃત્તિ બની રહેતી હતી. પ્રાચીન સમયથી શરૂ થયેલા કેટલાય તહેવારો, સમયાનુસાર ફેરફારો સાથે આજે પણ ઊજવાતા રહે છે, એ એના જીવંતપણાની ઉત્તમ નિશાની છે. પર્વના દિવસો ભલે થોડા હોય પરંતુ જીવનમાં ઉલ્લાસ અને ઉમંગ લાવવાનું ઉત્તમ કાર્ય કરે છે. હિંદુ ધર્મના અનેક ઉત્સવો છે. જન્મ પૂર્વેની અવસ્થાથી આરંભીને મૃત્યુ પછીની અવસ્થા સાથે તહેવાર-સંસ્કાર-ધાર્મિક વિધિ વગેરે સાથે સંકળાયેલાં છે. જીવનની પ્રત્યેક પળને ઉત્સવનું રૂપ આપી ઊજવવાનો ભ૨પૂર આનંદ માણવાનું હિંદુ ધર્મ દર્શાવે છે. કેટલાક તહેવારોની સાથે વ્રત, તપ, ઉપવાસ, જાપ, પૂજા, અનુષ્ઠાન આદિ ક્રિયાઓ સંકળાયેલ છે. ‘બે ઘડી મોજ', કે “ઘડી જીવતરમાં ઘડી એક સુખની' માણી લેવાનો કોઈ પણ ધર્મનો ઉદેશ હોઈ ન શકે. દાન, શીલ, તપ, જપ વગેરેને, દેહદમન કે સંયમ અને ત્યાગને, સાધના અને આરાધનાને તહેવારો સાથે જોડી દઈ, લોકકલ્યાણ અને લોકમાંગલ્યની ઉત્તમ ભાવના, ભારતીય મનીષીઓએ તહેવારો સાથે જોડી દઈને મહાન ઉપકાર કર્યો છે. હિંદુ ધર્મના અનેક તહેવારો છે, પ્રત્યેકનું વિગતે વર્ણન પણ અહીં પ્રસ્તુત નથી, એક સ્વતંત્ર ગ્રંથ થઈ શકે તેટલી લેખનસામગ્રી એ માટે મળી શકે તેમ છે. પરંતુ મહત્ત્વના તહેવારોની થોડી વિગત આપીને જ કલમ ઉપર અંકુશ મૂકી દેવો પડશે. વીર વિક્રમનું નૂતન વર્ષ, ભાઈબીજ, લાભપાંચમ કે જ્ઞાનપાંચમ, તુલસીવિવાહ - દેવદિવાળી, કાર્તિક પૂર્ણિમા, મકરસંક્રાંતિ, મહાશિવરાત્રિ, હોળી, ગુડી પડવો, ગુરુપૂર્ણિમા, જન્માષ્ટમી, બળેવ, ગણેશચતુર્થી નવરાત્રિદશેરા અને દિવાળી વગેરે મહત્ત્વના તહેવારોની સંક્ષેપમાં વિગત નીચે પ્રમાણે અન્નકૂટ પણ દેવની આગળ ધરવામાં આવે છે અને એ અન્નકૂટનો પ્રસાદ પ્રાપ્ત કરીને શ્રદ્ધાળુઓ પોતાને ખૂબ ધન્ય માને છે. દૂર રહેલાં સ્વજનો મિત્રોને તાર-ટેલિફોન કે પત્રથી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે, ભાઈબીજને દિવસે ભાઈ, બહેનને ઘેર જમવા માટે જાય છે, પરસ્પર મંગલભાવના અને શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવે છે, બહેન ભાઈને પ્રગતિ અને સર્વાગી સુખની શુભેચ્છાઓ પાઠવે છે, ભાઈ-બહેનને યોગ્ય ભેટસોગાદ આપી આનંદ અનુભવે છે. લાભ પાંચમના દિવસથી વેપારીઓ નવા વર્ષના વેપારનાં મંગલાચરણ કરે છે, નવા સોદાઓ કરે છે અને પરસ્પરને શુભેચ્છા પાઠવે છે. એપ્રિલ ૧લીથી નાણાકીય વર્ષનો આરંભ ગણાવામાં આવતો હોવાથી આ દિવસનું મહત્ત્વ હવે પહેલાંના જેટલું રહ્યું નથી, છતાં મુહૂર્તના સોદા માટે અનેક વેપારીઓ આ દિવસ પસંદ કરી, પોતપોતાના ઇષ્ટદેવને વંદનસ્મરણ-પૂજા વગેરે માંગલિક કાર્યોથી નવા વર્ષના કામનો આરંભ કરે છે. ૧૪મી જાન્યુઆરી મકરસંક્રાંતિ વૈજ્ઞાનિક તહેવાર છે. આ દિવસે સૂર્યની દક્ષિણ ગોળાર્ધની ગતિ પૂર્ણ થાય છે અને એ ઉત્તર ગોળાર્ધ તરફ ગતિ કરવા લાગે છે, તેથી એને ઉત્તરાયણ પણ કહે છે. પોષ મહિનામાં સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતો હોવાથી જ આને મકરસંક્રાંતિ કહે છે. સંક્રાંતિ એટલે સમ્યક ક્રાંતિ. હિન્દુસ્તાનના વિવિધ રાજયમાં, વિવિધ રીતે આ તહેવાર ઉજવાય છે. ગુજરાતમાં પતંગ ઉડાડીને, તામિલનાડુમાં પોંગલની ઉજવણી કરીને, લણણીનો ઉત્સવ ઉજવીને, કેરળમાં ફૂલો – રંગોળીના શણગાર કરીને, નૌકાસ્પર્ધાઓ યોજીને, નદીના પટમાં દીપ પ્રગટાવી, દીપની પૂજા કરી, નદીના પ્રવાહમાં તરતા મૂકીને, સંગમના પવિત્ર સ્નાનથી, મહારાષ્ટ્રમાં ‘તિલગુળ' તલના લાડુ એ કબીજાને પ્રેમથી આપી તથા ગૌપૂજા કરીને , બ્રાહ્મણોને દાન આપીને, દક્ષિણા આપીને તહેવારને અનોખી રીતે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રી મહામાસની વદ ૧૪ને મહાશિવરાત્રી તરીકે ગણવામાં આવે છે. મહાશિવરાત્રી ઉત્સવ નથી પણ વ્રત છે. શિવભક્તોનું આ ઉત્તમ આરાધનાપર્વ છે. હરણું પણ આપણા જીવનને નવો બોધ આપે છે. સહજપણે વીર વિક્રમનું નવું વર્ષ આપણા દેશના કેટલાક ભાગમાં ખૂબ ઉમંગ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે, ‘નૂતન વર્ષાભિનંદન’ કે ‘સાલ મુબારક જેવાં વાક્યોથી પરસ્પરનું અભિવાદન કરવામાં આવે છે. હિંદુ ધર્મનાં બધાં મંદિરોમાં પૂર્જા , દર્શન, આરતી વગેરે યોજાય છે. કેટલાક સંપ્રદાયમાં સર્વધર્મ દર્શન ૧૪ સર્વધર્મ દર્શન Page #14 -------------------------------------------------------------------------- ________________ સાધના કરીએ અને શિવને - કલ્યાણને પામીએ. સૃષ્ટિને પ્રત્યેક તંતુ સાથે આત્માના તાર જોડી સાચી મહાશિવરાત્રિ મનાવવાની છે. હોળી ફાગણ સુદ ૧૫ના આ તહેવારે અગ્નિની જવાળાઓ હોલિકાનું દહન કરી દે છે પણ પ્રલાદને આંચ આવતી નથી, ‘ગુજરાતની દિવાળી અને મારવાડીની હોળી' એવું વાક્ય ખૂબ જાણીતું છે. અગ્નિદેવને લોકોએ પ્રહૂલાદને બચાવવાની પ્રાર્થના કરી તેથી ભક્ત પ્રહલાદ અગ્નિકુંડમાં બળી ન ગયા - તેથી હોળીની પૂજા પણ કરવામાં આવે છે. પ્રદ્વાદના રક્ષણથી ખુશ થયેલા લોકોએ બીજે દિવસે ધુળેટીનો તહેવાર મનાવ્યો , રંગ-ગુલાલ તથા કેસૂડાંના રંગ છાંટ્યા. ફાગણના ફાગ ખેલાય છે. માનવીમાં રહેલી અસવૃત્તિને બાળી નાંખવાનો ઉત્સવ છે. જુગાર રમવાનો કે અપશબ્દો બોલવાનો કાદવ-કીચડ ઉછાળવાનો ઉત્સવ નથી. ગુડી પડવો ચૈત્ર સુદ ૧ મહારાષ્ટ્રમાં ચૈત્ર સુદ પ્રતિપદા ‘ગુડી પડવાને નામે ઓળખવામાં આવે છે. આ દિવસે શ્રી રામે, દક્ષિણની ભૂમિને વાલીના ત્રાસમાંથી છોડાવી હતી. તેથી પ્રજાએ ધજાઓ ફરકાવી આનંદ વ્યક્ત કર્યો હતો. તાંબાના કળશને ‘ગુડી' કહેવાય છે. આ દિવસે ચાંદી, તાંબા કે કાંસાના કળશને એક નવા કપડાં સાથે બાંધી તેને બારી કે બારણા પાસે લાકડીની ઉપર ઊંધો રાખવામાં આવે છે. સાંજે આકાશમાં નવો ચંદ્ર જોવા પ્રયત્ન કરે છે, ચંદ્રદર્શન ખૂબ શુકનવંતું ગણાય છે. આ દિવસે મિષ્ટાન ખાવાનો રિવાજ છે. મલબાર અને કેરળમાં ખૂબ જુદી રીતે આ ઉત્સવ ઉજવાય છે. મલબારમાં વહેલી સવારે ઊઠીને ઘરનાં સૌ આંખ મીંચીને દેવગૃહમાં પ્રભુનાં દર્શન કરવા જાય છે. સિંધી બંધુઓ આ તહેવારને “ચેટી ચાંદ” તરીકે ઓળખાવે છે. પરંતુ મહારાષ્ટ્રમાં નૂતન વર્ષની શરૂઆતનો આ દિવસ ગણાય છે. અનેક શુભ કાર્યોનો પ્રારંભ તેઓ આ દિવસથી કરે છે. લોકો આ દિવસને ખૂબ ઉમંગથી ઉજવે છે. કારણ કે ૧૪ વર્ષના વનવાસ પછી શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણનું પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યામાં પુનઃ આગમન થયું તેના ઉત્સવની સ્મૃતિ આ પર્વ સાથે સંકળાયેલી છે. રામનવમી: ચૈત્ર સુદ નોમ એ ભગવાન રામનો જન્મદિવસ છે દેશવિદેશમાં રામભક્તો આ દિવસ ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવે છે. ચૈત્ર સુદ ૧૫ના રોજ વીર હનુમાનનો જન્મદિવસ પણ ખૂબ ઠાઠમાઠથી ઉજવવામાં આવે છે. ગુરુપૂર્ણિમા : અષાઢ સુદ પૂનમને ‘ગુરુપૂર્ણિમા' કે ‘વ્યાસપૂર્ણિમા’ નામથી ઓળખાવાય છે. ગુરુનું પૂજન, ગુરુ પ્રત્યે ભક્તિભાવ વ્યક્ત કરવાનો આ પવિત્ર દિવસ છે. ઉપરાંત સદ્ગુરુનાં લક્ષણો વિકસાવવાનો આ દિવસ છે. સદ્ગુરુ બનવાનો ઉત્સવ છે, ભારતીય ઇતિહાસ અનેક તેજસ્વી ગુરુઓથી ભર્યોભર્યો છે. ગુરુપૂજા એ કોઈ વ્યક્તિના દેહની પૂજા નથી પણ એનામાં રહેલા જ્ઞાનનું પૂજન છે; ગુરુ તો ગોવિંદનું દર્શન કરાવી શકે છે, સૌને સદ્દગુરુ મળે એવી આ દિવસની મંગલ શુભેચ્છાઓ. બળેવ - રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમના આ પર્વને પાંચ નામથી ઓળખાવી શકીએ. (૧) રક્ષાબંધન (૨) બળેવ (૩) શ્રાવણ (૪) નાળિયેરી પૂનમ (૫) સંસ્કૃત દિન. રક્ષાબંધન એટલે સંસ્કૃતિનું પવિત્ર પર્વ. બહેને ભાઈના કલ્યાણ માટે સેવેલી શુભેચ્છાનું પર્વ. ભાઈ માટેની અખૂટ શ્રદ્ધાનું પર્વ-ભાઈ-બહેનની અવશ્ય રક્ષા કરશે જ અને બહેન પણ રક્ષા બાંધતાં વ્યક્ત કરે છે, “આ રક્ષા તારા જીવનરાહમાં તારું રક્ષણ કરો.' રાખડી એ માત્ર દોરાનું બંધન નથી, હૃદયનું બંધન છે, ભાઈબહેનના નિર્મળ પ્રેમનું પ્રતીક છે. બળેવ'ના આ દિવસે બ્રહ્મતત્ત્વના ઉપાસક બ્રાહ્મણો નૂતન યજ્ઞોપવીત ધારણ કરે છે, સ્નાન-પૂજાપાઠ કરે છે. આ દિવસને શ્રાવણી પણ કહેવામાં આવે છે. શ્રવણ નક્ષત્ર પ્રધાન આ માસનું નામ શ્રાવણ પડ્યું છે. 8 ગ્વદીઓ અને યજુર્વેદીઓ માટે યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કરવાનો આ શુભ દિવસ છે. શ્રાવણી એટલે ધર્મ શાસ્ત્રના નીતિનિયમોના ઉપદેશનું શ્રવણ કરવાનો દિવસ. નાળિયેરી પૂનમ : આ પવિત્ર દિવસે સાગરખેડુઓ, વેપારીઓ સમુદ્રમાં નાળિયેર પધરાવી, સમુદ્રનું વિધિપૂર્વક પૂજન કરે છે અને પોતાના જાનમાલની સંપૂર્ણ રક્ષા માટે દરિયાલાલાની કૃપા માટે પ્રાર્થના કરે છે. સંસ્કૃત સાહિત્ય અને સંસ્કૃતિનાં ઉત્તમ મૂલ્યોને યાદ કરવાનો આ પરમ પવિત્ર દિવસ છે. રાષ્ટ્રપ્રેમ, સહકાર, ભ્રાતૃભાવ કેળવવાનો આ દિવસ છે. સર્વધર્મ દર્શન ૧૬ સર્વધર્મ દર્શન Page #15 -------------------------------------------------------------------------- ________________ જન્માષ્ટમી : શ્રાવણ વદ આઠમ : શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ‘જન્માષ્ટમી'ને નામે ઉજવવામાં આવે છે. હિંદુઓનો ખૂબ જાણીતો ધાર્મિક તહેવાર છે. કેટલાક લોકો આ દિવસે ઉપવાસ કરે છે. રાત્રે બાર વાગે મંદિરમાં જઈ પૂજા કરે છે. ભજનકીર્તન સાથે ધૂન બોલે છે. રાસલીલા પણ રચાય છે. દહીંથી ભરેલી મટકીઓ દોરડાથી બાંધી ઊંચે લટકાવીને પછી માનવ પિરામિડો રચી મટુકી ફોડી આનંદ લૂંટે છે. “દહીકાલા ઉત્સવ' તરીકે મહારાષ્ટ્રમાં ખૂબ જાણીતો છે. જન્માષ્ટમી એટલે બાળકને પ્રેમથી નિહાળવું, ભગવાનના દર્શન કરવાં, પૂજા કરવી, કૃષ્ણનું નામ લેવું. ભક્તિ-પ્રેમ અને આનંદનું આ પર્વ છે. ગણેશ ચતુર્થી ભાદરવા સુદ-૪, ભાદરવા માસની સુદ ચોથા શુભ દિવસથી ગણેશના ઉત્સવનો પ્રારંભ થાય છે. હિંદુઓમાં દરેક શુભકાર્યની શરૂઆત વિશ્નહર્તા ગણપતિજીની પૂજાથી કરવામાં આવે છે. “શ્રી ગણેશાય નમ:' એવા શબ્દોથી જેની પૂજા થાય છે એવા આ દુંદાળા દેવ ફક્ત મહારાષ્ટ્રમાં જ નહીં આજે તો દેશ અને દુનિયાને ખૂણે ખૂણે વસતા કરોડો હિંદુઓના આરાધ્ય દેવ છે. ગણપતિ ચોથને દિવસે, ગણપતિની મૂર્તિને ઘરમાં પધરાવી, છત્રીસ કલાક, પાંચ દિવસ કે સાત અથવા નવ દિવસ કે અનંત ચૌદશ સુધી પૂજા ભક્તિ વગેરે કાર્યક્રમ યોજાય છે. સવાર-સાંજ આરતી થાય છે, પ્રસાદ અપાય છે. મહારાષ્ટ્રમાં આ તહેવાર અનેરો આનંદ અને ઉમંગથી ઉજવાય છે. સાર્વજનિક ગણપતિની મૂર્તિ ખૂબ વિશાળ હોય છે અને એ મૂર્તિઓમાં ગણપતિનાં રૂપ પણ જાતજાતના અને ભાતભાતનાં હોય છે. લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે ગણપતિ ઉત્સવને રાષ્ટ્રીય ઉત્સવ બનાવ્યો. લોકજાગૃતિનો આ ઉત્સવ બની ગયો. અનંત ચતુદર્શીના દિવસે ગણપતિનું વિસર્જન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. સરોવર, નદી કે સમુદ્રકિનારે માનવ મહેરામણ ઊમટે છે અને બહુમાન સાથે વિસર્જન થાય છે, શ્રીગણેશની મૂર્તિ સામે અશ્લીલ, શૃંગારિક ગીતો કે નૃત્ય એ દૈવી તત્ત્વની વિરાધના છે. માતૃ-પિતૃભક્ત શ્રી ગણેશના ઉત્કૃષ્ટ ગુણોનું આપણા જીવનમાં અવતરણ થાય તેવી પ્રાર્થના જ સાચી આરાધના છે. દુર્ગા પૂજ - નવરાત્રી - દશેરા: આસો સુદ ૧૦ સુધીમાં ઉજવાતો નવરાત્રી મહોત્સવ - દેશવિદેશમાં ખૂબ જાણીતો છે. નવ દિવસ ચાલતા આ ઉત્સવનો પ્રત્યેક ‘નોરતા’ નામે પ્રચલિત છે, આ નવે દિવસ કોરી માટીના કાણાવાળા રંગબેરંગી ઘડામાં ઘીનો દીવો અને રાત્રે માની આરતી સાથે રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરેલાં નરનારીઓ ગરબે ઘૂમે છે. આદ્યશક્તિ નવદુર્ગાનાં નવ નામ અને નવ સ્વરૂપ છે. સ્વર્ગલોક અને પૃથ્વી પર હાહાકાર મચાવનાર મહિષાસુર નામના રાક્ષસનો પરાશક્તિ નવદુર્ગાએ નવ દિવસ સુધી યુદ્ધ કરી સંહાર કર્યો, ત્રણેય લોકને ભયમુક્ત કર્યો. દૈવીશક્તિનો વિજય થયો. દૈવીશક્તિના આસુરી શક્તિ પરના વિજયને આપણે ગરબારૂપે વધાવી લીધો છે. શક્તિપૂજાની સાથે ગરબા-ગરબી, રાસ, નાટક વગેરે યોજાય છે. ફિલ્મનાં કે એવા અભદ્ર ગીતોની ધૂન કે સંગીત સાથે ઉદુભટ વેષ પહેરીને માતાજીની ગરબી સામે નાચવા માટેનું આ પર્વ નથી. વાગ્મિતાની દેવી મા સરસ્વતી, આદ્યશક્તિની દેવી મા અંબા, બુટભવાની મહાકાલી, બહુચરાજી આદિ દેવીઓની પ્રાર્થના અને ઉપાસના કરવાનું આ પર્વ છે. ૨૦૦ વર્ષ પહેલાં કવિ દયારામે ગરબીઓ રચી ત્યારથી નવરાત્રીમાં ગરબીઓ ગાવાનું શરૂ થયું. પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં નવરાત્રિમાં ભાઈ બહેનો ગરબા-રાસ રમવા સાથે માતાજીની સ્તવના પ્રાર્થના આરતી કરે છે. દુર્ગાપૂજા : દુર્ગાપૂજા એ નવરાત્રીની સાથે બંગાળમાં અવિનાભાવે સંકળાયેલ છે. બંગાળમાં અને બંગાળ સિવાય અન્ય કોઈ પણ સ્થાને વસનાર બંગાળીઓ આ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઊજવે છે. ગણપતિ વિસર્જનની જેમ, દુર્ગામાતાનું પણ દશમીને દિવસે ધામધૂમથી વિસર્જન થાય છે. દશેરા: દશેરા એટલે ભક્તિ અને શક્તિનો પવિત્ર દિવસ. દેઢ સંકલ્પ સાથે રણે ચડવાનો દિવસ એટલે જ દશેરા. આ દિવસે અનેક શૂર અને વીર માનવીઓએ વિજય મેળવેલ હોવાથી કે વિજય પ્રાપ્ત કરવાનું મુહૂર્ત તે દિવસે કર્યું હોવાથી ‘વિજયા દશમી” એવું નામ પણ આપવામાં આવ્યું છે. નવરાત્રી વખતે ઠેરઠેર રામલીલા થાય છે અને દશમે દિવસે રાવણનું પૂતળું બાળવામાં આવે છે. શુભ કાર્યોના પ્રારંભ માટે આ ઉત્તમ દિવસ છે. શૌર્ય,વીરતા અને પરાક્રમના ત્રિવેણી સંગમ જેવા આ દશેરાને આપણે માણીએ.. સર્વધર્મ દર્શન ૧૮ સર્વધર્મ દર્શન Page #16 -------------------------------------------------------------------------- ________________ દીપોત્સવી - દિવાળી : પ્રકાશનું પર્વ એટલે દિવાળી. વિક્રમ સંવતનો અંતિમ દિવસ - આસો અમાવાસ્યા. આ મિલન અને સમર્પણનો તહેવાર છે. લંકેશ રાવણને જીતીને રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાન અયોધ્યામાં પાછાં આવ્યાં ત્યારે સૌ પ્રથમવાર અયોધ્યાવાસીઓએ દિવાળી ઊજવી હતી. તેમણે દીવા પ્રગટાવી આનંદ મનાવ્યો હતો. રામના, રાવણ પરના વિજયની યાદમાં ઊજવાતો આ ઉત્સવ છે. અમાસની અંધારી રાતને પ્રકાશના પર્વમાં ફેરવી નાખી આ ઉત્સવ ઉજવવામાં આવે છે. હકીકતે તો અજ્ઞાન ઉપર જ્ઞાન અને દુરાચાર પર સદાચારના વિજયનું આ પર્વ છે. ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ એમ પાંચ તહેવારોનું આ ઝૂમખું છે. દિવાળીના આ મંગલ દિવસોમાં લોકહૈયામાં આનંદની રસરેલ ઝૂલે છે. લક્ષ્મીપૂજન, ચોપડાપૂજન મહાકાલીનું પૂજન વગેરે ઉત્તમ રીતે, પૂરા ભક્તિભાવ સાથે કરવામાં આવે છે. નિરાશામાં દુઃખી થયેલ માનવીમાં આશા અને શ્રદ્ધાનો દીપ પ્રગટાવે છે. સમગ્ર વર્ષનું સરવૈયું કાઢવાનો આ દિવસ યાદગાર દિવસ છે. અંધકારને દૂર કરી પ્રકાશને આવકારીએ. ચાર્વાક દર્શન ચાર્વાક મતનો પ્રચાર અઢી હજાર વર્ષ પૂર્વે થયો હશે એવું માનવામાં આવે છે, તો વળી બીજી માન્યતા મુજબ આ ખૂબ જૂનો - ઋગ્વદ જેટલો જૂનો મત છે. આ મતનાં કોઈ સ્વતંત્ર પુસ્તકો હાલમાં પ્રાપ્ત નથી. આ મત આધ્યાત્મિક નથી, પૂર્ણપણે જડવાદી કે ભૌતિકવાદી મત છે. ચાર્વાક દર્શન ચૈતન્યવાદી નહીં પણ જડવાદી છે. આ મત પ્રમાણે પારલૌકિકતા સાથે સંબંધ રાખનારી કપોલકલ્પિત વાતોની જરૂર રહેતી નથી, તર્કને પણ રહસ્યવાદનું શરણું લેવાની જરૂર નથી. આપણી ઇન્દ્રિયો જ યથાર્થ જ્ઞાનપ્રાપ્તિ માટેનું પર્યાપ્ત સાધન છે અને એમના સહકારથી પ્રાપ્ત થયેલું જ્ઞાન જ સાચું જ્ઞાન છે. જડવાદીઓના મતે ચૈતન્યનું નિર્માણ પણ જડમાંથી થાય છે. આ દર્શન નાસ્તિક દર્શન છે - ધર્મપંથમાં ચાલતા વિધિનિષેધો અને ક્રિયાકાંડ પરત્વે નાસ્તિક બુદ્ધિ. એ નાસ્તિક બુદ્ધિ સાચા ધર્મના આત્માની ખોજ દર્શાવે છે. ‘ચાર્વાક' શબ્દનો અર્થ છે – “ચારુ વાકુ’ મતલબ કે સુંદર, આકર્ષક અને મીઠી વાણીમાં રચ્યાપચ્યા રહેનાર, ફૂલફૂલી વાણી બોલનાર, બીજો અર્થ પણ મળે છે. પોતાના શબ્દનું જ ચવર્ણ કરી જનાર” અર્થાતુ ‘પોતાના શબ્દોને જ ચાવી જનાર' અથવા ‘પાપ-પુણ્ય ગળી જનાર’ તે ચાર્વાક, મહાભારતમાં ચાર્વાક સર્વધર્મ દર્શન ૨૦ સર્વધર્મ દર્શન Page #17 -------------------------------------------------------------------------- ________________ અને યુધિષ્ઠિરનો સંવાદ પણ મળે છે તેથી ચાર્વાક નામની કોઈ ઐતિહાસિક વ્યક્તિ થઈ ગઈ હશે એવું અનુમાન કેટલાક વિદ્વાનો કરે છે. મેક્સમૂલરનો એવો મત છે કે, આ દર્શનના પ્રણેતાએ એના શિષ્યને આ સિદ્ધાંતનો પ્રથમ ઉપદેશ આપ્યો તે શિષ્યનું નામ ચાર્વાક હતું. ચાર્વાકદર્શનને લોકાયત દર્શન પણ કહે છે, લોક + આયાત, લોક એટલે ભૌતિક જગત અને આયાત એટલે તેની પ્રત્યે ખેંચાયેલું, મતલબ કે જે દર્શન આ ભૌતિક જગતમાં જ રચ્યુંપચ્યું રહે છે તે લોકાયત. ચાર્વાક મતઃ ચાર્વાક મતની માન્યતા અનુસાર પૃથ્વી, જળ, તેજ અને વાયુ આ ચાર ભૂતોના સંઘટનને શરીર, ઇન્દ્રિયાદિ વિષયોનું નામ આપવામાં આવે છે. ચૈતન્યયુક્ત સ્થૂળ શરીર એ જ આત્મા છે. પરલોક જેવું કશું જ નથી, કદાચ હોય તો તેમાં કોઈ રહેવાવાળા નથી, મરણ એ જ મોક્ષ છે. સ્વર્ગસુખની વાતો કરવાવાળા વેદો ધૂર્ત લોકોના પ્રલાપો છે. અર્થ અને કામ એ બે મુખ્ય પુરુષાર્થ છે. રાજનીતિ એ જ એક માત્ર વિદ્યા છે. પ્રત્યક્ષ એ એકમાત્ર પ્રમાણે છે. સામાન્ય લોકો જે માર્ગે ચાલતા હોય એ જ માર્ગ ગ્રહણ કરવો વધુ ઇચ્છનીય છે. ધર્મને નામે જે ગોરખધંધા ચાલે છે તેને માટે આ દર્શનમાં ભારોભાર કડવાશ ભરી છે. આ મતનું એક ખૂબ જાણીતું વાક્ય છે. જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો, કરજ કરી પણ ઘી પીઓ, રાષ્ટ્રની સાથે મળી. ગયેલા દેહનું કંઈ પુનરાગમન થવાનું નથી.સુખ એટલે માત્ર ભોગવિલાસ. ('Eat, drink and be marry.') અનુમાન પ્રમાણેના જ્ઞાનના સાધન તરીકે આ મતે સ્વીકારાતો નથી. આ ભૌતિકવાદી દર્શન, આ સૃષ્ટિના રચયિતા કોઈ ઈશ્વરનો સ્વીકાર કરતું નથી. આવી કોઈ અગોચર કે અલૌકિક સત્તામાં તેને વિશ્વાસ નથી. આ પ્રકૃતિવાદી દર્શન છે. આ સુષ્ટિની રચના પાછળ કોઈ પ્રયોજન કે હેતુ નથી, વિશ્વપ્રક્રિયા યંત્ર માફક ચાલતી હોઈ તેનો કોઈ ચલાવવાવાળો ન હોઈ, આ દર્શનને યંત્રવાદી દર્શન પણ કહેવામાં આવે છે, વિશ્વમાં જે પદાર્થો હસ્તી ધરાવે છે. તે બધાનો આપણને વાસ્તવિક અનુભવ થાય છે તેથી આ દર્શનને વસ્તુવાદી કે યથાર્થવાદી પણ કહી શકાય. પં. સુખલાલજી ચાર્વાક મત માટે ‘ભૂત ચૈતન્યવાદ' એવો શબ્દપ્રયોગ કરે છે, કારણ કે ચાર્વાકદર્શન “ચૈતન્ય એ અ-ભૌતિક એવા કોઈ આત્મતત્ત્વનો ગુણ છે એમ માનતું નથી. દેહાત્મવાદી દર્શન છે. સૃષ્ટિના સર્જક કે સંહારક તરીકે પણ ઈશ્વરને માનવાની કોઈ જરૂર નથી. ઈશ્વરનું અસ્તિત્વ માનીએ તો તે દુષ્ટ અને અન્યાયી છે એમ માનવું પડે. આ મત મુજબ – આત્મા તો શરીરની સાથે જ મરી જાય છે તેથી તેને સ્વર્ગ કે નરકમાં સુખ કે દુઃખ થવાનો સવાલ જ નથી. મરણ પછી, આત્મા ન હોઈ, તેના પુનર્જન્મનો પણ સવાલ રહેતો નથી. ઇચ્છાઓની પૂર્તિ થવાથી માણસને સુખ મળે છે અને તેમ ન થાય તો તેને દુઃખ થાય છે. આથી ચાર્વાકના સુખવાદી નીતિશાસ્ત્રમાં કામભૌગ દ્વારા સુખની પ્રાપ્તિને પ્રાધાન્ય આપેલ છે. સુખ અને દુઃખ તો માનવજીવનમાં નિરંતર આવતાં રહેવાના છે. આથી ભાવિ દુ:ખના ભયથી વર્તમાન સુખ શા માટે છોડી દેવું? ચાર્વાક મતની આ હકીકતો ભારતીય માનવ ભાગ્યે જ સ્વીકારી શકે. સુખવાદ એ સંપૂર્ણપણે સત્ય સિદ્ધાંત નથી. માનવજીવનના નૈતિક આદર્શ તરીકે આ મતનો ભાગ્યે જ સ્વીકાર થઈ શકે. ન્યાય અને પરોપકારની દૃષ્ટિ કેળવવાથી સાચું સુખ અને શાંતિ પ્રાપ્ત થાય. “વસુધૈવ કુટુંબકમ્ની ભાવના ચરિતાર્થ થાય. ભારતીય દર્શનની બધી જ વિચારધારાએ, ચાર્વાક મતનું એકીઅવાજે ખંડન કર્યું છે. માનવી આ ધરતી પર કેવળ સુખોપભોગ કરવા માટે જન્મ્યો નથી. ધર્મહીન જીવનના આદર્શનો સ્વીકાર કરવો એ તો માણસને ઉતારીને પશુની હારમાં બેસાડવા જેવું છે. આ દર્શન લાંબો સમય ટકી શક્યું નહીં. નાસ્તિક વાદનું પ્રબળ ખંડન થયું હોવા છતાં, આજે પણ સંસારભરમાં નાસ્તિકદર્શનો યા જડવાદી દર્શનો ચાર્વાક દર્શન છે. સર્વધર્મ દર્શન સર્વધર્મ દર્શન Page #18 -------------------------------------------------------------------------- ________________ शतता धमस्ततो। चरमो धर्मः प्रस्ततो जय ભગવાન મહાવીર (જૈન દર્શન) BHAGWAN MAHAVIR (JAIN DARSHAN) Page #19 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ હિંદુ ધર્મ કે બ્રાહ્મણ ધર્મયજ્ઞ પ્રધાન હતો, એ સમયે ત્યાગપ્રધાન શ્રમણધર્મ પણ પ્રચલિત હતો. બે સમાંતર પ્રવાહો માનવજીવનને સન્માર્ગે લઈ જવાની પ્રવૃત્તિ કરતા હતા. જૈન ધર્મ ખૂબ પ્રાચીન ધર્મ છે. આ ધર્મની સ્થાપના ભગવાન મહાવીરે નથી કરી પરંતુ જૈન પરંપરા પ્રમાણે કાળચક્રના ઉત્સર્પિણી અને અવસર્પિણી (એટલે કે ઉન્નતિનો કાળ અને અવનતિનો કાળ એવા બે વિભાગ છે.) તેમાં આ કાળ અવસર્પિણી એટલે કે અવનતિનો છે. તેમાં ૨૪ જિનો – તીર્થંકરો ક્રમે ક્રમે કરી થયા છે. પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ કે ઋષભદેવ છે, આજનું જૈનધર્મ શાસન ભગવાન મહાવીરના નામે ચાલે છે. હકીકતે જૈનધર્મ અનાદિ છે, પ્રાચીન છે. જૈનધર્મ એવું નામ પણ પાછળથી મળ્યું છે, પ્રારંભમાં તો આ ધર્મ ‘શ્રમણધર્મ', ‘નિગ્રંથધર્મ' એ નામે ઓળખાતો હતો. જિન ઉપરથી ‘જૈન' શબ્દ બન્યો છે. મૂળ સંસ્કૃત ધાતુ “જિ' (જય) એટલે ‘જીતવું' અને એના પરથી બનેલો આ શબ્દ છે. “જિન”નો અર્થ છે. ‘જીતનાર’ અથવા વિજય જે પામ્યા છે તે, જેણે પોતાના રાગદ્વેષો તથા કામ ક્રોધ વગેરે પર જીત મેળવી હોય તે ‘જિન' કહેવાય અને આવા જિનની ઉપાસના કરનાર - તેમનામાં પૂર્ણ શ્રદ્ધા ધરાવનારા તે ‘જૈન' કહેવાય. જૈન શબ્દ એ વિદ્વાનોએ બીજી રીતે પણ સમજાવેલ છે અને કહ્યું છે, “જે જયણા’ રાખે તે જૈન, એટલે જગતના સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને મન, વચન કે કાયાથી દુ:ખ ને પહોચાડવાની સતત કાળજી રાખનાર જૈન છે . ત્યાગપ્રધાન આ ધર્મની આધારશિલા અહિંસા, સંયમ અને તપ છે. તેથી જ જૈનધર્મને લોકોત્તર ધર્મ કહેવામાં આવે છે. આ ધર્મની પ્રત્યેક ક્રિયામાં ફળની જરા પણ આશા રાખ્યા સિવાય અહિંસા, સંયમ અને તપની વધુમાં વધુ આરાધના કરવાની હોય છે. જૈન ધર્મ ગૃહત્યાગને કેન્દ્રમાં રાખે છે. આ ધર્મમાં ઉન્નતિના શિખરે પહોંચેલ મનુષ્યની આરાધના કરવામાં આવે છે. તીર્થકરો ધર્મરૂપી તીર્થોનું નિર્માણ કરવાવાળા વીતરાગી તથા તત્ત્વજ્ઞાની ત્યાગી મુનિજનો છે. સમગ્ર સાંસારિક સૃષ્ટિમાં મનુષ્યથી શ્રેષ્ઠ કોઈ નથી એવો ઉદ્ઘોષ જૈન ધર્મનો છે. આ માન્યતા એવું પણ પ્રતિપાદન કરે છે કે ઇન્દ્રાદિ દેવો પણ આવા ઉત્તમ મનુષ્યની પૂજા કરે છે. જૈન ધર્મ ઈશ્વરમાં માનતો નથી. જગતની ઉત્પતિ તો અનાદિ અને અનંત છે. સંસારમાંથી મુક્તિ મેળવવી હોય તો સ્વપુરુષાર્થ જરૂરી છે. વ્યક્તિ જન્મથી નહીં, કર્મથી મહાન ગણાય છે. જૈન ધર્મ નાત, જાત, રંગ, લિંગ આદિના ભેદભાવમાં માનતો નથી. આ ધર્મ જ્ઞાતિપ્રધાન નથી, ગુણપ્રધાન છે. વ્યક્તિએ જગૃતિથી અને સ્વપુરુષાર્થથી દોષનો ત્યાગ કરી, ગુણને વિકસાવી, આઠ કર્મોનો ક્ષય કરી, પરમપદની પ્રાપ્તિ માટે સદાય પ્રવૃત્તિ કરવી જોઈએ. - જૈન ધર્મે આત્મતત્ત્વની દૃષ્ટિએ, આ સૃષ્ટિના જીવમાત્રને સમાન ગણ્યા છે. કીડી અને કુંજર (હાથી) બંનેનો આત્મા સમાન છે. જગતના કોઈ પણ જીવને દુઃખ પહોંચાડવાનો કે હણવાનો કોઈને અધિકાર નથી. ક્ષમા અને મૈત્રી એ જૈન ધર્મએ જગતને આપેલી અમૂલ્ય ભેટ છે. મોક્ષપ્રાપ્તિનો અધિકાર જેટલો પુરુષનો છે તેટલો જ સ્ત્રીનો પણ છે. તેથી ભગવાન મહાવીરે સ્ત્રીને દીક્ષા આપી અને ચતુર્વિધ સંઘની સ્થાપનામાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચારેયને મહત્ત્વનાં આધારસ્તંભો ગણાવ્યાં. સ્ત્રીલિંગે તીર્થંકરપદની પણ પ્રાપ્તિ થાય છે એવું દર્શાવી, જગતના ધાર્મિક ઇતિહાસમાં ભગવાન મહાવીરે પ્રદાન કર્યું. નારીનું અપાર ગૌરવ કરી, સામાજિક આધ્યાત્મિક ક્રાંતિ કરી એમ કહેવું યથાર્થ છે. જૈનદર્શન વાસ્તવવાદી અને બુદ્ધિગમ્ય છે. દરેક સાધકે સ્વપુરુષાર્થથી સર્વધર્મ દર્શન ૧૪ સર્વધર્મ દર્શન Page #20 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્દર્શન, જ્ઞાન-ચરિત્ર પ્રાપ્ત કરવાનાં છે, આત્માની અનંત શક્તિ છે, તે તેણે પોતે જ વિકસાવવાની છે. પ્રત્યેક આત્મા પોતે જ પૂર્ણ વિકાસને પામે એટલે પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. આત્મા એ જ પરમાત્મા છે. આત્મા પોતે જ કર્મનો કર્તા છે, ભોક્તા છે અને પોતે જ તેમાંથી મુક્તિ મેળવવાની છે, જૈનદર્શનમાં નિયતિવાદને સ્થાન નથી. વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસ પર આ ધર્મ ખાસ ભાર મૂકે છે. જૈન ધર્મ અહિંસા, અપરિગ્રહ, અનાસક્તિ, અનેકાંત પર વિશેષ ભાર મૂકે છે. અનેકાન્તવાદ જૈન ધર્મની વિશ્વધર્મને મહાન ભેટ છે. સત્યનિષ્ઠ વ્યક્તિમાં મતાગ્રહને સ્થાન નથી. સત્યને અગણિત પાસાં છે, જયારે મિતાગ્રહમાં માનસિક કે બૌદ્ધિક હિંસા અને જબરજસ્તી છે. અને કાંતમાં સહિષ્ણુતા અને સમભાવ છે, જગતના જીવમાત્ર પ્રત્યે સમભાવ કેળવવાની - એવી જીવનરીતિ યોજવાની જૈનધર્મ હિમાયત કરે છે. ત્યાગ, વૈરાગ્ય અને સંસાર પ્રત્યેની ઉદાસીનતાએ આ ધર્મને ગૌરવવંતુ સ્થાન આપ્યું છે. સમષ્ટિનું કલ્યાણ, લોકમાંગલ્ય અને વિશ્વમૈત્રીની ભાવના જૈન ધર્મમાં અભિપ્રેત છે. જૈન ધર્મનો મંગલકારી પવિત્ર મંત્રઃ નવકાર મહામંત્ર નમો અરિહંતાણ નમો સિદ્ધાણે નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વસાહૂણે એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલમુ પંચ પરમેષ્ઠીને કરવામાં આવતા આ પાંચ નમસ્કારી સંપૂર્ણ સર્વ પાપોને નષ્ટ કરનારા છે અને તમામ મંગળ મંત્રોમાં પ્રથમ (શ્રેષ્ઠ) છે. નવકાર મંત્રના પ્રથમ પદમાં પોતાની અંદરનાં કષાયોને હણી, કર્મની નિર્જરા કરી કેવળ સંપૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત કરી માનવજાતને આત્મકલ્યાણનો માર્ગ બતાવી રહ્યાં છે, તે અરિહંત પ્રભુને, બીજા પદમાં તમામ કર્મોનો ક્ષય કરી સર્વધર્મ દર્શન પોતાના આત્માને મોક્ષ પદમાં સ્થિર કરેલ છે, એવા સિદ્ધ પરમાત્માને વંદન કરવાનો છે. ત્રીજા પદમાં પંચ મહાવ્રતનું ઉત્કૃષ્ટ આચરણ કરી અને અન્યને તેમ કરવાની પ્રેરણા આપનાર આચાર્ય ભગવંતને અને ચોથા પદમાં સિદ્ધાંતના પારગામી જ્ઞાનનો પ્રકાશ પાથરનાર ઉપાધ્યાયજીને નમસ્કાર કરવાનો છે. નવકારના પાંચમાં પદમાં સમગ્ર સૃષ્ટિને સાધુત્વને વરેલા તમામ આત્માઓને વંદન કરવાનો છે. જૈન ધર્મ ભારતની પ્રાચીન દાર્શનિક પરંપરા છે. મંત્ર એક શક્તિ છે. એ વાતનો સાર્વત્રિક સ્વીકાર થયો છે. જેન ધર્મનો આદિ મહામંત્ર નવકાર સિદ્ધ મંત્ર છે. આ મંત્ર વૈશ્વિક, ગુણપૂજક અને બિનસાંપ્રદાયિક છે. લોનાવલામાં, સ્વામી વિવેકાનંદ સ્થાપિત વેદાંતી આશ્રમ (ન્યુ વે) આવેલ છે. આ લખનારે આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમમાં અદ્યતન યંત્રો છે. જે મંત્રોની શક્તિનું માપ દર્શાવે છે. જે ટી.વી.ના પડદા સમાન પટેલ પર સાદૃશ્ય જોઈ શકાય છે, વીજાણુ યાંત્રિક સાધનો દ્વારા કેટલાક મંત્રોના મંત્રોચ્ચાર કરી તેનું પ્રત્યક્ષ માપ બતાવવામાં આવતાં નવકારમંત્રનું સર્વશ્રેષ્ઠપણું સિદ્ધ થયેલું જાણવા મળ્યું. આ આશ્રમમાં જૈન કુળ કે જૈન ધર્મ અંગીકાર કરેલ કોઈ સાધન ન હતા. જૈન કથાનકોમાં નવકાર મંત્રના પ્રભાવની જે વાતો આવે છે તે માત્ર દંતકથા કે ચમત્કાર નથી. તેમની પાછળ વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક તથ્યો અને સત્યો છે, શુભ અને શુદ્ધનું ચિંતન જીવનના શુભ પ્રવાહને શુદ્ધતા તરફ ગતિ આપશે. સતત શુભ ચિંતન અને વિધેયાત્મક વિચારધારા અનિષ્ટ અને અશુભનું નિવારણ કરે છે તેમ આધુનિક મનોવૈજ્ઞાનિકે સ્વીકાર્યું છે. જૈન ધર્મના તીર્થકરો અનંત કાળથી જૈન ધર્મના પુરસ્કર્તા તીર્થંકરો થયેલા. હાલ વર્તમાનમાં ૨૪માં તીર્થંકર ભગવાન મહાવીરનું શાસન ચાલે છે. ભવિષ્યમાં પણ ૨૪ તીર્થકરોની શ્રેણી થતી રહેશે. આ અવસર્પિણી કાળની તીર્થકર ચોવીશીના પ્રથમ તીર્થંકર આદિનાથકૃષભદેવ ભગવાન હતા. જેણે અસી-મસી અને કૃષિની કલા શીખવા, સ્વરક્ષણ માટે તલવાર-હથિયાર, લખવા માટે કલમ-ચાહી અને ભરણપોષણ માટે ખેતી શીખવી, પુત્રી, બાદ્રી અને સુંદરી દ્વારા વિવિધ કલા શીખવી લગ્ન અને ૨e સર્વધર્મ દર્શન Page #21 -------------------------------------------------------------------------- ________________ કુટુંબજીવનના આદર્શ આપ્યા. ૨૬૦૦ વર્ષ પહેલાં જન્મેલા ભગવાન મહાવીરે આ કાળમાં જૈન ધર્મ ઉજાગર કર્યા. એ સમયની હિંસા જોઈ ભગવાને શ્રમણ સંસ્કૃતિ દ્વારા અહિંસાની પુનઃ પ્રતિષ્ઠા કરી. જૈન ધર્મના વર્તમાન ચોવીશ તીર્થંકરો (૧) ઋષભદેવ-આદિનાથ, (૨) અજિતનાથ, (૩) સંભવનાથ, (૪)અભિનંદન સ્વામી, (૫)સુમતિનાથ, (૬) પદ્મપ્રભુ, (૭) સુપાર્શ્વનાથ, (૮) ચંદ્રપ્રભુ સ્વામી, (૯) સવિધિનાથ, (૧૦) શીતલનાથ, (૧૧) શ્રેયાંસનાથ, (૧૨) વાસુપૂજ્ય સ્વામી, (૧૩) વિમલનાથ, (૧૪) અનંતનાથ, (૧૫)ધર્મનાથ, (૧૬) શાંતિનાથ, (૧૭) કુંથુનાથ, (૧૮)અરનાથ, (૧૯) મલ્લિનાથ, (૨૦) મુનિ સુવ્રત સ્વામી, (૨૧) નમિનાથ, (૨૨) નેમિનાથ, (૨૩) પાર્શ્વનાથ, (૨૪) વીર વર્ધમાન - મહાવીર સ્વામી. આગમ: જૈન ધર્મના પ્રમાણિત શાસ્ત્રગ્રંથને આગમ કહે છે. એટલે આપ્ત પુરુષે કરેલ. એટલે ગણધરે ગૂંથેલ એટલે મુનિરાજે આચરેલ. જેના વડે વસ્તુ કે તત્ત્વનું સંપૂર્ણ જ્ઞાન થાય અર્થાત્ પદાર્થના રહસ્યનું પરિપૂર્ણ જ્ઞાન થાય તે આગમ છે. ભગવાન મહાવીરના શ્રીમુખેથી સાંભળેલી. વાણી તેમના મુખ્ય શિષ્યો એટલે ગણધરોએ સૂત્રોમાં ગૂંથી લીધી તે આગમ છે. આચાર્ય આર્યરક્ષિતે આગમને ચાર ભાગમાં વહેંચ્યા છે : (૧) દ્રવ્યાનુયોગ (આત્મતત્ત્વને લગતું), (૨) ચરણકરણાનું યોગ સાધુ વગેરેના આચારધર્મને લગતું), (૩) ગણિતાનુયોગ (ભૂગોળ ખગોળ ગણિતને લગતું), (૪) ધર્મકથાનુયોગ (ધર્મકથા દ્વારા તત્ત્વજ્ઞાન સમજાવવું. ૩ર. આગમોમાં ૧૧ અંગ સૂત્રો: (૧) આચારાંગ, (૨) સૂયગડાંગ, (૩)ઠાણાંગ, (૪) સમવાયાંગ, (૫) ભગવતી, (૬) જ્ઞાતાધર્મકથા, (૭)ઉપાસક દશાંગ, (૮) અંતગડ દશાંગ, (૯) અનુત્તરો વવાઈ, (૧૦) પ્રશ્ન વ્યાકરણ, (૧૧) વિપાક સૂત્ર ૧૨. ઉપાંગ સૂત્રઃ (૧૨) ઉવવાઈ, (૧૩) રાપપસણી, (૧૪) જીવાભિગમ, (૧૫) પ્રજ્ઞાપના, (૧૬) જંબુદ્વીપ પન્નતિ, (૧૭)ચંદ્રપન્નતિ, (૧૮) સૂર્ય પન્નતિ, (૧૯) નિરયાવલિકા, (૨૦)કપૂવડિલીયા, (૨૧) પુટફીયા, (૨૨) પુષ્ફયુલીયા, (૨૩) વસ્જિદશા ચાર મૂળ સૂત્રમાં (૨૪) દશવૈકાલિક (૨૫) ઉત્તરાધ્યન (ર૬) નંદીસૂત્ર (૨૭) અનુયોગ દ્વાર ચાર છેદ સૂત્રો (૨૮) અનુયોગ દ્વાર, (૨૯) બૃહદકલ્પ, (૩૦) નિશિષ સૂત્ર, (૩૧) દશાશ્રુતસ્કંધ (૩૨) આવશ્યક સૂત્ર આ ૩૨ સુત્રો તેરાપંથી અને સ્થાનકવાસી સંપ્રદાય માને છે. બાર. અંગોમાંનું બારણું દૃષ્ટિવાદ વિચ્છેદ ગયું છે. શ્વેતામ્બર મૂર્તિપૂજક ૩૨માં ૧૩ સૂત્રો ઉમેરી કુલ ૪૫ આગમને માને છે. પિંડનિર્યુક્તિ, ઓધનિયુક્તિ અને મહાનિશીથ એ ત્રણ ઉપરાંત ૧૦ પઇન્ના અર્થાતુ પ્રકરણ ગ્રંથો એમ ૩૨+૧૩=૪૫ આગમને માને છે. જૈનોની દિગંબર પરંપરા મહાવીરનું સંપૂર્ણ જ્ઞાન વિચ્છેદ ગયું, નાશ પામ્યું છે તેમ માને છે. તેઓ કુંદકુંદાચાર્ય રચિત સમયસાર વિગેરેને શાસ્ત્રો માને છે. આ. ઉમાસ્વાતિજી રચિત ‘તત્ત્વાર્થ સૂત્ર'ને જૈનોનાબધા ફિરકા માન્ય રાખે છે. સામાયિક પ્રતિક્રમણ આદિ આવશ્યક સૂત્રઃ જેવી રીતે શરીરનિર્વાહ માટે આહાર આદિ પ્રક્રિયા દરરોજ કરવી પડે છે, તેમ આત્માને નિર્મળ કરવા બંને વખત પ્રતિક્રમણ કરવું આવશ્યક છે. છ આવશ્યક છે. (૧) સામાયિક - સાવદ્યયોગથી નિવૃત્ત થઈ આત્મશુદ્ધિ માર્ગે પ્રવૃત્ત થવું, (૨) કવિસંથો - તીર્થકરોના ગુણગાન અને ૯૯ પ્રકારના દોષોની આલોચના (૩) વંદના એટલે ગુરુ પ્રત્યે વિનય, (૪) પ્રતિક્રમણ એટલે પાપની આલોચના (૫) કાઉસગ્ગ - આત્મવિશુદ્ધિની પ્રક્રિયા (૬) પ્રત્યાખ્યાન - ભવિષ્યના પાપને રોકવા વ્રત – પચ્ચખાણ. સર્વધર્મ દર્શન સર્વધર્મ દર્શન Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત જૈન ધર્મમાં અહિંસાના સિદ્ધાંતને મનોવૈજ્ઞાનિક આધારે સ્થાપિત કરવામાં આવ્યો છે. અહિંસાને આર્દત પ્રવચનનો સાર શુદ્ધ અને શાશ્વત ધર્મ રૂપે દર્શાવવામાં આવ્યો છે. અહિંસાના આવિષ્કારથી જીવનમાં સત્ય, અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની ભાવના ઉત્પન્ન થાય છે. અહિંસામાં જીવ માત્રના અસ્તિત્વનો સ્વીકારે છે. જેવી રીતે બધી જ નદીઓ સાગરમાં સમાઈ જાય છે તેમ બધા જ ધર્મો ભગવતી અહિંસામાં સમાયા છે. વીતરાગતા અહિંસાની જનની છે. જૈનદર્શને પરિગ્રહ વિશે સૂક્ષ્મ નિરીક્ષણો કર્યા છે. પરિગ્રહ એ ગુનો ત્યારે જ બને છે જ્યારે તેમાં કટ્ટર માલિકીભાવ, આસક્તિ અને વિવેકહીન ભોગ અભિપ્રેત બને. અપરિગ્રહવ્રત શ્રદ્ધાપૂર્વક આચરણ પામે ત્યારે સમાજવાદના આદર્શની પ્રતિષ્ઠા થઈ શકે. સોનું રૂ૫ આદિ નવ પ્રકારના બાહ્ય અને ક્રોધ માનાદિ સોળ પ્રકારના અત્યંતર પરિગ્રહ છોડવા પર જૈનાચાર્યો ભાર આપે છે, બીજાની વાત પણ સાચી હોઈ શકે, કોઈ પણ વિચાર કે અન્યના મતને દરેક બાજુએથી જોવો. જો માનવી પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય એ સુંદર વાત જૈન દર્શન અને કાંતવાદ દ્વારા સમજાવી છે. માતા-પુત્ર, પતિ-પત્ની, સાસુ-વહુ, શેઠ-નોકર, બે પક્ષના કાર્યકર્તાઓ, પ્રજા-નેતા, સરકાર-પ્રજા , અમલદાર-પ્રજ, બે પ્રાંત કે બે રાષ્ટ્ર દરેક અભિપ્રાય અને ઘટનાને અનેકાંતથી જોશો તો મોટા ભાગના પ્રશ્નો ઊકલી જશે. જૈન ધર્મે અન્યના મત પ્રતિ ઉદાર અને સહિષ્ણુ થવાની વાત પરમત સહિષ્ણુતાના સિદ્ધાંત દ્વારા સમજવી છે. અનેકાંતનું આચરણ વિશ્વશાંતિનો મૂલાધાર છે. સમાપના: જૈન ધર્મના પર્યુષણ પર્વના અંતિમ દિવસે એટલે સાંવત્સરિક ક્ષમાપના પર્વ. ક્ષમાપના એટલે પશ્ચાત્તાપના ભાવો. આપણી ભૂલોનો એકરાર કરી કામો માગવાનો અને બીજાની ભૂલોની દરકાર ન કરી ક્ષમા આપવાનો આ અવસર છે. જૈનો બે હાથ જોડી સામસામે ‘મિચ્છામી દુક્કડ’ કહી ક્ષમાપના માગે છે. ‘મિચ્છામી દુક્કડે’ એટલે મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ, ક્ષમાપના જૈન ધર્મની વિશ્વને અણમોલ ભેટ છે. દિગંબર સંપ્રદાય દિગંબર : દિશાઓ જ જેનાં વસ્ત્રો છે તે દિગંબર કહેવાય. જૈન ધર્મના દિગંબર સંપ્રદાયમાં સાધુપણું અત્યંત કઠિન છે. બાહ્ય આચરણ તદ્દન નગ્નાવસ્થા, બને ત્યાં સુધી એકાંતવાસ, જંગલમાં વિચરવુંરહેવું, દિવસમાં એક વાર ઊભા ઊભા આહાર લેવો અને એક જ વાર પાણી પીવું. અંજલિ (હાથમાં) શોધન કર્યા બાદ આહાર લેવામાં પણ વિધિ-વિધાન મુજબ આહાર લે છે, કોઈ પાત્રનો ઉપયોગ ન કરે, તેમજ આહારદાન કરનાર શ્રાવકની પડગાહન (આહારદાન) વિધિની જાણકારીનો અભાવ હોય તો મુનિરાજને તે દિવસનો આહાર ત્યાગ (ઉપવાસ) થાય. તે પણ મૌનપણે. દીક્ષિત સ્ત્રીને આર્જીકા (આર્યાજી) કહેવામાં આવે છે. તે ફક્ત એક સફેદ વસ્ત્ર જ ધારણ કરી શકે, મોક્ષપ્રાપ્તિ માટે સમ્યક્દર્શન પ્રથમ પગથિયું છે. એક વાર સમ્યક્ત પ્રાપ્ત થયું હોય તેને ભવભ્રમણનો અંત નજીક આવે છે. મોક્ષ અવશ્ય પ્રાપ્ત થાય છે. એવા તત્ત્વજ્ઞાનમાં શ્રદ્ધા ધરાવે છે. દેવ-દર્શન-પૂજા-ભક્તિ-આરતી : આત્માની સાચી સમજણ કરવા સ્વાધ્યાય-સત્સંગને મહત્ત્વ અપાય છે. તેમ છતાં નિત્ય જિનપ્રતિમા દર્શન જિનવાણીના શ્રવણનો પણ મહિમા છે જ. દરરોજ પ્રાત:કાળ જિનેન્દ્ર ભગવાનનો શુદ્ધ જળથી અભિષેક કરવો. પ્રાશુક (હિંસારહિત) અષ્ટ દ્રવ્ય જેવાં કે જળ, ચંદન, અક્ષત, પુષ્પ, નૈવેધ, દીપ, ધૂપ અને ફળથી પૂજા કરવામાં આવે, તેમાં સમગ્ર તીર્થંકરો, સમસ્ત તીર્થક્ષેત્રો, આચાર્ય, ઉપાધ્યાય, મુનિરાજોનું ભાવપૂર્વક સ્મરણ કરીને તેમને અર્ણ ચડાવવામાં આવે છે અને આરતી ઉતારવામાં આવે છે. પૂજાવિધાનઃ દશલક્ષણ પર્યુષણ પર્વમાં દશલક્ષણ ધર્મ મંડળ વિધાન કરવામાં આવે. વર્ષમાં ત્રણ વાર અણનિકા દરમિયાન પંચમે રૂ અને નંદીશ્વરધામની પૂજા કરવામાં આવે છે. બાકી અલગ અલગ પ્રસંગોમાં ચોસઠ ઋદ્ધિમંડળ, પંચપરમેષ્ઠી વિધાન, પંચકલ્યાણક મંડળ ઇન્દ્રધ્વજ વિધાન ઇત્યાદિ સર્વધર્મ દર્શન ૨૯ ૩૦ સર્વધર્મ દર્શન Page #23 -------------------------------------------------------------------------- ________________ વિધાનો કરવામાં આવે છે. તીર્થક્ષેત્ર દિગંબર જૈનોનાં તીર્થક્ષેત્રોમાં સમેતશિખર ઉપરાંત ચંપાપુરી, પાવાપુરી, ગિરનાર, કુંભોજગિરિ, ગજપથા, મૂળબિદ્રી, માંગીતૂ ગી, શ્રવણબેલગોડા ઇત્યાદી ઘણાં સ્થળો છે. દિગંબર સંપ્રદાયની વિશેષતા ચાર ગતિમાંથી મોક્ષ ફક્ત મનુષ્યગતિમાં જ છે. મુનિદીક્ષા વગર મોક્ષ નથી અને સંપૂર્ણ દીક્ષા ફક્ત પુરુષો જ લઈ શકે છે. ટૂંકમાં પુરુષો જ મોક્ષપ્રાપ્તિ માટે અધિકારી છે. જૈનધર્મના તત્ત્વજ્ઞાનનો ઊંડાણથી અભ્યાસ કરવા જયપુરમાં ટોડરમલ સ્મારક ટ્રસ્ટ સંસ્થાના અન્વયે યુનિવર્સિટી માન્ય પાંચ વર્ષનો ડિગ્રી કોર્સ છે. તેમાં જૈન સિદ્ધાંતોનું જ્ઞાન મેળવી શકાય છે. આ સંસ્થા દ્વારા વિદ્વાન પંડિતો તૈયાર થાય છે. દિગંબર પંડિતો દેશવિદેશમાં જૈનધર્મ પર પ્રવચનો આપે છે. દિગંબર જૈન મુનિઓ મુખ્યતઃ લૌકિક માર્ગ છોડી લોકોત્તર માર્ગે આત્માની અંતરદશા તરફ વળવા પ્રતિ ભાર આપે છે. દેરાવાસી-મૂર્તિપૂજક સંપ્રદાય દિવસે વિશિષ્ટ રીતે ૧૪ સ્વપ્નાં ઉતારી મહાવીર જન્મકલ્યાણક ઊજવવામાં આવે છે. ભગવાનની મૂર્તિ સામે ખમાસણા આપી પદ બોલવા સાથે કરાતા આવા વંદનને ચૈત્યવંદન કહે છે. અલગ અલગ મંદિરોના દર્શન યાત્રાને ચૈત્યપરિપાટી કહે છે. સામાન્ય રીતે તે પર્વના દિવસોમાં કરવામાં આવે છે. તપગચ્છ, અચલગચ્છ, પાયચલગચ્છ (પાર્જચંદ્ર), ખડતરગચ્છ વગેરે સંપ્રદાયોનો સમાવેશ થાય છે. સાધુજીઓમાં આચાર્ય, ઉપાધ્યાય, પન્યાસ, ગણિ અને પ્રવર્તક જેવી પદવીઓ પ્રદાન થાય છે અને પ્રવર્તિનીની પદવી સાધ્વીજીઓને ખાસ આપી શકાય છે. સમેતશિખર, શત્રુંજય (પાલિતાણા), ગિરનાર, પાવાપુરી, ચંપાપુરી, ક્ષત્રિયકુંડ, શંખેશ્વર, ભદ્રેશ્વર, નાગેશ્વર, કેસરીયાજી, મહુડી વગેરે તીર્થસ્થળો છે. રાણકપુર અને આબુ દેલવાડાનાં દેરાં જૈન શિલ્પ સ્થાપત્યના ઉત્કૃષ્ટ નમૂના છે. ખંભાત, પાટણ વલ્લભીપુર, જેસલમેર, પાલિતાણા અને અમદાવાદમાં જૈન ગ્રંથભંડારો આવેલા છે. સમગ્ર ભારતભર અને વિદેશોમાં પણ આ સંપ્રદાયનાં દેરાસરો આવેલાં છે. તેમનો પૂજા ભક્તિમાર્ગ વિશિષ્ટ છે. શ્રાવકો દેરાસરમાં દરરોજ અષ્ટપ્રતિહારી પૂજા કરે છે. ભગવાનની મૂર્તિને વંદના કરી સ્તુતિ કરે છે. સ્નાત્રપૂજા, પંચકલ્યાણી પૂજા, વાસ્તુપૂજા, વેદનીય કર્મ (નિવારણ) પૂજા, અંતરાય કર્મ (નિવારણ) પૂજા , ૧૦૮ અભિષેક, ૧૭ ભેદી પૂજા , ઋષિમંડલ પૂજ, સિદ્ધચક્ર (યંત્ર) પૂજા, અર્હમ્ પૂજન વિ. પ્રસંગોપાત્ત પૂજાવિધિ કરવામાં આવે છે. જૈનધર્મમાં બતાવેલ બધાં વ્રત, જપ, તપ તો શ્રાવકો કરે છે. ૪૫ દિવસનું સાધુજીવન જેવું ઉપદ્યાન તપ એ વિશિષ્ટતા છે. રાત્રે દેરાસરો, જિન મંદિરોમાં ભગવાનની મૂર્તિને વિશિષ્ટ શણગાર કરવામાં આવે છે તેને આંગિ કહે છે અને ભાવપૂર્વક સમૂહમાં સંગીતના વાજિંત્રો સાથે ભક્તિગીતોનું ગાન, પ્રભુસ્તવના કરવામાં આવે તેને ભાવના કહે છે. પર્યુષણ પર્વમાં દેરાસરોમાં કલ્પસૂત્રના સંદર્ભે મહાવીર જન્મવાચનને સ્થાનકવાસી સંપ્રદાય વિક્રમના પંદરમા સૈકામાં લોકાશાહ નામના એક શ્રાવકને લાગ્યું કે નિવૃત્તિપ્રધાન જૈન ધર્મ અહિંસા સંયમ અને તપને પ્રધાનતા આપે છે. અનેકાંતવાદ સાપેક્ષવાદ કે સ્યાદવાદ તેનો સિદ્ધાંત છે. મૂર્તિપૂજામાં પ્રતિષ્ઠા મહોત્સવ ઠામઠાઠથી થતા જો છે તેમાં આત્મઆરાધનાની પ્રધાનતા ઓછી દેખાણી. આરંભ-સમારંભ અને આડંબરમાં તેને ચૈત્યવાદનો વિકાર લાગ્યો. જૈનોના આગમનો કબજો સાધુ પાસે હતો. તે કહેતા, ‘શ્રાવકોથી શાસ્ત્રો વંચાય નહિ.' અને તેમાં એટલી બધી ધાક બેસાડેલી કે જે વાંચે સૂત્ર તેના મરે પુત્ર’ આવી બીકથી લોકો સૂત્રો વાંચતાં ડરતા હતા, અને લોકોને એમ ઠસાવતા કે સુત્રો વાંચવાનો અધિકાર ફક્ત સાધુઓનો છે અને આવી કેટલીક વાતો અધિકારવાદની શૃંખલા જેવી લાગી ઉપરાંત શ્રમણવર્ગની શિથિલતા જોઈ. સર્વધર્મ દર્શન સર્વધર્મ દર્શન Page #24 -------------------------------------------------------------------------- ________________ ન હોય ત્યારે શ્રાવિકાઓ, શ્રાવકો પ્રાર્થના, સ્વાધ્યાય સામયિક, પ્રતિક્રમણસંવર-પોષધ વિ. પ્રવૃત્તિઓ કરે છે. આ સંપ્રદાયના શ્રાવકો જ્યાં જ્યાં તીર્થકરોનું વિચરણ થયું અને નિર્વાણ થયું હોય તેવાં ક્ષેત્રો અને જ્યાં અનેક કેવળીઓ મોક્ષે ગયા હોય તેવા તીર્થોની ભાવપૂર્વક ક્ષેત્ર સ્પર્શના કરે છે. તેરાપંથ સંપ્રદાય સુંદર અક્ષરને કારણે લોંકાશાહને જ્ઞાનજી નામના યતિશ્રીએ આગમોના પુનર્લેખનનું કાર્ય સોંપ્યું. આગમોનું પુનર્લેખન કરતાં તેનું ચિંતન-મનન કરતાં લોકાશાહને લાગ્યું કે ધર્મમાં વિકૃતિ પેસી છે. તેથી તેણે ધર્મક્રાંતિની મશાલ જગાવી અને રાહ ભૂલેલા લોકોને સત્યધર્મની સમજણ આપવા પ્રચંડ પુરુષાર્થ આદર્યો. લોંકાશાહની પ્રેરણાથી ૪૫ વ્યક્તિઓએ દીક્ષા લઈ ધર્મપ્રચારનું કાર્ય શરૂ કરી દીધેલું. પછી પાટણમાંથી ૧૫ર દીક્ષા થઈ અને શિરોહી અહંતવાડા વિ. અનેક નગરોમાં દીક્ષા થઈ. માગશર સુદ પ સંવત ૧૫૩૬માં સોહનમુનિ પાસે લોંકાશાહ પણ દીક્ષિત થયા. સતત દસ વર્ષ સુધી ગામેગામ ફરી ધર્મપ્રભાવના કરી દિલ્હી ચોમાસું પૂર્ણ કરી અલવરમાં અમના પારણામાં કોઈ વિરોધી પરિબળે ખોરાકમાં વિષ વહોરાવતાં સમાધિભાવે સંવત ૧૫૪૬ના ચૈત્ર સુદી ૧૧ના દિને મૃત્યંજય બન્યા. લોકાશાહની વિદાય પછી મુનિભાણજી, મુનિ નન્નાજી, મુનિ જગમલજી અને રૂપઋષિજીએ ધર્મનું કાર્ય આગળ ધપાવ્યું. જે ‘લોકાગચ્છ' કે ‘દયાગચ્છ” રૂપે ઓળખાવા લાગ્યા. ત્યાર પછી અઢી સૈકા બાદ શ્રી લવજી ઋષિ, શ્રી ધર્મસિંહજી મુનિ અને શ્રી ધર્મદાસજીએ ધર્મમાં પુનઃ પઠેલી શિથિલતાને ખંખેરી પુરુષાર્થ કર્યો તેથી તે ‘ક્રિયોદ્ધારક તરીકે ઓળખાયા. સ્થાનકવાસી મુખ્યત્વે, ધર્મ નિમિત્તે, થતી સૂક્ષ્મ હિંસાને પણ જૈનદર્શનમાં ક્યાંય સ્થાન નથી તેમ માને છે. ચાર નિક્ષેપમાં નામનિક્ષેપ, સ્થાપનાનિસેપ, દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ એમ ભાવનિક્ષેપની પ્રધાનતાને સ્વીકારે છે, જેમાં અત્યંતરપૂજા, ગુણપૂજા અને વીતરાગ દેવોના ગુણોનું સ્મરણ કરી ઉપાસના અને સ્વ. આલોચના કરવામાં માને છે. સ્થાનકવાસી સંપ્રદાયના ભારતભરમાં ઠેરઠેર સ્થાનકો છે, જેને ઉપાશ્રય પૌષધશાળા, આરાધના ભવન, ધર્મસ્થાનક, જૈનભુવન વિ. વિવિધ નામે ઓળખે છે. આયંબિલ શાળા અને પાઠશાળા ઝાઝે ભાગે પણ તેમાં હોય છે. જૈનધર્મના વ્રત, જપ, તપ અને જીવદયાને પ્રધાનતા આપી નિરંતર સાધુસંતોની નિશ્રામાં ધાર્મિક, આધ્યાત્મિક, અનુષ્ઠાનો થતાં રહે છે. સાધુઓનો યોગ પૂ. ભિષ્મણજી મહારાજશ્રી (પૂ. ભિક્ષુજી) સ્થા. સંપ્રદાયના સાધુ હતા. વિચારભેદને કારણે તેઓ સંપ્રદાયમાંથી અલગ થયા ત્યારે તેમની સાથે તેરા સાધુઓ હતા, એક સાધુએ પ્રાર્થના કરતાં કહ્યું કે, “પ્રભુ એ તેરાપંથ હૈ' ત્યારથી આ સાધુઓ તેરાપંથી રૂપે ઓળખાવા લાગ્યા. તેમણે મુખ્ય તર નિયમોનો સ્વીકાર કર્યો, જેમાં પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનો સમાવેશ થાય છે. જે નિયમોનું પાલન સમગ્ર જૈન સમાજના સંત-સતીજીઓને પાળવાના હોય છે અને અનાદિકાળથી પાળતા આવેલ છે. અહિંસા, સત્ય, અસ્તેય (ચોરી ન કરવી), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ વ્રત -ઇર્ષા સમિતિ (જોઈને યતનાપૂર્વક ચાલવું) ભાષા સમિતિ વિચારપૂર્વક (નિરવઘ બોલવું) એષણા સમિતિ (શુદ્ધ આહાર પાણીની ગવેષણા કરવી) આદાન નિક્ષેપ સમિતિ (વસ્ત્ર આદિ ઉપકરણોને સાવધાનીપૂર્વક લેવા મૂકવા, પારિષ્ઠોપતિકા સમિતિ (નિરૂપયોગી વસ્તુના નિકાલમાં સાવધાની). આ પાંચ સમિતિ અને મનગુપ્તિ (મનને વશમાં રાખવું) વચનગુપ્તિ (વાણીને સંયમમાં રાખવી) કાયગુપ્તિ એટલે કાયાને સંયમમાં રાખવી, પંચમહાવ્રત અને અષ્ટપ્રવચનને ૧૩ નિયમોરૂપે તેરાપંથ સંપ્રદાય સ્વીકાર્યા છે. આમ પૂ. ભિષ્મણજી મહારાજ (આચાર્ય ભિક્ષુ) તેરાપંથ સંપ્રદાયના સંસ્થાપક બની ગયા, આ ઉપરાંત ધર્મના પ્રચાર-પ્રસારનું કાર્ય કરતી શ્રાવક અને સાધુની કડી રૂપ સમણ અને સમણીની એક વિશિષ્ટ શ્રેણી છે, જે પાંચ મહાવ્રતમાંથી ફક્ત ત્રણ મહાવ્રતનું સત્ય, અચૌર્ય અને બ્રહ્મચર્ય પાલન કરે છે અને દેશવિદેશમાં ૮૫ સમણી અને ૪ સમણે જૈન ધર્મના પ્રચાર-પ્રસારનું કાર્ય કરે છે. આચાર્ય તુલસીના ઉત્તરાધિકારી આચાર્ય મહાપ્રજ્ઞજી હાલ સંપ્રદાયના આચાર્ય છે. એક જ આચાર્ય, એક વિચાર, એક આચાર અને એક જ બંધારણ સંપ્રદાયની વિશેષતા છે. સર્વધર્મ દર્શન ૩૩ ૩૪ સર્વધર્મ દર્શન Page #25 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનમાં જયપુર, કોટા, જોધપુર, લાડનુ, અજમેર, ઉદેપુર, બિકાનેર ગુજરાતમાં સુરત, અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીધામ, ભૂજ ઉપરાંત ભારતના મુખ્ય શહેરો દિલ્હી, કલકત્તા, ગૌહત્તી, હૈદ્રાબાદ, મદ્રાસ, બેંગ્લોર, લુધિયાણા, નેપાલમાં કાઠમંડુ વગેરેમાં સંત સતીજીઓના ચાતુર્માસ થાય છે. જૈન વિશ્વભારતી લાડનુમાં એમ.એ., પીએચ.ડી, (જૈન) અભ્યાસક્રમો છે. બ્રાહ્મી વિદ્યાપીઠ સહિત ત્રીસ જેટલાં વિદ્યાલયો છે. લાડનું, કલકત્તા, ચૂરૂ (સરદાર શહેર)માં ગ્રંથભંડારો છે. દેશમાં ૩૫૦ જેટલી અણુવ્રત સમિતિ છે. જેમાં શ્રાવકોએ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રતનું પાલન કરવા માટે કાર્યરત છે. લંડન અને અમેરિકા સહિત વિદેશમાં ૭ કેન્દ્રો છે. અનેકાંત ભારતી’, ‘જૈન જીવન વિજ્ઞાન અકાદમી’ અને જૈન તત્ત્વના પુસ્તક-પ્રકાશન વગેરે કાર્યો કરે છે. જૈન ધ્યાન સાધના પદ્ધતિ “પ્રેક્ષાધ્યાનની શિબિરો દેશભરમાં ચાલે છે, આચાર્ય ભિક્ષુસ્વામીએ સંધમાં શિથિલતા ન પ્રવર્તે અને સંઘ શક્તિશાળી બને એ આશયથી ‘મર્યાદાપત્ર’ નામનો દસ્તાવેજ આપ્યો જેને માર્ગ ચલાવવાનું પવિત્ર બંધારણ કહી શકાય. નિજી મર્યાદાઓનો અભ્યાસ કરવા પોતાની ક્ષતિઓ અને ત્રુટિઓ અવલોકન કરવા સંઘ, ‘શ્રાવક નિષ્ઠાપત્ર' પર, ચિંતન, શ્રાવક સંમેલન અને મર્યાદા મહોત્સવ યોજી આત્મનિરીક્ષણનો અવસર આપે છે. વવાણિયા, સાયલા, અગાસ, દેવલાલી, કોબા, હમ્પી, ધરમપુર, રાજકોટ, મુંબઈ વગેરે સ્થળોએ મંદિરો-કેન્દ્રો આવેલાં છે. વિદેશમાં પણ સ્વાધ્યાય કેન્દ્ર છે. પૂ. કાનજીસ્વામી સ્થા, બોટાદ સંપ્રદાયમાં દીક્ષિત થયા પછી દિગંબર સંપ્રદાયમાં ગયા. સૌરાષ્ટ્રમાં સોનગઢ તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર હતું. તેઓએ સમયસાર, પ્રવચનસાર જેવાં પરમાગમશાસ્ત્રો પર ચિંતનસભર પ્રવચનો આપેલાં. સોનગઢ દેવલાલી વગેરે સ્થળે તેમનાં મંદિર-કેન્દ્રો આવેલાં છે. દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનની વિચારસરણીના પ્રચારનાં કેન્દ્રો સુરત, અમદાવાદ, મુંબઈ અને વિદેશમાં પણ કેટલીક જગ્યાએ આવેલાં છે. શ્રાવકાચાર અને શ્રાવકનાં ૧૨વ્રતો તીર્થંકર પરમાત્માએ ચાર તીર્થની સ્થાપના કરી, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, સાધુધર્મ કે શ્રાવક ધર્મ બંનેનું અંતિમ લક્ષ્ય તો મોક્ષ જ છે. સાધુ ધર્મ ટૂંકો અને કઠિન માર્ગ છે, જ્યારે શ્રાવક ધર્મને સરળ અને લાંબો માર્ગ કહી શકાય, ગણધર ભગવંતોએ સૂત્ર-સિદ્ધાંતો રચ્યા અને આચાર્ય ભગવંતોએ આચારસંહિતા બતાવી, ‘શ્રાવકાચાર' એટલે શ્રાવકોએ પાળવાની આચારસંહિતા. શ્રાવકની ૧૧ પડિયા, ૧૨ વ્રતોનું પાલન, ૨૨ અભક્ષ્ય, ૩ર અનંતકાળ (કંદમૂળ) રાત્રિભોજન ત્યાગ, સાત વ્યસન ત્યાગ, શ્રાવકના ૨૧ અને માર્ગાનુસારીના ૩૫ ગુણોનું જીવનમાં અવતરણ, ૧૪ નિયમોની ધારણા શ્રાવકાચારના મુખ્ય અંગો છે, જેમાં વિશેષ આરંભ-સમારંભ અને હિંસા રહેલી છે તેવા ૧૫ કર્મદાનના ધંધાથી શ્રાવક દૂર રહે છે. શ્રાવકનાં ૧૨ વ્રતો (પાંચ અણુવ્રત, ૩ ગુણવ્રત, ૪ શિક્ષાવ્રત) ૧. હિંસાનો ત્યાગ ૨. મૃષાવાદનો ત્યાગ (જૂઠું ન બોલવું) ૩. મોટી ચોરીનો ત્યાગ ૪, મોટકા અબ્રહ્મચર્યનો ત્યાગ (બ્રહ્મચર્ય પાલન અંગેનું વ્રત) ૫. પરિગ્રહની મર્યાદાનું વ્રત અન્ય પરંપરા અધ્યાત્મ મહાપુરુષોની વિચારધારા અને ચિંતનમાંથી પ્રેરણા લઈ અને કેટલાંક મંદિરો અને સ્વાધ્યાય કેન્દ્રો જૈનો દ્વારા ચલાવવામાં આવે છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ જે આત્મલક્ષી તત્ત્વજ્ઞાનનું સર્જન કર્યું તેની સ્વાધ્યાય પ્રવૃત્તિ વિવિધ સ્થળે શ્રીમદ્ રાજચંદ્ર મંદિરોમાં કરવામાં આવે છે. શ્રીમદ્જીએ રચેલ ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ મોક્ષમાળા તેમના પત્રો અને તેમની કાવ્યરચનાઓનો અને અન્ય સાહિત્યનો સ્વાધ્યાય કરવામાં આવે છે. સર્વધર્મ દર્શન ૩૬ સર્વધર્મ દર્શન Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મમાં -આઠ કર્મ- છ દ્રવ્ય અને આત્મા ૬. દિશાની મર્યાદાનું વ્રત ૭. ઉપભોગ - પરિભોગની મર્યાદાનું વ્રત ૮. અનાર્થદંડનો ત્યાગ ૯. સામયિક વ્રત ૧૦. પૌષધ કરવાનું વ્રત ૧૧. અતિથિ વ્રત - અતિથિ સત્કાર - સાધુસંતને ગોચરી ભિક્ષા વિ. દાન દેવાની ભાવનાનું વ્રત. જીવહિંસાયુક્ત સૌંદર્ય પ્રસાધનો, દવા, ઔષધ, સિલ્કનાં રેશમી વસ્ત્રો ન વાપરવાં. રાત્રીના ભોજન સમારંભો ન યોજવા, નૈતિક અધઃપતન થાય તેવી સી.ડી., ઇન્ટરનેટ, વેબ, વીડિયો ફિલ્મ ન જોવી, લગ્ન વગેરેમાં ફટાકડા, ફૂલો, જાહેર નૃત્ય વગેરેનો ત્યાગ શ્રાવકાચાર છે. સાત્ત્વિક આહાર લેનાર, માતાપિતાના પૂજક, પત્નીને સન્માનિત કરનાર, બાળકો અને આશ્રિતો પ્રતિ વાત્સલ્યભાવ, નોકરી પ્રતિ ઉદારતા, ગુરુઆજ્ઞાનું પાલક, વિવેક અને જતનાપૂર્વકનું આચરણ શ્રાવકાચારમાં અભિપ્રેત છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અશુભ યોગથી અને અઢાર પ્રકારના પાપ દ્વારા આઠ કર્મોથી આત્મા બંધાય છે. (૧) જ્ઞાનાવરણીય – જ્ઞાન ગુણને આવરે (૨) દર્શનાવરણીય - દર્શનશક્તિને આવરે (૩) વેદનીય - સુખના અનુભવ આડે આવે (૩) મોહનીય - અવળી સમજ (૫) આયુષ્ય - જન્મ અને મૃત્યુ આ કર્મનું ફળ છે. (૬) જાતિ - જાતિ સૌભાગ્ય રૂપ (૭) ગોત્ર કુળ (૮) અંતરાત્માની અનંત શક્તિને આ કર્મ આવરિત કરે છે. નવતત્ત્વ - (૧) જીવ આયુષ્યકર્મનો યોગે જીવે છે અને જીવશે તેને જીવ કહેવાય (૨) અજીવ દ્રવ્ય કે ભાવપ્રાણ ન હોય તે (૩) પુણ્ય – શુભ ઉદય (૪) પાપ – અશુભ ઉદય (૫) આશ્રવ - આત્મા પર આવતા શુભાશુભ કર્મોનો પ્રવાહ (૬) સંવર – શ્રવનો નિરોધ (૭) નિર્જરા પૂર્વબદ્ધ કર્મોનો તપશ્ચર્યા કે ભોગવટથી નાશ (૮) બંધ - કર્મયુગલનો જીવ સાથે સંબંધ (૯) મોલ – સર્વ કર્મોના નાશથી આત્મ સિદ્ધ બની સિદ્ધશીલા - દિગંત કે મોક્ષમાં બિરાજે છે. છ દ્રવ્ય ઃ (૧) જીવાસ્તિકાય એટલે જીવ (૨) ધર્માસ્તિકાય ગતિ સહાયક દ્રવ્ય (૩) અધર્માસ્તિકાય જીવ કે જડને સ્થિર થવામાં સહાય કરે તે (૪) આકાસ્તિકાય એટલે અવકાશ આપનાર (૫) પુદગલાસ્તિકાય સડન પડન અને ગલન જેનો સ્વભાવ છે તે. આત્મા : જૈન ધર્મ આત્મલક્ષી છે. તે આત્માને શુદ્ધ ચૈતન્ય રૂપ અજર અમર માને છે, પરંતુ કર્મના વળગણથી ભવભ્રમણ થાય છે. જૈન ધર્મના તપઃ જૈન ધર્મ તપને બહુ મહત્ત્વ આપે છે. ૧૨ પ્રકારના તપ છે. અનશન (ઉપવાસ) ઉણોદરી વગેરે છ બાહ્ય પ્રકારનાં તપ કહ્યાં છે. જે શરીરને સીધી રીતે સ્પર્શતા તપ છે, આત્માને સીધા સ્પર્શે તેવા વિનય, પ્રાયશ્ચિત વગેરે છ અત્યંતર તપ કહ્યાં છે. બાહ્યતા આત્યંતર શુદ્ધિનું નિમિત્ત છે અને બંને એકબીજાના પૂરક છે. અત્યંતર તપની પ્રેરણા દ્વારા ભગવાન મહાવીરે આંતરશુદ્ધિના ઉપાયને વિસ્તાર્યો છે. જૈન ધર્મના તપમાં વૈજ્ઞાનિક અભિગમ રહેલો છે. સાધુધર્મ અને સમાચારી સંસારત્યાગ કરી સંયમમાર્ગ દીક્ષા પ્રવજ્યા ગ્રહણ કરી સાધુજીવન પંચમહાવ્રત (સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય સ્વીકારે છે તેને સાધુધર્મ કે અણગારધર્મ કહે છે. જૈન ધર્મ સમતા અને ક્ષમાને પ્રધાનતા આપે છે એટલે જૈન સાધુને ક્ષમા શ્રમણ પણ કહે છે. સાધુઓને પાળવાના વિશિષ્ટ નિયમોને સમાચારી કહે છે. પાદવિહાર, રાત્રિભોજન ત્યાગ-સમયાંતરે કેશલુંચન કરવું. વિ. કઠિન નિયમો પાળે છે. જૈન સાધુ નિર્દોષ આહાર પાણી વહોરાવે (ભિક્ષા લે) તેને ગોચરી કહે છે, જેમ ગાય-ગૌચરનું ઘાસ થોડું થોડું ઉપરથી જ લે અને ઘાસના મૂળને લગીરે. નુકસાન ન પહોંચે તેમ જૈન સાધુ દરેક ઘટમાંથી થોડા થોડા આહાર પાણી ઔષધ વગેરે લે છે. નિયમ પ્રમાણે નિર્દોષ આહાર ન મળે તો ઉપવાસ કરી લે છે. સર્વધર્મ દર્શન ૩૭. ૩૮ સર્વધર્મ દર્શન Page #27 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર થયો છે. ગૌશાળા પાંજરાપોળના ક્ષેત્રમાં જૈનોનું મોટું યોગદાન છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોની રક્ષાને કારણે પાણી, માટી, વનસ્પતિ, હવા, અગ્નિનો વિવેક અને ઝયણાપૂર્વક ઉપયોગ કરી પર્યાવરણના સંતુલનમાં સહાય કરે છે. દાન : જૈન મંદિર કે તીર્થો ઉપરાંત, શિક્ષણ, તબીબી સહાય અને માનવતાનાં કાર્યોમાં જૈનોનું દાન નોંધપાત્ર છે. ન્યાયસંપન્ન વૈભવ : અહીં ન્યાયપૂર્ણ આજીવિકાને સાધનશુદ્ધિનો પવિત્ર વિચાર અભિપ્રેત છે. જૈન ધર્મોનાં પર્વો: ગુણસ્થાનકઃ સમ્યક પુરુષાર્થ દ્વારા જીવ ઘોર અજ્ઞાન અવસ્થામાંથી નીકળીને સ્વવિકાસની ઉચ્ચતમ અવસ્થાને પ્રાપ્ત કરે છે. જીવને નિકૃષ્ટ સ્થિતિ (મિથ્યાત્વ)થી પૂર્ણઅવસ્થા (અયોગી કેવળી) અવસ્થાને પહોંચવા માટે અનેક ક્રમિક અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે, આત્મવિકાસના આ વિવિધ તબક્કાઓને જૈન ધર્મ ગુણસ્થાનક એવું નામ આપે છે. આવા ૧૪ ગુણસ્થાનક (ગુણઠાણાં છે.) ભાવના (અનુપ્રેક્ષા): અનુપ્રેક્ષા એટલે અંતરદૃષ્ટિ પૂ. કાર્તિકેય સ્વામીએ વૈરાગ્યવર્ધક બાર ભાવનાઓ બતાવી છે. જેના ચિંતન, આંતરદર્શનથી. અધ્યાત્મ માર્ગને નવી દિશા મળે છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થભાવ એ ચાર પરભાવના છે. છ લેશ્યાઃ કૃષ્ણ, નીલ અને કપોત લેશ્યા એ અધર્મ લેગ્યામાં પ્રવૃત્તિ કરવાનું પરિણામ બતાવે છે. તેજો, પદ્મ અને શુક્લ વેશ્યા, આત્માને શુભ, શુભતર કે શુભતમ - શુદ્ધનું આચરણ કરવાનું પરિણામ બતાવે છે. સંશા કર્મોને કારણે જીવાત્મામાં વિવિધ મનોવૃત્તિઓ જન્મે છે, જેને જૈન પરિભાષામાં સંજ્ઞા કહે છે. કુલ ૧૦ સંજ્ઞા છે, જેમાં મુખ્ય ૪ છે. (૧) ખાવાની વૃત્તિ કે વિચાર આહાર સંજ્ઞા (૨) ડરની લાગણી ભયસંજ્ઞા (૩) જાતિયવૃત્તિ – વિચાર મૈથુનસંજ્ઞા (૪) માલિકીહકની વૃત્તિ વિચાર અને આસક્તિ તે પરિગ્રહ સંજ્ઞા છે. પ્રભાવનાઃ ઉપાશ્રય દેરાસરોમાં વ્યાખ્યાન, પૂજા, તપના પારણા, અનુષ્ઠાન કે કોઈ ધાર્મિક પ્રસંગે તેમાં ઉપસ્થિત રહેનારને પતાસા, શ્રીફળ, લાડુ, રોકડ નાણું, સોનું, ચાંદી, વાસણ, ઉપકરણ કે પુસ્તક ભેટ તરીકે અપાય તેને જૈન પ્રભાવના કહે છે. પ્રભાવનાનો આ શબ્દસ્થૂલ અર્થમાં રૂઢ થઈ ગયો છે. પરંતુ સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્ર્યરૂપી રત્નત્રયના પ્રભાવથી આત્માને રૂઢ કરવો તેનું નામ નિશ્ચય પ્રભાવના છે. સમક્તિઃ સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યેની શ્રદ્ધાને સમક્તિ કહેવાય. ત્રિરત્નઃ જ્ઞાન, દર્શન ને ચારિત્ર. આ ત્રિરત્ન મોક્ષમાર્ગના સાધન છે. જીવદયાઃ જૈનધર્મમાં અહિંસા, દયા ને કરુણાનો અવિભાજય અંગરૂપે પર્વોને બે શ્રેણીમાં વહેંચી શકાય. (૧) લૌકિક પર્વો (લોકપર્વો) (૨) લોકોત્તર પર્વો લૌકિક પર્વો મુખ્યત્વે ભોગ-ઉપભોગ અને આનંદપ્રમોદથી ઊજવાય જૈન ધર્મના તમામ પર્વો લોકોત્તર પર્વો છે. જે આત્મઊર્ધ્વગમન લક્ષથી તપ ત્યાગની આરાધના અર્થે છે. પર્યુષણ પર્વ: પર્યુષણ એ પર્વોનો રાજા છે માટે તેને પર્વાધિરાજ એવું માનવાચક ઉપનામ આપવામાં આવેલ છે, ક્યારેક એક તિથિનો ફરક આવે એ સિવાય શ્વેતાંબરો શ્રાવણ વદી -૧૩થી ભાદરવા સુદ-૫ એમ સ્થાનકવાસી, તેરાપંથી અને મૂર્તિપૂજક જૈનો પર્યુષણ ઊજવે છે ત્યાર પછી દિગંબર - દસલક્ષણા પર્વરૂપે ઊજવે છે. પર્યુષણના અંતિમ દિવસને સંવત્સરી રૂપે ઊજવે છે. આ શાશ્વત પર્વના દિવસોમાં શ્રાવક-શ્રાવિકાઓ પ્રાર્થના વ્યાખ્યાન, વાંચણી, પ્રતિક્રમણ વગેરે આધ્યાત્મિક અનુષ્ઠાનો જપ-તપ-વ્રત-દાન અને શિયળનું ઉત્કૃષ્ટ આચરણ કરે છે. આયંબિલ ઓળી : જૈન ધર્મમાં ‘આયંબિલની ઓળી” એ વિશિષ્ટ શાશ્વતી લોકોત્તર પર્વની શૃંખલા સાંકળી છે. દર વર્ષે ચૈત્ર સુદ-૭ અને આસો સુદ ૭થી આયંબિલની ઓળી શરૂ થાય છે અને નવ દિવસે એટલે પૂનમના પૂરી થાય છે. આયંબિલ તપમાં ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ, સર્વધર્મ દર્શન ૪૦ સર્વધર્મ દર્શન Page #28 -------------------------------------------------------------------------- ________________ પાંચ પરબી કે પર્વતિથિઓ ગણે છે. આ દિવસોમાં લીલોતરી, કંદમૂળ વગેરેનો ઉપયોગ ન કરવાનો, જપ-તપ કરવાનું બ્રહ્મચર્યનું પાલન કરવાનું વગેરે આરાધનાનો વિશેષ પુરુષાર્થ કરે છે. સામાન્ય રીતે આ દિવસોમાં આયુષ્યકર્મનો બંધ પડવાની વિશેષતઃ સંભાવના હોય છે તેથી તે પર્વતિથિઓમાં તપ-ત્યાગ કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. વિશ્વના મુખ્ય ધર્મો ધર્મગ્રંથ સાકર, મિષ્ટાન, શાકભાજી, ફળો તથા મસાલા વિનાનો રસ વગરનો શુષ્ક આહાર માત્ર એક વાર લેવાનો હોય છે. બાકીના ભાગમાં ઉકાળીને ઠારેલ પાણી તે પણ સૂર્યાસ્ત સુધી જ લેવાનું હોય છે. આ તપમાં એક ગર્ભિત સિદ્ધાંત અભિપ્રેત છે. ‘ખાવા” માટે જીવવાનું નથી પરંતુ જીવવા માટે ખાવાનું હોય છે. આ સ્વાદ-વિજયની આરાધના માટેનું તપ છે. તીર્થકરોના કલ્યાણકો : ચ્યવન કલ્યાણક એટલે તીર્થકર ભગવાન ગર્ભમાં આવે તે જન્મકલ્યાણ એટલે જન્મદિવસ, દીક્ષા કલ્યાણક એટલે તીર્થકર ભગવાનનો દીક્ષા દિવસ, કૈવલ્ય કલ્યાણક એટલે ભગવાનને કેવલજ્ઞાનની, પ્રાપ્તિ થાય તે દિવસ અને નિર્વાણ કલ્યાણક એટલે તીર્થકર ભગવાનનો આત્મા આઠે કર્મનો ક્ષય કરી નિર્વાણ પામી સિદ્ધશીલા પર સ્થિર થઈ સિદ્ધત્વને પામે તે દિવસ. આ દિવસોને જૈનો કલ્યાણકોરૂપે ઊજવે છે, કારણ કે આ પર્વો માનવી માટે કલ્યાણકારી પ્રેરણા આપે છે. અક્ષયતૃતીયા: પૂર્વેના કર્મોદય સૂઝતો આહાર ન મળવાથી આદિનાથ, ઋષભદેવને ફાગણ વદ-આઠમે સંયમ સ્વીકાર્યો ત્યારથી ૪૦૦ દિવસ બાદ વૈશાખ સુદ-ત્રીજે પ્રભુનું ઈશુરસ દ્વારા પારણું થયું. આ અક્ષય તૃતીયાના દિવસે વર્ષીતપના તપસ્વીઓ પારણું કરે છે અને આ તપની અનુમોદનાના ઉત્સવરૂપે ઊજવાય છે. દિવાળી : દિવાળીને ભગવાન મહાવીર નિર્વાણ ઉત્સવરૂપે જૈનો ઊજવે છે. આ દિવસોમાં ઉલ્લાસભાવે દાન આપી લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવવાની ભાવના અભિપ્રેત છે. આઠ કર્મોથી મુક્ત થઈ ભગવાન મહાવીરની આત્મજયોત પરમાત્મા પ્રકાશમાં વિલીન થઈ ગઈ તે દિવસને શ્રાવકો છ8 પોષધ વ. તપ અને જપ દ્વારા ઊજવે છે. - નૂતન વર્ષનું ગૌતમ સ્વામીના કેવળ જ્ઞાનની સ્મૃતિરૂપ ગૌત્તમ પ્રતિપદારૂપે સ્વાગત કરે છે. લાભપંચમીને જ્ઞાનની આરાધનાનું જ્ઞાનપંચમી પર્વ ગણે છે. પર્વતિથિઓ : જે શ્રાવકો સંપૂર્ણ શ્રાવકાચારનું પાલન ન કરી શકે. બીજ, પાંચમ, આઠમ, અગિયારસ પર્વ તિથિ કરે, ચૌદશ (પૂનમ, અમાસ) બૌદ્ધ સ્થાપકપ્રવર્તક જૈન ભગવાન મહાવીર ખ્રિસ્તી ઈસુ ખ્રિસ્ત ગૌતમ બુદ્ધ સનાતન ઇસ્લામ મહંમદ પયગંબર શીખ ગુરુ નાનક પારસી અષો જરથુષ્ટ્ર કોફ્યુશિયસ કોમ્યુશિયસ તાઓ લાઓત્રે શિન્તો અનાદિધર્મ યહૂદી (હિબ્રુ) મહાત્મા મોમીઝા કલ્પસૂત્ર બાઇબલ ત્રિપિટક ભગવદ્ગીતા કુરાન ગ્રંથસાહેબ અવસ્થા ક્લાસિક્સ કો-જી-કી અને નીહોન-ગી જૂનો કરાર સનાતન હિંદુ ધર્મના પ્રવર્તકો શ્રીરામ, શ્રીકૃષ્ણ, શંકરાચાર્ય વગેરે અનેક મહાપુરુષો થયા. સર્વધર્મ દર્શન ૪૧ ૪૨ સર્વધર્મ દર્શન Page #29 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બુદ્ધ (બૌદ્ધદર્શન BHAGWAN BUDDHA (BAUDDH DARSHAN) Page #30 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ બુદ્ધનું જીવન: બૌદ્ધ ધર્મ ભારતની ભૂમિમાં જન્મીને વિશ્વના અનેક દેશમાં પ્રચાર અને પ્રસાર પામી સ્થિર થયેલ બૌદ્ધ ધર્મ અનેક દૃષ્ટિએ અજોડ ધર્મ છે. આજથી આશરે ર૬૦૦ વર્ષ પહેલાં આ ધર્મનો ભારતમાં ઉદય થયો. ઈશુ પૂર્વે છઠ્ઠી શતાબ્દીની આ ધર્મ, ભારતવર્ષમાં નહીં પણ વિશ્વના અનેક દેશમાં આજે ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એ સમયે વૈદિક ક્રિયાકાંડ વધી ગયા હતા. સ્વર્ગ મેળવવા માટે યજ્ઞ કરવામાં આવતા અને યજ્ઞમાં પશુઓને હોમતા. આધ્યાત્મિકતા દૃષ્ટિગોચર થતી ન હતી, માનવ માનવ વચ્ચે અસહ્ય ભેદભાવ હતા. માણસ જન્મથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર ગણાતો, શૂદ્ર વર્ગને સમાજમાં આદર ને હતો. તેને વેદ વાંચવાનો અધિકાર ન હતો. ધાર્મિક ક્રિયાઓમાં તેને સ્થાન ન હતું. સ્ત્રીઓની દશા પણ બહુ દયનીય હતી. આ પરિસ્થિતિમાં આધ્યાત્મિક નવચેતના અને વિચારક્રાંતિ ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ધ લાવી દીધી. ‘બુદ્ધ એટલે બોધ પામેલા, જાગેલા, જ્ઞાની. આ સંસારમાં અજ્ઞાની જન સૌ સૂતેલા સમજવા, માત્ર જ્ઞાની જ જાગતા છે. માનવજાતિના આધ્યાત્મિક ઇતિહાસમાં જે મહાન વ્યક્તિઓ થઈ ગઈ તેમાંથી એક ગૌતમ બુદ્ધ છે. જગતના વિરલ પુરુષોમાં તેમની ગણના થાય છે. ઈ.સ. પૂર્વે પ૬૩માં નેપાળ-ભારતની સરહદે આવેલ લુમ્બિની નામના ગામમાં બુદ્ધનો વૈશાખી પૂર્ણિમાને દિવસે જન્મ થયો. બાળકના જન્મ પછી સાતમા દિવસે માયાદેવી માતાનું અવસાન થતાં પ્રજાપતિ ગૌતમીએ તેમનો ઉછેર કર્યો. ઋષિએ ભવિષ્ય ભાખ્યું હતું કે દીકરો મહાન થશે, જગતનો ઉદ્ધારક થશે. કિશોરાવસ્થાથી ગૌતમ સર્વ જીવો પ્રત્યે મૈત્રીની ભાવના કરતા અને વૃક્ષની શીતળ છાયામાં ધ્યાન ધરતા. મનમાં એક પણ કુવિચારને પ્રવેશવા દેતા નહીં. તેમનો યૌવનકાળ અમનચમનમાં પસાર થયો. તેઓ અત્યંત સુકુમાર હતા. તેમને રહેવા માટે, તેમના પિતાએ ત્રણ ઋતુઓમાં ત્રણ જુદા જુદા મહેલો બંધાવ્યા હતા. ચોમાસામાં મહેલ બહાર પગ પણ મૂકતા નહીં. એમનું લગ્ન યશોધરા સાથે થયું હતું અને તેઓને રાહુલ નામે એક પુત્ર હતો. પરંતુ ગૌતમના સુકુમાર ચિત્તને, સંસારના દુઃખો દુઃખી કરી દેતા હતા. માણસજાતને વેઠવાં પડતાં ઘડપણ, રોગ અને મૃત્યુના દુ:ખના વિચારો તેમને સતત પીડતા હતા. તૃષ્ણા અને અસંતોષથી ઝઘડતા લોકોને જોઈને તેમને સંસારમાં નિર્ભયસ્થાન દુર્લભ જણાયું. નિર્ભયસ્થાન અને દુઃખમુક્તિનો માર્ગ શોધવાની તેમને ઇચ્છા જાગી. સર્વ-સંગનો ત્યાગ કરીને ફરતા પરિવ્રાજકોના નિર્ભય અને આનંદિત ચહેરા જોઈ તેમને લાગતું હતું કે આ લોકો પાસે દુ:ખમુક્તિનો ઉપાય હોવો જોઈએ. વૈરાગ્યના પ્રસંગો – ખાસ કરીને નગરપ્રવાસ દરમિયાન તેમણે વૃદ્ધ, રોગી, શબ તથા પરિવ્રાજક જોયાં અને જાણ્યું કે આ બધી સ્થિતિ જીવમાત્રની છે. આ સ્થિતિમાંથી મુક્ત થવાનો ઉપાય શોધવો જોઈએ એવું તેમને લાગ્યું. દુઃખમુક્તિના ઉપાયની શોધ માટે તેમણે ગૃહત્યાગનો નિશ્ચય કર્યો. પિતા શુદ્ધોધન અને માતા મહાપ્રજાપતિ ગૌતમીને તેમણે પોતાનો નિર્ણય જણાવ્યો, પરંતુ ગૌતમ ૨૯ વર્ષની ભરયુવાનવયે ઘર છોડી ચાલી નીકળ્યા. પ્રવજયા લઈ તેઓ આલારકાલામના આશ્રમે ગયા. આલારકાલામે સર્વધર્મ દર્શન ૪૪ સર્વધર્મ દર્શન Page #31 -------------------------------------------------------------------------- ________________ તેમને ધ્યાનની સાત ભૂમિકાઓ શીખવી, રુદ્રકે તેમણે ધ્યાનની આઠમી ભૂમિકા શીખવી. પરંતુ હજી તેમણે સંપૂર્ણ દુઃખમુક્તિનો ઉપાય મળ્યો ન હતો. પરમ શાન્તિની એમની ઝંખના પૂર્ણ થઈ ન હતી. રાજગૃહી જઈને તેમને શ્રમણોની તપશ્ચર્યા નિહાળી. તપથી પરમશાંતિ મેળવવાનો તેમણે નિશ્ચય કર્યો. તપ કરવા માટે યોગ્ય સ્થાન શોધતાં શોધતાં તે ઉરવેલા પહોંચ્યા. તપ-ઉગ્ર તપ કર્યું પરંતુ શાંતિ ન મળી, તપથી ચિત્તના મળો દૂર ન થતાં ફરીથી તેઓ ધ્યાનમાર્ગે વળ્યા. કામ, દ્વેષ અને હિંસાનો નાશ કરવા અને નિષ્કામના, મૈત્રી અને અહિંસાનો વિકાસ કરવા ગૌતમે દૃઢ પ્રયત્નો કરવા માંડ્યા. નિર્ભયતા કેળવવાનો પણ પુરુષાર્થ આરંભ્યો. તેઓએ સતત જાગ્રત રહીને - ધ્યાન કરીને ચિત્તની બધી દુવ્રુત્તિઓ અને કુવાસનાઓનો નાશ કરવા માંડ્યો. – વૈશાખી પૂર્ણિમાને દિવસે આ યુદ્ધમાં તેઓનો વિજય થયો. ચિત્ત નિર્મળ થયું. ગૌતમને પરમજ્ઞાન થયું. (સંબોધિ). તે બુદ્ધ થયા. તેમને પરમશાંતિનો લાભ થયો. સંબોધિની પ્રાપ્તિ પછી ગૌતમને લાગ્યું કે એમણે શોધેલો માર્ગ લોકપ્રવાહથી ઊલટો જનારો છે, ગંભીર છે, સૂક્ષ્મ છે, તેને અજ્ઞાની અને કામાસક્ત લોકો સમજી શકે નહીં, તેનો ઉપદેશ લોકોને આપવો વ્યર્થ છે, તેથી તરત જ તેમનામાં કરુણા, મૈત્રી, મુદિતા અને ઉપેક્ષાની ભાવનાઓ જાગી. લોકોને દુઃખથી પીડાતા જોઈ કરુણા જાગી અને તેમણે દુઃખમુક્ત થવાનો માર્ગ દર્શાવવાનો સંકલ્પ કર્યો. પોતે શોધેલા દુઃખમુક્તિના માર્ગનો લોકકલ્યાણ માટે ઉપદેશ આપવાનો તેમણે નિશ્ચય કર્યો. ‘ધર્મચક્ર પ્રવર્તન’ શરૂ થયું. સંબોધિલાભ પછી ૮૦ વર્ષના આયુષ્ય સુધી બુદ્ધ કોશલ, મગધ અને એમનાં પડોશી ગણરાજ્યોમાં સદ્ધર્મનો પ્રચાર કરતા રહ્યા. સામાન્ય જનોથી આરંભી રાજા બિબિસાર તથા કોશલરાજ પ્રસેનજિત આદિ ઉપર બુદ્ધના, ઉપદેશનો મહાન પ્રભાવ પડ્યો. બુદ્ધ કેવળ ઊઁચ વર્ગના લોકોને ધર્મબોધ કરતા ન હતા. તેમણે અનેક હીનજાતિના લોકોને પણ ઉપદેશ કર્યો હતો. તેમનો ધર્મ બધા જ લોકોને માટે હતો. સદ્ધર્મ ગ્રહણ કરવાનો અને સંઘમાં પ્રવેશી સાધના કરવાનો સર્વધર્મ દર્શન ૪૫ સૌને સરખો અધિકાર છે એવું બુદ્ધ માનતા હતા. બુદ્ધ બુદ્ધિવાદી હતા. તેમણે લોકોને વ્યક્તિને શરણે નહીં પણ યુક્તિને અર્થાત્ બુદ્ધિને શરણે જવાનું કહ્યું છે. ૮૦ વર્ષે જીવનની અંતિમ ક્ષણે તેમણે ભિક્ષુઓને કહ્યું, ‘હે ભિક્ષુઓ ! ધર્મ જ તમારો ગુરુ, બીજો કોઈ ગુરુ નથી. બધી વસ્તુઓ નાશવંત છે. અપ્રમાદી બની દુઃખમુક્તિના ધ્યેય ભણી આગળ વધો. આ માર્મિક વચનો સાથે વૈશાખી પૂર્ણિમાએ એક મહાજ્યોતિ ક્ષર દેહ છોડી ગઈ. કરુણાસાગર બુદ્ધે માનવજાત ઉપર મહાન ઉપકાર કર્યો છે. ન ધર્મગ્રંથો – શાસ્ત્રો: ત્રિપિટક દિ સંબોધિની પ્રાપ્તિથી આરંભીને મૃત્યુપર્યંત બુદ્ધે આપેલા ઉપદેશનો સંગ્રહ ત્રિપિટક ગ્રંથોમાં છે. તેમના નિર્વાણ પછી લાંબા સમયે જે ગ્રંથો સંકલિત થયા તેમાંથી તેમના ઉપદેશ વિશે જાણવા મળે છે. પિટક એટલે પેટી; ટોપલી. નિયમોની ત્રણ ટોપલીઓ કે પેટી, અર્થાત્ ત્રિપિટક. આ ત્રિપિટકને ત્રિવિધ આગમ અથવા ‘ધાર્મિક લખાણોનું બાઇબલ' કહેવામાં આવે છે. (૧) વિનય પિટક (૨) સુત્ત (સૂત્ર) પિટક (૩) અભિધમ્મ (ધર્મ) પિટક, આ ત્રણેયની સંક્ષેપમાં વિગત નીચે મુજબ છે : (૧) વિનય પિટક : બૌદ્ધ સદાચારને લગતા નિયમો આમાં સંગ્રહાયેલા છે. બૌદ્ધ ભિક્ષુ સંઘના નિયમો, ઉપરાંત પ્રાયશ્ચિતનું સ્વરૂપ, નાનાં મોટાં પાપ નિવારના ઉપાયો તથા દોષોમાંથી છૂટવાના ઉપાયોનું નિરૂપણ મળી આવે છે. (૨) સુત્ત પિટક : બૌદ્ધ કથાઓ અને વાર્તાઓનો એમાં સમાવેશ થયો છે. બુદ્ધનાં પોતાનાં વચનોનો એમાં સંગ્રહ થયો છે એમ મનાય છે. બૌદ્ધ ધર્મ તથા તત્ત્વજ્ઞાનને લગતા સિદ્ધાંતો તેમાં મળી આવે છે. આ પિટકના પાંચ મુખ્ય વિભાગો છે. તત્કાલીન ભારતવર્ષની ધાર્મિક તથા સામાજિક પરિસ્થિતિનું આલેખન પણ આમાંથી મળી આવે છે. (૩) અભિધમ્મ પિટક : સાત પેટા વિભાગોમાં વિભક્ત આ ગ્રંથમાં બૌદ્ધ સિદ્ધાંતોનું પાંડિત્યપૂર્ણ, તાત્ત્વિક અને સૂક્ષ્મ-વિગતપ્રચુર વર્ણન મળી આવે છે. ** સર્વધર્મ દર્શન Page #32 -------------------------------------------------------------------------- ________________ આ ત્રિપિટક ઉપરાંત મહાવર્ત (મહાવર્ગા), સદ્ધર્મ પુંડરિક, લલિતવિસ્તર, મિલિન્દપન્હો, વિશુદ્ધ મગ, ધમ્મપદ, બુદ્ધચરિત વગેરે ગ્રંથો મળી આવે છે. તથાગત બુદ્ધનો ઉપદેશ : બુદ્ધનો સમગ્ર ઉપદેશ તો મહાસાગર જેટલો વિસ્તૃત અને ગંભીર છે. અહીં તો તેમાંના કેટલાક મહત્ત્વનાં બિંદુઓ દર્શાવવાનો આશય છે. જે કોઈ વ્યક્તિ ભલે ગમે તે કોઈ પણ જાતિ કે ધર્મની હોય, છ નિયમોનું પાલન કરતી હોય એને ઉપાસક ગણું છું. આ રહ્યા તે છ નિયમો (૧) ત્રિશરણ : ઉપાસકે બુદ્ધ, ધર્મ અને સંઘને શરણે જવું આવશ્યક છે. (૨) પંચશીલ : ઉપાસકે પાંચ શીલનું પાલન કરવું જોઈએ (૧) હિંસા ન કરવી (૨) ચોરી ન કરવી (૩) વ્યભિચાર ન કરવો (૪) અસત્ય ન બોલવું (૫) માદક પદાર્થોનું સેવન ન કરવું. (૩) શ્રદ્ધા : ઉપાસકે બુદ્ધને તત્ત્વજ્ઞ, સર્વશ્રેષ્ઠ ગુરુ, પથદર્શક અને સમ્યક્ સંબુદ્ધ માની એમાં દૃઢ શ્રદ્ધા રાખવી જોઈએ. (૪) દાન : ઉપાસકે કૃપણતા ત્યાગી ઉદારતાપૂર્વક ધર્મકાર્યોમાં ધન વાપરવું જોઈએ અને યાચકોને દાન દેવા માટે સદા તત્પર રહેવું જોઈએ. (૫) પ્રજ્ઞા : ઉપાસકે પદાર્થોની ઉત્પત્તિ અને નાશને વિચારપૂર્વક સમજવા જોઈએ તેમજ દુઃખથી મુક્ત થવાના ઉપાયોને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. એણે લોભ, દ્વેષ, આળસ વગેરેનો ત્યાગ કરવો જોઈએ. (૬) શ્વેત : ઉપાસકે ધાર્મિક પ્રવચનોને ધ્યાનપૂર્વક સાંભળવા જોઈએ અને સાંભળ્યા પછી તેના પર મનન કરવું જોઈએ. જે સાધક પોતાની સાધનામાં વધુ ઊંડો જવા માગતો હોય તેણે પાંચ શીલ ઉપરાંત ત્રણ શીલોનું પાલન કરવું જોઈએ. આ ત્રણ શીલ છે : (૧) રાત્રે ભોજન ન કરવું (૨) માળા અને સુગંધિત પદાર્થો અત્તર આદિનું સેવન ન કરવું (૩) ધરતી પર સાધારણ પથારી પાથરી સૂવું જોઈએ. સર્વધર્મ દર્શન ૪૭ આ સિવાય, ઉપાસકે શસ્ત્રો, પ્રાણીઓ, માંસ, મદિરા અને વિષનો વેપાર ન કરવો જોઈએ. તેવો ખોટાં તોલમાપનો ઉપયોગ ન કરવો જોઈએ. લાંચરુશવત, કુટિલતા જેવી રીતોથી તેણે આજીવિકા પ્રાપ્ત ન કરવી જોઈએ. ગૌતમ બુદ્ધનો સંદેશ ક્રાંતિકારી છે. એમણે જીવન ફિલસૂફી આપી છે, પણ વ્યવસ્થિત તત્ત્વજ્ઞાન આપવાનો પ્રયાસ કર્યો નથી. આ જગત અનંત છે કે સાન્ત છે, અનાદિ છે કે આદિ છે વગેરે ચર્ચામાં તેઓ ઊતરતા જ નહીં, કશો જવાબ આપતા નહીં. ચાર આર્ય સત્યો : દેશ, કાળ કે જાતિના મર્યાદિત બંધનથી પર થઈ આધ્યાત્મિક સાધનો કરતો પુરુષ તે આર્ય અને તેને જે વફાદારીથી અનુસારે તે આર્યસત્ય (૧) દુઃખ છે (૨) દુઃખનું મૂળ છે (૩) દુઃખનો નિરોધ શક્ય છે (૪) દુ:ખનિરોધનો ઉપાય પણ છે. ભિક્ષુએ આ ચાર આર્ય સત્યોનું મનન- ધ્યાન કરવું જોઈએ. પ્રત્યેક આર્યસત્યની વિગત. (૧) દુ:ખ છે. જગતના પદાર્થો અનિત્ય છે, દુઃખમય છે. વિષયોને ભોગવતી વખતે લાગતું સુખ પરિણામે દુઃખ જ છે, જન્મ, જરા, અને મૃત્યુ, પ્રિયનો વિયોગ, અપ્રિયનો સંયોગ દુ:ખ છે. ધનના ઉપાર્જનમાં, રક્ષણમાં અને વ્યયમાં પણ દુઃખ છે. લોકો દુઃખ દાવાનળમાં બળી રહ્યા છે, સંસારમાં સુખ છે જ નહીં. આવાગમનનું ચક્ર સતત ફરતું રહે છે, તેમાંથી છૂટવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. (૨) દુઃખનું મૂળ છે. દુઃખનું મૂળ કે કારણ તૃષ્ણા છે. તૃષ્ણા જ સંસાર દાવાનળમાં પ્રાણીઓને હોમે છે. તૃષ્ણા જ દુઃખરૂપ વિષયભોગ તરફ પ્રાણીઓને વાળે છે. વિષયભોગથી તૃષ્ણા વધે છે. તૃષ્ણાથી ચિત્ત વ્યગ્ર રહે છે. તૃષ્ણા જ ખરું બંધન છે. (૩) દુઃખનો નિરોધ શચ છે. તૃષ્ણાના ક્ષયથી જ દુઃખનો નાશ સંભવે છે. તૃષ્ણાનો નાશ થતાં જ ચિત્તની વ્યગ્રતા દૂર થાય છે. (૪) દુઃખના નિરોધનો ઉપાય છે. દુઃખને દૂર કરવું હોય તો તૃષ્ણાનો નાશ કરવો જોઈએ. તૃષ્ણાનો નાશ કરવા માટે ‘આર્ય અષ્ટાંગિક માર્ગ’ અપનાવવો જોઈએ. ૪૮ સર્વધર્મ દર્શન Page #33 -------------------------------------------------------------------------- ________________ આર્ય અષ્ટાંગિક માર્ગ: મધ્યમ પ્રતિપદ ગૌતમ બુદ્ધને મતે આત્મનિયમનનો જે માર્ગ માણસને ઇચ્છિત ધ્યેય સુધી પહોંચાડે છે તે અષ્ટવિધ છે. દુ:ખનો સમૂળ નાશ કરનારો સચોટ અને યોગ્ય માર્ગ છે. આ માર્ગ જ માણસને બોધિ અને નિર્વાણ ભણી લઈ જનાર છે. આ કલ્યાણનો માર્ગ છે, અમૃતનો માર્ગ છે. કામભોગ અને વિકાસનો માર્ગ ગ્રામ્ય, અશિષ્ટ અને હીન છે. ઘોર તપ અને કાયક્લેશનો માર્ગ દુ:ખમય અને ક્લેશકર છે, તે બેની વચ્ચેનો તથાગત બુદ્ધે ઉપદેશ આપ્યો છે. આ આર્ય અષ્ટાંગ માર્ગ – મધ્યમમાર્ગ છે. (૧) સમ્યક્ દષ્ટિ (૨) સમ્યક સંકલ્પ (૩) સમ્યક વાણી (૪) સમ્યકુ કર્મ (૫) સમ્યફ આજીવ (6) સમ્યફ વ્યાયામ (૭) સમ્યફ સ્મૃતિ (૮) સમ્યફ સમાધિ. આ આઠમાંથી પ્રથમ બે = પ્રજ્ઞા. ૩, ૪, ૫. = શીલ, ૬, ૭, ૮ = સમાધિ. શ્રીવસ્તીમાં ઉગ્રરાજાને ઉદ્દેશી બુદ્ધે કહ્યું, ‘શ્રદ્ધા, શીલ, સમાધિ, લજજા, શ્રત, ત્યાગ અને પ્રજ્ઞા જ ખરું ધન છે, તે અગ્નિ કે જળથી નાશ પામતું નથી. તેને રાજા હરી શકતો નથી, ચોર ચોરી શકતો નથી કે સગાંવહાલાં એ પડાવી શકતાં નથી.” - આ રીતે શીલ બૌદ્ધ ધર્મનો પાયો છે. સર્વ કુકર્મોથી વિરક્તિ જ શીલ છે. સારા ભાવમાં ચિત્તને એકાગ્ર કરવું એ સમાધિ છે. સમાધિ બૌદ્ધ ધર્મનો મધ્ય છે. પ્રજ્ઞામાં બૌદ્ધ ધર્મનું પર્યવસાય છે. પ્રજ્ઞા ઇષ્ટ-અનિષ્ટમાં સમભાવ પેદા કરે છે. રતિ-અરતિ, જય-પરાજય, રાગદ્વેષ, પાપ-પુણ્ય વગેરે કંકોથી પ્રજ્ઞાવાન પર થઈ જાય છે. પ્રજ્ઞાવાન ધર્મથી પણ પર થાય છે, ધર્મ તરાપા જેવા છે. તે ભવસાગર તરી જવા માટે છે, તરી ગયા પછી કાંધે ઉપાડી ફરવા માટે નથી. આ ત્રણને શિક્ષાત્રય કહેવામાં આવે છે. શીલશિક્ષા, સમાધિશિક્ષા અને પ્રજ્ઞાશિક્ષા વિશુદ્ધિનો માર્ગ છે. આ ત્રિશિક્ષા તૃષ્ણાયનો ઉપાય છે. આ ઉપરાંત, ભિક્ષુનાં દશ શીલ ગણાવ્યાં છે. ભિક્ષુએ દશ પાપકર્મો કરતાં અટકવાનું છે. દશ શીલઃ ભિક્ષુએ દશ પાપકર્મો કરતાં અટકવાનું છે. દશ વિરતિઓ આ પ્રમાણે છે : (૧) હિંસા ન કરવી (૨) અસત્ય ન બોલવું (૩) ચોરી ન કરવી (૪) વ્યભિચાર ન કરવો (૫) માદક પદાર્થોનું સેવન ન કરવું (દ) કવેળા ભોજન ન કરવું (૭) માલા-અત્તરનો ઉપયોગ ન કરવો (૮) નાચગાન સર્વધર્મ દર્શન દેખવાં - સાંભળવાં નહીં, (૯) સુવર્ણ-જતનો સ્વીકાર ન કરવો (૧૦) કીમતી શયા-આસનનો ઉપયોગ ન કરવો. આ શીલો કેવળ નિષેધાત્મક નથી પરંતુ વિધેયાત્મક પણ છે. અહિંસાનો અર્થ હિંસા ન કરવી એટલો જ નથી પણ કરુણા, મૈત્રી, મુદિતા અને ઉપેક્ષાની ભાવનાનો વિકાસ કરી તેને અનુરૂપ આચરણ કરવું તે પણ છે. ચાર બ્રહ્મવિહાર : સમાધિમાં કુલ ચાલીસ સાધનો ગણાવતાં આ ચાર બ્રહ્મવિહારની ચર્ચા પણ મળે છે. મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા આ ચાર ભાવનાઓ જ ચાર બ્રહ્મવિહાર છે. આ ચાર ચિત્તની સર્વોત્કૃષ્ટ અને દિવ્ય અવસ્થાઓ છે. આ ચાર ભાવના ચિત્તવિશુદ્ધિના ઉત્તમ ઉપાય છે. જીવો પ્રત્યે કેવો વ્યવહાર કરવો જોઈએ એ પણ આ ચાર બ્રહ્મવિહાર દર્શાવે છે. જે ચાર બ્રહ્મવિહારની ભાવના કરે છે તે બધા જીવોના હિત-સુખની કામના કરે છે, બીજાનાં દુ:ખોને દૂર કરવા પ્રયત્ન કરે છે. પોતાનાથી ચડિયાતી વ્યક્તિને જોઈ પ્રસન્ન થાય છે અને બધા જીવો પ્રત્યે સમભાવ રાખે છે. પરહિતના સાધક આ ચાર બ્રહ્મવિહારી છે. તેઓ એક તરફ સાધકને આધ્યાત્મિક વિકાસ તરફ દોરી જાય છે તો બીજી તરફ સામાજિક હિતસુખ પણ સાધી આપે છે. વ્યક્તિના કલ્યાણની સાથે સાથે સમાજના કલ્યાણના પોષક આ બહ્મવિહારો છે. બૌદ્ધ ભિક્ષુઓઃ ભગવાન બુદ્ધના શાસનમાં ગુરુનું રૂપ કલ્યાણમિત્રનું છે. એનું મુખ્ય કાર્ય છે - પથપ્રદર્શન. શાક્ય મુનિના શિષ્યોએ પોતાના બળે જ ચાલવાનું છે અને પોતાના બળ ઉપર જ નિર્ભર રહેવાનું છે. તેથી એમને આત્મદીપ ધર્મ જ એમની સહાયક અને નિયામક છે. તેથી જ ધર્મને યાન અથવા માર્ગ કહ્યો છે. ધર્મ જ બુદ્ધની વાસ્તવિક કાયા છે. ધર્મને દેખવો એ બુદ્ધને દેખવા બરાબર છે. તેથી જ બુદ્ધે પોતાની પછી સંઘનું નેતૃત્વ કોઈ વ્યક્તિને ન સોંપ્યું. પણ સંઘમાં “ધર્મરાજય’ – ‘ગણરાજય’ સ્થાપ્યું. ભિક્ષુસંધમાં વર્ણભેદનિરપેક્ષતા હતી. જાતિભેદની ઉપેક્ષા છે. જન્મને બદલે કર્મને આધાર તરીકે સ્થાપી તેમણે સુધારાવાદી વિચાર વ્યક્ત કર્યા છે, એકાંતવાસ અને સહવાસ બંનેનો સ્વીકાર, ભિક્ષુઓ માટે બુદ્ધ દર્શાવ્યો છે. વિહારનું નિર્માણ થવા લાગ્યું. વિહારદાન એ સર્વમાં શ્રેષ્ઠ દાન છે, કારણ કે તેને લીધે ભિક્ષુની સમાધિમાં અંતરાયો આવતા નથી. સંગઠિત આવાસિક જીવનનો વિકાસ પ૦ સર્વધર્મ દર્શન Page #34 -------------------------------------------------------------------------- ________________ થયો - નિયમો પણ ઘડી આપ્યા. પ્રજ્યાના નિયમો, પરિવાસ, બાલદીક્ષા, વર્ષાવાસના નિયમો, રોજિંદો આચારધર્મ, દોષમુક્તિ, સ્ત્રી પ્રવ્રજ્યા વગેરેના નિયમો નોંધપાત્ર છે, સંઘવ્યવસ્થા જળવાઈ રહે અને સંધનો પ્રભાવ જનતા ઉપર પડે એ આશયથી વ્યવહારના યોગ્ય નિયમો ઘડવામાં આવ્યા હતા તેમાં શિક્ષા અને પ્રાયશ્ચિતને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે, તેથી ભિક્ષુસંસ્થા અને સંઘ સુર્દઢ થયો. બૌદ્ધ ધર્મના સંપ્રદાયોઃ બુદ્ધનો ઉપદેશ બુદ્ધના નિર્વાણ પછી લગભગ બે સદી પછી ગ્રંથસ્થ થયો અને તેમાં ઘણી વિસંગતિઓ પણ પ્રવેશી છે, વિવિધ મતભેદના નિવારણ માટે બૌદ્ધ સંઘની સભાઓ પણ બોલાવવામાં આવી હતી. ઈ.સ. પૂ. ૨૫૦માં પાટલીપુત્ર મુકામે સમ્રાટ અશોકે ત્રીજી સભા બોલાવી હતી. એ વખતે ૧૮ જેટલા બૌદ્ધ સંપ્રદાયો અસ્તિત્વ ધરાવતા હતા. આ વિભિન્ન સંપ્રદાયો પૈકી બે મુખ્ય સંપ્રદાયો છે. (૧) હીનયાન (૨) મહાયાન. હીનયાન : ‘યાન'એટલે માર્ગ અથવા સાધન અથવા વાહન. મૂળ પાલિ ભાષામાં ત્રિપિટકમાં જે ધર્મનો માર્ગ બતાવ્યો છે તે હીન યાને ‘નાનું થાન” કહેવાય છે. આ સંપ્રદાયના બૌદ્ધો ‘ત્રિપિટક સિવાયના ગ્રંથોને માન્ય રાખતા નથી, આ પંથમાં બુદ્ધને મહામાનવ ગણવામાં આવે છે, પરંતુ તેમને ઈશ્વર ગણીને પૂજવામાં આવતા નથી. બુદ્ધના અવશેષો પર સ્તૂપો રચીને તેની પૂજા થાય છે. નિર્વાણપ્રાપ્તિ માટે વ્યક્તિએ પોતે જ પ્રયત્ન કરવાનો છે એવું હીનયાનીઓ માને છે, આ સંપ્રદાયમાં સ્વ-પ્રયત્ન અને કડક નિયમપાલન પર ભાર મૂકવામાં આવે છે. તેઓ સ્વાવલંબન પર - (આત્મદીપોભવ) - વિશેષ ભાર મૂકે છે. અહંતપદને તેઓ ચરમ લક્ષ્ય માને છે. સ્વાર્થસાધના - વૈયક્તિક મુક્તિ પર જોર છે. અનીશ્વરવાદી આ સંપ્રદાય પ્રાચીન બૌદ્ધ પરંપરાને ચુસ્તપણે વળગી રહેવામાં માનતો હોઈ રૂઢિવાદી છે. આદર્શની શુદ્ધતા સાથે સંબંધ ધરાવે છે, મઠ અને વિહારના આશ્રમજીવન પર વધુ ભાર મૂકે છે. મુખ્યત્વે સિલોન, બ્રહ્મદેશ અને સિયામમાં આ પંથના અનુયાયીઓ મળે છે. હીનયાન સમાધિમાર્ગ છે. મહાયાન : મહાયાન એટલે મોટું સાધન. જે બૌદ્ધ ધર્મનો આદર્શ બોધિસત્ત્વ છે તે મહાયાન છે, મહાયાનનું ધ્યેય સર્વમુક્તિ છે. મહાયાન સર્વાર્થસાધનામાં રસ ધરાવે છે. સર્વોદય છે. બુદ્ધિજીવન માયિક છે. આ સંપ્રદાયમાં બુદ્ધ લોકોત્તર છે. ભક્તિનું સ્થાન મહત્ત્વનું છે. મહાયાની સાધનામાં પારમિતાઓનું પ્રાધાન્ય છે. દાન આદિ ગુણોની પૂર્ણતા માટેની સાધના મુખ્ય છે. એકાંતવાસ આ પંથ સ્વીકારતો નથી. કલ્યાણ અને મુક્તિ માટે બુદ્ધની પ્રાર્થના, મહાયાનીઓ કરે છે, બુદ્ધ તેમને નિર્વાણ પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થતા હોઈ વ્યક્તિએ બહુ પ્રયત્ન કરવાની જરૂર નથી એવું માને છે. સ્વાવલંબન કરતાં બુદ્ધના અનુગ્રહ પર વધુ ભાર મૂકે છે. આત્માને સત્ય માને છે. બુદ્ધને ઉપાસ્ય માને છે. ઉદાર આદર્શ ધરાવે છે, પ્રગતિશીલ છે. સ્વસ્થ ઉદાર મતવાદી વલણ ધરાવનાર આ સંપ્રદાયના અનુયાયીઓ મુખ્યત્વે નેપાળ, તિબેટ, ચીન અને જાપાનમાં મળી આવે છે. વર્તમાનમાં બૌદ્ધદર્શનની ચાર શાખાઓ મળી આવે છે : (૧) વૈભાષિક (૨) સૌત્રાન્તિક - હીનયાન શાખામાંથી (૩) વિજ્ઞાનવાદી (૪) માધ્યમિક - એ બે મહાયાન શાખામાંથી ઊતરી આવેલ છે. બૌદ્ધતીર્થો તથાગત બુદ્ધના જીવન સાથે સંકળાયેલ મહત્ત્વનાં સ્થળો બૌદ્ધ ધર્મના દરેક અનુયાયીએ આ પવિત્ર-યાત્રાધામોની પોતાના આયુષ્યકાળ દરમિયાન એક વાર તો અવશ્ય યાત્રા કરવી જોઈએ. આ યાત્રાસ્થાનોની સંખ્યા કુલ ૮ (આઠ) છે. (૧) લુમ્બિની (૨) સારનાથ (૩) બોધગયા (૪) કુશીનારા (કુશીનગર) (૫) રાજગિર (૬) નાલંદા (૭) શ્રીવસ્તી (૮) વૈિશાલી. આ આઠ સ્થાનો ઉપરાંત, ઐતિહાસિક, કલાત્મક, આધ્યાત્મિક દૃષ્ટિએ જોવાલાયક સ્થળોમાં ભોપાલ પાસેનો સાંચીનો સ્તૂપ, ઔરંગાબાદ પાસેની અજંટા અને ઇલોરાની ગુફાઓ, લોનાવાલા પાસેની કાન્હેરી અને કાર્લાની ગુફાઓ અને મુંબઈ નજીક દરિયાકિનારે આવેલ એલિફન્ટાની ગુફાઓ મુખ્ય છે. વિદેશમાં અનેક પેગોડા - બુદ્ધમંદિરો જોવાલાયક છે. તહેવારોઃ વૈશાખી પૂર્ણિમા ભગવાન બુદ્ધની ત્રિવિધ જયંતીનો પાવન દિવસ છે – જન્મજયંતી, બોધિજયંતી, પરિનિર્વાણ જયંતી, જયંતી એટલે વિજય, વિજય બોધિનો છે, બોધિ જયંતીમાં જ જન્મજયંતી અને પરિનિર્વાણ જયંતીનું મૂળ સમાયેલું છે. એ વિજયે જ જન્મ-મૃત્યુની જયંતીઓને સાર્થક સર્વધર્મ દર્શન ૫૨ સર્વધર્મ દર્શન Page #35 -------------------------------------------------------------------------- ________________ બનાવી દીધી. સમ્યક સંબોધિને કારણે જ એમનો આ જન્મ અંતિમ જન્મ બની ગયો, મૃત્યુ પણ અંતિમ બની ગયું. આ અંતિમ જન્મ છે હવે પુનર્જન્મ નહીં થાય. જન્મ અને મૃત્યુ પર સહજ વિજય પ્રાપ્ત થઈ ગયો. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ વૈશાખી પૂર્ણિમાના એ પરમ પવિત્ર દિવસને શાનદાર રીતે ઊજવે છે. વિદેશમાં બૌદ્ધ ધર્મ: આશરે ૧૨મી શતાબ્દી પછી બૌદ્ધ ધર્મ, ભારતમાંથી પ્રાયઃ લુપ્ત થયો પરંતુ એ પહેલાં જ એણે પોતાનું મહત્ત્વપૂર્ણ સ્થાન વિદેશોમાં જમાવી દીધું હતું. વિદેશોમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવાનો યશ સમ્રાટ અશોકને ફાળે જાય છે. અશોકના આશ્રયે થયેલી ત્રીજી સંગીતિનું ફળ એ છે કે બૌદ્ધ ધર્મ ભારતની સીમા ઓળંગી. તેણે શ્રીલંકા, બર્મા, થાઇલેન્ડ, કંબોડિયા આદિ દક્ષિણ દેશોની અને નેપાલ, તિબેટ, ચીન અને કોરિયા, જાપાન આદિ ઉત્તર દેશની જનતાના હૃદય ઉપર સ્થાન જમાવ્યું. આજે પણ આ બધા દેશોમાં બૌદ્ધ ધર્મનો શાંત પ્રકાશ ફેલાયેલો છે અને કરોડો લોકોની પરમશાંતિનો માર્ગ દર્શાવવાનું પુણ્ય કાર્ય કરી રહેલ છે. વિશ્વની માનવજાતને શાંતિ, મૈત્રી, કરુણા, પ્રેમ, અહિંસા અને સમાનતાના ઉત્તમ આદર્શો આ ધર્મ સમજાવી રહેલ છે. અશોકે પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને સૌપ્રથમ બૌદ્ધ ધર્મના પ્રચારકાર્ય માટે શ્રીલંકા મોકલ્યા. લંકાથી એ ધર્મ બર્મા, થાઇલેન્ડ, કંબોડિયામાં ફેલાયો અને તે પછી તિબેટ, ચીન, કોરિયા, મંગોલીઆ, જાપાન વગેરેમાં પણ આ ધર્મને ખૂબ મહત્ત્વનું સ્થાન મળ્યું છે, મલ્યદ્વીપ, ઇન્ડોનેશિયા, વિયેતનામ, અફઘાનિસ્તાન, મધ્ય એશિયામાં, સોવિયેત તુર્કસ્તાન કોરિયા, જાવા, સુમાત્રા, બાલિ, બેબિલોનિયા અને મિસર વગેરે દેશોમાં પણ આ ધર્મનો પ્રભાવ પડ્યો છે. અભ્યાસીઓ એવું પણ દર્શાવે છે કે બૌદ્ધ ધર્મે પોતાનો પ્રભાવ ફક્ત પૂર્વના દેશો ઉપર નથી પાડ્યો, પાશ્ચાત્ય દેશો પર પણ એનો સારો એવો પ્રભાવ પડ્યો છે. જો બાઇબલનું સૂક્ષ્મ દૃષ્ટિએ અધ્યયન કરવામાં આવે તો સ્પષ્ટ ખાતરી થશે કે બુદ્ધ અને ઈશુના ઉપદેશમાં ઘણી સમાનતા છે. બૌદ્ધ ધર્મનું વિશ્વને પ્રદાનઃ વિશ્વની દાર્શનિક વિચારધારામાં અત્યંત ગૌરવવંતુ સ્થાન બૌદ્ધદર્શનનું છે. અન્ય ભારતીય દાર્શનિકોને એણે ઊંડું ચિંતન કરવા પ્રેર્યા તેથી ભારતીય દર્શનમાં ઊંડાણ અને સૂક્ષ્મતાનું આગમન થયું. | વિશુદ્ધ નૈતિકવાદના શાસ્તા હોવાને કારણે બુદ્ધ, જગતના વિચારકોમાં અનોખું સ્થાન ધરાવે છે. પોતાના માનવીય દૃષ્ટિકોણને કારણે તેઓ માનવનું શરણ બન્યાં છે. ‘કલ્યાણમાર્ગ’ની પ્રતિષ્ઠા કરનાર બુદ્ધ હતા. ચિંતન જગતના ઇતિહાસમાં બુદ્ધ એક પ્રકાશસ્તંભ છે. દેવતાઓના યુગનો અંત કરીને એમણે માનવયુગ પ્રવર્તાવ્યો. મનુષ્યને દેવતાઓની દાસતામાંથી મુક્ત કર્યો ને સ્વ-પ્રયત્નથી મુક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ પણ તેમણે દર્શાવ્યો. તેઓ સાચા સાધક હતા, એમના વિચાર તો મૌલિક હતા જ, એમનું વ્યક્તિત્વ પણ મૌલિક હતું. એમનું સાધનાસભર જીવન યુગોના યુગો સુધી માનવને પ્રેરણાનાં પીયૂષ પાશે. આ પ્રથમ ભારતીય ધર્મ હતો. જે વિશ્વધર્મનું રૂપ પામ્યો. વિશેષતઃ એશિયામાં એવી કોઈ પ્રાચીન ભાષા ભાગ્યે જ હશે જેમાં બૌદ્ધ ધાર્મિક ગ્રંથોના અનુવાદો ન થયા હોય, પોતપોતાની પ્રકૃતિને અનુકૂળ આવે તે રીતે ભિન્ન ભિન્ન દેશ અને જાતિના લોકોએ, આ ધર્મ અપનાવ્યો. બહુજનહિતાય, બહુજનસુખાયના આશયથી આ ધર્મનો પ્રચાર-પ્રસાર થયો છે, પૂર્ણ જનવાદી આ ધર્મ છે, એની અભિવ્યક્તિ પણ જનભાષામાં થઈ છે. વિશ્વના ઇતિહાસમાં વિદ્યાપ્રસાર અને જ્ઞાનવિકાસને માટે જે કાર્ય ભિક્ષુસંધે કર્યું છે તેને માટે સમગ્ર માનવજાત તેની ઋણી રહેશે. નાલંદા, વલ્લભી, વિક્રમશીલા જેવાં વિશ્વવિદ્યાલયો અને વિદેશનાં અનેક વિદ્યાકેન્દ્રો આ ધર્મની અજોડ ભેટ છે. ભિક્ષુવિહારો, વિશ્વવિદ્યાલયનું રૂપ સહેલાઈથી લઈ શક્યા અને શિક્ષણ અનેક શિક્ષકોની સંધિક વિદ્યાસેવાની સંસ્થા બની ગયું. સર્વધર્મ દર્શન ૫૪ સર્વધર્મ દર્શન Page #36 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિકલા, ચિત્રકલા અને વાસ્તુકલાને બૌદ્ધધર્મમાંથી જે પ્રેરણા મળી છે તે અદ્ભુત છે. એશિયાની કેટલીક સર્વોત્તમ કૃતિઓનો સંબંધ બૌદ્ધ ધર્મ સાથે છે. સંકુચિત રાષ્ટ્રીયતાનો ત્યાગ કરી રાષ્ટ્રીયતાને સદા વ્યાપકવિશ્વજનીનતાના રૂપમાં સ્વીકારવાનો ઉદાત્ત સંદેશ બૌદ્ધ ધર્મ આપે છે. આપણા દેશની રાષ્ટ્રમુદ્રા અને રાષ્ટ્રધ્વજમાં તેમજ જવાહરલાલજીએ પ્રવર્તાવેલા પંચશીલ અને તટસ્થતાના સિદ્ધાંતમાં બુદ્ધ ધર્મની કલ્યાણમયી ભાવના અંકિત થયેલી છે. અનેક દેશના અને અનેક કાળના લોકોને આકર્ષી શક્યો છે. પ્રથમ તો બુદ્ધે, બુદ્ધિની પ્રતિષ્ઠા કરી, બુદ્ધિને શરણે, ધર્મને શરણે અને પોતાની જાતને શરણે જવાનું લોકોને કહ્યું. આ ધર્મે માનવ-માનવ વચ્ચેના ભેદ ભૂંસી નાખ્યા છે અને મનુષ્યમાત્રની સમાનતાનો સ્વીકાર કર્યો છે, સ્થાપના કરી છે. સ્ત્રી-પુરુષની સમાનતાનો પણ બુદ્ધે ઉદ્ઘોષ કર્યો છે. બુદ્ધે શીલ અને સદાચાર ઉપર ખૂબ ભાર મૂક્યો છે, પરિણામે તેમના ઉપદેશમાં વ્યાપકતા અને સર્વગ્રાહ્યતા છે. મધ્યમમાર્ગ બૌદ્ધ ધર્મની શિરમોર સમી વિશેષતા આત્યંતિક દેહદમન ને ભોગવિલાસ બંનેને છોડી વચલો માર્ગ સ્વીકારી – ધ્યાનમાર્ગ, સમાધિમાર્ગ જ ચિત્તશાંતિનો ઉપાય છે તેમ દર્શાવ્યું. મૈત્રી અને કરુણાની આ ધર્મમાં વ્યાપકતા છે તેથી દબાયેલી, કચડાયેલી, પીડિત જનતાને બૌદ્ધ ધર્મ પ્રિય થઈ પડ્યો. બુદ્ધિવાદ, સમાનતા, વિચાર સ્વાતંત્ર્ય, સદાચારની મહત્તા, સમાધિની પ્રતિષ્ઠા, મૈત્રી-કરુણાની વ્યાપકતા, બૌદ્ધ ધર્મની વિશેષતાનાં શુભ લક્ષણો છે. આજના અશાંત વિશ્વને શાંતિ, કરુણા અને માંગલ્યનો, મૈત્રી અને પ્રેમનો અમર સંદેશ બૌદ્ધ ધર્મમાંથી મળતો રહે અને વિશ્વ શાંતિનો મંગલનાદ સંભળાય એવી શુભ ભાવના. સર્વધર્મ દર્શન ૫૫ ૫૬ સર્વધર્મ પ્રાર્થના (સવારે) (રાગ : શિખરિણી) અહિંસાની મૂર્તિ, પ્રશમ રસ સિંધુ અધિપતિ, અમીની ધારાઓ, રગ રગ ઝમે પ્રેમ ઝરણી, તપસ્વી તેજસ્વી, પરમ પદ પામી જગતને, તમે પ્રેર્યું વંદું, પર પ્રભુ મહાવીર તમને ચતુર્યામી માર્ચે, પ્રગતિ કરી નિર્વાણ પથને, બતાવ્યો વંદું છું જગપ્રિય સ્વયંબુદ્ધ તમને; કરી ધર્મક્રાંતિ સભર જગને જાગૃત કરે, બની વિશ્વપ્રેમી, નમન કરું એવા પુરુષને... સુસત્યો વેદોનાં, શ્રુતિ સ્મૃતિ, પુરાણોપનિશદે, રહેલાં સન્માનું, હૃદયથી વળી દર્શન છએ; ગીતામાતા ગોઠે, સૂઈ જઈ પીઉં તત્ત્વ દૂધને, પચાવીને રાખું, કરુણ રસ રામાયણ તુને ક્ષમા સિંધુ પ્યારા, ઈશુ ઉર તને વંદન કરું, દુલારા નેકીના, રહમ દિલ મોહમ્મદ સ્મરું; અશો દૈવી તારી, પુનિત જરથ્રુસ્ત પ્રતિકૃતિ, નિહાળી હૈયામાં, વિમલ રસ ઊર્મિ રમી જતી... સર્વધર્મ દર્શન - ૧. 3. મુનિ શ્રી સંતબાલજી Page #37 -------------------------------------------------------------------------- ________________ ક ક ગુરુનાનક (ખિદર્શન) GURU NANAK (SHIKH DARSHAN) Page #38 -------------------------------------------------------------------------- ________________ એક વખત નદીસ્નાન કરવા જતાં, તેમને દિવ્યદર્શન થાય છે અને નાનક દર્શાવે છે, ‘હઉ ઢાઢી બેકારુ કારે લાઈ’ – હું તો બેકાર સ્તુતિપાઠક (ચારણ) હતો પણ પરમાત્માએ મને કામમાં લગાડી દીધો. એ સમયેં મને નિરંતર એનું યશોગાન ગાવા ફરમાવ્યું છે.' નાનકે સ્તુતિ કરી. ‘એક ૐ કાર સતિનામું કરતા પુરખુ નિરભ નિરવૈરુ અકાલ મૂરતી અજૂની સૈભે ગુર પ્રસાદિ.” અર્થાત્ તે એક છે, ૐકાર સ્વરૂપ છે, સત્ય એનું નામ છે, તે જગતકર્તા – આદિપુરુષ, નિર્ભય, નિવૈર, અવિનાશી, અયોનિ અને સ્વયંભૂ છે – ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે. (અથવા ગુરુ એટલે મહાન પરમાત્માની કૃપા દ્વારા પરમાત્મા પ્રાપ્ત થાય છે. ગુરુ નાનકના ગુરુ સ્વયં પરમાત્મા હતા.) ઉપરોક્ત વાણી શીખોનો મૂળમંત્ર છે. તેમાં શીખ ધર્મનું સમગ્ર તત્ત્વ આવી જાય છે. પ્રત્યેક શીખે અમૃતપાન કરતાં આ મંત્રનું પાંચ વખત રટણ કરવું પડે છે. આ મૂળમંત્ર, ‘ગુરુ ગ્રંથસાહેબ'ના પ્રત્યેક રાગના પ્રારંભે પ્રયોજાય છે. એનું સંક્ષિપ્તરૂપ ‘૧ ૐકાર સતિગુર પ્રસાદિ’ છે. જપુ' - આદિસ, જુગાદિસચુ. વૈભી સચૂનાનક હોસી મી સચ. શીખ ધર્મ શીખ ધર્મના સ્થાપક નાનકદેવનો જન્મ ઈ.સ. ૧૪૬૯માં, નાનકાના સાહેબ ગામે થયો હતો. નાનકદેવ બચપણથી જ અત્યંત નિર્ભય, દયાળુ, ભક્ત, દાની હતા. શાળાના અભ્યાસમાં એમને રસ ન હતો, એમને તો એવી વિદ્યા જોઈતી હતી, જેનાથી ખુદ તરે અને બીજાને તારી શકે. નાનકે યુવાવસ્થામાં હિંદુ-મુસલમાન ધર્મોનો ઊંડો અભ્યાસ કરીને વેદો, શાસ્ત્રો તથા કુરાનનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. ઉપરાંત ‘આદિગ્રંથ’ની એમની વાણી જોતાં એ સ્પષ્ટ જણાય છે કે એ ગુરુને આ બે ધર્મો ઉપરાંત, તત્કાલીન ઘણા ખરા ધર્મોનો પણ પૂર્ણ પરિચય હતો. તેઓ પિતાની બધી આજ્ઞાનું પાલન કરતા પણ એમનું હૃદય તો પ્રભુમાં રહેતું. કોઈ એમનું નામ પૂછે તો તરત જ ઉત્તર મળતો, ‘નાનક નિરંકાર' - નિરાકાર પરમાત્માનો નાનક. નિષ્ઠાપૂર્વક નોકરી કરે છે, લગ્ન કરે છે, સંતાનો પણ થાય છે. અન્ય ગૃહસ્થોની જેમ પોતાનું કામકાજ કરતા અને ગૃહસ્થ કહેડાવતા પરંતુ તેમાં તેઓ આસક્ત થયા નહીં. ‘ઉદાસીન ગૃહસ્થ’ તરીકે જીવન પસાર કરે છે - એમનું મન સંસારમાં કદી લેપાયું નહીં. એમનો પ્રભુપ્રેમ ઉત્તરોત્તર વધતો જાય છે. અર્થાતુ એ આદિમાં સત્ય છે, યુગોના આદિમાં સત્ય છે, પણ સત્ય અને નાનક કહે છે ભવિષ્યમાં પણ સત્ય જ હશે. તેથી જે માનવી પરમાત્માના હુકમને સમજે છે તે અહંકારનો ત્યાગ કરી દે છે. 'એમ નાનક કહે છે. ‘અપંરપાર, પરબ્રહ્મ પરમેશ્વર અને ગુરુના રૂપે મળ્યા છે.' નાનકે નોકરી છોડી દીધી - ગરીબોને સર્વસ્વનું દાન કર્યું – વિરક્ત જીવન ધારણ કરી, પ્રભાવશાળી વાણીમાં ઉપદેશ આરંભ્યો. ‘ન કોઈ હિંદુ, ન કોઈ મુસલમાન. ભગવાનનું ધ્યાન કરો અને ભક્ત બનો. ખાલી વાતો કરવાથી સ્વર્ગમાં જવાતું નથી, સત્યની કમાઈ કરવાથી મુક્તિ મળે છે. સદાચરણ વિનાની જૂઠી વાતોથી જૂઠ જ પ્રાપ્ત થાય સત્તાવીશ વર્ષની ભરયુવાનવયે પ્રભુના આદેશધારી નાનક, જગતને નામ-સ્મરણનું અમૃતપાન કરાવવા નીકળી પડ્યા – ગૃહત્યાગ કર્યો. એમણે સતનામ અને સતકરતાર (સત્ય ઈશ્વર છે) એ નામનો પ્રચાર કર્યો જેનું સર્વધર્મ દર્શન ૫૮ સર્વધર્મ દર્શન Page #39 -------------------------------------------------------------------------- ________________ પાછળથી ‘સત શ્રી અકાલ'માં રૂપાંતર થયું. એમણે કહ્યું, ‘વાહિગુરુ - (વિસ્મયકારી પરમાત્મા)એ નામ કંઈ જીભથી જ રટવાનું નથી પરંતુ ભક્તિથી ભરપૂર હૃદયમાં સ્થાપીને અકાર્ય કરતાં ડરવાનું છે. ગુરુનાનકે દેશ-વિદેશની અનેક યાત્રાઓ કરી છે. ત્રીસ વર્ષ સુધી પરિભ્રમણ કર્યું. પૂર્વમાં આસામ, દક્ષિણમાં લંકા, ઉત્તરમાં તિબેટ, પશ્ચિમમાં, દ્વારકા અને મક્કા-મદીના, બગદાદ વગેરે. લોકોને વહેમમાંથી મુક્ત થઈ એક સત્ય અકાલ, પુરુષ પરમાત્માની ભક્તિ અને આરાધના કરવાની પ્રેરણા આપી. લોકકલ્યાણાર્થે એમના જેટલો પ્રવાસ ભાગ્યે જ એ જમાનાના અન્ય કોઈ સંતે કર્યો હશે, એમણે ભક્તિ, નમ્રતા, પુરુષાર્થ, માનવપ્રેમ, સેવા, ત્યાગનો સંદેશ પ્રસરાવ્યો. તેથી કહેવાયું, ‘ગુરુ નાનક શાહ ફકીર, હિન્દુ કા ગુર મુસલમાન કા પીર.” ઉપરાંત પંજાબમાં કહેવત ચાલી ‘નાનક બાબા સભ દા સાંઝા.’ - બાબા નાનક સૌના સખા. જીવનનાં છેલ્લાં પંદરેક વર્ષ એમણે કરતારપુરમાં પસાર કર્યા. સને ૧૫૩૯માં ગુરુનાનકે મહાપ્રયાણ કર્યું. શીખ ધર્મની સ્થાપનાના બીજ ગુરુ નાનકે વાવ્યાં અને શીખો માટે ધર્મનો આદર્શ નક્કી કરી આપ્યો. ‘સિકુખ’ શબ્દ સંસ્કૃત ‘ શિષ્ય' ઉપરથી ઊતરી આવેલો છે, પણ કેટલાક શીખ વિદ્વાનો અને પાલિ ‘સિખ” (પસંદ કરેલા) ઉપરથી ઉતરી આવેલો માને છે. શીખ વિદ્વાનોને મતે - સિખ એટલે ઈશ્વરે પસંદ કરેલો – ચૂંટેલો એટલે કે ભગવાનનો પોતાનો નિર્મળ. ગુરુ નાનકે એવાં પ્રાણદાયી બીજ રોપ્યાં કે જેમાં મનુષ્યનું મનુષ્યત્વ પૂર્ણ થઈને સોળ કળાએ ખીલી ઊઠે. મનુષ્ય માત્ર પોતાનો જ મોક્ષ સાધીને અટકે નહીં, પણ બીજાઓના ઐહિક અને પારલૌકિક સુખ અને મોક્ષ માટે, નિર્ભયપણે, વૈરરહિત થઈને નમ્રતાથી પ્રાણ સમર્પણ કરે. અન્યાય, કૂડ, કપટ અને અસત્ય સામે નિર્ભયપણે ઝૂઝે. દશમાં ગુરુ ગોવિંદસિંહે આપેલ “ખાલસા'નો અર્થ પણ પવિત્ર, શુદ્ધ, નિર્ભેળ થાય છે. ગુરુ ખાલસાનું વર્ણન કરતાં દર્શાવે છે : ‘જે સત્યની જયોતિને સદૈવ પ્રજવલિત રાખે, એક ઈશ્વર સિવાય બીજા કોઈને પૂજે નહીં, એ એકમાં જ જેને પૂર્ણ પ્રેમ અને વિશ્વાસ છે, જે ભૂલમાં પણ ઉપવાસ, કબર, મઢી, મઠને માનતો નથી, ઈશ્વર ઉપરના નિષ્કપટ પ્રેમમાં જ તીર્થ, દાન, દયા, તપ અને સંયમ સમાહિત છે, એવી જેને ખાતરી છે, જેના હૃદયમાં પૂર્ણ જ્યોતિનો પ્રકાશ છે, એવી પવિત્ર વ્યક્તિ તે ‘ખાલસા' છે. શીખ ધર્મમાં ગુરુનું મહત્ત્વ સર્વાધિક છે, તેથી તો એ ‘ગુરુત્તમ’ કહેવાય છે. શીખ ધર્મ શિષ્યોનો એક એવો સમૂહ છે કે જે આજીવન કંઈ ને કંઈ શીખ્યા કરે છે. ગુરુનો મહિમા વર્ણવતાં આદિ ગુરુ નાનક કહે છે, “મારા ગુરુ ઉપર હું તો દિવસમાં એકસો વાર બલિહારી જાઉં છું જે ગુરુએ મનુષ્યોમાંથી દેવતા બનાવ્યા.' માનવજીવનને સાર્થક કરવા અને અહંકાર વગેરે દુર્ગુણોથી મુક્ત થવા માટેનો ઉપાય સુલભ છે. આ ઉપાય એટલે ગુરુના ઉપદેશ અનુસાર આચરણ, નામજપ, નમ્રતા, સાધુસંગ, સદ્ગુરુ અને પરમાત્માની કૃપા. આ રીતે ભારતભરના અન્ય ધર્મોની જેમ શીખ ધર્મમાં પણ ઘણી સમાનતા મળી આવે છે. સૌ ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ - નામજપ અને નિર્મળ કર્મ સર્વ ક્રિયાઓમાં શ્રેષ્ઠ ક્રિયા - સત્સંગથી દુર્મતિરૂપી મળને દૂર કરવો. સર્વ ઉદ્યમોમાં શ્રેષ્ઠ ઉદ્યમ - ચિત્તમાં નિરંતર હરિનામનો જપ. સકળ વાણીમાં અમૃત જેવી વાણી - હરિયશ ગાવો અને સાંભળવો. સઘળાં સ્થાનોમાં ઉત્તમ સ્થાન - જે ઘરમાં હરિનું નામ સ્થિર થઈને વસે છે. ગુરુ ગ્રંથસાહેબ : શીખ ધર્મનો આ મહાપવિત્ર ગ્રંથ અનેક દૃષ્ટિએ અનોખો છે, બધાં મળીને ૧૫૩૦ પૃષ્ઠોમાં ગ્રંથસાહેબનું સંકલન થયું છે - જાણે કે ભારતના સંતોનો ભવ્ય “સેમિનાર'. આ ભવ્ય ગ્રંથ કેવળ વાંચવા માટે નથી. જીવનમાં ઉતારવા માટે છે, જગતના કોઈ પણ ધર્મસ્થાપક ગુરુઓનાં લખાણ આટલાં અધિકૃત રીતે સચવાઈને ગ્રંથસ્થ થયેલાં મળતા નથી. શીખ ગુરુઓની વાણી, સ્વયં તેમણે ઉચ્ચારેલી તે જ રૂપમાં આપણને મળે છે. આ ગ્રંથનું સંકલન પાંચમા ગુરુ અર્જુનદેવે કર્યું હતું. એમણે ત્રીજા ગુરુ અમરદાસના પુત્ર મોહન પાસેથી પૂર્વગુરુઓની રચનાઓ મેળવી. તે પછી હિન્દુસ્તાનના હિંદુ-મુસ્લિમ સર્વ સંતોને આમંત્ર્યા, સભા ભરી. એમની પાસેથી સર્વ સંપ્રદાયોની વાણીઓ મેળવી, સર્વધર્મ દર્શન ૬૦ સર્વધર્મ દર્શન Page #40 -------------------------------------------------------------------------- ________________ દશમગ્રંથ : દેશમાં ગુરુ ગોવિંદસિંહની રચનાઓને એમના મહાપ્રસ્થાન પછી ગુરુના મિત્ર અને શિષ્ય ભાઈ મણિસિંહે ‘દશમગ્રંથ'માં સંપાદિત કરી. આ ગ્રંથ, વ્રજ, હિન્દી, ફારસી અને પંજાબી એમ ચાર. ભાષામાં છે. શીખ ધર્મમાં આ ગ્રંથનું ખૂબ માનવંતુ સ્થાન છે. એમાંનો કેટલોક ભાગ, શીખોની દૈનિક પ્રાર્થનામાં સામેલ કરેલ છે. શીખધર્મના મૂળમંત્રઃ તેમાંથી જે જે વાણી શીખસિદ્ધાંતને અનુરૂપ હતી, જે ઈશ્વરદર્શનની અનુભૂતિથી સભર હતી, જે જીવંત હતી, જે ધમધતાથી પર હતી એને સંગ્રહિત કરી, આ વિશિષ્ટ ગ્રંથની રચના થઈ. આ ગ્રંથમાં છ ગુરુ, પંદર ભક્ત, પંદર જેટલા ભાટ અને ચાર બીજા સંગીતકારોની રચનાઓ છે. છઠ્ઠાથી આઠમા ગુરુની કોઈ રચના નથી. નવમા ગુરુની રચનાઓ ગુરુ ગોવિંદસિંહે દાખલ કરેલી. ગુરુ ગોવિંદસિંહે પોતાની કોઈ પણ રચનાને એમાં સ્થાન આપ્યું નથી. બધા ગુરુઓ “નાનક' ના નામથી રચનાઓ કરતા તેથી રચના કયા ગુરુની છે તે સમજાય એ હેતુથી ગુરુ અર્જુને દરેક રચનાની આગળ મહલાનો સંખ્યક લખવાની પ્રથા સ્વીકારી, જેમ કે મહલ પહલા એટલે ગુરુ નાનકની રચના, મહલા દુજા એટલે ગુરુ અંગદની રચના. મહલા અર્થાતુ ઘર એટલે કે સ્વરૂપ, ગુરુ નાનક તો એક જ, એમની જયોતિ બદલાતી હતી એવો ભાવ આની પાછળ છે. મહલાનો બીજો અર્થ છે પરમાત્માની નવોઢા. દરેક ગુરુ પોતાને પરમેશ્વરની નવોઢા માનતા તેથી એ અર્થ સ્વીકારાયેલ છે. ગુરુ ગ્રંથસાહેબની મૂળ પ્રત (બીડ) અત્યારે કરતારપુર (જિલ્લો જલંધર)માં છે. તેથી એ ‘કરતારપુરવાલી બીડ’ કહેવાય છે. આ ગ્રંથમાં બ્રાહ્મણ, ક્ષત્રિય શૂદ્ર અને મુસ્લિમ સંત ભક્તોની વાણીને સ્થાન આપવાનું કારણ એ હતું કે હિન્દુસ્તાનની આધ્યાત્મિક ઉદારતાનો એમાં સમાવેશ કરવાનો હતો. શીખ ધર્મમાં, અંધવિશ્વાસ, ઊંચનીચના ભેદ અને ધમધતાને કોઈ સ્થાન નથી. એમાં, ‘અલ્લાહ અને પરબ્રહ્મ એક જ છે' એવી મંત્ર જેવી રચનાઓ મળશે. ગુરુ ગ્રંથસાહેબ આજે પણ અમર ગ્રંથ છે. ભક્તિમાન શીખ નરનારીઓ પ્રભાતમાં, ગુરુ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખીને ‘ગ્રંથસાહેબ પાસે દરરોજના કર્તવ્યોનો હુકમ માગે છે. જે પાનું ઊઘડે તેમાં જે “શબ્દ', જે વાણી વાંચવામાં આવે તે વાણી તે દિવસનો હુકમ બને. આ ગ્રંથમાં મનુષ્યયોનિને સર્વશ્રેષ્ઠ અને દુર્લભ માની છે એટલા માટે સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે માનવશરીરને પ્રાપ્ત કર્યા પછી, મનુષ્ય મુક્તિનો પ્રયાસ કરવો જોઈએ. ગુરુ ગોવિંદસિંહે ગુરુનું સ્થાન ‘આદિનાથ' - ‘ગ્રંથસાહેબ’ને આપી દીધું. “જગતમાં સૌનો ગુરુ એક છે અને તે પરમેશ્વર' આવું દર્શાવી, ગુરુનું અપાર ગૌરવ કર્યું છે. પૂર્વભૂમિકાઃ બુદ્ધિજીવીઓએ ઈશ્વર કે પરમાત્માને પોતપોતાની સમજ અને ક્ષમતાથી જાણવાની કોશિશ કરેલી છે. પંડિતાઈથી ભરેલા કેટલાય ગ્રંથોનું પ્રકાશન આવી કોશિશોના પુરાવા રૂપે ઉપલબ્ધ છે, પરંતુ ઈશ્વર કે પરમાત્માનું દરઅસલ શુદ્ધ-સ્વરૂપ તેઓને હસ્તગત થયું જણાતું નથી. સિવાય કે બ્રહ્મજ્ઞાની, જેઓએ સ્વયં તેવું સ્વરૂપ અનુભવ્યું છે. जेते बदन सिसृष्टि सभ धारै, आपु आपनी बुज उचार; तुम सभी हो ते रहत निरालम, जानत बेद भेद अर आलम, - आदि ग्रंथ रहरासि साहिब બુદ્ધિજીવીઓએ જયારે ૐકાર શબ્દનું વિવિધ પ્રકારે અર્થઘટન કરવાનું શરૂ કર્યું અને પોતપોતાની સમજ મુજબ ઈશ્વરને પારિભાષિત કરવા લખાણો કર્યા ત્યારે સદ્દગુરુ નાનકદેવજીએ ૐ શબ્દની આગળ એકડો (૧-ૐકાર) લગાડ્યો. સદ્ગુરુએ મર્મ ખુલ્લો કરતાં કહ્યું કે એક છે, એક છે. આ સાથે પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ એ મૂળ-ગુણોને પારિભાષિત કર્યા જે ગુરુવાણીમાં મૂળમંત્રના નામથી ઓળખાય છે. પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષ દાદા-ભગવાનના સાન્નિધ્ય અને આજ્ઞાધીનપણામાં રહી શીખ-ધર્મના મૂળમંત્રનો મર્મ શોધવાનો અલ્પ-પ્રયાસ શ્રી સુમનભાઈ દ્વારા કરવામાં આવ્યો છે તે પ્રસ્તુત છે. સર્વધર્મ દર્શન ૧ સર્વધર્મ દર્શન Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રકારનું છે. એટલે કોઈ એક જીવ અને તેનાથી જુદા બીજા જીવમાં રહેલ આત્મતત્ત્વ એકસરખું છે, પરંતુ દરેક જીવની કર્માનુસાર યોનિ અને સુખ-દુ:ખાદિરૂપ વેદનમાં ભિન્નતા છે. આમ નિશ્ચયદષ્ટિએ અને ગુણોની અપેક્ષાએ આત્મતત્ત્વ એક જ સ્વભાવનું છે પરંતુ વ્યવહારષ્ટિએ અને કર્મરૂપ ગુણો ઉપરના આવરણોની અપેક્ષાએ જીવોમાં અનેકતા રહેલી છે અથવા જીવો અનેક હોવાથી તેમાં રહેલ આત્મતત્ત્વો પણ અનેક અને સ્વતંત્ર છે. (અને $ જિરિ ) કાર સતનામ: હવે મૂળમંત્ર તથા તેનો ભાવાર્થ જોઈએ : મૂળ મંત્ર : एक ओं अकार सति नामु करता पुरखु, निरभउ निरवैरु अकाल मूरती अजूनी सैभ गुरु प्रसादि - आदि ग्रंथ ગુજરાતીમાં શબ્દાર્થ : ૧ (એક) ૐકાર સનામ કર્તા-પુરુષ, નિર્ભય, નિર્વેર અકાલ મૂર્ત, અયોની, સ્વયંભૂ, ગુર - પ્રસાદ : - આદિ ગ્રંથ. સદ્ગુરુ શ્રી નાનકદેવજીએ ભક્તજનોના આત્મ-કલ્યાણ અર્થે ગુરુપ્રસાદરૂપ શીખ આપતાં ઉપરનો મંત્ર સંસ્થાપિત કર્યો છે. આ મૂળમંત્રમાં આત્મતત્ત્વ અને શરીરનો તાત્ત્વિક ભેદ અલૌકિક વાણી-વ્યવહારથી પ્રકાશિત થયો છે. પ્રત્યેક ચૈતન્યમય જીવમાં રહેલું શાશ્વત તત્ત્વ સમસ્ત શરીરમાં આત્મ-પ્રદેશોથી વ્યાપ્ત થયેલું છે, પરંતુ આત્મ-તત્ત્વ અને શરીરમાં સદૈવ ભિન્નતા કે ભેદ રહેલો છે. આમ છતાંય બન્નેમાં અનાદિ કાળથી ચાલ્યો આવતો અન્યોન્ય સંબંધ ચૈતન્યમય જીવમાં રહેલો છે. આવો સંબંધ જીવના કર્તાપણાથી છે, જેનાથી જીવ અનેક જન્મોમાં કર્મો સુખ-દુ:ખરૂપે ભોગવે છે. બીજી રીતે જોઈએ તો “હું અને મારાપણા'ની વિભાવક વૃત્તિ અને પ્રવૃત્તિથી જીવ કર્મબંધનું સર્જન કરે છે અને યથાસમયે તેનું વિસર્જન યોગ્ય માત્રામાં થાય છે ત્યારે તે સુખ કે દુઃખ ભોગવે છે. મૂળમંત્રમાં આત્મા અને શરીરની ભિન્નતા ઉપરાંત બન્નેના ગુણોનું વર્ણન કરી પરમાત્માનું ગુણકરણ કરેલું જણાય છે. હવે મૂળમંત્રના શબ્દોનો ભાવાર્થ જો ઈએ. એક (૧) પ્રત્યેક ચૈતન્યમય જીવના શરીરમાં જે શાશ્વત અને અરૂપી કે નિરાકાર આત્મતત્ત્વ રહેલું છે, તે તેના સઘળા ગુણો સહિત એક જ દરઅસલપણે શરીરમાં રહેલ આત્મતત્ત્વ અનામી, અરૂપી, અવિનાશી, અવ્યય, અજન્મ, અમર, વચનાતીત, ઇત્યાદિ સ્વરૂપે અતીન્દ્રિય છે. આમ છતાંય વ્યવહારમાં તેને સહેલાઈથી સમજી અને ઓળખી શકાય તે હેતુથી કોઈ પણ નામથી આત્મતત્ત્વને સંબોધવામાં આવે છે, સદ્ગુરુ નાનકદેવજીએ આત્મતત્ત્વને ‘ૐકાર સંતુનામથી ઓળખ આપી છે. ‘ૐકાર' શબ્દમાં આત્મતત્ત્વનો ધ્વનિ કે રણકાર છે, જે સાંભળતાં જ ભક્તજનને પોતાના મૂળ સ્વરૂપનું સ્મરણ થાય છે અથવા ૐકાર’ શબ્દનો ગુંજારવ થતાં જ ભક્તજનનને પોતાનું શાશ્વત સ્વરૂપ તથા તેના ગુણોનું ‘ભગવત-સ્મરણ’ થાય છે, કર્તાપુરુષ: અહીં ‘પુરુષ એટલે શાશ્વત આત્મતત્ત્વ સમજવાનું છે. આત્મામાં જ કર્તા અને ભોક્તાપણાનો ગુણ કે શક્તિ છે, જે શરીરાદિ અજીવ કે જડમાં નથી. નિશ્ચય દૃષ્ટિએ અત્યંત શુદ્ધદશામાં જીવ નિજગુણોનો કર્તા છે અને તેના પરિણમનમાં સહજાનંદ કે અવ્યાબાધ સુખનો ભોક્તા છે, લોકભાષામાં આવા સપુરુષને સચ્ચિદાનંદમય પણ કહેવામાં આવે છે. પરંતુ રાગદ્વેષ અને અજ્ઞાનવશ જીવને દેહમાં જ આત્મબુદ્ધિ હોવાથી તે કર્મબંધ અને કર્મફળની પરંપરા વિવિધ યોનિઓમાં ભોગવે છે. આ હેતુથી નાનકદેવજીની ભક્તજનોને શીખ છે કે જન્મ-મરણની પરંપરા ટાળવા માટે નિજગુણોની ભજના હિતાવહ છે. સર્વધર્મ દર્શન સર્વધર્મ દર્શન Page #42 -------------------------------------------------------------------------- ________________ નિર્ભય ઃ સંસારમાં ભય અનેક પ્રકારના છે, જેમાં મરણનો ભય જીવને સતત સતાવ્યા કરે છે. જે ભયજીવને ગુરુકૃપાથી પોતાના અવિનાશી સ્વરૂપનું ભાન થાય છે ત્યારે તે નિર્ભય કે ભયમુક્ત થાય છે. એટલે આવા ભક્તજનને મરણ કે અન્ય પ્રકારનો ભય રહેતો નથી. આવા જીવને નિરંતર પ્રતીતિ વર્તે છે કે તે દરઅસલપણે અવિનાશી છે, જ્યારે શરીરાદિ નાશવંત છે. ભેદજ્ઞાન પામેલા આવા સાધકને ભવિષ્યની ચિંતા રહેતી નથી, ભૂતકાળનું સ્મરણ રહેતું નથી, પરંતુ તે વર્તમાનમાં વર્તે છે. નિર્વીરઃ અજ્ઞાનદશામાં જીવને ક્રોધ, માન, માયા, લોભાદિ, કષાયોથી રાગદ્વેષ થયા કરતા હોય છે, પરંતુ ગુરુકૃપાથી જે ભક્તજનને પોતાના દરઅસલ શુદ્ધ-સ્વરૂપની પ્રતીતિ રહે છે, તે સર્વ જીવને પોતાની સમાન લેખે છે, કારણ કે નિજસ્વરૂપ વીદ્વેષ અને વીતરાગમય હોય છે. આવા જીવને કોઈ પણ અન્ય જીવ પ્રત્યે વેરભાવ ઉત્પન્ન થતો નથી. સદ્ગુરુથી ભેદજ્ઞાન પ્રાપ્ત સાધક દરેક જીવમાં રહેલ આત્મતત્ત્વ પ્રત્યે આદર અને વિનય વર્તે છે અથવા સાધકથી અન્ય જીવ પ્રત્યે મૈત્રીભાવ વર્તે છે. દરેક સાંસારિક જીવ કર્માધીન હોવાથી તેનો બાહ્ય આકાર અને વર્તન પૂર્વ-સંસ્કારરૂપ હોય છે, પરંતુ તેને ગૌણ ગણી સાધક માત્ર તેના શાશ્વત આત્મતત્ત્વ ઉપર જ નજર કરે છે. અકાલ-મૂર્તઃ પ્રત્યેક સાંસારિક જીવને જન્મ-મરણની કાળમર્યાદાનું ચોક્કસ પ્રમાણ કર્માનુસાર હોય છે એટલે જીવને તેના ‘આયુષ્ય’ કર્મના હિસાબે શ્વાસોશ્વાસ નિર્ધારીત થયેલા હોય છે અને તેના ગલનથી તે કાળમાં ક્ષણે ક્ષણે વિલીન થતો જાય છે, પરંતુ ગુરુકૃપાથી જે ભક્તજનને ભેદજ્ઞાનરૂપ સુબોધ પ્રાપ્ત થાય છે ત્યારે તેને ‘સ્વ’ - સ્વરૂપનું ભાન વર્તે છે. આવા સુબોધમાં આત્મતત્ત્વ આદિ અને અંતથી રહિત છે એવી નિરંતર પ્રતીતિ સાધકને સર્વધર્મ દર્શન ૫ રહે છે. આમ હોવાથી અમુક અપેક્ષાએ જ્ઞાનસભર ભક્તજનને ‘અકાલમૂર્ત' કહી શકાય. તેમાંય ઉચ્ચ કોટિના જ્ઞાનીપુરુષો દેહ હોવા છતાંય દેહાતીત આંતરિક-દશામાં સ્થિર હોવાથી તેઓને ‘અકાલ-મૂર્ત’ કહેવામાં આવે છે અથવા સ્થૂળ કે મૂર્ત શરીર નાશવંત છે. જ્યારે તેમાં રહેલ ચેતન-તત્ત્વ અવિનાશી છે. અયોનિઃ દરેક સાંસારિક જીવ કર્માનુસાર વિવિધ યોનિઓમાં પરિભ્રમણ કરે છે. આવા પરિભ્રમણ વખતે પણ જીવના શરીરમાં અંતર્ગત રહેલ આત્મતત્ત્વ તેનું તે રહે છે. જે ભક્તજનને ગુરુકૃપાથી ભેદજ્ઞાન કે સુબોધ પ્રાપ્ત થાય છે તેને પ્રતીતિ રહેતી હોય છે કે તે દરઅસલપણે જન્મ-જરા-મરણથી રહિત એવો શુદ્ધાત્મા છે અથવા શરીરને જન્મ મરણ કે આદિ-અંત છે. જ્યારે દેહમાં રહેલ આત્મતત્ત્વ ‘અજન્મ’ અમર છે. સ્વમ દેહધારી જીવના શરીરમાં રહેલ અરૂપી આત્મતત્ત્વ અનાદિ અને અનંત છે એટલે શરીરને આદિ અને અંત છે. પરંતુ આત્મતત્ત્વને કોઈ શરૂઆત કે અંત નથી. આ ષ્ટિએ વ્યવહારમાં આત્માને સ્વયંભૂ કહેવામાં આવે છે. સમસ્ત બ્રહ્માંડમાં જેટલા ચૈતન્યમય જીવો છે તે અખંડપણે સદૈવ તેટલા જ રહેવાના છે. એટલે જીવોની સંખ્યામાં વધઘટ થતી નથી, પરંતુ શરીરરૂપ અવસ્થાઓ કર્માનુસાર બદલાયા કરે છે. માટે જ આત્માને સ્વયંભૂ તરીકે સંબોધાય છે. ઉપસંહાર : = શ્રી નાનકદેવજીએ મૂળમંત્રમાં આત્મા અને શરીરના ગુણો તથા તેમાં રહેલી ભિન્નતા પ્રકાશિત કરી છે. ગુરુપ્રસાદરૂપે જે ભક્તને વિધિવત્ શીખ પ્રાપ્ત થાય છે તે ધન્યતા અનુભવે છે. t સર્વધર્મ દર્શન Page #43 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સિદ્ધાંતોઃ ગરુ ગોવિંદસિંહ કહે છે, “સર્વ કર્મને ફોગટ જાણો, સર્વ ધર્મને નિષ્ફળ માનો. એક નામના આધાર વિના સર્વ કર્મ એ તો ભ્રમ છે.' શીખ ધર્મમાં આદિગ્રંથ’ અને ‘દશમગ્રંથ'માં પરમાત્માનાં સેંકડો નામોનો પ્રયોગ થયો છે. કદાચ એક હજાર કરતાં પણ વધુ નામનો પ્રયોગ થયો હશે, પરંતુ યથાર્થ નામ “સત્ય” શ્રેષ્ઠ છે. શીખોમાં પ્રભુનું ‘વાહિગુરુ' નામ જપ અને સ્મરણ માટે પ્રચલિત છે. આ નામની એક સમજૂતી, એ વાસુદેવ, હરિ, ગોવિંદ અને રામ એ ચાર હરિનામોના આદ્યાક્ષરો લઈને બનાવેલું છે. એમ આપવામાં આવે છે. ભાઈ ગુરુદાસ ‘વાહિગુરુ'ને ગુરુમંત્ર કહે છે અને લખે છે કે એ નામના જપથી પાપમળ ધોવાઈ જાય છે. “વાહિગુરુનો શબ્દાર્થ છે - વિસ્મયકારી મહાન પરમાત્મા કે મહાન પરમાત્માને ધન્યવાદ હજો . એટલે પ્રભુભક્તિથી નિર્મળ થયેલો શીખ જયારે એકાલ પુરુષની લીલાની વિસ્મયકારી સૌંદર્યાનુભૂતિ કે એના સત-ચિત-આનંદ રૂપની અનુભૂતિ કરે છે ત્યારે ધન્ય ધન્ય થઈ જાય છે અને ચકિત થઈને સ્વાભાવિકપણે બોલી ઊઠે છે, ‘વાહિગુરુ’, વાહિગુરુ.” પરંતુ નામજપ એ કાંઈ જિદ્વાનો જપ નથી. એ તો હૃદયનો જપ છે, પ્રેમ છે, હરિ સાથે સંવાદ છે. ‘નામ આપણા સમસ્ત જીવન, આચાર અને વિચારને નિર્મળ કરે છે.’ નામજપથી – નામની પ્રાપ્તિથી સાધકને અનાહત નાદનો મધુર કાર સંભળાય છે અને નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે. એનું ચિત્ત નિર્મળ બને છે અને છેવટે પૂર્ણ પુરુષ પરમાત્મા સાથે એકાકાર થઈ જાય છે. શીખ ધર્મ પૂર્વજન્મના સંસ્કારોને તથા કર્મનાં શુભ-અશુભ રૂપોને માને છે પરંતુ અવતારમાં માનતો નથી. મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર, પણ એના ફળ ભોગવવામાં પરતંત્ર છે, એમ માને છે. મનુષ્યજીવનનું ધ્યેય છે અહંકારરૂપી દીર્ઘરોગમાંથી મુક્ત થવાનું. મનુષ્યને પરલોકમાં એ જ મળે. છે, જે એ પ્રામાણિકપણે કમાય છે અને એમાંથી બીજાને આપે છે.... અને તેઓ જ પવિત્ર છે જેના હૃદયમાં એ હરિનામનો નિવાસ છે. શીખ ધર્મમાં તંબાકુ અને નશીલી ચીજોનું સેવન, પરસ્ત્રીગમન, હલાલ કરેલ માંસનું ભક્ષણ કરવાનો કેશ કાપવાનો નિષેધ છે. પુત્રીને દૂધપીતી કરવાનો અને સતી થવાની પ્રથાનો પણ નિષેધ છે. કોઈની પાસે દાન ન માગવું અને આવકના દશમા ભાગનું દાન કરવું, મહેનતની કમાણીથી ગુજરાન ચલાવવું, ચોરી ન કરવી, ધર્માદાના ધનમાં ઘાલમેલ ન કરવી, નાતજાતના ખ્યાલ છોડીને એકબીજા સાથે બેસીને ભોજન કરવું, સૌને માનથી બોલાવવા, સ્ત્રી અને પુરુષને સમાન ગણવાં, મધુર અને સાચું બોલવું, સર્વ કાર્યોના આરંભે પ્રભુનું નામસ્મરણ કરવું વગેરેનો આદેશ મળે છે. કામ, ક્રોધ, મોહ અને અહંકાર એમ પાંચ દુર્ગુણોનો સગુણોના વિકાસ દ્વારા ત્યાગ કરવાનો અનુરોધ છે, શીખ ધર્મમાં ભક્તિભાવની અભિવ્યક્તિ, સવાર, સાંજ, રાતની પ્રાર્થનાઓ, ગુરુ ગ્રંથસાહેબનાં દર્શન, શીખ સમાજનો સત્સંગ, કીર્તન અને નામસ્મરણ દ્વારા થાય છે. આ ધર્મમાં જટિલ કર્મકાંડ નથી. શીખ ધર્મ સંન્યાસીના જીવન કરતાં પવિત્ર ગૃહસ્થ જીવનને શ્રેષ્ઠ માને છે અને ગૃહસ્થજીવનનો મહિમા કરે છે.. સીંગ (સિંહ) અથવા ખાલસા પંથીઓ કેશ વધારે, પાંચ ‘ક’ કાર રાખે. કેશ, કચ્છ, કડું, કંઘા (કાંસકી), કિરપાણ , પ્રાયશ્ચિત માટે સાધુ-સંત સમક્ષ ગુનો કબૂલી, શિક્ષા સ્વીકારવાની પ્રથા છે, જેમાં ગુરુવાણીનું કીર્તન અથવા સાધુસંગતની સેવા કરવાનો આદેશ મળે છે. સાધુસંગતને પંખો નાખવો, પાણી પાવું, ગુરુકા લંગર માટે લોટ દળવો વગેરે મહાન પુણ્યકાર્ય સમજવામાં આવે છે. આવાં સેવાકાર્યોથી મનમાં, નમ્રતા જેવા ગુણો વિકસે છે. ગુરુકા લંગરઃ દરેક મોટા ગુરુદ્વારમાં ગુરુકા લંગર હોય છે. એમાં ગરીબો અને યાત્રીઓને મફત ભોજન અપાય છે. યાત્રા: ઐતિહાસિક ગુરુદ્વારાઓની યાત્રા કરવાનો આદેશ છે. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સાધુસંગતેમાં હાજરી અને સત્સંગ દ્વારા આધ્યાત્મિક ઉન્નતિ સાધવાનો છે : (૧) અકાલ તન્ન, અમૃતસર (૨) તખ કેશગઢ સાહેબ આંનદપુર સર્વધર્મ દર્શન ૬૮ સર્વધર્મ દર્શન Page #44 -------------------------------------------------------------------------- ________________ સર્વ ધર્મ પ્રાર્થના (રાત્રે). (રાગ : સવૈયા એકત્રીસા) પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યાં પોતા સમ સહુને, પૂર્ણ અહિંસા આચરનારા, નમન તપસ્વી મહાવીરને. ...૧ જનસેવાના પાઠ શિખવ્યા, મધ્યમ માર્ગ બતાવીને, સંન્યાસીઓને ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને. એક પત્નીવ્રત પૂરણ પાળ્યું, ટેક વણી છે જીવતરમાં, ન્યાય નીતિમય રામ રહેજો, સદા અમારા અંતરમાં. ...૩ (૩) શ્રી તર્ણ હરિમંદિર સાહેબ, પટણા. (૪) તખ્ર હજૂર સાહેબ, નાંદેડ (૫) તન્ન દમદમાં સાહેબ. ગુરુદ્વારામાં ગ્રંથી જયારે ‘બોલે રે સો નિહાલ” એમ પોકાર પાડે એના ઉત્તરમાં ભક્ત નરનારીઓનો સમુદાય મુક્તકંઠે ‘સત શ્રી અકાલ'ના શબ્દોથી પડઘો પાડે છે, ‘સતશ્રી અકાલ’ એટલે કાલરહિત પરમાત્મા સત્ય છે. “વાહ ગુરુજી કા ખાલસા, વાહ ગુરુજી કી ફતેહ' એ શબ્દોથી શીખ પરસ્પરનું અભિવાદન કરે છે. અમૃતસરનું પવિત્ર મંદિર અને નાંદેડનું ગુરુદ્વારા પ્રસિદ્ધ તીર્થો છે. શીખ ધર્મના તહેવારોઃ શીખ ધર્મના સ્થાપક, આદિ ગુરુ નાનકનો જન્મદિવસ કાર્તિક પૂર્ણિમાનો દિવસ ખૂબ માનભેર ઊજવાય છે. શીખ ધર્મ તહેવારો અને રીતરિવાજો પ્રત્યે ખૂબ સહિષ્ણુતા દર્શાવી છે. તેથી હોળી, દશેરા જેવા ઘણા હિંદુ ધર્મના તહેવારો શીખોમાં ઉજવાય છે. દુર્ગાપૂજા પણ કરવામાં આવે છે. ‘વૈશાખી-વૈશાખ સુદ ૧ શીખોનો સૌથી મોટો તહેવાર છે. ઈ.સ. ૧૬૯૯માં વૈશાખ માસના પ્રથમ દિવસે ગુરુ ગોવિંદસિંહે શીખોને ‘ખાલસા' - શુદ્ધ બનાવ્યા હતા. આ દિવસે મહત્ત્વના ગુરુદ્વારાની મુલાકાત લેવાનું પ્રત્યેક શીખધર્મી માટે ફરજિયાત છે. જો સંજોગો અનુકૂળ હોય તો, અમૃતસરના સુવર્ણમંદિરની પણ આ દિવસે મુલાકાત લેવી જોઈએ. વૈશાખીને દિવસે પવિત્ર ‘ગ્રંથસાહેબનું આરંભથી અંત સુધી વાચન થાય છે, જેને અખંડ પાઠ કહે છે. પાંચ અગ્રગણ્ય વ્યક્તિઓ ખુલ્લી તલવાર સાથે ‘ગ્રંથસાહેબ’ની સામે આવે છે. ‘પંચપ્યારા’ની યાદમાં આ વિધિ થાય છે - સમૂહભોજન યોજાય છે. સાંસ્કૃતિક કાર્યક્રમ ‘વૈશાખી મેળો યોજાય છે. શીખ ધર્મમાં દશ ગુરૂઓનું સ્થાન છે, પ્રથમ ગુરુ નાનક અને ૧૦માં ધર્મગુરુ ગોવિંદસિંહના જન્મદિવસ તહેવાર તરીકે ઉજવાય છે. જન્મદિવસના તહેવારોમાં ‘ગ્રંથસાહેબ'નો અખંડ પાઠ થાય છે અને ગ્રંથને યાત્રારૂપે ફેરવવામાં આવે છે. સઘળાં કામો કર્યા છતાં જે, રહ્યાં હંમેશાં નિર્લેપી, એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો, અમ મનડાં ખૂંપી. ...૪ પ્રેમ રૂપ પ્રભુપુત્ર ઈશુ જે, ક્ષમાસિધુને વંદન હો, રહમ નેકીના પરમ પ્રચારક, હજરત મહમ્મદ દિલે રહો ...૫ જરથોસ્તીના ધર્મગુરુની, પવિત્રતા ઘટમાં જાગો, સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો, વિશ્વશાંતિમાં ખપ લાગો. ..૬ – મુનિશ્રી સંતબાલજી સર્વધર્મ દર્શન સર્વધર્મ દર્શન Page #45 -------------------------------------------------------------------------- ________________ 786 ઠાબાનો પવિત્ર પથ્થર (મક્કાર્માર‰દ - ઇસ્લામ દર્શન) SACRED STONE OF CABBA (THE MUSLIM SHRINE OF MACCA) (ISLAM DARSHAN) Page #46 -------------------------------------------------------------------------- ________________ ઇસ્લામ ધર્મ આપણા દેશમાં ઇસ્લામ ધર્મ વિશે ખોટો ભ્રમ થયો છે. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે હિંદને ઇસ્લામ સાથેનો સંપર્ક લૂંટ, રંજાડ, મારધાડની રીતે થયો છે. મુસલમાનોમાં સર્વ પ્રથમ અહીં આવનાર આક્રમણકારો હતા. તેમણે આતંક ફેલાવીને ઇસ્લામને ફેલાવ્યો તેથી એવી છાપ ઊભી થઈ કે ઇસ્લામ હિંસકોનો ધર્મ છે. રાજાઓ રંજાડનાર છે. મુસ્લિમો છે એટલે ઇસ્લામ ધર્મ પણ રંજીડનાર ધર્મ છે. હકીકતે આ સત્ય નથી. જે હુમલો લઈને આપણા દેશ ઉપર આવ્યા હતા તેઓ તથા મધ્ય એશિયા જયાં ઇસ્લામનો ઉદય થયો તે અરબસ્તાન - બંને એકમેકથી સંપૂર્ણપણે ભિન્ન છે. તેથી ઇસ્લામનું વાસ્તવિક ચિત્ર અહીં રજૂ કરવાનો પ્રધાન ઉદ્દેશ છે. ઉદ્દભવ અને વિકાસ: એશિયા ખંડના અરબસ્તાનમાં ઇસ્લામ ધર્મનો ઉદય થયો, પરમાત્મા એક છે અને મનુષ્યમાત્ર સમાન છે.” આવું સરળ સત્ય પ્રગટ કરનાર ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પયગંબરનું સ્થાન વિશ્વવંદ્ય વિભૂતિઓમાં આગવું છે. ઇસ્લામનો અર્થ, “શાંતિ’ અને ‘સલામતી' તથા જગતના બાદશાહ' પરમેશ્વરના શરણે જવું એવો થાય છે. ‘કુરાનેશરીફ'માં દર્શાવ્યા અનુસાર, ‘મુસ્લિમ' એટલે જેણે ખુદા અને આદમી સાથે શાંતિ સાધી છે તે.’ આ રીતે ઇસ્લામ ધર્મ શાંતિ, સલામતી અને ભાઈચારાનો સંદેશ જગતને આપ્યો છે. ઇસ્લામ એટલે શાંતિનો માર્ગ. માણસે સૌથી પહેલાં ઈશ્વરની શરણાગતિ સ્વીકારીને શાંતિ મેળવી અને આ શરણાગતિમાં કોઈ પણ પ્રકારની શરત ન હતી. એમાંથી શાંતિ અને આનંદ મેળવવાનો માર્ગ તે ઇસ્લામ ધર્મ થયો. પયગંબરનો અર્થ થાય છે પૈગામ-સંદેશો લાવનાર. ઈશ્વરનો સંદેશો લાવનાર પહોંચાડનાર પયગંબર કહેવાય છે. બીજી માન્યતા પ્રમાણે ઈશ્વરની, આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર આદમથી શરૂ થયેલો ધર્મ ઇસ્લામ ધર્મ કહેવાય. એ સમયની રાજકીય, સામાજિક - ધાર્મિક પરિસ્થિતિ : એ સમયે આખું અરબસ્તાન અનેક કબીલાઓ (ટાળીઓ)માં વહેંચાયેલું હતું. કબીલાનો સરદાર શેખ કહેવાતો. તે કબીલાનો રાજા, પુરોહિત અને ગુરુ ગણાતો. કબીલા માટે સૌ સભ્યો ખૂબ જ ગુમાન ધરાવતા. અંદરોઅંદર વેરઝેર અને ખુનામરકીઓ પેઢીઓ સુધી ચાલુ રહેતાં. પરસ્પર ભય,ત્રાસ અને અરાજકતાનું વાતાવરણ રહેતું. કુરિવાજો, અંધશ્રદ્ધા, શુકન-અપશુકન, ભૂતપ્રેત વગેરે વહેમોનું જ જાણે રાજ હતું. હિંસાત્મક યજ્ઞો પણ થતા હતા. દારૂ-જુગાર વગેરે અનિષ્ટો વધી ગયાં હતાં. ગુલામો અને સ્ત્રીઓ તરફ અમાનુષી વર્તાવ કરવામાં આવતો હતો. પુત્રીના જન્મને આરબ શાપ ગણતા આથી પુત્રીને કબરમાં જીવતી દાટી દેવામાં આવતી હતી. આરબ પ્રજા દુરાચાર, અનીતિ, હિંસા, વહેમ વગેરેમાં ફસાઈ ગઈ હતી. અનેક દેવદેવીઓની પૂજા થતી હતી. મનુષ્યબલિ અને પશુબલિ દેવને ધરવામાં આવતો હતો. આવા અંધાધૂંધીના સમયમાં મહંમદ પયગંબરે આ પછાત, અંધશ્રદ્ધાળુ અને અજ્ઞાન પ્રાને શ્રદ્ધાનાં, જ્ઞાનનાં અને ધાર્મિકતાનાં અમૃત પાયાં, માનવસભ્યતાનું સર્જન કરી બતાવ્યું. ઇસ્લામ ધર્મે એકતા જન્માવી, એક ઈશ્વર, એક ધર્મભાવના, એક કોમ અને એક ધર્મ પુસ્તકની ભાવના પ્રગટ કરી એકસૂત્રતા સ્થાપી. મહંમદ પયગંબરનું જીવન અને કાર્ય : મહંમદ પયગંબરનો જન્મ મક્કા શહેરમાં ઈ.સ, ૫૭૧માં થયો હતો. એમના પિતાનું નામ અબ્દુલ્લા અને માતાનું નામ આમીના હતું. તેઓના જન્મ પહેલાં પિતાનું અવસાન થયું અને છ વર્ષની વયે તેમણે માતાની છાયા પણ ગુમાવી. દાદાના અવસાન પછી, કાકાના હાથે મહંમદનો ઉછેર થવા લાગ્યો. નાની વયે મહંમદને તેમના કાકા સાથે વેપારી વણઝારોમાં પરદેશ જવાનું થતું. યુવાવસ્થામાં મહંમદ વેપારીઓના આડતિયા (એજન્ટ) તરીકે કામ કરતા. તેમની સર્વધર્મ દર્શન ૭૨ સર્વધર્મ દર્શન Page #47 -------------------------------------------------------------------------- ________________ ઈમાનદારીની વેપારીઓમાં ઘણી છાપ હતી. તેથી સૌ તેમને “અલ-અમીન' અર્થાતુ વિશ્વાસુ માણસ” કહેતા હતા. ધીમે ધીમે તેઓને વિશેષ લોકપ્રિયતા મળે છે. પરદેશીઓ અને નિર્બળોને મદદ કરવામાં તેઓ આગેવાની લેતા અને ગરીબને મદદ કરવામાં પણ મોખરે રહેતા હતા. | કુરેશી કુટુંબની એક વિધવા બાઈ ખદીજાની ધનાઢ્ય પેઢી હતી. આ પેઢીના આડતિયા તરીકે એવી ઇમાનદારીથી કામ કર્યું કે એ બાઈએ એમની સાથે લગ્ન કરવાની માગણી કરી. બંનેના લગ્ન થયાં. મોહમ્મદ સાહેબની ઉંમર તે વખતે પચીસ વર્ષની હતી અને ખદીજા બીબીની ચાલીસ વર્ષની હતી. ઉંમરનો તફાવત હોવા છતાં, એ લગ્ન બંનેને માટે કલ્યાણકાર નીવડ્યું. પયગંબર સાહેબને બે પુત્રો, ત્રણ પુત્રીઓનો જન્મ થયો. મોહમ્મદ સાહેબનું જીવન ખૂબ જ સાદું હતું. પોતાનું કામ પોતે જ કરતા. કેટલાંક ખજૂરીનાં ઝાડ અને થોડાં ઘેટાંબકરાં એમની મિલકત હતી. તેમના વિચારો એક પયગંબરને શોભે તેવા ઉમદા હતા. મોટેભાગે ઉઘાડે માથે અને ઉઘાડે પગે રહેતા હતા અને શરીરે સફેદ જાડી સુતરાઉ ચાદર વીંટી લેતા, માટીનાં એક-બે વાસણ-નાની ઝૂંપડી, ખજૂરના તાડનું છાપરું, ઘરના બારણાને કમાડ પણ નહીં. નાનપણથી જ તેઓને એકાંતમાં રહેવાની અને ચિંતન કરવાની ટેવ હતી, સાચો ધર્મ જાણવાની તેમની ઇચ્છા હતી. આથી શહેરથી દૂર હીરા નામથી પહાડની ગુફામાં અનેક વખત જઈ દિવસોના દિવસ સુધી ખાધાપીધા વિના ઈશ્વરનું ધ્યાન ધરતા. રમઝાન મહિનાની એક રાતે તેઓ હીરા પર્વતની ગુફામાં બેઠા હતા, ત્યાં તેમને ગેબી અવાજ સંભળાયો. એ અવાજે કહ્યું, ‘મુહમંદ બોલ !' મહંમદે કહ્યું, “હું શું બોલું? હું ભણ્યો નથી, શું બોલી શકું ?' ફરીથી ગેબી અવાજ આવ્યો – તેણે કહ્યું, ‘ઈશ્વરના નામ પર બોલ આ દુનિયા તાર સર્જનહાર માલિકે બનાવેલી છે.... ખુદાની સારી પેઠે ઉપાસના માણસ જ કરી શકે છે. માટે એ માનવીને ઉપાસનાનો પાઠ ભણાવ.” પયગંબરીનો પાઠ આ છે – ‘લા ઇલાહ ઇલું અલ્લાહ” એટલે કે ઈશ્વર સિવાય કોઈ બીજો ઉપાસ્ય નથી. આ સૂત્ર આપીને તેમણે એક ઈશ્વરની ઉપાસના કરવાનું ફરમાન કર્યું. આ વખતે તેઓની વય ૪૦ વર્ષની હતી. લોકોને ધર્મનાં રહસ્યો અને સત્ય સમજાવવા માટે ૪૦થી ૫૩માં વર્ષ સુધી તેમણે સાધના કરી. એ સમય દરમિયાન તેમણે મક્કાથી હિજરત કરીને મદીના જવું પડ્યું, પોતાનું ઘર, કુટુંબકબીલાને છોડવા પડ્યા. મદીનામાં મોહમ્મદ સાહેબ પર થતાં આક્રમણોને રોકવા યુદ્ધો થયાં, તેમને ખતમ કરી નાખવાના પ્રયત્નો થયા પણ તેમણે ખુદાનો પયગામ આપવો ચાલુ રાખ્યો. એમણે મુખ્ય ચાર વાતો પર ભાર મૂક્યો છે. આ ચાર વાત હૃદયથી - વાણીથી સ્વીકારે અમલમાં મૂકે તે મુસલમાન છે. (૧) નમાજ (૨) રોજા (૩) હજ (૪) જકાત. નમાજમાં ઈશ્વરની સાથે સીધો સંબંધ બંધાય છે, તેમાં પોતાની તુચ્છતા જાહેર કરીને જીવનને નમ્ર - સરળ બનાવાય છે. દિવસમાં પાંચ વખત નમાજ પઢવાની હોય છે. ‘તારી આગળ હું તુચ્છ પ્રાણી છું.’ એમ કહીને બંદગી કરવાની હોય છે. કુરાનમાં સાત આયાતો (શ્લોકો) છે. નમાજ વખતે એ સાતે આયાતો કહેવાની હોય છે. ઉદાર અને અહિંસક નીતિથી તેમણે બધાંના દિલ જીતી લીધાં. ઇસ્લામ ધર્મનો ફેલાવો થવા લાગ્યો. મક્કામાંથી મૂર્તિપૂજા નાબૂદ થઈ. ઇસ્લામ શાંતિનો પયગામ આપતો ધર્મ છે. ઇસ્લામ એટલે પવિત્ર વાણી અને એ વાણીનો વ્યાપક પ્રભાવ આરંભાયો. ઇસ્લામ ધર્મે હિંસાની વાત કરી નથી. માંસાહારનો એમણે ઉપદેશ નથી આપ્યો કે એમ પણ નથી કહ્યું કે માંસાહાર ન કરશો તો પાપ પડશે.' તેમણે અહિંસાનો વહેવારુ માર્ગ બતાવ્યો છે. પ્રાણીમાત્ર પ્રત્યે ભ્રાતૃભાવ અને પ્રેમથી રહેવાની વાત તેમણે કરી છે. નેકી અને ઈમાનદારીથી ઉત્તમ જીવન જીવતા આ પયગંબરનું ૬૩ વર્ષની વયે મદીનામાં ઈ.સ. ૬૩૨માં અવસાન થયું. દેહાંત પહેલાં એમની પાસે જ કોઈ મિલકત હતી તે બધી ગરીબોને વહેંચી દીધી હતી. તેઓ, વારસામાં માનવતાવાદથી ભરેલો, સૌની સમાનતા સ્વીકારતો અમર જીવનસંદેશ મૂકી ગયા છે. ‘હે ખુદા ! મને માફ કર અને મને પરલોકના સાથીઓ સાથે મેળવ.” પછી.... ‘સદાને માટે સ્વર્ગ.' - ‘ક્ષમા' ‘હા ! પરલોકના મુબારક સાથી.” સર્વધર્મ દર્શન ૭૩ સર્વધર્મ દર્શન Page #48 -------------------------------------------------------------------------- ________________ ધર્મગ્રંથ – ‘કુરાન’ અને ‘હદીસ’ કુરાન = જાહેર કરવું, વાંચવું, ઇસ્લામ ધર્મને યથાર્થ સમજવા માટે ‘કુરાન’ ખૂબ ઉપયોગી ધર્મગ્રંથ છે. ખુદા તરફથી મળતા સંદેશાની ‘વહી’ તરીકે ઓળખવામાં આવે છે. આ બધી વહીઓ મળીને ‘કુરાન’ કહેવાય છે. જીવન માટે ધાર્મિક શોધ કરવી હોય તો કુરાન પઢો. તેઓએ સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે ધર્મની બાબતમાં કોઈ પ્રકારની જબરદસ્તી ન હોવી જોઈએ.' ‘તારું અથવા કોઈપણ રસૂલ (પયગંબર)નું કામ પોતાની વાત સ્પષ્ટ શબ્દોમાં કહી દેવાનું છે. પછી કોઈ મોં ફેરવી ચાલ્યા જાય તો ભલે જાય.' ‘ઈશ્વરે જે પુસ્તક અમને આપ્યું છે તેને અમે માનીએ છીએ અને જે પુસ્તક તેણે તમને આપ્યું છે તેને પણ માનીએ છીએ. તમારો અને અમારો અલ્લા એક જ છે. તે જ અલ્લા આગળ આપણે માથું નમાવીએ છીએ.’ મહંમદ સાહેબે, પોતાનો ધર્મ ફેલાવવા માટે કદી તલવારનો આશ્રય લીધો ન હતો. કોઈ કબીલા કે દેશ ઉપર કદી ચઢાઈ કરી ન હતી, ધાર્મિક માન્યતા માટે સહુ કોઈની સ્વતંત્રતા તેમણે સ્વીકારી છે. તેઓ સ્પષ્ટ કહેતા કે ‘ઈશ્વર એક છે, સત્યમાં અને ભલાઈમાં વિશ્વાસ રાખવો અને ભલાં કામ કરવાં એ જ સ્વર્ગની કૂંચી છે.’ હજની યાત્રા કરનારે સાદાં વસ્ત્રો પહેરવાં તથા એક કીડીને પણ ન મારવી, ઝાડનું પાંદડું પણ ન તોડવું કે પાસે કોઈ હથિયાર ન રાખવું તો જ સાચી યાત્રા કરી કહેવાશે. કુરાનના અધ્યાયને સુરા (ઇંટ) કહે છે. કુરાનની કુલ ૧૧૪ સુરાઓ છે. કુરાનની સુરા પર ઇસ્લામ ધર્મનું ચણતર થયું છે. કુરાનની સુરાઓ નાની મોટી છે. મોટામાં મોટી સુરામાં ૨૨૬ આયાત છે, જ્યારે નાનામાં નાની સુરામાં માત્ર ત્રણ જ આયાતો છે. આ આયાતો કાવ્યરસથી સભર છે. ઉત્કૃષ્ટ અને રસમય શૈલીમાં એની રચના થયેલ હોવાથી સાહિત્યની દૃષ્ટિએ ઉત્તમ કૃતિ છે. એક ઈશ્વરમાં શ્રદ્ધા, પવિત્ર જીવન, નીતિના સિદ્ધાંતો અને ગુલામો, બાળકો તથા સ્ત્રીઓ તરફ પ્રેમભર્યું વર્તન રાખવા ઉપર આ ગ્રંથમાં ભાર મૂકવામાં આવ્યો છે. મુસ્લિમ સંસ્કૃતિના વિકાસમાં આ ગ્રંથ આપેલો ફાળો અસાધારણ છે. આ ગ્રંથ પ્રત્યે માન અને આદરભાવની લાગણી વ્યક્ત સર્વધર્મ દર્શન ૭૫ કરવા માટે તેની પાછળ ‘શરીફ’ વિશેષણ લગાડવામાં આવેલ છે અને તેને ‘કુરાને શરીફ’ કહેવામાં આવે છે. અલ્લાહ એક છે. તે પોતે ન તો કદી જન્મ લે છે. તે સર્વશક્તિમાન, સર્વજ્ઞ અને ન્યાયી છે. તે જીવન અને મૃત્યુનો સર્જક છે, જેના હાથમાં અમાપ સત્તા અને અબાધિત શક્તિ છે. તે મંગલમય, દયામય અને કરુણાસાગર છે, જેઓ પૃથ્વી પર છે. તેમના પર તમે દયા કરો અને આસમાન પર છે તે તમારા પર દયા કરશે. અલ્લાહ જગતનો પોષક છે. અલ્લાહ અને મનુષ્ય વચ્ચે માલિક - બંદાનો - સ્વામી - સેવકનો સંબંધ છે. ઇસ્લામ ધર્મ આત્માની અમરતામાં માને છે – કયામતના સિદ્ધાંતમાં માને છે. – ‘જે માણસ એક બાજુ નમાજ પઢશે, રોજા રાખશે અને દાન કરશે તથા બીજી બાજુ કોઈની ઉપર જૂઠો આરોપ મૂકશે, બેઈમાની કરશે, કોઈના પૈસા ખાઈ જશે કે કોઈનું લોહી રેડશે અથવા કોઈને દુઃખ દેશે એવા માણસની નમાજ, રોજા, દાન કશું જ કામમાં નહીં આવે. જે કોઈ સત્કર્મ કરશે તેને પોતાનાં કૃત્યોનું સારું ફળ મળશે. કયામતના દિવસ પછી જહન્નમમાં જવું ન પડે અને જન્નતની પ્રાપ્તિ થાય એ માનવજીવનનું અંતિમ ધ્યેય ગણાયું છે. અંતિમ ધ્યેયની પ્રાપ્તિનાં બે સાધનો છે – (૧) ‘ઈમાન’ (૨) દીન ઇમાન એટલે વિશ્વાસ - શ્રદ્ધા. દરેક ઇસ્લામીએ છ બાબતમાં શ્રદ્ધા રાખવાનું ફરમાન છે. અલ્લાહ, ફિરસ્તા, કુરાનેશરીફ, પયગંબરો, કયામત અને કિસ્મત. દીન = ધર્માચરણ, પાંચ પવિત્ર કાર્યો કરવાનું ફરમાન છે. આ પાંચ પવિત્ર કાર્યો અનુક્રમે (૧) કલમો (૨) નમાજ (૩) રોજા (૪) જકાત (૫) હજ. સદાચારણ પર ઇસ્લામ ખાસ ભાર મૂકે છે. જકાત = દાન અથવા ખેરાત. પોતે કમાયેલું પોતે વાપરવું તે પાપ છે. એમાંથી અમુક ભાગ ગરીબ, અનાથ અને ફકીરોને માટે કાઢવો જોઈએ. ગુપ્ત દાનને વધુ સારું ગણ્યું છે. ‘સૌ પ્રાણીઓ પરમાત્માનું કુટુંબ છે અને જે આ પરમાત્માના કુટુંબનું ભલું કરે છે તે પરમાત્માને સૌથી પ્રિય છે. સર્વધર્મ દર્શન OE Page #49 -------------------------------------------------------------------------- ________________ કલમો એટલે મંત્ર. ‘અલ્લાહ એક છે અને હજરત મહંમદ એના પયગંબર છે.’ આ મંત્રના પઠનની ક્રિયાને કલમો પઢવો કહે છે. કુરાનમાં ધર્મસહિષ્ણુતાનો આદેશ અપાયો છે, ધર્મની બાબતમાં કોઈપણ જાતની જબરદસ્તી હોવી ન જોઈએ.’ મક્કા-મદીના પવિત્ર તીર્થસ્થાન ગણેલ છે જે ત્યાંની તીર્થયાત્રા – હજ કરે તે પવિત્ર વ્યક્તિ હાજી કહેવાય છે. ન હદીસ : પયગંબર મહંમદ સાહેબનાં રોજનાં કાર્યો અને સંવાદોનું નિરૂપણ કરતા સંગ્રહોને હદીસ કહેવામાં આવે છે. કુરાનના ઉપદેશની સમજૂતી મહંમદ સાહેબની વર્તણૂક પરથી મળી રહેતી હોવાથી આ સંગ્રહોનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. કુલ છ હદીસો છે. હદીસમાં નમાજ અંગે લખ્યું છે. ‘નમાજ એ નિર્મળ પાણીનું ઝરણું છે જે તમારે આંગણેથી વહે છે, તેમાં દિવસમાં પાંચ વાર સ્નાન કરો.' ‘આ દુનિયાનો મોહ રાખવો, એ માનનાર ઇસ્લામ ધર્મ સત્કર્મનો ફરી ફરીને અનેક દૃષ્ટિએ કલ્યાણકારી છે. ઇસ્લામ ધર્મ : જ બધાં પાપોનું મૂળ છે.’ એવું આદેશ આપે છે. ઇસ્લામ ધર્મ છે : ઇસ્લામ ધર્મના મુખ્ય તહેવારો નીચે મુજબ (૧)હઝરત મોહમ્મદ પયગંબર સાહેબનો જન્મદિવસ. (૨) પયગંબર સાહેબની મૃત્યુતિથિ. (૩) રમઝાન માસ. (૪) ઇદ-ઉલ-ફિત્ર = ઉપવાસના દિવસો પૂરા થયાનો ઉત્સવ. (૫) ઇદ-ઉલ-ઝુઆ = ત્યાગ અને બલિદાનની ઇદ. પ્રત્યેકની સંક્ષેપમાં વિગત નીચે પ્રમાણે છે : (૧) ઇસ્લામી ત્રીજા માસમાં હઝરત મોહમ્મદ પયગંબર સાહેબનો રબીઉલ અવ્વલની ૧૨મી તારીખે જન્મ થયો હતો. આ જન્મદિવસની ઉજવણી ખૂબ માનપૂર્વક કરવામાં આવે છે તેને ‘ઇદ્રેમિલાદ’ કહે છે. (ખુશાલીનું જન્મવું સર્વધર્મ દર્શન 66 (૨) પયગંબર સાહેબનો વફાત (મૃત્યુ) પણ એ જ તારીખે ૧૨મી તારીખે હોઈ, આ દિવસે ‘ફાતિહા’ પઢવાનો રિવાજ છે. શહેરમાં સરઘસ કાઢવામાં આવે છે. ગરીબોને દાન આપવામાં આવે છે. આ દિવસને બારાવફાત = બાર દિવસનો તહેવાર કહે છે. = (૩) ઇસ્લામી કેલેન્ડરનો નવમો માસ રમઝાન કહેવાય છે. સૌથી પવિત્ર માસ ગણાય છે = બાળી નાખવું પાપને, ખોટા વિચારને હોમી દઈ, જીવનને સત્ય-સદાચાર તરફ લઈ જવું. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો ઉપવાસ, દિવસની પાંચ નમાજ, પવિત્ર જીવન જીવવાની પ્રવૃત્તિ થતી હોય છે. દાન પુણ્ય પર પણ ખાસ ભાર મૂકવામાં આવેલ છે. (૪) રમઝાન માસ પૂરો થતા તેથી ખુશાલીમાં ઉત્સવ ઉજવવામાં આવે છે. ઇદની નમાજ પઢવામાં આવે છે. ઈદ આનંદ. ગરીબોને દાન આપવું. જકાત ચૂકવી નમાજ પઢવી. (૫) ઇદ-ઉલ-ફિત્ર પછી બે માસ અને નવ દિવસો બાદ ઇદ-ઉલ-ઝુઆ આવે છે. ત્યાગ અને બલિદાનની કુરબાનીની ઇદ છે.મક્કામાં હજનો પવિત્ર દિન પણ આ માસમાં ઉજવાય છે. આ પ્રાચીન તહેવાર છે. તે ‘બકરી ઇદ’ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે પ્રાણીની કુરબાની આપે છે. પશુઓને મારવાના શોખથી આ તહેવાર નથી ગોઠવાયો પણ પોતાને અત્યંત પ્રિય હોય તે વસ્તુ ઈશ્વરને અર્પણ કરવાની તૈયારી કેળવવા માટે આ તહેવારનું પ્રયોજન છે. (૬) મોહરમ : ઇસ્લામના મહાન શહીદોનું સ્મરણ કરવાની શક્તિ આ તહેવા૨માં છે. હુસેન સત્યને ખાતર શહીદ થયા. મોહરમનો તહેવાર એ ઇસ્લામી ભાઈઓ માટે શ્રાદ્ધનો દિવસ છે. ધર્મ-વીરોનો આ તહેવાર છે. મુસ્લિમ સાલ મોહરમ મહિનાથી શરૂ થાય છે. આ મહિનાની ૧૭મી તારીખે ઇમામહુસેન કરબલામાં ધર્મને ખાતર શહીદ થયા. મોહરમના દશમા દિવસે જુલૂસ (સરઘસ) કાઢે છે. આ જુલુસમાં તાજિયા લઈને લોકો ચાલે છે. તાજિયા, ઇમામહુસેનની કબર ઉપરના ઘુમ્મટના આકારના હોય છે. તાજિયા કાઢવાનો રિવાજ, હિન્દુસ્તાનના એક બાદશાહે શરૂ કર્યો હતો. ૭૮ = સર્વધર્મ દર્શન Page #50 -------------------------------------------------------------------------- ________________ | મન થી ૧૪ કોઈ કામ કરી ઈશુખ્રિસ્ત (ખ્રિસ્ત દર્શન). JESUS CHRIST (KHRISTI DARSHAN) Page #51 -------------------------------------------------------------------------- ________________ રામ કહો, રહિમાન કહો (રાગ કેદાર - તીન તાલ) રામ કહો, રહિમાન કહો, કોઈ, કાન્હા કહો મહાદેવરી રે, પારસનાથ કહો, કોઈ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયંસેવરી રે. પૃ.// ભાજન-ભેદ કહાવત નાના, એક મૃત્તિકા રૂપરી રે, તૈસે ખંડ કલ્પનારોપિત, આપ અખંડ સ્વરૂપેરી રે. ...૧ ખ્રિસ્તી ધર્મ નિજપદ રમે રામ સો કહિયે, રહિમ કરે રહિમાનરી રે, કર્ષે કરમ કાન્હ સો કહિયે, મહાદેવ નિર્વાણરી રે. ...૨ પરસે રૂપ પારસ સો કહિયે, બ્રહ્મ ચિન્હ સો બ્રહ્મરી રે, ઇણ વિધ સાધો આપ “આનંદઘન’, ચેતનમય નિઃકર્મરી રે. ...૩ જગતને ખૂણે ખૂણે ખ્રિસ્તી ધર્મ ફેલાયો છે. કદાચ વિશ્વમાં સૌથી મોટી સંખ્યામાં આ ધર્મના અનુયાયીઓ હશે. આ ધર્મે આખા વિશ્વમાં , શિક્ષણ અને આરોગ્યની બાબતમાં ઘણું વિરાટ કાર્ય કર્યું છે. ખાસ તો આ ધર્મના મૂળમાં માનવસેવા રહેલી છે. જગતની પછાત અને તિરસ્કૃત જાતિનો ઉદ્ધાર ભલે ધર્મપ્રચારની ભાવનાથી આ ધર્મે કર્યો હોય, પરંતુ ખૂબ મોટું, લોકસેવાનું કામ આ ધર્મે કર્યું છે. આફ્રિકાનાં ઘોર જંગલો હોય કે ભારતના આદિવાસીના દૂરસુદૂરના અગવડભર્યા વિસ્તાર હોય અથવા તો હરિજન કે અન્ય કોમ હોય – આ સર્વેની માનવસેવામાં ઉત્તમ કાર્યોની માંગલિક પ્રવૃત્તિ ખ્રિસ્તી ધર્મના મૂળમાં રહેલી છે. રક્તપિત્તિયાઓ, આંધળાઓ, બહેરા-મૂંગા તથા વિવિધ દર્દથી પીડાતા દુઃખી – ગરીબ લોકોની સેવાના આ ધર્મના ઉત્તમ કાર્યો, આ ધર્મને વિશ્વમાં ખૂબ ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે અને લોકહૃદયમાં અપાર સભાવ જન્માવ્યો છે. સેવા, શિક્ષણ અને આરોગ્યનું ઉમદા કાર્ય આ ધર્મ કરીને માનવજાત ઉપર મહાન ઉપકાર કર્યો છે, ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઇસુ ખ્રિસ્તઃ ઇસુને “માનવપુત્ર’ અને ‘ઈશ્વરપુત્ર’ એવાં બે વિશેષણો લગાડવામાં આવે છે. આ બંને શબ્દોનો વ્યાપક અર્થ માનવની - જગતની સેવા દ્વારા સર્વધર્મ દર્શન ૮૦ સર્વધર્મ દર્શન Page #52 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરની આરાધના કરનાર પુરુષ એવો થાય છે. - ઈ.સ. પૂર્વે ૪માં, બેથલેહામ નામના ગામમાં, ડિસેમ્બર માસની ૨૫મી તારીખે ખ્રિસ્તી ધર્મના ભગવાન ઈસુનો જન્મ થયો હતો. ઈસુના પિતા યુસુફ સામાન્ય સુથાર હતા. તેમનો જન્મ કુંવારી માતા મરિયમને પેટે થાય છે. આ સમયે એવી માન્યતા હતી કે કુંવારી કન્યાને બાળક જન્મે તે દેવે દીધેલ હોય છે. અરબસ્તાનના સીરિયા પ્રાંતની જેરૂસલેમ રાજધાની હતી ત્યાં હેરડ નામનો રાજા રાજ્ય કરતો હતો. તે ખૂબ સત્તા ધરાવતો હતો. તેને ખબર પડી કે તેનો કોઈ દુશ્મન જન્મ પામ્યો છે. એટલે તેણે હુકમ કર્યો કે આ ગામમાં બે વરસની ઉપરનાં તમામ બાળકોને ઠાર કરવાં. બધાંને આ સાંભળી ખૂબ દુ:ખ થયું. પરંતુ રાજાએ બધાં બાળકોને મારી નાખ્યાં. ઈસુને બચાવવા તેનાં માતાપિતા નાસી છૂટે છે. ઈસુ ૧૨ વર્ષના થયા ત્યારે મા-બાપની સાથે જેરૂસલેમના એક ઉત્સવમાં જાય છે, રસ્તામાં દેવળ પાસે તે મા-બાપથી છૂટા પડી જાય છે. માતા-પિતા એની શોધ કરે છે. આખરે તે દેવળમાં તપાસ કરે છે, તો તેઓ પૂજારીઓ સાથે કોઈ ગંભીર વિષયની ચર્ચા કરી રહ્યા હોય છે. ઈશ્વર શું છે? કયાં રહે છે? શું કરે છે ?' વગેરે પ્રશ્નો બધાંને ખૂબ મૂંઝવતા હતા ત્યારે ઈસુ એક તત્ત્વશની જેમ જવાબ આપી શકતા હતા. તેઓ વહેમ-પાખંડનો વિરોધ કરતા હતા. ઈસુના સમયમાં રાજાશાહીને નામે ઘોર અંધેર ચાલતું હતું, કોઈનામાં એની સામે વિરોધ પ્રગટ કરવાની શક્તિ ન હતી. લોકોએ ઈસુની શક્તિ જોઈને માન્યું કે ઈસુના રૂપે મહાપુરુષનો જન્મ થઈ ચૂક્યો છે. તે વખતે યહૂદી અને સેમેરિયન બે જાત હતી. ઈસુ યહૂદી હતા, પરંતુ તેઓ નાતજાતના ભેદભાવમાં માનતા ન હતા. ભેદભાવ કે આભડછેટ વગેરે સેવા કરવી તેમને ખૂબ ગમે છે. માનવ માનવ વચ્ચેનો ભેદભાવ તૂટે એ માટે તેમણે ખૂબ કામ કર્યું છે. ઈસુના જીવનની ૧૩ વર્ષથી આરંભીને ૩ર વર્ષની વય સુધીની વિશેષ વિગત જાણવા મળતી નથી. જ્ઞાનની શોધમાં જ્ઞાન મેળવવા તેમણે ખૂબ પુરુષાર્થ કર્યો છે. ઉપરાંત, લોકો પર થતા અત્યાચારો - અન્યાય અને શોષણ તેમને જાગ્રત કરે છે. તેમને લાગ્યું કે નીડર થઈને આગળ વધવું અનિવાર્ય છે. આત્મસંશોધન, લોકપરિચય, પ્રવાસ અને મનોમંથનનો એ કાળ છે. ઈસુ ૪૦ દિવસ સુધી ઘોર તપ કરે છે, રાજયાશ્રિત ધાર્મિક માન્યતા સામે પડકાર ફેંકે છે. ક્રાંતિની ઝાલર રણઝણે છે. શારીરિક-ભૌતિક સુખોની તુચ્છ પ્રાપ્તિને જ સર્વસ્વ માનનારો વિશાળ લોકસમુદાય અને રાજકીય અધિકારીઓ ઈસુનો પ્રચંડ વિરોધ કરે છે. તેમણે ધર્મના અઘરા નિયમો સામાન્ય દેખાતોની મદદથી સાવ સહેલી રીતે સમજાવવાનો પ્રારંભ કર્યો. સુવાર્તા (Gospel) માં લખ્યું છે કે ઈસુએ ઘણા માંદાઓને સાજા કર્યા, આંધળાઓને દૃષ્ટિ આપી, શ્રવણશક્તિ ગુમાવી બેસેલાને શ્રવણશક્તિ આપી. તેઓ કહેતા, ‘સત્યમાર્ગ અને પ્રકાશ હું છું, હું પાપીઓ અને માંદાઓ માટે જ આવ્યો છું.' ઈસુએ ધર્મશાસ્ત્રીઓ પર પ્રહાર કરતાં કહ્યું, “અરે, ઢોંગીઓ, તમે નિયમશાસ્ત્ર પાળો છો પણ એ શાસ્ત્ર કરતાં ચઢિયાતી બાબતો એટલે કે ન્યાય, દયા અને વિશ્વાસને તમે પડતા મૂકો છો !' ‘તમે તમારા વેરીઓ પર પ્રેમ કરો, શાપ દેનારને આશીર્વાદ આપો. અપમાન કરે તો એમના માટે પ્રાર્થના કરો. જે કોઈ તમને તમાચો મારે એની સામે બીજો ગાલ ધરો, જેટલો પ્રેમ તમે તમારી જાતને કરો છો તેટલો જ પ્રેમ તમારા પાડોશીઓને કરો, બાળકની જેમ નિષ્પાપી બનો.” - ઈસુના આવા ક્રાંતિકારક વિચારોએ સત્તાધારીઓને ખૂબ અશાંત કરી, મૂક્યા અને તેમણે ઈસુને મારી નાખવા માટેનું કારકસ્તાન રચ્યું. રાજદ્રોહ તથા પ્રભુનું અપમાન કરવાના અપરાધ માટે એમના પર કેસ ચલાવવામાં આવ્યો. એમના પર ચાર મુકદમાં થયા અને એમને મૃત્યુદંડ અપાયો. ઢોરમારથી લોહીલુહાણ થયેલા ઈસુના ખભા પર વધસ્તંભ (Cross) અપાયો અને સરઘસ શરૂ થયું. આ સરઘસ ગોલગાથા નામની નાની ટેકરી પર પહોંચ્યું અને ત્યાં તેમના હાથપગ પર ખીલા ઠોકી એમને ક્રોસ પર લટકાવ્યા, એ સમયે એમના માથા પર કાંટાળો તાજ મૂકવામાં આવ્યો હતો. પોતાને સર્વધર્મ દર્શન સર્વધર્મ દર્શન Page #53 -------------------------------------------------------------------------- ________________ મારનારાઓ વિશે પ્રાર્થના કરતાં તેઓ કહે છે, “હે પિતા, તમે એમને માફ કરશો, કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે !' ઈસુનો મૃત્યુદિન ‘ગુડ ફ્રાઈડે = સારો શુક્રવારે કહેવાય છે. આ દિવસે ઈસુ મરણ પામ્યા પણ તે જ દિવસે ઈસુની વાત લોકોને સમજાઈ એટલે કે ધર્મ સમજાયો તેથી તેને ‘સારો શુક્રવાર’ કહે છે. વધસ્તંભ પર એમનો વધ થયો તે જ દિવસે એમને દફનાવવામાં આવ્યા, પરંતુ એમનો પ્રિય શિષ્ય એમની પાસે હાજર ન હતો માટે ઈસુ એમના દફનના ત્રીજે દિવસે એમને દર્શન આપવા પુનર્જીવિત થયા એવું ખ્રિસ્તીઓ માને છે. તેઓ એમ કહે છે, “ઈસુ સ્વર્ગથી પાછા આવીને જગતનો ન્યાય કરવાના છે, મરિયમના એ પુત્ર આપણાં પાપ ધોવા માટે મૃત્યુદંડ ભોગવ્યો.” ઈસુનો ઉપદેશઃ | ‘ગિરિ પ્રવચન' એ તેમના ઉપદેશોમાં શિરોમણિરૂપ છે. તેઓ કહે (૧) “આ સંસારમાં જેઓ નમ્ર, સદાચારી, દયાળુ, પવિત્ર અને સંપ તથા શાંતિને વધારનાર છે, તેઓ ધન્ય છે. ‘જ્યારે લોકો તમારી નિંદા કરે, જુલમ ગુજારે ત્યારે તમે તમારી જીતને નસીબદાર સમજજો, કારણ તેથી તમારું કલ્યાણ જ થવાનું (૮) ‘તમે તમારા પરસેવાની રોટી ખાજો. કાલની ફીકર કરશો નહીં. શ્રદ્ધાપૂર્વક પ્રભુને ચરણ જીવન અર્પણ કરજો.’ ‘પોતાના અને કુટુંબના ગુજરાન માટે સૌએ પરસેવો પાડી જાતમહેનત કરવી જોઈએ અને હૃદયથી ઈશ્વરભજન કરવું જોઈએ - એ જ પ્રભુપ્રાપ્તિનો સાચો માર્ગ છે. સાચા ખ્રિસ્તીના હૃદયમાં માનવસેવાની ભાવના સભર ભરેલી હોય છે. માનવીનું દુ:ખ જોઈને તેનું હૃદય દ્રવે તે સાચો ખ્રિસ્તી છે. બાઇબલમાં શ્રદ્ધા, આશા અને ઉદારતા એ ત્રણ બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, પ્રભુ ઉપર શ્રદ્ધા રાખો તો તમારું કામ થશે, સારી આશા રાખી સારું વર્તન કરો, બીજા પ્રત્યે માયાળુ બનો અને દાન કરો. - શ્રીમંતો અને ગરીબો બંને સમાન છે. તેમની વચ્ચેની ભેદભાવની દીવાલ તોડવા માટે તેમણે કહ્યું કે દરેકે પોતાના પરસેવાનો રોટલો મેળવવો જોઈએ – ખાવો જોઈએ. ‘દેવોનું રાજય તમારું છે.' એમ કહી તેમણે, ગરીબોને લાધવગ્રંથિ કાઢી નાખવા કહ્યું. સોયના નાકામાંથી કદાચ ઊંટ પસાર થઈ જાય તે શક્ય છે પણ શ્રીમંતોને સ્વર્ગ મળવું અશક્ય છે.' આમ કહીને તેમણે દરિદ્રોનો સ્વર્ગ પરનો અધિકાર દર્શાવ્યો. ‘દરેકને રોટલો મેળવવાનો સરખો અધિકાર છે.’ ‘પ્રભુ ઉપર વિશ્વાસ રાખો, તે બધાનું ભલું ઇચ્છે છે.” ‘ભૂલ થઈ હોય તો પસ્તાવો કરો, પ્રભુની પાસે બેસીને એકરાર કરો. પાપીને એક વખતના પાપ માટે ન ધિક્કારો. સહુ સરખા છે, કોઈ ઊંચ કે નીચ નથી. “સૌના ભલામાં આપણું ભલું છે.' ખ્રિસ્તી ધર્મમાં બે વર્ગ છે. (૧) ખ્રિસ્તી (૨) યહૂદી, બંને માટે પવિત્ર કરારો છે. યહૂદીઓ મુસાના જૂના ધર્મ કરારોને (Old Testament) માને છે, તેની સાથે ઘણી ચમત્કારિક વાતોને જોડે છે. ઈસુ આવા ભૌતિક ચમત્કારોને અવગણે છે. (૩) “પૈસા તમને શાંતિ નહીં આપે, એનું બળ નહીં માનશો. એ જશે ત્યારે તમને સંતાપ થશે.' (૪) ‘તમે તમારા શત્રુ ઉપર પણ પ્રેમ કરજો, કદી કોઈનો દ્વેષ તો કરશો જ નહીં, જે તમને હેરાન કરે તેમનું હિત ઇચ્છજો.’ (પ) ‘તમે પોતાને દીન કે દયાપાત્ર માનશો નહીં, તમે તો આ દુનિયાનું નૂર છો. જગતનો પ્રાણ છો.' (૬) જૂના શાસ્ત્રોનો ઉચ્છેદ કરવા હું આવ્યો નથી પણ તેના સત્ય રહસ્યને શોધી, સમજાવવા અને તેનું પૂર્ણપણે પાલન કરાવવા આવ્યો છું.” (૭) ‘તમારા કર્મ અને વાણી તમારા હૃદયનું પ્રતિબિંબ છે.' સર્વધર્મ દર્શન ૮૪ સર્વધર્મ દર્શન Page #54 -------------------------------------------------------------------------- ________________ મૂસાના જૂના કરારોની દશ આશાઓ (Ten commandaments) આ નીચે પ્રમાણે છે : (૧) મા-બાપનો આદર કરો. (૨) કોઈ જીવને ન મારો. (૩) ચોરી ન કરો. (૪) વ્યભિચાર ન કરો. (૫) જૂઠા સાક્ષી ન બનો. (૬) પોતાના ખેતર માટે નોકર-ચાકરની ઝંખના ન કરો. (૭) કામમાં અઠવાડિયે એક દિવસ રજા પાળો, કારણ કે પૃથ્વી રચનારે પણ પૃથ્વી બનાવતાં એક દિવસની રજા પાળી હતી. (૮) જગતકર્તા ઈશ્વરની મૂર્તિ ન રચો. (૯) મને જ માનો ! હું કહું તે દેવને માનો. બીજાને પૂજશો તો ધનોતપનોત થઈ જશે. (૧૦)તને પરેશાન કરે તેને તું પરેશાન કર. દાંત ફોડે તેનો દાંત ફોડ, પણ પ્રાણ ન લે ! ઈસુએ નવા કરાર પ્રમાણે નવા સિદ્ધાંતો દર્શાવ્યા, જેની ચર્ચા આપણે પ્રથમ કરી ગયા છીએ. તેમણે બધાંને સમાન ગણ્યાં, આખા વિશ્વમાં ભ્રાતૃભાવ ઊભો કર્યો, ભગવાન અંગે શ્રદ્ધા વધારી, તેના શરણે જઈને પાપનો એકરાર કરીને શાંતિ મેળવવાનું કહ્યું. ભગવાન તો અસીમ પ્રેમ, ક્ષમા અને કરુણાનો ભંડાર છે તેમ કહ્યું. ધર્મનાં દ્વાર બધાંને માટે ઉઘાડ્યાં અને શિક્ષણ – સેવા અને આરોગ્ય નિમિત્તે દાન, પ્રાર્થના તથા સર્વજનકલ્યાણનો અમર સંદેશ જગતને આપ્યો છે. રોમન કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ એમ બે મુખ્ય વર્ગ ઉપરાંત અનેક પેટા શાખાઓ ખ્રિસ્તી ધર્મમાં આજે જોવા મળે છે, પરંતુ મુખ્યત્વે એ બધાંની ઉપાસના પદ્ધતિ સમાન છે. તેથી તેઓમાં એકતા અને બંધુત્વની ભાવના ખૂબ જ વિકસતી રહી છે – વિકસતી રહેશે. સર્વધર્મ દર્શન ૫ ખ્રિસ્તી ધર્મના તહેવારો - ખ્રિસ્તી ધર્મના તહેવારોમાં નાતાલ એટલે ઈસુ ખ્રિસ્તીની જન્મજયંતી. જો કે ૨૫મી ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી સુધીના સાત દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. છતાં ૨૫મી ડિસેમ્બરે આવતો નાતાલનો તહેવાર, ખ્રિસ્તીઓનો સૌથી મોટો તહેવાર છે. દુનિયાભરમાં આ તહેવાર ઉજવાય છે. ખ્રિસ્તીઓ દેવળમાં જઈ પ્રાર્થના કરે છે. નાચગાનનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. બાળકોને મનગમતી ભેટ સાંતાક્લોઝ નામનો દેવદૂત આપે છે. નાતાલવૃક્ષને શણગારવામાં આવે છે. નાતાલવૃક્ષ એ દાનવૃક્ષ છે. નાતાલ ઉપરાંત, સારો શુક્રવાર તથા પુનર્જીવનનો રવિવાર (Ester Sunday) ખ્રિસ્તીઓના મુખ્ય તહેવાર છે. ભગવાન ઈસુને વધસ્તંભ પર ચડાવ્યા તે દિવસ શુક્રવાર હતો. આ દિવસે ઈસુ મરણ પામ્યા તેથી લોકોને શોક થયો પણ તે જ દિવસે ઈસુની વાત લોકોને સમજાઈ - ધર્મ સમજાયો એટલે તે દિવસને સારો શુક્રવાર કહે છે. ‘ગુડ ફ્રાઈડે' તરીકે જાણીતો આ દિવસ, ઉપવાસથી શાંતિથી પસાર કરવામાં આવે છે. શુક્રવારે ઈસુનો વધ થયો તે જ દિવસે એમને દફનાવવામાં આવ્યા. એ સમયે એમનો પ્રિય શિષ્ય, એમની પાસે હાજર ન હતો. તેથી ઈસુ, એમના દફનના ત્રીજા દિવસે, શિષ્યને દર્શન આપવા, પુનર્જીવિત થયા એવું ખ્રિસ્તીઓ માને છે. આ પુનરુત્થાનના દિવસને ‘ઈસ્ટર સન્ડે’ના તહેવાર તરીકે ખ્રિસ્તીઓ ધામધૂમથી ઉજવે છે. જાન્યુઆરી નામ ‘જાનુસ' નામના દેવ પરથી પડ્યું હોવાનું મનાય છે. જાનુસ એ ગણપતિ જેવો વિઘ્નહર્તા દેવ મનાય છે. કોઈપણ કાર્યની શરૂઆત એની સ્તુતિથી થાય એવો એ દેવ હતો આથી પહેલી જાન્યુઆરી એ જાનુસના ઉત્સવનો ઉમંગભર્યો દિવસ જાહેર થયો અને નવા વર્ષના પ્રથમ દિવસ તરીકે દુનિયાભરમાં ઉલ્લાસથી ઉજવાય છે. k સર્વધર્મ દર્શન Page #55 -------------------------------------------------------------------------- ________________ અશોજથુષ્ટ્ર(પા૨સી દર્શન) ASHO ZOROASTE (PARSI DARSHAN) Page #56 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ વાત્સલ્ય - આત્મચિંતન (રાગ : સવૈયા એકત્રીસા) ધર્મ અમારો એક માત્ર એ “સર્વ ધર્મ સેવા’ કરવી, ધ્યેય અમારું છે વત્સલતા વિશ્વમહીં એને ભરવી; ‘સકળ જગતની બની જનેતા વત્સલતા સહુમાં રેવું એ જ ભાવનાના અનુયાયી બનવાનું સહુને તેડું. ...૧ જરથોસ્તી ધર્મ નાતજાતના ભેદ અમોને લેશ નથી કંઈ આભડતા, દેશ-વેશના શિષ્ટાચાર વિકાસ માટે નહિ નડતા; નિર્ભય બનીને જાનમાલની પરવા કદીએ નવ કરીએ, અમ માલિકીની વસ્તુનો મૂઢ સ્વાર્થ પણ પરિહરીએ. ...૨ બ્રહ્મચર્યની જયોત જગાવી સત્ય પ્રભુને મંદિરીએ, જગસેવાને આંચ ન આવે એ વ્યવસાયો આચરીએ; સગુણ સ્તુતિ કરીએ સહુની નિંદાથી ન્યારાં રહીએ, વ્યસનો તજીએ સદ્ગુણ સજીએ ટાપટીપ ખોટી તજીએ....૩ ખાવું, પીવું, હરવું, ફરવું, સૂવું, જાગવું અને વદવું, સર્વક્રિયાઓ કરતાં પહેલાં પાપ વિકારોથી ડરવું, છતાં થાય ગફલત જે કંઈ તે ક્ષમા માગી હળવા થઈએ, સર્વ ક્ષેત્રમાં રહીએ તોપણ આત્મભાન નહિ વિસ્મરીએ....૪ – મુનિશ્રી સંતબાલજી જરથુસ્તી ધર્મ (પારસીઓનો ધર્મ) ભારતવાસીઓની ધાર્મિક ઉદારતા અને સહિષ્ણુતા અજોડ છે. વિશ્વના જરથુસ્તી, ખ્રિસ્તી તથા ઇસ્લામ આદિ ધર્મોને આ ભૂમિમાં સ્થાન મળ્યું છે. આ ધર્મને પોતપોતાના ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાની તક પણ આ દેશમાં મળી છે. ઈરાનના પર્સ પ્રાંતમાંથી, ધર્મને બચાવવા માટે, સ્થળાંતર કરીને ભારતમાં ઊતરી આવેલી પ્રજા, પારસીઓને નામે હિંદમાં વસી છે. એક જુદો ધર્મ પાળતી પ્રજા , હિંદુ પ્રજા સાથે સરસ રીતે ભળી ગઈ છે અને કશાથે સંઘર્ષ વિના ભારતની અન્ય પ્રજીઓ સાથે રહે છે. આ પારસી પ્રજાનો ધર્મ તે જરથુસ્તી ધર્મ. જરથુષ્ટ્રના સમયમાં પ્રચલિત ધર્મને “મઝદયસ્તી’ (ઈશ્વરનું જ્ઞાન ધરાવનાર ધર્મ) કહેવામાં આવતો. હતો. આ ધર્મમાં જરથુષ્ટ્ર કરેલા સુધારા પછી તે ‘જરથુસ્તી ધર્મ” તરીકે ઓળખાય છે. મૂળમાં આ ધર્મ એકેશ્વરવાદી હતો છતાં પ્રજા ઘણીવાર અનેકેશ્વરવાદ તરફ ઢળી જતી હતી. તે વખતે મેલી વિદ્યાનું પણ સામ્રાજય હતું. લોકો જાદુ, વહેમમાં માનતા - ચોરી, લૂંટફાટ, જુલમ વગેરે સામાન્ય ઘટના હતી. આ પરથી સ્પષ્ટ થાય છે કે અધર્મના સામ્રાજ્યનો નાશ કરવા માટે જરથુષ્ટ્ર સર્વધર્મ દર્શન સર્વધર્મ દર્શન Page #57 -------------------------------------------------------------------------- ________________ પવિત્ર જરથોસ્તી ધર્મ સ્થાપ્યો. જરથુષ્ટ્રના આગમનથી પાપનો અંધકાર દૂર થઈ ઈરાનની ક્ષિતિજે પુણ્યના પ્રભાતનો ઉદય થયો. પ્રકાશનો પયગંબરઃ અષો જરથુષ્ટ્ર ઈ.સ.પૂર્વે ૬૬૦ના આસપાસના ગાળાનો એ સમય હતો. ઈરાનમાં ચારે તરફ ત્રાસનું સામ્રાજય ફેલાયું હતું. દુષ્ટતા દિનપ્રતિદિન માઝા મૂકી રહી હતી. સજજનોને શાંતિથી રહેવું મુશ્કેલ બની ગયું હતું. અસરના અગ્રેસર અહિમાનના સાથીઓ ચારે તરફ હિંસાનું તાંડવ ખેલી રહ્યા હતા. મનુષ્યો ત્રાહિ ત્રાહિ પોકારી રહ્યા હતા. અબોલ પશુઓ પર અસીમ અત્યાચાર ગુજારાતો હતો. પશુઓએ એકઠાં થઈને ઈશ્વરના સિંહાસન પાસે રહેતા પવિત્ર બળદ ગોસુરવાનને વિનંતી કરી : ‘ગોસુરવાન ! દુનિયા પર ત્રાસનું સામ્રાજય ફેલાયું છે. અમારા જેવાં અબોલ પ્રાણીઓ પર અસીમ અત્યાચાર ગુજરી રહ્યો છે. ઠેરઠેર હિંસા, ભય, છળ કપટ અને અવિશ્વાસ વ્યાપ્યાં છે. અમારો આ અવાજ ઈશ્વરના કાને પહોંચાડે. દુઃખી પ્રાણીઓની રક્ષા કરવાની એમણે જવાબદારી લીધી છે.” ગોસુરવાને એક હજાર મનુષ્યોના સમૂહનાદ જેવડો નાદ કાઢીને ઈશ્વર આગળ ફરિયાદ રજૂ કરી : “હે દયાળુ દેવ ! તે આ જગતના રક્ષણની જવાબદારી કોના ઉપર છોડી છે ! અત્યારે વસુંધરા પર વિનાશનાં વાદળાં છવાયાં છે. રસકસ વિના વનસ્પતિ સુકાઈ રહી છે. પૃથ્વી પરનાં પાણી અપવિત્ર બન્યાં છે. નિર્દોષ મનુષ્યો અને પશુઓનો વધ થઈ રહ્યો છે. આ જવાબદારી આપે સ્વીકારી છે, એથી આપ સત્વરે અદા કરો.' ગોસુરવાનનો અંતરનો પોકાર સાંભળીને ઈશ્વરે કહ્યું : ‘દુનિયાના દુઃખી જીવોને દુઃખથી મુક્ત કરવા હું સ્મિતમ જરથુષ્ટ્રને મારા પ્રતિનિધિ તરીકે ધરતી પર મોકલું છું.’ અરે પ્રભુ ! આ તો કોઈ મોટા દેવનું કામ છે. એક માણસથી આ કામ કેવી રીતે પાર પડશે ?” ઈશ્વરે મંદ મંદ હાસ્ય વેર્યું. પશ્ચિમ ઈરાનના મીડિયા પ્રાંતમાં વસતા પોરુશસ્તની ધર્મપત્ની દુગડોની કૂખે એક તેજસ્વી બાળકનો જન્મ થયો. જન્મ થતાં જ આખી કુદરત આનંદથી ખીલી ઊઠી. ચારે તરફ દિવ્ય પ્રકાશની આભા પથરાઈ. સામાન્ય રીતે બાળક જન્મતાંની સાથે રડવા માંડે છે. જ્યારે જરથુષ્ટ તો જન્મતાં વેંત ખૂબ હસવા લાગ્યા. લોકોને નવાઈ લાગી : “અરે ! આ બાળક કેવું ? જન્મતાં વેંત ખડખડાટ હસે છે. એના મુખ પર કેવું દિવ્ય તેજ છે. ઊડતી ઊડતી આ વાત દુષ્ટ રાજાને કાને આવી. એને વહેમ પેઠો : ‘કહો, ના કહો, આ બાળકમાં કોઈ ઈશ્વરી આશ છે. જો એ જીવતો રહ્યો તો મારો ખાતમો બોલાવી દેશે.” આ વહેમથી પ્રેરાઈને દુષ્ટ રાજાએ જગતના આ ત્રાતાનું મૃત્યુ નિપજાવવા એક દુષ્ટને મોકલ્યો. ચોરપગલે એણે ઘરમાં પ્રવેશ કર્યો અને બાળ જરથુષ્ટ્રને પારણામાં જ પૂરો કરવાને ઈરાદે ડોક મરડી નાખવા હાથ લંબાવ્યો. પણ ત્યાં તો એક ચમત્કાર થયો. કકડભૂસ કરતી સૂકા લાકડાની ડાળી ભાંગે એમ એનો લંબાયેલો હાથ ભાંગી ગયો. દુષ્ટ તો “ઓ બાપ રે !” કરતો જાય ભાગ્યો ! એકમાં રાજા સફળ ન થયો એટલે બીજા દુષ્ટને મોકલ્યો. તેણે બાળ જરથુષ્ટ્રને ઉઠાવીને રસ્તા પર ફેંકયો. ઢોરોના પગ નીચે છુંદી નાખવાને ઈરાદે એ દૈત્ય અનેક ઢોરોને ભડકાવ્યાં, પણ ત્યાં તો એક બળદ આવીને બાળ જરથુષ્ટ્રની ઉપર ચાર પગ ખોડીને એનું રક્ષણ કરતો ઊભો રહી ગયો. બાળ જરથુષ્ટ્રનો વાળ વાંકો ન થયો. મહાજુલમી રાજાએ ત્રીજો દાવ અજમાવ્યો. એક દૈત્ય બાળ જરથુષ્ટ્રને સર્વધર્મ દર્શન ૯૦ સર્વધર્મ દર્શન Page #58 -------------------------------------------------------------------------- ________________ ઉપાડીને વરુઓની બોડમાં નાખી આવ્યો. મનુષ્યોનાં લોહીતરસ્યાં વરુએ બાળ જરથુષ્ટ્રનો વાળ સરખો પણ વાંકો કર્યો નહિ. એના પોષણ માટે એક મેંઢી લઈ આવ્યા અને બાળ જરથુષ્ટ્રના મોંમાં દૂધની શેડ કરી. અમાનુષી તત્ત્વોએ બાળ જરથુષ્ટ્ર પર અનેક જુલ્મો ગુજાર્યા. પણ બાળ જરથુષ્ટ્રને કોઈ મારી ને શકર્યું. કૃષ્ણને મારવા કંસે અનેક કપટ કર્યા, પણ જેમ કૃષ્ણ બચી ગયા એમ જરથુષ્ટ્ર પણ બચી ગયા. ભગવાન કૃષ્ણના અને જરથુષ્ટ્રના જીવન વચ્ચે ઘણું સામ્ય છે. કંસથી બચવા કૃષ્ણને ગુપ્ત રાખ્યા હતા એમ જરથુષ્ટ્રને પણ ગુપ્ત રાખ્યા હતા. પૂતનાના ઝેરથી કૃષ્ણને મારવા પ્રયત્ન થયેલો. કૃષ્ણ ગોપાલન કર્યું હતું એમ, જરથુષ્ટ્રના પિતા ઘોડા વગેરે ઢોર ઉછેરતા હતા, કૃષ્ણને મારવા અનેક અસુરોને મોકલેલા એવો જ પ્રયત્ન જરથુષ્ટ્ર માટે થયેલો. જરથુષ્ટ્ર સાત વર્ષના થયા ત્યારે તેમને વિદ્વાન અને સદાચારી ગુરુને ત્યાં વિદ્યાભ્યાસ માટે મૂકવામાં આવ્યા. ગુરુએ તેમને શીલ અને સદાચારની, સુંદર કેળવણી આપી. દુષ્ટોને થયું કે જરથુષ્ટ્ર સદાચારી પાકશે. દુષ્ટોએ જૂઠી જૂઠી વાતો કરીને તેમની બુદ્ધિ ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. પણ ગુરુ અને એમની સતત સાવધાનીને પરિણામે એક પણ મલિન વિચાર તેમના મગજમાં ઘુસ્યો નહિ. પંદર વર્ષની વયે જરથુષ્ટ્રની કેળવણી પૂરી થઈ. જરથુષ્ટ્રના પિતા પોરુશસ્તના શરીર પર ઘડપણ ઘેરાવા માંડ્યું. દેહનો કોઈ ભરોસો ન હતો, એટલે પોતાનાં સંતાનોને એકઠાં કરીને કહ્યું : ‘દીકરાઓ ! હવે હું ઘરડો થયો છું. ક્યારે કાળની નોબત વાગે એ કહેવાય નહિ, માટે મારી હયાતીમાં જ મારી બધી જ મિલકત તમારા પાંચમાં વહેંચી દઉં.’ જરથુષ્ટ્રે કહ્યું : “પિતાજી ! મિલકતના પાંચ નહિ, ચાર ભાગ પાડો. મારે આ મિલકતમાં કંઈ પણ ભાગ જોઈતો નથી.' ‘ત્યારે દીકરા ! તું શું લઈશ ?” પોશસ્તે પૂછ્યું. ‘પિતાજી ! મને માત્ર પવિત્ર કમરપટો આપો.' એ પહેરીને તેમણે પોતાનો નિશ્ચય જાહેર કર્યો : “હું મારા પિતાની મિલકત પર આધાર ન રાખતાં જાતમહેનત પર જ આધાર રાખીશ. ને હવે પછીની મારી જિંદગી હું ઈશ્વરચિંતનમાં ને ધર્મની સેવામાં ગાળીશ.” આ અરસામાં દેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો. મૂઠી ધાન અને ચાંગળા પાણી માટે માણસો અને પશુઓ તરફડી તરફડીને મરવા લાગ્યાં. જરથુષ્ટ્ર આ જોયું અને એમનું કોમળ દિલ દ્રવી ઉઠ્યું. ગરીબો અને મૂંગા પ્રાણીઓ માટે એમણે કેડ કસી. ઘેરઘેર જઈને એમણે દુઃખી લોકો અને પ્રાણીઓ માટે ઘાસ અને અન્ન ભેગું કરવા માંડ્યું. ઘાસ અને અનાજ ભેગું કરીને પ્રાણીઓ અને માણસોને એમણે જીવતદાન આપ્યું. એક વખત એમની નજરે એક કૂતરી ચડી. | બિચારી મરવાને વાંકે જીવી રહી હતી. ભસવાની કે પૂંછડી હલાવવાની પણ શક્તિ રહી ન હતી. ધરતી સાથે ટાંટિયા ઘસતી એ કરુણ રુદન કરી રહી હતી. એની આવી અસહાય દશા જોઈને જરથુષ્ટ્રને દયા આવી ગઈ.. પળનોય વિલંબ કર્યા વિના એ ત્યાં બેસી ગયા અને એના શરીર પર મમતાળુ હાથ ફેરવતાં બોલ્યાં : ‘રડ માં. હું હમણાં જ તારા માટે ખાવાનું લઈ આવું છું.' જરથુષ્ટ્ર ઉતાવળે પગલે ગામમાં દોડ્યા. લોકોની પાસેથી ભીખ માગીને રોટલાનાં બેચાર બટકાં ભેગાં કર્યાં. અન્ન વિના તરફડી રહેલી માને રોટલો દેવા દીકરો દોડે એમ મરતી કૂતરીને બચાવવા જરથુષ્ટ્ર દોડ્યા. હાથમાં રોટલાનાં બે-ચાર બટકાં છે અને એકીશ્વાસે એ દોડે છે. રસ્તામાં ઠેસ વાગી. પગની આંગળી ચિરાઈ ગઈ. સર્વધર્મ દર્શન ૯૧ ૯૨ સર્વધર્મ દર્શન Page #59 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ પરમાત્માનું અને તેમની છ વિવિધ શક્તિઓનાં પ્રતીકોનું તેમને દર્શન થયું. પરમાત્માએ પૂછ્યું : ‘પ્યારા જરથુષ્ટ્ર ! બોલ, તારે શું જોઈએ છે?” ‘પ્રભુ ! મારે તો કંઈ ન જોઈએ. મને માત્ર પવિત્રતા આપો.' અષી એટલે પવિત્ર, ત્યારથી તેઓ અષો જરથુષ્ટ્ર તરીકે વિખ્યાત થયા. છતાંય એની પરવા કર્યા વિના ફરીથી દોડવા માંડ્યું. હાંફ એવી ચડી ગઈ કે દોડવાની તાકાત ન રહી; છતાં ખૂબ શ્રમ કરીને તેઓ ત્યાં પહોંચ્યા. એમની મહેનત માથે પડી. કૂતરીએ તો એ પહોંચે એ પહેલાં જ સદાને માટે આંખો મીંચી દીધી હતી. જરથુષ્ટ્ર મૃત કૂતરીના દેહ પાસે બેઠા. હાથમાંના રોટલાનાં બટકાં એના મુખ પાસે મૂક્યાં. આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. એ બોલ્યા : “અરે ! હું તારા માટે રોટલો લેવા દોડ્યો અને તું ચાલી નીકળી ! દુ:ખી માનવની, પ્રાણીની સેવા કરવી એ જીવનવ્રત બની ગયું હતું. બીજાનું દુઃખ જુએ અને એમનું હૃદય કરુણાથી ભરાઈ જાય. રસ્તે ચાલ્યા જતા હોય અને કો'ક ઘરડી સ્ત્રી કે પુરુષને બોજો ઊંચકીને જતા જુએ તો તરત જ એમનો બોજો જાતે ઊંચકી લે, કોઈ માંદું હોય અને કોઈ સેવા કરનારું ન હોય તો ખડે પગે એની સેવા કરે. સમાજનો એક વર્ગ દુઃખમાં સબડ્યો કરતો હતો જ્યારે બીજો એક વર્ગ મોજમજામાં મશગુલ હતો. આ અમીર વર્ગને ઈશ્વર સાથે કોઈ સ્નાનસૂતક ન હતું. ખાઈપીને આનંદ કરવો એ જ એમનું જીવનધ્યેય હતું. પોતાના સ્વાર્થની આડે કોઈ આવે તો એને મારવો એટલું જ એમને જ્ઞાન હતું. દુ:ખીજનોને સુખી કેવી રીતે કરવા? ભાનભૂલેલા અમીરોને સદાચાર કેવી રીતે શીખવવો ? આ બે ધૂન એમના મગજમાં સવાર થઈ ગઈ. આ બે પ્રશ્નો લઈને ઠેરઠેર ઘૂમવા માંડ્યું .મોટા મોટા પંડિતો, શાસ્ત્રીઓ ને ડાહ્યાજનોને પૂછવા માંડ્યું. પણ કોઈએ સંતોષકારક જવાબ ના આપ્યો. જરથુષ્ટ્રનું મન બેચેન બની ગયું. આખરે ઘરબાર છોડી પહાડનો રસ્તો લીધો. દસ વર્ષ સુધી સાદું જીવન અને સાત્વિક ખોરાક લઈ ચિંતનમગ્ન રહેવા લાગ્યા. દસ વર્ષના પ્રાર્થનામય જીવનને અંતે પરમ એમ કહેવાય છે કે જરથુષ્ટ્રને સાત વાર પરમાત્મા(અહુરમઝદના દર્શન થયાં હતાં. જ્યારે ઈશ્વરનાં સાક્ષાત દર્શન થયાં ત્યારે તેમણે અહુરમઝદને પ્રાર્થના કરી : “હે પરમાત્મા ! તું સૃષ્ટિનું રહસ્ય સમજીવનારી પવિત્ર વાણી સંભળાવ.' અહુરમઝદે તેમને સત્ય-અસત્યનો ભેદ સમજાવી સત્યનું સ્વરૂપ સમજાવ્યું. પછી તેઓ અહુરમઝદના સંદેશવાહક બન્યાં. પછી ધર્મપ્રચારનું કાર્ય આરંવ્યું. આ વખતે શેતાને પણ લલચાવીને પથભ્રષ્ટ કરવાના પ્રયત્નોમાં બાકી રાખી નહીં, માન, વૈભવ, યશ વગેરે સર્વ પ્રકારની લાલચો આપી. પણ તેઓ મક્કમ રહ્યા અને પ્રચારકાર્ય કરતા રહ્યા. પણ કરુણતા એ રહી કે પ્રથમ દશ વર્ષ સુધી તો પ્રચારકાર્યમાં તેમને સરિયામ નિષ્ફળતા જ મળી. લોકોને ઈશ્વરનો સંદેશ સંભળાવવો હતો પણ કોઈ સાંભળવા જ તૈયાર ન હતું. જ્યાં જાય ત્યાં લોકો એમની મશ્કરી કરે. એમના પર ધૂળ, કાંકરા વગેરે ફેંકે. છતાંય એની પરવા કર્યા વિના ઈશ્વરે સોંપેલું કાર્ય એમણે તો જારી રાખ્યું. મહિના-બે મહિના નહિ, પૂરાં દશ વર્ષને અંતે એમના દૂરના પિતરાઈ ભાઈએ એમની વાત માની અને એમનો અનુયાયી થયો. પછી તો જરથુષ્ટ્ર ગામેગામ ફરવા માંડ્યું. લોકોનો ત્રાસ સહન કરીને પણ લોકોને ઈશ્વરનો સંદેશ સંભળાવવા લાગ્યા. સર્વધર્મ દર્શન ૯૩ સર્વધર્મ દર્શન Page #60 -------------------------------------------------------------------------- ________________ એ સમયે ઈરાનમાં માની નામનો એક ધર્મપંથ ચાલતો હતો. એ ધર્મ પાખંડી હતો. જરથુષ્ટ્રે મૂર્તિપૂજા અને જાદુનો છડેચોક વિરોધ કરવા માંડ્યો. અને લોકોને કહેવા લાગ્યા : ‘અહુરમઝદ (ઈશ્વર) એક છે. એ સર્વજ્ઞ છે : સર્વશક્તિમાન છે અને સર્વનો સરજનહાર છે. એ પરમ દયાળુ છે. એ પ્રકાશસ્વરૂપ છે. સૂર્ય-ચંદ્ર એની આંખો છે. આકાશ એનું વસ્ત્ર છે. પૃથ્વી અને આકાશનો એ જ આધાર છે. પાણી, વાદળાં, વાયુ અને વનસ્પતિનો એ માલિક છે. એનાં સાક્ષાત્ દર્શન કરવા હોય તો પ્રકાશની પૂજા કરો. અંધકારથી દૂર રહો. અંધકાર એ જ અસુર (અહિરમાન) છે. જૂઠ, કપટ, લાભ, લાલચ એ જ અંધકારનાં સ્વરૂપો છે. ઈશ્વરને પામવા માટે પ્રકાશનો રાહ પકડો. નમ્ર બનો, ઉદાર બનો. સૌની સાથે ભલાઈ અને સચ્ચાઈથી વર્તો. વિચારમાં સાચા બનો, આચારમાં સાચા બનો, મનથી સાચા બનો. જરથુષ્ટ્રે આ માટે ત્રણ શબ્દો વાપર્યા છે : “મનની, ગવની અને હવની. પ્રકાશ એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. એ પ્રકાશ આપણને સૂર્ય, ચંદ્ર અને અગ્નિ આપે છે. પ્રકાર એ જ જીવન છે. માટે અગ્નિને પવિત્ર ગણીને એની પૂજા કરવાનું કહ્યું છે. જરથોસ્તીઓ અગિયારીઓમાં અગ્નિની પૂજા કરે છે. આ અગ્નિ એ જ પરમાત્માનું પ્રગટ રૂપ છે. આ પૂજાનો અગ્નિ જુદી જુદી સોળ જગ્યાએથી એકત્ર કરવામાં આવે છે અને હજારોના ખર્ચે સેંકડો વિધિઓ દ્વારા શુદ્ધ કરી એને પૂજાપાત્રમાં પધરાવવામાં આવે છે. એ સોળ જગાઓમાં એક સ્મશાનની ચિતા પણ છે. અગ્નિને પવિત્ર ગણ્યો હોવાથી પારસીઓ શબને બાળતા નથી. પારસીઓએ અગ્નિની જેમ પાણીને પવિત્ર ગણ્યું છે. પાણી શરીરને પવિત્ર કરે છે. રોજ સ્નાન કરવું, છિદ્રોવાળાં માટીનાં વાસણ વાપરવા નહિ. ધાતુનાં વાસણો પણ ધોઈને સાફ રાખવાં. કુદરતી હાજતે જઈ આવ્યા પછી હાથપગ ધોવા. બીજાનું બોટેલું પાણી પીવું નહિ. મલિન કે સડેલી ચીજ કૂવામાં કે નદીમાં નાખવી નહિ. મડદાને અડકવું નહિ. સર્વધર્મ દર્શન ૯૫ પૃથ્વીને પણ પવિત્ર ગણી છે. એને ‘અહુરમઝદની દીકરી’ કહી છે. નમ્રતા એ પૃથ્વીનો ગુણ છે. માણસે એ ગુણ ધારણ કરવો જોઈએ. સર્વ ધંધામાં ખેતી એ ઉત્તમ ધંધો છે. જે અનાજ વાવે છે એ ધર્મ વાવે છે. જે અનાજ લણે છે એ ધર્મ લણે છે. માટે હે જરથોસ્તી ! તું બુદ્ધિની સાથે હાથપગ હલાવ. ખેતી કર. અનાજ ઉગાડ. ધરતીને હરિયાળી અને ફળદ્રુપ બનાવ. ધરતીને જે લીલુડાં વસ્ત્ર પહેરાવે છે એના પર ધરતીમાતા પ્રસન્ન થાય છે, પણ ધરતીને લીલુડા વજ્રથી જે વંચિત રાખે છે એને ઘેરઘેર ભીખ માગવી પડે છે. અગ્નિ પવિત્ર, પાણી પવિત્ર, ધરતી પવિત્ર, ત્રણે પવિત્ર એટલે શબના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવા એ પ્રશ્ન આવીને ઊભો માટે જરથોસ્તી ધર્મે ‘દુખમા'ની વ્યવસ્થા કરી છે. વસતિથી ઘણે દૂર કોઈ ઊંચી ટેકરી પર એક મોટું ગોળાકાર મકાન બાંધવામાં આવે છે. તેને દખમું કહે છે. એમાં ત્રણ ગોળાકાર ગેલેરીઓ હોય છે : પુરુષની, સ્ત્રીની અને બાળકની. આ ગેલેરીમાં શબને મૂકવામાં આવે છે. થોડી વારમાં પક્ષીઓ એને સાફ કરી નાખે છે. શબનાં હાડકાં દખમાની વચ્ચેના કૂવામાં નાખી દેવામાં આવે છે. જરથોસ્તી ધર્મનો ટૂંક સાર આટલો જ છે : મન, વચન અને કર્મથી સાચા બનો. બીજા પ્રત્યે સહાનુભૂતિ રાખો. વેરીને પણ વહાલ કરો. મૂંગા પ્રાણીઓ પ્રત્યે દયા રાખો. બધાને માફી આપો. પણ જૂઠું બોલનારને માફી આપશો નહિ. માતાપિતા અને ગુરુની સેવા કરો. માબાપ અને ગુરુને દુઃખી કરવા જેવું દુનિયામાં બીજું કોઈ પાપ નથી. જે મા-બાપને રાજી રાખે છે તે સુખી થાય છે. સંસારનો ત્યાગ કરી, સંન્યાસી થવાની જરૂર નથી. સંસારમાં જે સીધી રીતે રહે છે એ સંન્યાસીનો પણ સંન્યાસી છે. ઈરાનના શહેનશાહ ગુસ્તાસ્યને ધર્મની વાતો સાંભળવામાં રસ હતો. ધર્મ શું ? ખોટું શું ? શું કરવાથી ઈશ્વર રાજી નથી ? શું કરવાથી માણસ સુખી થાય ? આ બધું જાણવાની તાલાવેલી એને લાગી હતી. ૯૬ સર્વધર્મ દર્શન Page #61 -------------------------------------------------------------------------- ________________ જરથુષ્ટ્ર કહ્યું : હું કોઈ જાદુગર નથી. હું નેકીનો ચાહક છું. મેં મન, વચન ને કર્મથી કોઈને ખોટો ઉપદેશ ને આપ્યો હોય તો તમારો ઘોડો સાજો. થાય.” ગુસ્તાપે જરથુષ્ટ્રની વાત સાંભળી એને મળવાનું નક્કી કર્યું ત્યારે એને દરબારના પંડિતો અને શાસ્ત્રીઓએ રોકવા ઘણા પ્રયત્નો કર્યા; પણ રાજા માન્યો નહીં. જરથુષ્ટ્રને આમંત્રણ આપ્યું. જરથુષ્ટ્ર આવ્યા ત્યારે પંડિતો અને શાસ્ત્રોએ ધમકી આપી : ‘તું અહીંથી ચાલ્યો જા. નહીંતર અહીં તારું મોત થશે.” જરથુષ્ટ્ર જરાય ડગ્યા નહિ. એ તો રાજદરબારમાં આવીને ઊભા રહ્યા. જરથુષ્ટ્રનું તેજસ્વી મુખમંડળ જોઈને ગુસ્તાસ્ય તો આભો બની ગયો. દરબારના પુરોહિતો, પંડિતો ને શાસ્ત્રીઓએ કહ્યું : - “રાજન ! આની જાળમાં કયાં ફસાવ છો ? આ જરથુષ્ટ્ર તો જાદુગર છે, ભામટો છે. એને ધર્મનું કંઈ જ જ્ઞાન નથી. એને લોકોમાં પોતાનું આગવું શસ્ત્ર ચલાવવું છે.' ‘એનામાં જ્ઞાન નથી તો એની સાથે શાસ્ત્રાર્થ કરી ને એને હરાવો.” પંડિતોએ ભેગા થઈને અઘરામાં અઘરા સવાલો એમને પૂછ્યું. જરથુષ્ટ સાદામાં સાદી રીતે એના જવાબો આપીને રાજા સહિત પ્રજાજનોને છક્ક કરી નાખ્યા. રાજાને ખાતરી થઈ ગઈ કે આ ખરેખર જ્ઞાની છે. પંડિતોના હાથ હેઠા પડ્યા એટલે કપટ કરી, રાજાને ભરમાવી જરથુષ્ટ્રને કેદમાં નખાવ્યા. બનવાકાળ એ જ વખતે રાજાનો વહાલો ઘોડો અચેત થઈ ગયો. અશ્વપાળે રાજાને ખબર આપી. તેને સારો કરવા પશુ-વૈદોને બોલાવ્યા, પણ કંઈ ફાયદો થયો નહિ. રાજાના મનમાં વિચાર આવ્યો : “મેં નિર્દોષ (પવિત્ર) માણસને કેદમાં નાખ્યો, એટલે તો આવું નહિ બન્યું હોય ને !' જરથુષ્ટ્રને કેદખાનામાંથી બહાર કાઢ્યા ને ઘોડાને સાજો કરવા પ્રાર્થના કરી. તરત જ ઘોડો હણહણાટી કરતો ઊભો થઈ ગયો. રાજાને જરથુષ્ટ્રની સચ્ચાઈ ઉપર ભરોસો બેઠો અને જરથુષ્ટ્રના ધર્મનો સ્વીકાર કર્યો. પછી એ ધર્મનો સારો એવો પ્રચાર થયો. ગુસ્તાપે તહેરાનના રાજા અરજાસ્પને કહેવડાવ્યું : ‘જરથુષ્ટ્રનો ધર્મ સારો છે. આપ એ ધર્મ અંગીકાર કરો.” અજાણ્યે જવાબમાં જણાવ્યું : “એ તો બધું ધતિંગ છે, એમાંથી તું નીકળી જા; નહીંતર મારી તલવાર એ કામ કરશે.' ગુસ્તાસ્પના દીકરાએ અરજસ્તે મોકલેલી એ ચિઠ્ઠીના ટુકડેટુકડા કરી નાખ્યા અને કહેવડાવ્યું : “તારાથી થાય એ કરી લેજે !' આમાંથી મોટો ભડકો થયો, અજાણ્યે ઓચિંતો હુમલો કર્યો. એ દિવસે કોઈ તહેવાર હતો. અષો જરથુષ્ટ્ર પોતાના અંશી શિષ્યો સાથે અગ્નિની ઉપાસના કરી રહ્યા હતા. અરજાસ્પની વિકરાળ સેના મારમાર કરતી ગામમાં ઘૂસી ગઈ, ચારે તરફ મારામારી અને કાપાકાપી શરૂ થઈ. એક ટુકડી મંદિરમાં ઘૂસી અને એ સૈનિકોએ અષો જરથુષ્ટ્ર સહિત એંશી શિષ્યોને હણી નાખ્યા. મંદિરનો નાશ કર્યો. અસંખ્ય માનવ-હત્યાથી લોહીની નદીઓ વહી. એનાથી મંદિરનો પવિત્ર અગ્નિ ઓલવાઈ ગયો. આમ, અષો જરથુષ્ટ્ર હજારો શિષ્યો સાથે ધર્મની ખાતર બલિદાન આપ્યું. એમના અવસાન પછી જરથોસ્તી ધર્મ ખૂબ ફેલાયો, પણ ઈ.સ. ૬૪૧માં ઈરાનનો છેલ્લો જરથોસ્તી બાદશાહ આરબો દ્વારા હાર્યો. ઈરાનમાં મુસલમાનનું રાજય થયું. જરથોસ્તી ધર્મ પાળવાનું મુશ્કેલ બન્યું એટલે સર્વધર્મ દર્શન ૯૭. ૯૮ સર્વધર્મ દર્શન Page #62 -------------------------------------------------------------------------- ________________ સંખ્યાની દૃષ્ટિએ આ ધર્મનો નંબર છેલ્લો આવે છે. એના અનુયાયીઓની સંખ્યા આશરે લાખ-બે લાખની હશે. આ સંખ્યા ઓછી થવાનું કારણ એમ જણાય છે કે આ ધર્મમાં જન્મેલી વ્યક્તિ સિવાય બીજા કોઈને એ ધર્મમાં દાખલ કરવામાં આવતા નથી. આ ધર્મના અનુયાયીઓનો મોટો ભાગ ભારતમાં અને એમાંય ખાસ કરીને ગુજરાતમાં સૌથી વધારે વસે છે, અષો જરથુષ્ટ્ર-જીવન અને કાર્યઃ પાંચસો પારસી કુટુંબોએ ધર્મ ખાતર વતનનો ત્યાગ કર્યો અને ભારતના સંજાણ બંદરે આવ્યા. ત્યારે સંજાણમાં જાદી રાણા નામે રાજા હતો. પારસીઓએ નદી રાણા પાસે રાજ્યમાં આશરો માગ્યો ત્યારે જાદી રાણાએ પૂછ્યું : ‘તમારો ધર્મ શું છે એ મને સમજાવો.” એક પારસી વિદ્વાને સોળ શ્લોક લખી પોતાનો ધર્મ સમજાવ્યો. રાજાએ ખુશ થઈ રહેવાની પરવાનગી આપતાં કહ્યું : ‘તમારે હથિયાર છોડી દેવાં. અહીં રહેવું હોય તો અહીંની ભાષા બોલવી પડશે. તમારી સ્ત્રીઓએ અહીંનો પોશાક પહેરવો પડશે. લગ્નની વિધિ સવારે નહિ કરતાં સાંજે કરવી પડશે. પારસીઓએ આ બધી શરતો માન્ય રાખી અને સંજાણમાં ઠરીઠામ થયા. એક કથા એવી પણ ચાલે છે કે પારસીઓએ જ્યારે રહેવાની રજા માગી ત્યારે જાદી રાણાએ સંકેતમાં છલોછલ ભરેલો દૂધનો એક ગ્લાસ સામે ધર્યો. ત્યારે પારસીઓએ તેમાં સાકરની ગાંગડી નાખીને એ રાજને આપ્યો. જાદી રાણા એમ કહેવા માગતો હતો : ‘મારા રાજયમાં વસ્તી છેક કાંઠા સુધી ઠસોઠસ ભરેલી છે. તમે અહીં ક્યાં રહેશો ? પારસીઓએ એમાં સાકરની ગાંગડી નાખીને એમ કહ્યું કે, “ભલે આપના રાજ્યમાં ઠસોઠસ વસ્તી હોય. જેમ દૂધમાં સાકર ભળી જાય એમ અમે આપની વસ્તીમાં ભળી જઈશું.’ આ જવાબથી રાણો ખુશ થઈ ગયો અને પારસીઓને પોતાના રાજયમાં વસવાની છૂટ આપી. સંજાણમાં વસ્યા પછી પારસીઓએ પોતાના ધર્મનું મંદિર “આતશ બહેરામ’ બાંધ્યું. ધીમે ધીમે પારસીઓ વલસાડ, વાંસદા, સુરત, બીલીમોરા, નવસારી, ખંભાત, ભરૂચ, અંકલેશ્વર વગેરે સ્થળે ફેલાયા. જરથુષ્ટ્રનો યુગ નક્કી કરવાનું મુશ્કેલ છે. તેમના જીવનની વિગતો દર્શાવતાં સાધનો અતિ અલ્પ છે, ‘જરથુષ્ટ્ર વિસ્તા ભાષાનો શબ્દ છે. આ પારસી પયગંબર સ્પિતી જરથુષ્ટ્ર કહેવાય છે, કેમ કે તેમના કુટુંબના વડાનું નામ સ્થિત હતું. જરથુષ્ટ્ર ધર્મગુરુ કુટુંબમાં જન્મ્યા હતા. ‘જરથુષ્ટ્રનો એક અર્થ ‘સોનેરી સિતારો' અને બીજો અર્થ ‘પીળા રંગના ઊંટો ધરાવનાર’ થાય છે. ઈરાનના રય શહેરમાં એમનો જન્મ થયો હતો. જન્મતાંની સાથે આ બાળક રોવાને બદલે હસ્યું હતું. તેમના જન્મ વખતે તેમની માતાના મસ્તકની આસપાસ તેજ ઝબકતું હતું. આ હકીકતની જાણ તે સમયના રાજા અને તેના ચાર ભાઈઓને થઈ, જાદુવિદ્યાના જાણકાર એ લોકોને ખ્યાલ આવી ગયો કે આ બાળક મહાપ્રતાપી થશે અને તેમનાં પાપી કરતૂતોનો અંત આવી જશે. તેઓએ, બીજા જાદુગરની સાથે મળીને આ બાળકનો નાશ કરવાનો પ્રપંચ રચ્યો. તેના પર અનેક પ્રકારનાં સંકટો ઊભાં કર્યા, પરંતુ તેઓનો પરાજય થયો. બાળક જરથુષ્ટ્ર તેઓને મહાત કર્યા. જરથુષ્ટ્ર સાત વર્ષના થયા ત્યારે તેમના પિતાએ તેમને ભણવા મોકલ્યા અને તેઓ ઉત્તમ કેળવણી પામ્યા. જરથુષ્ટ્રનું મન દુન્યવી તાલીમ માટે નહીં પણ ખુદાઈ જ્ઞાન માટે તલસતું હતું. જયારે તેઓ પંદર વર્ષના થયા ત્યારે તેમના પિતાએ મિલકતની વહેંચણી કરવા માંડી તેમાંથી જરથુષ્ટ્ર માત્ર એક કુસ્તી (જનોઈ, કમરબંધ) સિવાય બીજું કશું લીધું નહીં. વીસ વર્ષની વયે તેમણે ગૃહત્યાગ કર્યો. તેઓ અત્યંત દયાળુ હતા અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં જઈ, તેઓ નિધનોને અને વૃદ્ધોને સહાય કરતા હતા. પશુઓ પર તેઓ પ્રેમ રાખતાં સર્વધર્મ દર્શન ૯૯ ૧૦૦ સર્વધર્મ દર્શન Page #63 -------------------------------------------------------------------------- ________________ અને પ્રભુને રીઝવવા માટે પશુઓનું બલિદાન આપવાના ક્રૂર રિવાજનો વિરોધ કર્યો. એક પર્વત ઉપર જઈ, દસ વર્ષ સુધી તેમણે ઈશ્વરનું ધ્યાન કર્યું અંતે તેમને અહુરમઝદનાં અને છ અમેશાસ્પદો (ઈશ્વરના મહાન ફિરસ્તાઓ અથવા શક્તિઓ)નાં દર્શન થયાં. તેમને સમજાયું કે ઈશ્વરની સાચી ભક્તિ સમાજનો ત્યાગ કરીને નહીં, પણ સમાજમાં રહીને, સમાજસેવા દ્વારા થઈ શકે છે. આથી તેઓ પર્વત પરનો એકાંતવાસ છોડી સમાજમાં પાછા ફર્યા અને પયગંબરી કાર્ય શરૂ કર્યું. તેમણે તેમના જમાનાના જડ કર્મકાંડીઓ સામે જેહાદ જગાવી. આરંભમાં તો બધેથી તેમનો જોરદાર વિરોધ થયો, પરંતુ તેઓએ મક્કમપણે વિરોધનો સામનો કરી ‘જરથુસ્તી દીન'નો - ધર્મનો પ્રચાર કર્યો. જરથુષ્ટ્ર દયાળુ, પ્રેમાળ, સેવાભાવી, પ્રભુપરાયણ યોગી હતા. દંભ, જૂઠ અને અનીતિના કટ્ટર વિરોધી હતા. બદીનો સંપૂર્ણ અંત આવે અને નેકીને સંપૂર્ણ વિજય સાંપડે તે માટે તેઓ સતત પુરુષાર્થ કરતા. પાપ સામે સતત લડવાનું દેઢ મનોબળ ધરાવતા હતા. જરથુસ્તી ધર્મમાં જેવું જરથુષ્ટ્રનું માન છે તેવું બીજા કોઈનું નથી. આધ્યાત્મિકતામાં જરથુષ્ટ્રને કોઈ પહોંચી શકે તેમ નથી અને તેમનો દરજજો. ફિરસ્તા બરાબરનો ગણવામાં આવ્યો છે, અને તે માત્ર અહુરમઝદથી જ ઊતરતો છે. ટૂંકમાં, તે યુગમાં જરથુષ્ટ્ર એક અતિમાનવ હતા, માનવશ્રેષ્ઠ હતા, ઈશ્વરપુત્ર કે અવતાર તરીકે એમને પારસી શાસ્ત્રોમાં ઓળખવામાં આવ્યા નથી. પ્રાચીન મઝદયસ્ની દીનમાં જે ઉત્તમ હતું તેને જરથુષ્ટ્ર પોતાના ધર્મમાં ચાલુ રાખ્યું હતું. એ મઝદયસ્નીના ત્રણ મંત્રો છે - (૧) યથા અહુ વૈર્યો (પવિત્ર મન અને સેવા) (૨) અષમ વોહુ (૩) કે ધહે હાતામ (બંનેનો મુખ્ય વિચાર છે સત્ય). આ અપ તમામ – જરથુસ્તી સદ્ગુણોનો મૂળ આધાર છે. આ ત્રણ મંત્રોનું દિવસમાં અનેકવાર ધર્મિષ્ઠ જરથુસ્તીઓ પઠને કરે છે. ઈરાન અને અગ્નિપૂજાનો સંબંધ ખૂબ પ્રાચીન અને ઘનિષ્ઠ હોવાથી જરથુષ્ટ્ર એની પૂજા ચાલુ રાખી હતી. એવી જ બીજી ક્રિયા નવજોત છે. આ ક્રિયામાં પારસી કિશોર કે કિશોરીને સફેદ સદરો અને ૭૨ તારવાળી વણેલી ઊનની કુરતી (જનોઈ) પહેરાવવામાં આવે છે, ત્યારે જ તે બાળકને વિધિપુરઃસર જરથુસ્તી ધર્મમાં દાખલ થયેલું ગણવામાં આવે છે. આ ક્રિયા પૂર્વે થયેલી બાળકોની ભૂલ માટે તેમનાં માબાપને જવાબદાર ગણવામાં આવે છે અને નવજોત પછી બાળકો પોતે તેને માટે જવાબદાર ગણાય છે. આ નવજોતની ક્રિયા જરથુસ્તી પહેલાં હોમ નામના મહાત્માએ દાખલ કરી છે અને સુધરેલા દીનમાં ચાલુ હતી, આજે પણ ચાલુ છે. એકેશ્વરવાદની સ્થાપના જરથુષ્ટ્રનું મહત્ત્વનું કાર્ય છે. જરથુષ્ટ્ર પશુયજ્ઞો સામે જોરદાર પોકાર ઉઠાવ્યો અને નીતિપરાયણતા પર વિશેષ ભાર મૂક્યો છે. તેઓ વાસ્તવદર્શી હતા અને તેથી જગત મિથ્યા કે માયા છે તેમ સ્વીકારતા ન હતા. દરેક પ્રકારના અતિરેક તરફ તેમને અણગમો હતો. આત્માની ઉન્નતિ તેમને પ્રિય હતી પરંતુ તે સાથે જગતની સમૃદ્ધિ પણ તેઓ ઇચ્છતા હતા. તેથી જ તેમણે પરિણીત જીવનની હિમાયત કરી છે. આ ધર્મમાં લગ્ન એ સંયમી અને સંસ્કારી કર્મ છે એમ ગણવામાં આવેલ છે. ૭૭ વર્ષની વયે જરથુષ્ટ્ર આ ધરતી પરથી કાયમી વિદાય લીધી. માનવજાતિ પ્રત્યે ઉત્તમ પ્રકારની ફરજ બજાવી, નૈતિક મૂલ્યોનો સરસ વારસો જગતને આપી જવાની પવિત્ર પ્રવૃત્તિ તેમણે કરી હતી. જરથુસ્તી ધર્મના સિદ્ધાંતો: જરથુસ્તી ધર્મ તત્ત્વજ્ઞાન કરતાં નીતિ - સદાચાર તરફ વધારે અભિમુખ છે. તેનો ઝોક જટિલ આચાર તરફ છે તેટલો વિચાર તરફ નથી. ઈશ્વર નીતિ અને ભલાઈનો ભંડાર છે અને નીતિ એટલે ઈશ્વરનું સહેતુક અનુકરણ એવી આ ધર્મની માન્યતા છે. આ ધર્મ પ્રારબ્ધનું મહત્ત્વ દર્શાવેલ હોવા છતાં પુરુષાર્થ ઉપર વધુ ભાર મૂક્યો છે. પુરુષાર્થરહિત માનવીમાં નીતિ-અનીતિ જેવું કશું રહેત નહીં તેથી પુરુષાર્થ સ્વીકારવો જોઈએ. જરથુસ્તી ધર્મ એક જ ઈશ્વરમાં માને છે - એકેશ્વરવાદ અને “અહુરમઝદ'ના નામે ઓળખાવે છે. મઝદ = જ્ઞાની અને અહુર = અસ્તિત્વનો દાતા. આમ, અહુરમઝદ એટલે ‘મહાજ્ઞાની અસ્તિત્વનો દાતા.' અહુરમઝદનો સર્વધર્મ દર્શન ૧૦૧ ૧૦૨ સર્વધર્મ દર્શન Page #64 -------------------------------------------------------------------------- ________________ સૌથી આગવો અને લાક્ષણિક ગુણ તે તેની અપાર ભલાઈ છે. તેથી આ ધર્મને ‘ભલા દીન' તરીકે ઓળખવામાં આવે છે. નેકીનું અનુકરણ અને બદીથી પ્રયત્નપૂર્વક દૂર રહેનારને ઈશ્વર પ્રાપ્ત થશે. આ ધર્મમાં ભલાઈ અને સુખને સમાનાર્થક ગણવામાં આવ્યા છે. પરંતુ જરથુષ્ટ્રના ફરમાન મુજબ જે માથાભારે પાપીઓ સુધરે નહીં અને સુધારવા માગે પણ નહીં તેનો શસ્ત્રથી સામનો કરી પરાજિત કરવા જોઈએ. સત્ય, શુદ્ધિ અને પવિત્રતા માટે પુરુષાર્થ કરવો જોઈએ. ‘અષ’ = સત્યમાં બધાય ગુણ સમાઈ જાય છે. સહેલો, સાદો અને વ્યવહારુ છે. જરથુસ્તીઓ પહેલાં ધર્મને માને છે, પછી કર્મને વખાણે છે. તેઓ માનસની (નેક વિચાર), ગવશની (નેક વાચા) અને કુનશની (નેક વર્તન)ની ત્રિપુટીમાં શ્રદ્ધા ધરાવે છે. વિચાર અને વાચા શુદ્ધ હોય પણ જો તે શુદ્ધ કર્મોમાં ન પરિણમે તો તેની કશી કિંમત નથી. કર્મ તો માણસના ચારિત્ર્યની સાચી કસોટી છે. ‘સત્કર્મોનું સારું ફળ અને ખરાબ કર્મોનું ખરાબ ફળ’ માણસને અવશ્ય મળે છે એવી માન્યતા આ ધર્મમાં પણ છે. માનવીએ રોજિંદા કર્મો તો કરવાનાં જ પણ પવિત્રતા અને ભલાઈનાં કર્મો ખાસ કરવાનાં છે. કોઈ શત્રુને મિત્ર બનાવવો, કોઈ દુષ્ટને પવિત્રતાનો પંથ બતાવવો અને કોઈ અજ્ઞાનીને જ્ઞાનનું દાન કરવું એ સર્વોત્તમ ધાર્મિક કાર્યો છે. જરથુસ્તી ધર્મની મુખ્ય આજ્ઞાઓ છે – ભલાઈ, પરોપકાર, સેવા અને સખાવત. (દાન), નિષ્કામ શ્રેયનાં કાર્યો કરવાં, શુભ કાર્યો કરવાં એ સાચી ફરજ છે. જીવન પાપનો સામનો કરવા માટેની એક રણભૂમિ છે અને એમાંથી પલાયન થવું તે કાયરતા છે. જરથુસ્તી ધર્મ સંન્યાસ અથવા સંસારત્યાગની વિરુદ્ધ છે. સંસાર છોડીને નાસી જવાનો કોઈને હક્ક નથી. આમ છતાં આ ધર્મ સાધુસંતોની વિરુદ્ધ નથી. ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ તે મનુષ્ય કલ્યાણનો જ માર્ગ છે. કેમ કે જનસેવા એ જ પ્રભુસેવા છે. ઈશ્વર કાંઈ જનતાથી જુદો નથી. આ ધર્મ કહે છે, “હૃદયથી સંન્યાસી બનો, સંયમી જીવન ગાળો અને સંસારી પણ પવિત્ર જીવન ગુજારો – સંસારમાં રહો, સંસારની ફરજ અદા કરો, પ્રભુમય જીવન ગાળો.” જીવન સ્વમ નથી, પરસ્પર ભલાઈ બતાવવા માટેની સોનેરી તક છે. આ ધર્મ નિષ્ક્રિયતાને વખોડે છે. આળસને મૂર્ખાઈ ગણે છે. ઉદ્યોગી માણસો આળસને રોગ ગણે છે – પાપ ગણે છે. લાંબુ આયુષ્ય અને મિતાહારી જીવન મોજ કરવા માટે નહીં પણ છેવટ સુધી સારાં કાર્યો કરવા માટે યાચવાનું છે – માનવજાતની સેવા માટે યાચવાનું છે. જરથુસ્તી ધર્મ એટલે એવું પ્રભુમય જીવન જેમાં પ્રેમ કરતાં શ્રેય ઉપર, શરીર કરતાં આત્મા ઉપર ઘણું વધારે ધ્યાન આપવાનું ફરમાન છે. સમાજમાંથી પ્રાપ્ત કરેલાં ધનને, સમાજમાં જ, લોકકલ્યાણ માટે વાપરવું જોઈએ. સાર્વજનિક હિતમાં, પારસીઓને વિશેષ રસ છે. આ ધર્મ, જનતાની સેવા દ્વારા જનાર્દનને પ્રાપ્ત કરવાનો માર્ગ દર્શાવે છે. જરથુસ્તીઓ આશાવાદી છે, શ્રદ્ધાળુ છે. આશાવાદ સાથે આનંદ અને હાસ્ય સંકળાયેલા હોય છે. પારસીઓમાં હાસ્યવૃત્તિ સારા પ્રમાણમાં મળી આવે છે. હાસ્ય ધર્મયુક્ત હોવું જોઈએ એમ તેઓ માને છે. આ ધર્મ દુન્યવી પ્રગતિની પણ હિમાયત કરે છે, લોકો સુખી, સંસ્કારી અને સમૃદ્ધ બને એવું ઇચ્છે છે. પરધર્મ સહિષ્ણુતા આ ધર્મમાં સહજ છે. સૌ ધર્મો ઈશ્વરપ્રાપ્તિના પંથ છે. તેથી જરથુસ્તીઓ અન્ય ધર્મ અને સંસ્કૃતિમાં જે કાંઈ શ્રેષ્ઠ હોય તેને આવકારે છે. “જેટલું મારું તેટલું સારું.’ એમ નહીં પણ “જેટલું સારું તેટલું મારું.' એવો ઝરથોસ્તીઓનો મત છે, સહિષ્ણુતાનો મત છે. સહિષ્ણુતાનાં અનેક દૃષ્ટાંતો પણ મળી આવે છે. સ્ત્રીઓને, પ્રાચીનકાળથી યોગ્ય સ્વતંત્રતા આ ધર્મે આપી છે. સ્ત્રીનો દરજે કેટલીક બાબતમાં પુરુષ સમાન હતો. પુરુષની જેમ સ્ત્રીની આરાધનાની - ગુણીયલ સ્ત્રીની આરાધનાની આ ધર્મમાં હિમાયત કરી છે. સ્ત્રીના સૌથી મહાન સગુણ તેની નિર્મળતા અને પતિવ્રતાપણું ગયું છે. આ ધર્મ સ્વચ્છતાનો આગ્રહી છે. શરીરશુદ્ધિ, ઘર, શેરી, કુવા વગેરેની શુદ્ધિનો આગ્રહ રાખવામાં આવે છે. આપણે ઉપયોગમાં લઈને છીએ તે સર્વ વસ્તુઓ શુદ્ધ હોવી જોઈએ, કારણ કે અસ્વચ્છ વસ્તુઓનો ઉપયોગ કરે તે મનુષ્ય પવિત્ર નથી. એમ આ ધર્મ માને છે. આથી આ ધર્મમાં નીચેની આજ્ઞાઓ આપી છે. સર્વધર્મ દર્શન ૧૩ ૧૦૪ સર્વધર્મ દર્શન Page #65 -------------------------------------------------------------------------- ________________ (૧) કેટલીક નાશ પામેલી વસ્તુઓ જમીન પર પડી હોય છે, તેની આસપાસ ફરવું નહીં. (૨) પાણીમાં હાડકાં, વાળ, મરેલા જાનવર, ચરબી વગેરે નાખવાં નહીં, (૩) ગંદા, અંધારા કૂવાનું પાણી વપરાશમાં લેવું નહીં. સ્વચ્છતાના આ આગ્રહને લીધે જ પારસીઓ શબને દાટતા કે બાળતા નથી, માંસાહારી પક્ષીઓને ખાવા દે છે. કદાચ સ્વચ્છતાની સાથે, મૃત્યુ પછી પણ પરોપકાર કરવાનો ખ્યાલ આમાં સમાયેલ છે. પવિત્ર આતશ અને અગ્નિમંદિરોઃ જરથોસ્તી ધર્મમાં અહુરમઝદના પ્રતીક અગ્નિ (આતશ)નું અત્યંત મહત્ત્વનું સ્થાન છે. ‘તમામ ચીજોને પવિત્ર કરનાર આતશ તારું અને અન્ય તમામ આતશોનું હું ઇજન કરું છું.” કુદરતનાં સર્વોચ્ચ તત્ત્વને ઈશ્વરના પ્રતીક તરીકે સ્વીકારવામાં આવ્યાં છે, પ્રકાશ, અગ્નિ એવાં તત્ત્વો છે, જે સૌંદર્ય, શુદ્ધતા અને પવિત્રતામાં આપણને ઈશ્વરનું સચોટ સ્મરણ કરાવી શકે છે, આતશ પાસે સુખ, દીર્ધાયુ, ડહાપણ, શક્તિ અને આબાદી વગેરેની માગણી કરવામાં આવી છે. આતશે માત્ર પાર્થિવ વસ્તુ નથી, દિવ્યશક્તિ અને મનુષ્યની સર્વોચ્ચ આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે. અગ્નિ હંમેશાં શુદ્ધ રહે છે, તમામ મલિન વસ્તુઓને બાળીને તેનો નાશ કરે છે, તેમાં વિના કારણે ગંદી, અપવિત્ર વસ્તુ નાંખનાર શિક્ષાપાત્ર ઠરે છે. જરથુસ્તી ધર્મમાં ત્રણ પ્રકારનાં અગ્નિમંદિરો છે. (૧) આતશ બહેરામ (૨) આતશ આદરાન (૩) આતશ દાદગાહ – સૌથી શ્રેષ્ઠ પ્રકારનું મંદિર તે આતશ બહેરામ છે. તેના આતશ માટે જુદી જુદી જાતના આદેશો જેવા કે ઘરનો આતશ, રાજાને ત્યાંનો આતશ, સેનાપતિનો, સોનીનો, લુહારનો. કુંભારનો, કઠિયારાનો, વીજળીનો – એવા બધા મળીને ૧૬ આતશો ભેગા કરી, એક વર્ષથી પણ વધુ લાંબા સમય સુધી તેના પર અતિ લાંબી અને સૂક્ષ્મ ક્રિયાઓ કરી તેને પવિત્ર કરવામાં આવે છે. આવી રીતે પવિત્ર થયેલા અગ્નિને મંદિરમાં અખંડ બળતો રાખવામાં આવે છે. સૌથી સખત શારીરિક અને માનસિક કસોટીઓમાંથી પાર ઊતર્યા હોય એવા મોબેદોની એના ઉપર સતત દેખરેખ હોય છે. આવા આતશ બહેરામની સંખ્યા ભારતમાં માત્ર આઠ છે - તેમાંનો સૌથી વધુ પવિત્ર, મહાન અને ઐતિહાસિક છે તે ઉદવાડામાં છે. તે ‘ઈરાનશાહ’ને નામે ઓળખાય છે. ભારતના પારસીઓમાં આતશ બહેરામ માટે ‘અગિયારી’ શબ્દ ખૂબ પ્રચલિત છે. એ શબ્દનું મૂળ સંસ્કૃત અગ્નિ આગાર” અથવા “અગ્નિનું નિવાસસ્થાન” એવો થાય છે. જરથુસ્તી ધર્મ સાદો, સીધો અને વ્યવહારુ છે, તેમાં અશકયે આદર્શોની વાતો નથી. તે દયો, પ્રેમ, અહિંસામાં માને છે. જગતના વ્યવહારમાં ન્યાયનું સ્થાન રહેવું જોઈએ, એવો સંદેશ આપે છે. ‘કરો તેવું પામો અને વાવો તેવું લણો’ એવી જરથુસ્તી ધર્મની દૃઢ માન્યતા છે. ધાર્મિક આશાવાદને સ્વીકારે છે. આ ધર્મનું ધ્યેય, સત્ય, અહિંસા, પ્રેમ, દયા, પરોપકારની ભાવનાથી ભરેલી ચારિત્ર્યવાન વ્યક્તિઓ પેદા કરવાનું છે. ‘અતિમાનવ'માં આ ધર્મ માને છે. તેઓ દેશ અને સમાજના કલ્યાણ માટે ભારે ભોગ આપે છે અને સમસ્ત પારસી કોમ તેમને માટે ગૌરવ લઈ શકે છે. એમને લીધે જરથુસ્તી ધર્મ ઊજળો રહ્યો છે, રહેશે. પારસી ધર્મના તહેવારો : પારસી ધર્મના સ્થાપક અશો જરથુષ્ટ્રનો જન્મદિવસ, પહેલા મહિનાના છઠ્ઠા દિવસે થયો છે. તેને ‘ખોરદાદ સાલ’ તરીકે ઉજવાય છે. પારસી નવા વર્ષને ‘પતેતી' કહે છે. પતેત એટલે ક્ષમાયાચના માગે છે. નવા વર્ષનો પહેલો દિવસ તે ‘નવરોઝ' તરીકે ઓળખાય છે, ઊજવાય છે. ૨૧મી માર્ચનો આ દિવસ નવા વર્ષે, વહેલા ઊઠી, સ્નાન કરી, નવાં કપડાં પહેરી અગિયારી (મંદિર)માં જઈ પારસીઓ પૂજા કરે છે. ઘરને શણગારે છે. ગરીબોને દાન આપે છે. મીઠાઈ આપી, “સાલમુબારક' પાઠવે છે. આતશ બહેરામ (મંદિર)માં જઈ ભલી દુઆઓ માંગે છે. અગ્નિની પૂજા કરે છે, એકેશ્વરવાદમાં માનનારા પારસીઓ હિંદુ ધર્મના તહેવારો ઊજવે છે. ‘નવજોત’ની ઉજવણી પણ સરસ રીતે થાય છે. પુત્ર કે પુત્રી, સાત, નવ કે અગિયાર વર્ષે ધર્મમાં પ્રવેશ કરે છે. આ દિવસે બાળકને ઢાકાની મલમલનો સદરો પહેરાવવામાં આવે છે. કસ્તીમાં ૭૨ તાર ઘેટાંની ઊનમાંથી વણાય છે. આ કુસ્તી સદરાની ઉપર કમરે ત્રણ વખત વીંટવામાં આવે છે, માથે મલમલની ટોપી રાખી પ્રાર્થના કરે છે. દિવસમાં પાંચ વખત પ્રાર્થના કરે છે. સર્વધર્મ દર્શન ૧૫ ૧૦૬ સર્વધર્મ દર્શન Page #66 -------------------------------------------------------------------------- ________________ સર્વધર્મ પ્રાર્થના ૐ તત્સત્ , શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું, સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું. બ્રહ્મ મજદ તું, આદ્યશક્તિ તું, ઈશુ પિતા પ્રભુ તું, રુદ્ર વિષ્ણુ તું, રામ કૃષ્ણતું, રહીમ તાઓ તું. વીર પ્રભુ તું, આત્મ તેજ તું, સહજાનંદી તું, વાસુદેવ ગો-વિશ્વ રૂપ તું, ચિદાનંદ હરિ તું. અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મલિંગ શિવ તું, ૐ તત્સત્ , શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું. તાઓ ધર્મ ચીનના લોકોની એ માન્યતા છે કે ધર્મ તો માણસ માત્રને માટે નૈસર્ગિક અને સ્વાભાવિક બાબત છે. ધર્મ તો માનવસ્વભાવ સાથે જોડાયેલું તત્ત્વ છે. તાઓ ધર્મમાં વિશ્વ અને માનવનું મૂળભૂત ઐકય સ્વયંસિદ્ધ માન્યું છે. “તાઓ'નો અર્થ : ‘તાઓ’ શબ્દના અનેક અર્થ મળે છે – પ્રકૃતિ, ઈશ્વર, બુદ્ધિમત્તા, બ્રહ્મન, પરમતત્ત્વ વગેરે. ‘દૈવીમાર્ગ’ એ અર્થમાં ‘તાઓ’ શબ્દ વધુ પ્રચલિત છે. તાઓ ધર્મ સ્વરૂપસિદ્ધિનો માર્ગ છે. તે સનાતન માર્ગ છે, જેના પર તમામ અસ્તિત્વ ધરાવતી વસ્તુ ચાલે છે. છતાં આમાંની કોઈએ તેનું નિર્માણ નથી કર્યું, કારણ કે એનું અસ્તિત્વ સ્વયં છે. તાઓ ધર્મનું પ્રવર્તન આપનાર મહાપુરુષ મહાત્મા લાઓત્સુ હતા. આ વ્યક્તિવાચક નામ નથી પણ એનો અર્થ ‘પ્રાચીન ગુરુ' (old Master) થાય છે. તેમનું ખરું નામ ‘લિ' હતું. વૃદ્ધ બાળક અને પ્રાચીન ગુરુ તરીકે તેઓ, તાઓ ધર્મમાં જાણીતા છે. તેઓએ સ્પષ્ટપણે દર્શાવ્યું છે, “સમાજ સુધારણા કરતાં પહેલાં તમારી જાતને જ સુધારો અને આંતરિક શુદ્ધિ પર ભાર મૂકો.” લાઓત્સુએ લખેલો ‘તાઓ-તે-ચિંગ’ તાઓ ધર્મનો આધારભૂત ગ્રંથ છે, તેની રચના ૮૧ નાનાં પ્રકરણોમાં કરવામાં આવી છે. તેમાં એકાંત આત્મચિંતન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. દુનિયાનાં દર્શનોમાં આ ગ્રંથ સૌથી ગહન શાસ્ત્રગ્રંથ છે, એવો પણ એક અભિપ્રાય છે. તેમાંના વિચારો સમજી શકાય તેવા છે. તેમાં જે વિચાર-મૌક્તિકો પડ્યાં છે તે આજે સર્વધર્મ દર્શન ૧૭ ૧૦૮ સર્વધર્મ દર્શન Page #67 -------------------------------------------------------------------------- ________________ પણ આપણને માર્ગદર્શન આપવા સમર્થ છે. જે જાણે છે તે બોલતો નથી; જે બોલે છે તે જાણતો નથી. જે સાચો છે તે શણગારતો નથી. જે શણગારે છે તે સાચો નથી.’ સત્ અને અસત્ એકબીજાને જન્મ આપે છે. મુશ્કેલ અને સહેલું એકબીજાની પૂર્તિ કરે છે. = સંસ્કારનું દૈવીપણું અને પરમતત્ત્વની વાસ્તવિકતાનો સ્વીકાર એ બે બાબતોને લીધે, ઉપનિષદના વિચારો સાથે ઘણું સામ્ય મળી આવે છે. દરેક વસ્તુની શ્રેષ્ઠતા માટે ત્રણ બાબતો દર્શાવતા આ ધર્મમાં ઉલ્લેખ છે – પ્રેમ, નમ્રતા અને સદાચારપૂર્ણ જીવન ગાળવું. આ ત્રણ અંશોથી, પ્રેમથી વીરતા, નમ્રતાથી મહાનતા અને સદાચારથી અધિકારની રક્ષા પ્રાપ્ત થાય છે. તાઓ ધર્મના સિદ્ધાંત વ્યક્તિગત સાધના સુધીના હતા તેથી તેની લાંબી વ્યાપક અસર ચીન ઉપર પડી નથી. આકાશ અથવા સ્વર્ગ, પૃથ્વી અને માનવ એ તાઓ ધર્મના તત્ત્વચિંતનની ત્રણ મુખ્ય સમાંતર ભૂમિકાઓ છે. આ ત્રણેય પરસ્પર સંકળાયેલા છે. પ્રકૃતિની બધી જ ઘટનાઓમાં આ પારસ્પરિક સંબંધ રહેલો છે. તત્ત્વની શોધ અને પ્રાપ્તિ કરવી એ આ ધર્મનો મૂળભૂત હેતુ છે. નમ્ર અને નિરભિમાની બનીને જ માણસ મહાન બની શકે – ‘તાઓ’ને પામી શકે. કુદરતમાં જે કાંઈ બને છે તે હંમેશાં ખબર ન પડે એ રીતે બને છે – સ્વયંભૂ રીતે બને છે. સ્વભાવ પ્રમાણેનું વર્તન એ કુદરતમાં આદર્શ સ્થિતિ છે. આ સ્થિતિમાં જ આકાશ અને પૃથ્વીની પ્રભાવક શક્તિ પૂરેપૂરી કાર્ય કરી શકે છે. કુદરતમાં દખલ કરનારું તત્ત્વ એ માનવીય અહં અને તેની વાસનાઓ છે. કુત્રિમતા ઊભી કરનારા જ્ઞાન અને ઇચ્છાને દૂર કરી મનુષ્ય કુદરત સાથે એકાકાર થવાનું છે. નમ્રતા, સંતોષ અને સાહજિકતાના આચારમાર્ગ દ્વારા તેની પ્રાપ્તિ - અનુભૂતિની શક્યતાઓ દર્શાવીને તાઓ ધર્મે જીવનનો એક સરસ નમૂનો રજૂ કર્યો છે. આ ધર્મમાં પણ માનવકલ્યાણ માટેની કેટલીક ઉત્તમ આચારસંહિતા વર્ણવવામાં આવેલ છે. સર્વધર્મ દર્શન ૧૦૯ ૧૦ શિનો ધર્મ શિટો કે શિતો ધર્મ-જાપાની પ્રજાનો પ્રાચીન ધર્મ છે. ઈ.સ. પૂ. ૬૬૦થી તેનો આરંભ થયાના ઉલ્લેખ મળી આવે છે. આ ધર્મનું મૂળતત્ત્વ સૂર્યપૂજા છે. એ ઉપરથી એવું પણ અનુમાન કરવામાં આવે છે કે, આર્યની કોઈ એક શાખા ત્યાં જઈને વસી હોવી જોઈએ અને પ્રાકૃતિક દેવોની પૂજાના હિમાયતી આર્યોએ સૂર્યપૂજા આરંભી હશે. આ ધર્મના ગ્રંથો પ્રમાણે ઈશ્વરે જાપાન (બેટ)ને ઉત્પન્ન કર્યો છે અને જાપાનના પ્રથમ રાજા મિકોડો એ સ્વર્ગમાંના સૂર્યદેવતાનો પૃથ્વી ઉપરનો સાક્ષાત્ અવતાર હતો. ટૂંકમાં, જાપાનની પ્રજાની માન્યતા એવી છે કે પોતાનો દેશ અને રાજા દૈવી છે. ‘સનાતન કાળથી અવિચ્છન્ન ચાલી આવેલી રાજગાદી પર મિકાડો બેસે છે.’ આ ધર્મના ચાર શાસ્ત્રગ્રંથો મળે છે. આ ધર્મના કોઈ પણ મૂળ શાસ્ત્રગ્રંથ નથી પરંતુ પાછળથી સંપાદિત કરવામાં આવ્યા છેઃ (૧) કો-જી-કી (૨) નિહોનગી (૩) યંગ શિકિ (૪) મેનિઓ શિઉં, શિતો ધર્મના સિદ્ધાંતો ૧૧૦ ચિંતો ધર્મમાં સૂક્ષ્મ તાત્ત્વિક વિચારણા થયેલ નથી પરંતુ નીચેની ત્રણ બાબતોની સ્પષ્ટતા ઉપકારક બની રહેશે. સર્વધર્મ દર્શન Page #68 -------------------------------------------------------------------------- ________________ (૧) કમીનું સ્વરૂપ (૨) અનેક દેવવાદ (૩) જાપાનની દૈવી ઉત્પત્તિ. (૧) “કમીનું સ્વરૂપ : શિતો ધર્મમાં પરમતત્ત્વને ‘કમી’ કહેવામાં આવે છે. ‘કમી'ના૧૬ અભિપ્રાય મળે છે. તેને ત્રણ વિભાગમાં જોઈ શકાય છે. (૧) શુદ્ધ અથવા પવિત્ર (૨) ઉત્તમ અથવા સર્વોચ્ચ (૩) વિચિત્ર, ગૂઢ કે અલૌકિક, કમી એ સમગ્ર વિશ્વનું પરમતત્ત્વ છે. ‘એકલા મનુષ્યો જ નહીં, પશુ-પક્ષી, છોડ, વૃક્ષ, સમુદ્ર, પવન તથા અલૌકિક સામર્થ્ય કે જેને માટે ભય ઊપજે અને જેનાથી ભય થાય તે પદાર્થોનો ‘કમી’માં સમાવેશ કરવામાં આવ્યો છે. (૨) અનેક દેવવાદ : જયારે બધો અંધકાર દૂર થયો ત્યારે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન થયા ત્યાર પછી દેવો ઉત્પન્ન થયા. આરંભમાં બે દેવો હતા પછી દેવોની સંખ્યામાં વધારો થતો ગયો. એંશી અયુત કરોડ કે આઠસો કરોડ દેવોનો ઉલ્લેખ મળે છે. આ રીતે શિતો ધર્મ અનેક દેવવાદી છે. સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, પર્જન્ય અને ધુમ્મસદેવી વગેરે જાપાનની પ્રજાના આદરણીય દેવો છે. તેમાં સૂર્યદેવીનું સૌથી વિશેષ મહત્ત્વ છે. જાપાનના રાષ્ટ્રધ્વજ ઉપર પણ સૂર્યદેવીનું પ્રતીક જોવા મળે છે. (૩) જાપાનની દૈવી ઉત્પત્તિઃ જાપાનની પ્રજા માને છે કે જાપાન દેશ ઈશ્વરે સર્જેલો છે અને તેના ઉપર રાજય કરનારા રાજાઓ પણ દૈવી અંશો છે. સૂર્યદેવના પ્રતિનિધિરૂપે રાજાને માનવામાં આવે છે, તેથી શિટો ધર્મમાં રાજ-રાષ્ટ્રભક્તિ અને સૂર્યપૂજા બે મહત્ત્વના અંશો છે. જાપાનના નાના બાળકને પણ એમ શીખવવામાં આવે છે કે તમારા માતાપિતા તો તમારા જન્મદાતા માત્ર છે, ખરાં માતાપિતા તો તમારો દેશ છે. રાષ્ટ્રભક્તિને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. નૈતિક સિદ્ધાંતો શિતો ધર્મમાં નૈતિકતા અંગે કોઈ તાત્ત્વિક કે સૈદ્ધાંતિક વિચારણો જોવા મળતી નથી, પરંતુ પવિત્રતા અને વફાદારીને લગતા નિયમો મળે છે. ‘આ જગતની સર્વ વસ્તુઓનો ત્યાગ કરી સ્વચ્છ શરીર અને પવિત્ર હૃદયથી દરરોજ તમે મારી તરફ આવો.” આ પવિત્રતા બાહ્ય અને આંતરિક એમ બે પ્રકારે કેળવવાની છે. પોતાના રાજા અને રાષ્ટ્ર પરત્વે ઊંડો આદર અને નિષ્ઠાપૂર્વકની વફાદારી આ પ્રજાના લોહીમાં વણાઈ ગઈ છે. અન્ય નૈતિક આદેશોમાં સત્ય, અક્રોધ વગેરે સગુણોનો મહિમા દર્શાવવામાં આવેલ છે. જે સત્ય બોલે છે તેને ઈજા થતી નથી. જે જૂઠો છે તેને અવશ્ય ભોગવવું પડે છે. ઉપરાંત, જે ખરાબ છે તેની નિંદા કરો, જે સારું છે તેને ઉત્તેજન આપો. કોઈની ઈર્ષા કરશો નહીં, આંખો લાલચોળ થવા દેશો નહીં. દશ નિયમોનું વિશેષ પાલન કરવાનું આ ધર્મ દર્શાવે છે, (૧) દેવોની ઇચ્છાનું ઉલ્લંઘન કરશો નહીં. (૨) પૂર્વજો પ્રત્યેનું ઋણ ભૂલશો નહીં. (૩) રાજયની આજ્ઞાના ભંગનો અપરાધ કરશો નહીં. (૪) દેવોની ગહન કૃપા અને સારાપણાને ભૂલશો નહીં. (૫) સમગ્ર વિશ્વ એક કુટુંબ છે, તે ભૂલશો નહીં. (૬) તમારી પોતાની વ્યક્તિગત મર્યાદાઓ ભૂલશો નહીં. (૭) તમારા કામમાં આળસ કરશો નહીં. (૮) બીજાઓ ગુસ્સે થાય તો પણ તમે ગુસ્સે થશો નહીં. (૯) શિક્ષણને ઠપકો મળે તેવું કરશો નહીં. (૧૦) અન્યની શિખામણથી દોરવાઈ જશો નહીં. શિતો ધર્મમાં દર્પણ, તલવાર અને મોતીની માળાની પૂજા કરવામાં આવે છે. દર્પણને પવિત્રતા, નીતિમત્તા, પ્રામાણિકતા અને સગુણોનું પ્રતીક, તલવારને બહાદુરી, દઢતા અને ન્યાયના સદ્ગુણોનું સૂચક તથા મોતીની માળાને પરોપકાર, સજજનતા, આજ્ઞાંકિતપણું સગુણનું સૂચક ગણવામાં આવે છે. ઉપરાંત આ ધર્મમાં ઐહિક સુખો માટેની પ્રાર્થનાઓ કરવામાં આવે છે. દેવપૂજામાં દેવને દ્રવ્યની આહુતિઓ આપવામાં આવે છે. સ્વર્ગ-નરક સર્વધર્મ દર્શન ૧૧૧ ૧૧૨ સર્વધર્મ દર્શન Page #69 -------------------------------------------------------------------------- ________________ કે મોક્ષનો ખ્યાલ, આ ધર્મમાં જોવા મળતો નથી અને આત્મસાક્ષાત્કાર જેવી, પારલૌકિક બાબતને પણ આ ધર્મમાં સ્થાન નથી. પ્રજાકીય અને રાષ્ટ્રીય સુખ-સંપત્તિ માટે જરૂરી સદાચારનો, એમાં આગ્રહ રાખવામાં આવ્યો છે. સ્વાર્થત્યાગમાં રહેલી વૈરાગ્યભાવનાનું આ ધર્મમાં સ્થાન છે. આ ધર્મમાં, ધર્મ તથા રાષ્ટ્રભક્તિ એમ બંનેનો સમન્વય જોવા મળે છે. જાપાની પ્રજાના વિકાસમાં આ ધર્મનો ઘણો મોટો ફાળો છે. દેશપ્રેમ, પવિત્રતા, પ્રામાણિકતા અને નિષ્ઠા આદિ સદ્ગુણોનો જે આગ્રહ જાપાની પ્રજામાં જોવા મળે છે તે શિંતો ધર્મને આભારી છે. આજે પણ આ ધર્મનું મહત્ત્વનું સ્થાન, વિશ્વના વિદ્યમાન ધર્મમાં છે. યહૂદી ધર્મ (JUDAISM) પ્રારંભ : વિશ્વના થોડાક જૂના ધર્મોમાંનો એક યહૂદી ધર્મ છે. એક માન્યતા મુજબ આશરે ૩,૭00 વર્ષ પહેલાં આ ધર્મનો પ્રારંભ થયો છે. વર્તમાનકાળે ઇઝરાયલના પેલેસ્ટાઇન અને જોર્ડનમાં આ ધર્મ પાળનારનો મુખ્ય વસવાટ છે. લગભગ ૧૪ કરોડ લોકો આ ધર્મના અનુયાયીઓ છે. જેમાંથી અર્ધા ઉપરાંત લોકો એટલે કે પ૦ ટકાથી વધુ સંખ્યામાં અમેરિકાના જુદા જુદા સ્ટેટમાં રહે છે. સ્થાપક : તીવ્રુ (યહૂદી) લોકોના ધર્મપિતા અબ્રાહમ છે. Mosoe (દેવદૂત)ની મદદથી પરમાત્માએ આ ધર્મ સ્થાપ્યો છે. આ ધર્મની થોડીક જાણીતી ૩ શાખાઓ આ પ્રમાણે છે : (૧) જૂની (Orthodox) (૨) રૂઢિચુસ્ત-સંરક્ષક (Conservative) (૩) સુધારાવાદી (Reformist) આ ત્રણ મુખ્ય શાખા (વિભાગ) ઉપરાંત પ્રાદેશિક અને વિભિન્ન આધ્યાત્મિક વિચારો ધરાવતી પેટા શાખાઓ પણ છે : સર્વધર્મ દર્શન ૧૧૪ સર્વધર્મ દર્શન Page #70 -------------------------------------------------------------------------- ________________ યહૂદી ધર્મની વિશેષતા : કરવાથી ઈશ્વર પ્રસન્ન થાય છે. તેથી દરેક વ્યક્તિએ ન્યાય, દાન, પ્રામાણિકતા, નૈતિક મૂલ્યો અને સદાચારી જીવન જીવવા માટે પુરુષાર્થ કરવો જોઈએ. યહૂદી ધર્મ અને યહૂદી પ્રજાના વિકાસનો ઇતિહાસ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. આ ધર્મના Moses - ફિરસ્તાએ લોકોને સદાચારી જીવન જીવવા માટે ચોક્કસ પ્રકારના લિખિત નિયમો આપ્યા છે. આ નિયમોને વફાદાર રહેવાથી, જગતમાં યુદ્ધને – અશાંતિને તક મળશે નહીં. સર્વત્ર શાંતિ સ્થપાશે. મુખ્ય ધર્મગ્રંથો : આ ધર્મ એકેશ્વરવાદી છે, અર્થાતુ એક પરમાત્મામાં માને છે. એકથી વધારે ઈશ્વર હોઈ શકે નહીં. આ ધર્મમાં લોકકલ્યાણ અને લોકોના શૈક્ષણિક-ધાર્મિક વિકાસ પર મુખ્ય ભાર મૂકવામાં આવ્યો છે. ધર્મ એ બીજું કશું નથી. પરંતુ આ ધરતી પરના માનવીને સાચા અર્થમાં માનવ બનાવનાર શિક્ષિત અને બીજાને ઉપયોગી બનાવનારે મહત્ત્વનું પ્રેરકબળ છે. ઈશ્વરની નજરમાં જગતમાં બધાં રાષ્ટ્રો અને પ્રજાસમૂહો સરખા છે. ઈશ્વરે માનવી તેમજ પ્રકૃતિનું સર્જન કર્યું છે, તેથી આ ધર્મમાં કોઈ ઊંચ કે નીચ એવો ભેદભાવ સ્વીકારેલ નથી. માનવીનો વિકાસ કરનાર મુખ્ય ત્રણ પરિબળો છે : (૧) નૈતિક - પવિત્ર જીવન (૨) સાચી આધ્યાત્મિકતા (૩) ધાર્મિક શ્રદ્ધા – ધર્મ વિશેની વ્યાપક-યથાર્થ સમજણ . આવી ધાર્મિક શ્રદ્ધાને દેઢ કરવા માટે ચોક્કસ નિયમો - સ્પષ્ટ આદેશો અને જીવનના બધાં ક્ષેત્રોને આવરી લેતા ઉત્તમ જીવનમૂલ્યો હોવા અનિવાર્ય છે. આવા નિયમો સૌ કોઈએ સ્વીકારવા જોઈએ અને જે કોઈ આવા જનકલ્યાણના કાયદાનું ઉલ્લંઘન કરશે તેને શિક્ષા કરવામાં આવશે .Exile -દેશ નિકાલ કરવામાં આવશે. ધાર્મિક સમૂહથી એને એકલો રહેવાની ફરજ પાડવામાં આવશે અને આ રીતે એકલો રહ્યા પછી જો તે તેની વર્તણૂકમાં પરિવર્તન લાવશે તો તેનો ફરીથી ધર્મસંસદમાં સ્વીકાર કરવામાં આવશે. એનો અપરાધ માફ કરી એને પુનઃ મૂળની જેમ બધી ધાર્મિક સામાજિક પ્રવૃત્તિઓ બધાં સાથે રહીને કરવાની તક આપવામાં આવશે. માણસ માત્રમાં, સારી અને ખરાબ એમ બંને પ્રકારની વૃત્તિઓ હોય છે તેથી કાં તો તે ઈશ્વરીકાનૂનનું પાલન કરે અથવા એ કાનૂનને તોડવા માટે, શેતાનની અસર નીચે, પ્રભાવ નીચે ખરાબ વર્તન કરે. ઈશ્વરના નિયમોનું પાલન કરવું એ સર્વોત્તમ નીતિ છે. આવું પાલન યહૂદી ધર્મનો મુખ્ય ધર્મગ્રંથ હીબ્રૂ બાઇબલ ‘ઓલ્ડ ટેસ્ટામેન્ટ' (OLD TESTAMENT) છે. આ ગ્રંથના પ્રથમ પાંચ સિદ્ધાંતો - "TORAH (Teaching) સૌથી વધુ ઉપકારક છે, યહૂદી લોકો તેને પૂરી શ્રદ્ધાથી સ્વીકારે છે. આ ગ્રંથને આધારે ૧૦ આજ્ઞાઓ આપવામાં આવે અને એ ધાર્મિક આજ્ઞાઓ (TEN COMMANDMENTS)નો આદેશ આપવામાં આવ્યો. દશ આજ્ઞાઓઃ (૧) મારા સિવાય બીજો કોઈ તારા માટે ઈશ્વર હોય નહીં. (૨) તારી ઉપાસના માટે તું કોઈ પણ પ્રકારની પ્રતિમાનું નિર્માણ કરીશ નહીં. સ્વર્ગની કે પાતાળની અથવા તો ધરતીના પેટાળમાં રહેલા પાણીની કોઈ પસંદગીની વિશેષતાને તું વંદન કે નમસ્કાર કરીશ નહીં. પરમાત્માને નામે, ઈશ્વરના નામે તું ખોટા સોગંદ ખાઈશ નહીં. આરામના (સબાથ)ના દિવસને તું સ્મૃતિમાં રાખજે અને તે દિવસ પવિત્રતાથી પસાર કરજે. (૫) તમારા પિતા અને માતાને માન આપજે. (૬) તું કોઈની હત્યા (ખૂન) કરીશ નહીં. સર્વધર્મ દર્શન ૧૧૫ ૧૧૬ સર્વધર્મ દર્શન Page #71 -------------------------------------------------------------------------- ________________ (૭) તે પરસ્ત્રી-પરપુરુષ ગમન કરીશ નહીં. (૮) તું ચોરી કરીશ નહીં. (૯) તારા પાડોશીની વિરુદ્ધમાં તું ખોટી સાક્ષી (જુબાની) આપીશ નહીં. (૧૦) તું તારા પાડોશીનું ઘર, પત્ની, પુરુષ કે સ્ત્રીગુલામ, તેનો બળદ કે ગધેડા વગેરે જે તેનું હોય તેના પર તારો ખોટો માલિકીહક્ક (કબજો) જમાવીશ નહીં. આ દશ આજ્ઞા માનવીને, પરમાત્માએ ' SINAT' પર્વત પરથી ઉપદેશરૂપે આપેલી છે અને માનવીના વિકાસ માટેના આ ઉત્તમ કાયદા છે - મહત્ત્વના દસ્તાવેજ છે. યહૂદી ધર્મ માને છે કે આ જગત શાશ્વત નથી, ઈશ્વરે એને સજર્યું છે અને ઈશ્વર જ એનો નાશ કરશે. કોઈ પણ ધર્મગુરુ(Priest)એ માનવી અને ઈશ્વરના સંબંધમાં અવરોધ કરવો ન જોઈએ કે ન તો કોઈ પણ સ્વરૂપમાં પરમાત્માને દર્શાવવો જોઈએ. કુટુંબજીવનને સરસ-સફળ બનાવવા માટે ઈશ્વરની ઉપાસના, ભક્તિ, પ્રાર્થના, દાન, તથા પવિત્ર દિવસ અને ઉત્સવો ધાર્મિક ઉત્સવોનું આયોજન, ઉપકારક નીવડે છે. યહૂદી ધર્મે વિશ્વને, " SABBATH " – આરામની સર્વોત્તમ ભેટ આપી છે. સેબાથના આગમન સાથે શરીર અને આત્માને આરામ મળે છે. ઈશ્વરે છ દિવસમાં પૃથ્વી અને સ્વર્ગ, સાગર અને બાકીનું બધું સજર્યું અને સાતમા દિવસે આરામ કર્યો. એવી જ રીતે આપણે સહુએ છ દિવસ કામ કરી, સાતમો દિવસ આરામ અને પવિત્રતાથી માણવો જોઈએ, આ “આરામ'નો દિવસ, શુક્રવારે સૂર્યાસ્તથી શરૂ થઈ શનિવારના સુર્યાસ્ત સુધીનો હોય છે, આ દિવસે કોઈ પણ પ્રકારની સાંસારિક પ્રવૃત્તિ કરવાની નથી. ઘરમાં રહીને અથવા તો દેવળમાં (SYNAGOGUE) જઈને પ્રાર્થના કરવામાં પસાર કરવાનો હોય છે. શુક્રવારે સાંજે, ઘરમાં દીવા અથવા મીણબત્તી, ઘરની સ્ત્રીઓએ પ્રગટાવી ધાર્મિક મંત્રોનો પાઠ કરવાનો હોય છે. આ ધર્મમાં પ્રાર્થનાને ખૂબ મહત્ત્વનું સ્થાન છે. દરેક યહૂદીએ દિવસમાં ત્રણ વખત પ્રાર્થના કરવાની હોય છે, (૧) સવારે, (૨) બપોરે, (૩) સાંજે . ઉપરાંત યહૂદી ધર્મ, યહૂદીના જીવનની લગભગ બધી જ પ્રવૃત્તિઓ માટે નિયમો દર્શાવે છે. આહારના નિયમો, વાણી અને વર્તનના નિયમો, વ્યાપારના નિયમો. ધાર્મિક ગ્રંથોમાં બાઇબલ (PSALM OF LIFE) જીવનનું સંગીત - પુસ્તકમાં ઘણા પદોનું સંકલન છે. આ પુસ્તકના પદોથી અનુયાયી, ઈશ્વરને પવિત્ર, શાંત, ઉમદા જીવન જીવવાનો માર્ગ બતાવવા માટે વિનંતી કરે છે. ઉત્સવોઃ (૧) સેબાથ : સેબાથ વિશેની વાત આગળ વર્ણવી છે. (૨) નવું વર્ષ (ROSH HA SAANAH) તીશરી મહિનાનો પ્રથમ દિવસને નવા વર્ષનો આરંભનો દિવસે ગણે છે. આ દિવસે જોરશોરથી વાજિંત્ર-રણશીંગું વગાડી આનંદ વ્યક્ત કરવાનો છે, તેમજ ખરા હૃદયે પશ્ચાત્તાપ વ્યક્ત કરી, પાપની ક્ષમાયાચના કરવાની છે. પવિત્ર યહૂદી પોતાનાં બધાં પાપનો એકરાર કરી, એ પાપને સાગરના પેટાળમાં પધરાવી હળવો થાય છે, આ દશ દિવસનો ઉત્સવ છે. (૩) સુકોટ : (SUCCOT) આ પ્રાકૃતિક તહેવાર છે. જયારે ખેતર-વાડી અનાજ અને ફળથી સમૃદ્ધ હોય છે ત્યારે પરમાત્મા પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો આ તહેવાર છે. નવ દિવસ સુધી ચાલનારા આ તહેવારના આરંભના અને અંતના બે મળીને ચાર દિવસ વિશેષ પવિત્ર ગણાય છે. બે મુખ્ય ધાર્મિક ક્રિયાઓ પર આ તહેવારમાં વિશેષ ભાર હોય છે : ૧૧૮ સર્વધર્મ દર્શન સર્વધર્મ દર્શન ૧૧૭ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૧. બૂથમાં – ઝૂંપડાંમાં રહેવું ૨. જુદી જુદી જાતના છોડ સાથે ઈશ્વરને વંદન કરી આભાર વ્યક્ત કરવો. (૪) પાસ ઓવર "PASS OVER" : આ ‘પાસ ઓવર' તહેવારમાં આથા વગરની કેક ન ખાવી અને બીજી બાજુથી આથો વગરની કેક જ ખાવી, એની સાથે આ તહેવાર ઊજવવામાં અનેક નિયમો સંકળાયેલા છે. (૫) ઉપવાસ અને વિલાપના દિવસ : આ ધર્મમાં વર્ષ દરમિયાન પાંચ સાર્વજનિક ઉપવાસ કરવાની આજ્ઞા છે, આમાંના ચાર ઉપવાસ પરતંત્ર થવાની નિરાશા અને દેવળના નાશ સાથે અને પાંચમો ઉપવાસ વિશુદ્ધિ સાથે સંકળાયેલ છે. આમાંના પ્રત્યેક ઉપવાસ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કરવાનો હોય છે. સામાન્ય રીતે યહૂદી પ્રજાને માટે "People of the book" - પુસ્તકના લોકો એવું વિશેષણ વાપરવામાં આવે છે - અર્થાતુ એમના બધા ધર્મસિદ્ધાંતો લિખિતરૂપે મળે છે. હકીકતે તેમને માટે, People of Study – અર્થાતુ ‘અભ્યાસુ લોકો’ વધુ યોગ્ય વિશેષણ છે. યહૂદી ધર્મની અનેક વિશેષતાઓ ખૂબ આકર્ષક, રસપ્રદ અને મનનીય છે. કોન્ફયુશિયસ ધર્મ ચીનની પ્રાચીન સંસ્કૃતિને આજ સુધી જીવંત રાખનાર પરિબળોમાં કોન્ફયુશિયસ ધર્મ મુખ્ય છે. ચીનમાં મુખ્ય ત્રણ ધર્મો પ્રચલિત છે. (૧) તાઓ ધર્મ (૨) બૌદ્ધ ધર્મ (૩) કોન્ફયુશિયસ ધર્મ. ચીનની કોઈ પણ ધાર્મિક કે સાંસ્કૃતિક પરંપરા આ ધર્મની અસરથી મુક્ત નથી. ચીનના આ મહાન ધર્મની સ્થાપના મહાત્મા કોન્ફયુશિયસે કરી છે, તેમને દૈવી કે અવતારી પુરુષ તરીકે પૂજવામાં આવે છે. આ ધર્મના શાસ્ત્રગ્રંથોમાં – (૧) પાંચ પ્રશિષ્ટ કૃતિઓ (Five classics). (૨) ચાર ગ્રંથો (Four books) નો સમાવેશ થાય છે. કોફ્યુશિયસ ધર્મના સિદ્ધાંતો : આ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતોમાં ઈશ્વર, આત્મા, જગતનું નૈતિક શાસન અને માણસના મૂળભૂત નૈતિક પ્રેમનો સમાવેશ થાય છે. તેઓ ઈશ્વરને સગુણ માને છે. ઈશ્વર પરિપૂર્ણ અને પ્રેમાળ વ્યક્તિ છે અને તેની અંતર્યામી ક્રિયાશક્તિને કારણે સૃષ્ટિનો ઉદ્દભવ અને વિકાસ શક્ય સર્વધર્મ દર્શન ૧૨૦ સર્વધર્મ દર્શન Page #73 -------------------------------------------------------------------------- ________________ બને છે. ઈશ્વરના અસ્તિત્વ ઉપરાંત, આત્માની અમરતાનો સિદ્ધાંત પણ તેમણે સ્વીકાર્યો હતો. આમ છતાં, આ ધર્મનું મુખ્ય લક્ષ્ય તો માણસનો લૌકિક વ્યવહાર અને સામાજિક વ્યવસ્થા છે. અર્થાતુ, માનવતાવાદી ધર્મ છે. આ માનવતાવાદ પણ વિશિષ્ટ પ્રકારનો છે, આધુનિક માનવતાવાદની જેમ તેમાં પારલૌકિક તત્ત્વોનો નિષેધ નથી. માણસના મૂળભૂત સ્વભાવગત નીતિપ્રેમ ઉપર આ ધર્મ વિશેષ ભાર મૂકે છે. ‘આ જગતમાં સર્વત્ર નૈતિક શાસન પ્રવર્તે છે. નૈતિક નિયમથી શાસિત, આ જગતમાં માણસ પણ અપવાદ નથી. માણસમાં, સ્વભાવગત મૂળભૂત નીતિપ્રેમ છે. માણસ મૂળભૂત રીતે શિવત્વ અને માંગલ્યનો ચાહક છે અને તેની પાસે નૈતિક વિકાસનું સંકલ્પ સ્વાતંત્ર્ય છે. નૈતિક સિદ્ધાંતો : (૧) પાંચ મહાન સંબંધો : વ્યક્તિનું સમાજમાં સ્થાન નક્કી કરનારા વિવિધ સંબંધોમાં પાંચ સંબંધો સૌથી વધારે મહત્ત્વના અને મહાન છે. આ સંબંધો નીચે મુજબ છે : (૧) પિતા અને પુત્ર : પિતામાં પ્રેમ અને પુત્રમાં પિતૃભક્તિ. (૨) મોટાભાઈ અને અનુજઃ મોટાભાઈમાં સૌજન્ય અને નાના ભાઈમાં નમ્રતા અને આદરભાવ. (૩) પતિપત્ની: પતિમાં વર્તણુકનું ઔચિત્ય અને પત્નીમાં આજ્ઞાધીનતા. (૪) બુઝુર્ગો અને યુવાનોઃ બુઝુર્ગોમાં માનવતા અને યુવાનોમાં આમન્યા. (૫) રાજા અને પ્રજા : રાજામાં પરોપકાર અને પ્રજામાં વફાદારી. આ પાંચ મહાન સંબંધમાં પણ પિતા-પુત્ર અને રાજા-પ્રજાના સંબંધો પર કોન્ફશિયસ ધર્મ વિશેષ ભાર મૂક્યો છે, કારણ કે, કુટુંબ અને રાજય એ બે સૌથી અગત્યની સામાજિક સંસ્થાઓ છે. જેવી રીતે કુટુંબનો વડો પિતા છે તેવી રીતે રાજા એ સમગ્ર પ્રજાનો નેતા છે. રાજાનો મુખ્ય ગુણ પરોપકાર છે. વ્યક્તિએ પિતાને અને રાજાને પૂરેપૂરા પૂજયભાવથી માન આપવું જોઈએ અને ભક્તિભાવથી સેવા કરવી જોઈએ. ‘મારા પુત્ર પાસેથી મને જે રીતની સેવાની અપેક્ષા હોય તેવી સેવા મારે મારા પિતાની કરવી જોઈએ. મારી નીચેના અમલદાર પાસેથી મને જે રીતની સેવાની અપેક્ષા હોય તેવી સેવા મારે મારા રાજાની કરવી જોઈએ - મારા અનુજ પાસેથી મને જેવા વર્તનની અપેક્ષા હોય તેવું વર્તન મારે મારા મોટાભાઈ પ્રત્યે કરવું જોઈએ.’ ચતુર માનવીની વર્તણૂકમાં પાંચ સગુણ પ્રગટ થયા કરતા હોય છે : (૧) સ્વમાન, (૨) ઉદારતા, (૩) નિખાલસતા, (૪) ગંભીરતા, (૫) પરોપકાર. ઉત્તમ માનવી બોલતાં પહેલાં આચરે છે અને પોતે કાર્ય કર્યું હોય તે જ બીજાને કરવાનો ઉપદેશ આપે છે, તેમ તેનાં વિચાર, વાણી અને વર્તનમાં સંપૂર્ણ એકરૂપતા હોય છે. તેની કર્તવ્યભાવના ઘણી તીવ્ર હોય છે. નિઃસ્વાર્થભાવે તે પ્રગટ કરે છે. ઉત્તમ માનવનો આદર્શ : કોન્ફયુશિયસે ઉત્તમ માનવનો આદર્શ વર્ણવતાં લખ્યું છે. આવો માનવ - (૧) પક્ષાપક્ષીના પૂર્વગ્રહથી વિમુક્ત રહે છે. (૨) તે શાંત અને સ્વસ્થ હોય છે. (૩) તેનામાં શોક કે ભય નથી. (૪) બીજાના સારા ગુણોનું ગૌરવ અને નઠારા ગુણો પર વિશેષ ભાર મૂકે નહીં. (૫) અન્યને અનુકૂળ થવા પ્રયત્નશીલ પણ ખુશામત કરતો નથી. (૬) એ ગૌરવસંપન્ન હોય છે પણ અભિમાની હોતો નથી.. (૭) પોતાને જે જોઈતું હોય તે પોતાના અંતરમાંથી શોધે છે. (૮) શુદ્ધ દૃષ્ટિએ જોવું, સ્પષ્ટપણે સાંભળવું, મુખ પર, ચેષ્ટામાં આદર, વાણીમાં પ્રામાણિકતા, વ્યવહારમાં નિષ્ઠા, સમાધાન મેળવવા તત્પર, ક્રોધનાં પરિણામ વિચારે, લાલચ નહીં પણ ફરજ બજાવવા માટે ઉત્સાહ. (૯) સગુણસંપન્ન હોય તેની જ મૈત્રી કરો. સર્વધર્મ દર્શન ૧૨૧ ૧૨૨ સર્વધર્મ દર્શન Page #74 -------------------------------------------------------------------------- ________________ (૧૦)પોતામાં દોષ હોય છતાં તેને સુધારવા નહીં એ જ ખરેખરો દોષ ૧૩ (૧૧)સંસ્કાર આપનારી લલિતકળાઓમાંથી તાજગી મેળવો. કવિતાથી ચારિત્ર્યનું ઘડતર થવા દેશો. કોન્ફફ્યુશિયસે નીતિ અને ધર્મની જે પ્રક્રિયા વ્યવસ્થિત રૂપમાં આપી છે તેમાં પરમેશ્વરની માન્યતા અને પૂજાનો સ્વીકાર કરવામાં આવ્યો છે, પૂજા, સ્તુતિ અને યજ્ઞ વગેરેથી ભક્તિભાવની અભિવ્યક્તિ થાય છે. પરંતુ આ ધર્મ, બધી વિધિઓ કરતાં પોતાની જાત અને સમાજ પ્રત્યેની નૈતિક ફરજને વિશેષ મહત્ત્વ આપે છે. માણસે પોતાની જાત પ્રત્યે વફાદાર રહેવું અને માનવબંધુઓ પ્રત્યે પ્રેમ રાખવો એ આ ધર્મનો મુખ્ય આદેશ છે. વૈરાગ્યભાવનાની અપેક્ષા રાખતા આ ધર્મનાં કેટલાક કથનો નોંધપાત્ર યુદ્ધ સંદર્ભે હિંસા, ધર્મ અને નીતિ માણસ અભિમાની અને દ્રવ્યનો લાલચુ હોય તો ભલેને એનામાં ચારિત્ર્યના તમામ ગુણો હોય તોપણ એ ગુણો જરાયે લેખામાં લેવા જેવા નથી. જો માણસ પોતાની ફરજને પહેલું સ્થાન આપે અને ફળને ગૌણ સ્થાન આપે તો તે મહાન થશે જ. ફરજ પ્રથમ છે - લાભનો વિચાર પછી કરવો. ભોગમાં, નિષ્ક્રિયતામાં સુખ નથી - સુખ સમૃદ્ધિ સાથે નથી સંકળાયેલું, ખાવાને માટે સાદો ખોરાક, પીવાનું પાણી અને વાંકા વળેલા હાથનું ઓશીકું એની સાથે પણ સુખ હોઈ શકે. કોન્ફયુશિયસ – લોકોને સગુણ શીખવનાર મહાન શિક્ષક હતા. તેઓને દેઢ શ્રદ્ધા હતી, ‘જે મનુષ્યો સારા થાય તો કુટુંબો સારાં થાય, રાજ્યો સારાં થાય અને તેથી આખું જગત સારું થાય.' કોન્ફયુશિયસ ધર્મ માને છે કે જો સદુપદેશ આપવામાં આવે તો માણસો સારા થઈ શકે તેમ છે. માણસને સારા કરવાની પ્રવૃત્તિ કરનાર આ ધર્મ મહાન છે. વિશ્વની કોઈ પણ ધર્મપરંપરાએ યુદ્ધની તરફેણ કરી નથી. યહૂદી પ્રજા જેને પવિત્ર ગણે છે તે મુસા પયગંબરને યહોવાહ દેવે સિનીય પર્વત પર જે કરારો આપ્યા તેના સાતમા કરારમાં જણાવ્યું છે કે “કોઈ પણ પ્રાણીની હિંસાથી વિરામ પામ.’ નવા કરારની હસ્તી ઈસુ પછી થઈ છે. ઈસુના જીવન અને ઉપદેશમાં પ્રેમ, ક્ષમા અને પરોપકારનાં તત્ત્વો ખીલેલો છે. ઈસુ વેરનો બદલો લેવાની સાફ ના પાડતા કહે છે કે ‘તમારા ડાબા ગાલે કોઈ તમાચો મારે તો જમણો ધરવો.’ | કુરાને શરીફના ખુદાનું નામ જ ‘રહિમાન' છે. જેના જીવનમાં પ્રાણીમાત્ર પ્રત્યે દયા અભિપ્રેત છે તે ‘રહિમાન' છે, અશો જરથુષ્ટ્રના ઉપદેશનો સાર તેમના અહૂરમઝદના કરારનામામાં સમાઈ જાય છે. પવિત્ર વિચાર, પવિત્ર વાણી અને પવિત્ર કર્મ તેનું મૂળ છે. સૂર્યપૂજા, સમુદ્રપૂજા અને અગ્નિપૂજા જીવનની પવિત્રતા માટે છે. જરથોસ્તી પ્રજાના પ્રભુનું નામ જ જો પાક છે તો દયા, પવિત્રતા અને પરોપકાર તેને પ્રિય કેમ ન હોય ? - તમામ ભારતીય ધર્મોએ અન્યના જીવનનો અધિકાર ઝૂંટવી લેવા માટે યુદ્ધની તરફેણ કરી નથી. છતાંય વિશ્વના ઇતિહાસ તરફ દષ્ટિપાત સર્વધર્મ દર્શન ૧૨૪ સર્વધર્મ દર્શન Page #75 -------------------------------------------------------------------------- ________________ કરીશું તો જણાશે કે અસંખ્ય યુદ્ધો પ્રાચીન કાળમાં થયાં છે, મધ્યકાળમાં પણ અનેક યુદ્ધો થયાં અને સાંપ્રત કાળમાં પણ યુદ્ધ થઈ રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે મોટા ભાગના યુદ્ધો ધર્મને નામે થયાં છે. આમ ધર્મ અને યુદ્ધ વચ્ચે એક છૂટી ન પડી શકે તેવી લીંગઠ ગાંઠ વળી ગઈ છે. આતંકવાદને નાબૂદ કરવા અમેરિકાએ યુદ્ધની ભેરી વગાડી છે. તાલીબાનોએ ઇસ્લામ ધર્મની સામેના આક્રમણને ખાળવાના નામે યુદ્ધની જેહાદ જગાવી છે. સાર્વભૌમત્વ અને ત્રાસવાદને દૂર કરવા માટે પાકિસ્તાન સામે ભારતમાં યુદ્ધનું રણશિંગું વાગી રહ્યું છે. પરિણામે વિશ્વમાં યુદ્ધ નગારાંનાં અનેક પડઘમ વાગશે. ભારતીય દર્શનો, રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યો અને ગીતા જેવા પવિત્ર ગ્રંથોમાંથી યુદ્ધમાં વિવેક, નીતિ અને અહિંસા ધર્મ શું છે તેનું માર્ગદર્શન મળી રહે છે. ભગવાન મહાવીર અને બુદ્ધ તો અહિંસા અને કરુણાનાં અવતાર કહેવાયા. તેમણે સર્વથા હિસાનિવારણની જ વાત કરી છે. તેમના કાળમાં પણ અનેક યુદ્ધ થયાં છે. પરંતુ તેમના અનુયાયી રાજાઓ અને સેનાપતિઓએ તે સમયમાં યુદ્ધ વેળાએ પણ જે આચરણ કર્યું તેનું નિરીક્ષણ રસપ્રદ રહેશે. જ્ઞાની પુરુષોએ અહિંસાને સમજવા માટે કેટલાંક સ્તરો નિર્ધારિત કરેલાં છે. તેમણે હિંસાને ચાર વિભાગમાં વિભક્ત કરી છે. આ સ્તરો તેની વસ્તુસ્થિતિ પર નિર્ધારિત હોય જાણીબૂઝીને કોઈ ખાસ સંકલ્પ, નિર્ધાર સાથે, ઈરાદા સાથે જ હિંસા આચરવામાં આવે તે સંકલ્પી હિંસા છે, સંકલ્પી હિંસા આક્રમણાત્મક હિંસા છે, દરેક માનવી માટે તે પરિહાર્ય છે. દઢ સંકલ્પશક્તિ વડે તે નિવારી કે અંકુશિત કરી શકાય છે. સંકલ્પી હિંસા, વેરવૃત્તિ, દ્વેષ, ઈર્ષાનું પરિણામ છે, જેનું પરિણામ હંમેશાં નકારાત્મક હોય છે. પોતાનું ધાર્યું પરિણામ લાવવા અન્યને ત્રાસ આપવો, આતંક ફેલાવવો, પીડા કરવા કે તડપાવવા માટે કરવામાં આવતી હિંસા, સંકલ્પી, હિંસા છે. બીજો પ્રકાર આરંભી હિંસાનો છે, જે આજીવિકાત્મક હિંસા છે, ખાન-પાન, ઘર-ગૃહસ્થી સંસારના રોજિંદા વ્યવહાર ચલાવવા માટે છે તે આરંભી હિંસા છે, જે માનવસુખ માટેનાં ભૌતિક સાધનોના સર્જન અને સંરક્ષણ માટે છે. જીવન-વ્યવહારમાં ઘર ચલાવવા અનેક પ્રકારની હિંસા થતી હોય છે. જીવનમાં સાવધાની કે જાગૃતિથી આ હિંસા ઓછી થાય કે નિવારી શકાય છે. કુટુંબના ભરણ-પોષણ અર્થે ધંધા-વ્યવસાય માટે ખેતી-વાડી, વેપારઉદ્યોગમાં જે હિંસા થાય છે તે ઉદ્યોગી હિંસા ત્રીજા પ્રકારની છે. માનવમન જ પ્રવૃત્તિઓનું મૂળ સ્રોત છે. માટે સંસારમાં અહિંસા આચરવી પડે છે, પરંતુ સાવધાનીપૂર્વક, ન્યાય-નીતિપૂર્વક, સંયમપૂર્વક જીવન જીવનાર આ હિંસાને નિવારી કે ઓછી કરી શકે છે. હિંસાનો ચોથો પ્રકાર છે વિરોધી હિંસા. શત્રુના આક્રમણ સમયે દેશને, નગરને, પરિવારને, કુટુંબને કે પોતાની જાતને બચાવવા માટે અન્યાયનો પ્રતિકાર કરવા માટે, આઝાદીની સુરક્ષા માટે, સાર્વભૌમત્વ માટે, રાષ્ટ્રની શાંતિ માટે જે યુદ્ધ કરવામાં આવે, તે વિરોધી હિંસા છે. તે પ્રત્યાક્રમણ હિંસા અર્થાતુ આક્રમણનો વળતો જવાબ સુરક્ષા-બચાવ માટે જે હિંસા આચરવામાં આવે છે તે વિરોધી હિંસા છે. ભૌતિક સંસ્થાનો પર પોતાનું અસ્તિત્વ રાખવા જેઓ ઇચ્છે છે તેઓ આ હિંસાને સહજ ગણે છે. વિરોધી હિંસા સંપૂર્ણપણે ટાળી શકાતી નથી. સ્ત્રીઓના શિયળની રક્ષા, પોતાનું, કુટુંબનું, રાષ્ટ્રનું રક્ષણ કરવું એ દરેક વ્યક્તિની પ્રાથમિક ફરજ છે. નિર્દય શત્રુના આક્રમણ સમયે પોતાનો બચાવ કરવો, રક્ષણ કરવું ફરજરૂપે છે, સાર્વભૌમત્વ માટે દેશની સરહદોનું રક્ષણ કર્તવ્યરૂપે છે. આથી આ વિરોધી હિંસાને સંપૂર્ણપણે ટાળી શકાતી નથી. સ્વબચાવ અર્થે હિંસા આચરવામાં આવે ત્યારે મનમાં કષાય, દ્વેષ, વેરવૃત્તિ ઉત્પન્ન ન થાય તેની કાળજી રાખી સાવચેત રહી વર્તવામાં આવે તે ઇચ્છનીય છે, સ્વ-રક્ષણ સમયે જે હિંસા આચરવી પડે, કતલ કરવી પડે, મરવું કે મારવું પડે તો મુખ્ય લક્ષ રક્ષા-બચાવનું હોય, નૈતિક ફરજ કે કર્તવ્યની ભાગરૂપ હોય તો તે અનિચ્છનીય કે વજર્ય ગણવી મુશ્કેલ છે. શરત | સર્વધર્મ દર્શન ૧૨૫ ૧૨૬ સર્વધર્મ દર્શન Page #76 -------------------------------------------------------------------------- ________________ એટલી કે આ ફરજ ધર્મના માર્ગે ન્યાયનીતિપૂર્ણ હોવી જોઈએ. વિરોધી હિંસાના ઉત્તમ ઉદાહરણ છે મર્યાદા પુરુષોત્તમ રામ અને શ્રીકૃષ્ણ. અન્યાયનો પ્રતિકાર જ્યારે અહિંસાથી શક્ય ન હોય ત્યારે વિરોધી હિંસાનો આશ્રય અનિવાર્ય થઈ રહે છે. સામાન્ય જીવનમાં અન્યાયનો પ્રતિકાર આવશ્યક મનાયો છે. અન્યાયનો પ્રતિકાર ન કરનાર વ્યક્તિ આડકતરી રીતે તો અન્યાયની અનુમોદક જ ગણાય ને ? અન્યાયના પ્રતિકાર માટે જ ગાંધીજીએ સ્વાતંત્ર્ય-સંગ્રામની ઘોષણા કરેલી. આધુનિક યુગમાં મહાત્મા ગાંધીજીએ આંદોલન દ્વારા અહિંસક સત્યાગ્રહ દ્વારા દેશને આઝાદી અપાવી. આવી અહિંસા કાયરોનો ધર્મ નથી. ‘અહિંસા પરમો ધર્મ'નો અંચળો ઓઢી અહિંસાને ઢાલ સ્વરૂપ રાખી પોતાની અશક્તિ છુપાવવી તે દંભ છે. અહિંસાના આવા “મહોરાં’ જનતાને નિર્બળ કરી મૂકે છે. ઐતિહાસિક યુદ્ધપ્રસંગોના પાત્રો પર ચિંતન કરીએ ત્યારે સતી સીતાજી, વિભીષણ, યુધિષ્ઠિર, અર્જુન, ભીખ, દ્રોણાચાર્ય, વિદુરજી, ભગવાન મહાવીરના સમયના બિંબિસાર, શ્રેણિક, ચેડા રાજા , ચેટક રાજા, રાજા ઉદાયન, કલીંગના રાજા અશોક, કુમારપાળ રાજાના મંત્રી ઉદયન અને મહાનીતિજ્ઞ ચાણકયે જેવા મહાપુરુષોની ભાવના અને મનોમંથન તપાસવા જૈવા પથદર્શક છે. એકબાજુ સમરાંગણમાં યુદ્ધ તો બીજી બાજુ હૈયાના કુરુક્ષેત્રના આંતર મનોમંથનનું તુમુલ યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું હતું. યુદ્ધોત્તર વિનાશનાં કરુણ દેશ્યોની કલ્પનાથી એક રાક્ષસી વિક્ષુબ્ધ બની સીતાજી પાસે જઈ યુદ્ધનાં ભયાનક પરિણામોનું ચિત્ર રજૂ કરી કહે, ‘આ યુદ્ધથી લાખો વિધવા બનશે, “હે સીતાજી, આપ સ્ત્રી છો તો સ્ત્રીજાતિ પ્રત્યે દયા અનુકંપા લાવી લંકાપતિનાં દાસી બની જાઓ અને આ દારુણ યુદ્ધને અટકાવી દો.' સીતાજી બહુ જ માર્મિક જવાબ આપે છે, ‘જયારે જયારે સ્ત્રીઓ મારા જેવી પરિસ્થિતિનો ભોગ બનશે ત્યારે મારું દષ્ટાંત લઈ વિચારશે કે રામની મહાસત્ત્વશાલિની સીતા પણ જો લંકાપતિને શરણે થઈ ગઈ તો આપણું શું ગજું ? આવો વિચાર કરી તે કન્યાઓ અને સ્ત્રીઓ પરપુરુષને આધીન થવા લાગે તો ? ભવિષ્યમાં કરોડો સ્ત્રીઓ કુલટા બને તેવી પરંપરા સારી કે વર્તમાન યુદ્ધમાં લાખો સ્ત્રી વિધવા બને તે સારું ? રાક્ષસી શું બોલે ? અહીં શિયળના રક્ષણ માટે વિરોધી હિંસા અનિવાર્ય બની જાય છે. ઇતિહાસમાં બીજું આવું જ ઉદાહરણ છે શ્રીકૃષ્ણ-અર્જુનનું, અર્જુનને કુરુક્ષેત્રમાં તેમની સામે ઊભેલા તેમના સ્વજનો સામે યુદ્ધ કરવામાં રસ ન હતો. તે ઉદાસીન હતો. વિષાદયોગમાં અટવાયેલા અર્જુનને આત્મા, પરમાત્મા, ધર્મ, ફરજ અને કર્તવ્યની પ્રેરણા શ્રીકૃષ્ણ આપી, અને અર્જુનને યુદ્ધ માટે પ્રવૃત્ત કર્યો. બંને પક્ષે વિષ્ટિકાર બની યુદ્ધ ટાળવા શ્રીકૃષ્ણ અનેક પ્રયત્નો કર્યા, સ્વયં દૂત બની દુર્યોધનની સભામાં જઈ પાંડવોને માત્ર પાંચ ગામ આપવા વિનંતી કરી, દુર્યોધન ન માન્યો. સત્ય, ન્યાય અને નીતિ માટે યુદ્ધ એટલે વિરોધી હિંસા શ્રીકૃષ્ણ માટે અહીં ફરજનો ભાગ બની. શ્રીકૃષ્ણ તો faITTચ સાપુનામ્ ધર્મની પુનઃસ્થાપના કરવા અવતાર ધારણ કરેલો. સાત્ત્વિકોનો આધાર અને સંરક્ષક એવા લોકરક્ષક શ્રીકૃષણે ભગવત ભક્તિની ટોચ જેવા ભીષ્મપિતામહ અને દ્રોણાચાર્ય જેવા સદ્ગુણસંપન્ન અને સતપ્રવૃત્ત માનવોનો સંહાર શા માટે કરાવ્યો ? સુક્ષ્મ માનવસંબંધો અને વહેવારોના પારગામી શ્રીકૃષ્ણની પ્રજ્ઞા અદભુત હતી. એમની નજર માનવજાતના કલ્યાણ પર મંડાયેલી હતી. સત્ય, નીતિ અને ન્યાયની સામે તેમને મન ગમે તે વ્યક્તિ ગૌણ હતી. અધર્મ અને અન્યાયને પક્ષે બેસનાર વ્યક્તિ અધર્મ અને અન્યાયનો અનુમોદક બની જાય છે. અધર્મ અને અન્યાયને શરણ આપનાર ધર્મી વ્યક્તિ પણ અધર્મી બની જાય, એ ન્યાયે શ્રીકૃષ્ણ પાર્થને બાણ ચડાવવાની પ્રેરણા કરી, યુદ્ધને જ કલ્યાણ માન્યું. દ્રોણાચાર્ય ગમે તેવા ભદ્રપુરુષ હોવા છતાંય અધર્મનો પક્ષ લઈ બ્રહ્મશસ્ત્ર છોડી હજારો નિર્દોષ માનવોનો સંહાર કરવા તૈયાર થઈ ગયા હતા. શ્રીકૃષ્ણનું તેની સામે લેવાયેલું પગલું પોતે જે પક્ષમાં ઊભા હતા તેના યોગક્ષેમ માટેનું હતું. શ્રીકૃષ્ણની રણનીતિ ધર્મ અને ન્યાયના રક્ષણ સર્વધર્મ દર્શન ૧૨૭ ૧૨૮ સર્વધર્મ દર્શન Page #77 -------------------------------------------------------------------------- ________________ માટે હતી. ધર્મપુરુષ, અધર્મ અને અનીતિને શરણ આપે તો તે અધર્મી બની જાય છે, આ ઉપરથી આપણે તારતમ્ય કાઢવાનું કે જે દેશ આતંકવાદી અને ત્રાસવાદીઓને શરણ આપે તે દેશને આતંકવાદી કે ત્રાસવાદી, જાહેર કરવો જોઈએ અને તેને અપરાધી ગણી દંડ દેવો જોઈએ. ભગવાન મહાવીરના સમયમાં ભવિતવ્યતા અને કર્મોદયને કારણે કેટલાંક યુદ્ધો થયાં, એ સમયના રાજાઓ અને કેટલાક સેનાપતિઓ શ્રાવકનાં વ્રતો પાળતા. અધર્મ અને અન્યાયના પ્રતિકાર માટે પણ યુદ્ધને અંતિમ શર્સ તરીકે જ અપનાવતા. યુદ્ધકાળમાં પણ તેમના જીવનમાં ધર્મ, નીતિ, દયા અને ન્યાયને સ્થાન હતું. ઉદાયન રાજાએ રાજા પ્રદ્યોતને પરાસ્ત કર્યો, રાજા પોતાના નગરમાં પાછા ફરી રહ્યા છે. માર્ગમાં જ છાવણી નાખીને રહ્યા. ઉદાયન રાજા સંગ્રામમાં કેદ કરેલા પ્રદ્યોત રાજાની ભોજન વગેરેની પોતાની પ્રમાણે જ સંભાળ રાખતા. પર્યુષણ પર્વ આવતાં ઉદયન રાજાએ ઉપવાસ કર્યો. રસોઇયાએ પ્રદ્યોતને પૂછ્યું, ‘આજે શું જમશો ?' આ સાંભળી ઉજજૈનિયતિ પ્રદ્યોતને લાગ્યું કે આવો પ્રશ્ન આજ સુધી થયેલ નથી. નક્કી આ ઉપહાસ મારું બંધન કે વધ સૂચવે છે, આવું વિચારી રસોઈયાને તેમણે પૂછ્યું કે આવું પૂછવાનું કારણ શું ? રસોઈયો બોલ્યો, ‘રાજન, આજે પર્યુષણ પર્વ છે, તેથી અમારા સ્વામી સાથીઓ સાથે ઉપોષિત થયા છે, અર્થાત્ સૌએ ઉપવાસ કરેલ છે માટે તમારા એકલા માટે જ રસોઈ બનાવવાની છે.” પ્રદ્યોતે કહ્યું કે, “હે પાચક, મારાં માતા-પિતા શ્રાવક હતાં તેથી હું પણ આ મહાપર્વનો ઉપવાસ કરીશ.” રસોઇયાએ પ્રદ્યોતનાં આ વચનો રાજા ઉદયનને કહી સંભળાવ્યા, તેથી ઉદયને કહ્યું કે, કારાગૃહમાં રહીને પર્યુષણ પર્વ પાળનાર પ્રદ્યોત મારો ધર્મબંધુ થયો. તેથી તુરત જ તેમને કારાગ્રહમાંથી મુક્ત કરો. તમામ હિંસાના પ્રાયશ્ચિત રૂપે પ્રતિક્રમણ કરી પ્રદ્યોતની ક્ષમા માગી અને પાપથી નિવૃત્ત થયેલા તે નિર્મળ આત્માએ રાજયમી છોડી શુદ્ધ સાધુપણાનો અંગીકાર કર્યો, ઉદયન રાજા છેલ્લા રાજર્ષિ થયા. ભગવાન મહાવીરના પરમભક્ત શ્રેણિકના પુત્ર કુણિક અને હલ્લવિહલ્લ વચ્ચે પણ યુદ્ધ ખેલાયું. હલ્લ અને વિહલ્લના ભાગમાં આવેલાં દિવ્ય કુંડલ, વસ્ત્રો, હાર અને સેચક હાથી મોટાભાઈ કણિકને પડાવી લેવા હતા. હલ્લ અને વિહલ્લ મામા ચૂટક રાજાને શરણે ગયા. ચૈટક ધર્મી શ્રાવક પુરુષ હતા. યુદ્ધ, ધર્મ, હિંસા-અહિંસાનું તેનું મનોમંથન અદ્ભુત હતું. જે પરિસ્થિતિમાં હણવા નિમિત્તે નહિ છતાં અનિવાર્ય રીતે ત્યાં થતી હિંસા દ્રવ્યમાં હિંસા છે અને ભાવમાં અહિંસા છે, તો તેવી હિંસા એવી પાપકર નથી અને એવી બંધનકર પણ નથી કે જે પાપ કે બંધબંધન ન હરી શકે, કારણ કે આ સમજણવાળી વ્યક્તિ પોતાની થયેલી હિંસાનો ગર્વ નથી લેતી કે હિંસાને ફાળે વિજય નથી ચડાવતી. પરંતુ ઊલટી હિંસામાં પોતે જ નિમિત્ત થયેલ છે તેનું પ્રાયશ્ચિત જરૂર કરશે. રાજા ચેટક યુદ્ધભૂમિમાં પણ વ્રતોને અંગીકાર કરતા અને ચેડારાજ તો સમરાંગણમાં પણ સામાયિક અને પ્રતિક્રમણના પવિત્ર ભાવોમાં રહેતા. ચેટકને પક્ષે લડનાર નાગરથીનો પૌત્ર વરૂણ, સત્ય, ન્યાયી અને શ્રાવકનાં દ્વાદશત્રતને પાળનાર હતો. કણિકનો સેનાપતિ યુદ્ધની માગણી કરતો સમરાંગણમાં ‘ધા કર, ઘા કર’ નો પોકાર કરતો ધસ્યો. ઉત્તરમાં વરૂણ બોલ્યો, કે, “હે મહાભુજ, હું શ્રાવક છું અને મારે એવું વ્રત છે કે કોઈના ઉપર પ્રથમ પ્રહાર કરવો નહીં. સ્વરક્ષણ મારી રણનીતિ અને ધર્મ છે.’ મૃત્યુ સમયે વરૂણે સમરાંગણમાં તૃણનો સંથારો કરી સંલેખના વ્રત સાથે સમાધિમરણને આત્મસાત્ કર્યું. - રાજા કુમારપાળે મંત્રી ઉદયનને સોરઠના રાજા સમરને જીતવા મોકલ્યો, યુદ્ધસ્થળે ઘવાયેલા મંત્રી ઉદયન છેલ્લી ઘડીઓ ગણાતો હતો, સેનાપતિએ ઉદયનની અંતિમ ઇચ્છા પૂછી તો તેણે કહ્યું કે મારી અંતિમ ઇચ્છા પંચ મહાવ્રતધારી સાધુનાં દર્શનની છે, સમરાંગણમાં સાધુ ક્યાંથી લાવવા ? સેનાપતિએ યુક્તિ કરી અને એક બહુરૂપી તરગાળાને સાધુ વેષ પહેરાવી લાવ્યા, બહુરૂપીએ આબેહૂબ જૈન સાધુ કહે તેમ ઉદયનને અંતિમ ધર્મ સંભળાવ્યો. ઉદયનને ખૂબ શાંતિ થઈ. બહુરૂપીને થયું કે સર્વધર્મ દર્શન ૧૨૯ ૧૩૦ સર્વધર્મ દર્શન Page #78 -------------------------------------------------------------------------- ________________ મારા એક દિવસના સાધુપણાના નાટકથી ઉદયનને શાંતિ, સમાધિ અને સતિ મળી તો હકીકતમાં આ સાધુપણાની કેટલી ભવ્ય અને દિવ્ય તાકાત હશે ? બહુરૂપીના મનોમંથને તેના જીવનની દિશા બદલી નાખી. સદ્ગુરુના શરણમાં જઈ સાધુપણાનું તેણે જીવનભર આચરણ કર્યું. અભયા રાણીની અબ્રહ્મચર્યની માગણીનો અનાદર કરનાર, સુદર્શનને અભયા રાણીએ શૂળીઓ ચડાવવા લગી દાવ ખેલ્યા છતાં, છેવટે સુદર્શનનું સત્ય તરી આવ્યું. ત્યારે રાજાને હાથે થતો અભયારાણીનો વધુ એ જ સુદર્શને અટકાવ્યો. ભરપૂર હિંસાના મુખમાં આબાદ અહિંસા પળાવી અને કટ્ટર વિરોધીનો પ્રેમભર્યો સામનો કરી વિજય મેળવ્યા પછી જ વિજયમાળા વિરોધીને જ પહેરાવીને જ પ્રેમ પાથરવો, એ અહિંસાની સફળતા છે. આજે સમગ્ર વિશ્વમાં સત્તા અને જમીનની લાલસા, આતંકવાદ અને ધર્મઝનૂનને કારણે યુદ્ધનાં નગારાં વાગે છે ત્યારે સત્ય, ન્યાય, નીતિ અને વિવેકનું ચિંતન જરૂરી છે. સત્યના પક્ષ માટે અને અન્યાયના પ્રતિકાર માટે ડાહ્યા અને શાણા પુરુષો યુદ્ધોને અંતિમ સાધનરૂપે જ સ્વીકારે છે. શાંતિને ઝંખતી માનવજાતને આજે યુદ્ધની નહિ પરંતુ યુદ્ધને નિવારી શકે તેવા પ્રજ્ઞાપુરુષ બુદ્ધની જરૂર છે. ક્રોધ, માન, માયા અને લોભનું જે ઉગમસ્થાન છે, જે ભીતરમાં ફૂંફાડા મારી રહેલ છે, તેવા અષ્ટકર્મના કાલીનાગ સામે પ્રત્યેક માનવે યુદ્ધ કરી તેને પરાસ્ત કરી નિર્મળ બનવાની ભાવના જ પરમ કલ્યાણકારી છે. સર્વધર્મ દર્શન ૧૩૧ ૧૪ ધર્મ અને ધર્મઝનૂન : એક વિશ્લેષણ આતંકવાદીઓને ધર્મઝનૂનનાં વિષ પિવરાવવામાં આવ્યાં છે ધર્મ એ જીવન જીવવાની કલા છે. ધર્મ માનસિક શાંતિ માટે છે. સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં આત્મપ્રદેશ પર લાગેલાં કર્મોની નિર્જરા કરવા માટેની પ્રક્રિયા, તે ધર્મ છે. ધારણ કરી રાખે તે ધર્મ, જીવને દુર્ગતિમાં પડતો અટકાવી ધરી રાખે તે ધર્મ છે. આત્માનો સ્વભાવ તે ધર્મ છે. કાળનાં સાંપ્રત પ્રવાહમાં ધર્મ સાથે ઝનૂન જોડાઈ ગયું છે. અલબત્ત અનાદિકાળથી ધર્મ સાથે આવું થતું આવ્યું છે. દરેક પક્ષે એવી દૃઢ માન્યતા બંધાઈ જાય કે હું કરું તે જ ધર્મ છે. સામેનો પક્ષ અધર્મ આચરી રહ્યો છે, ત્યારે ધર્મમાં ઝનૂન પ્રવેશી જાય છે. યુધિષ્ઠિર કે રામને ધર્મનું પ્રતીક ગણીએ તો દુર્યોધન કે રાવણ ઝનૂનનું પ્રતીક છે. આત્મા કે પદાર્થનો મૂળ સ્વભાવ ધર્મ છે એટલે, ધર્મ એ પ્રકૃતિ છે. પોતાના ધર્મની પરંપરામાં રહીને સદાચાર, અહિંસાયુક્ત સત્ ધર્મનું પાલન તે સંસ્કૃતિ છે અને ધર્મઝનૂન તે વિકૃતિ છે. ધર્મ અને ધર્મ ઝનૂન બંને અંતિમ છેડા છે. હકીકતમાં ધર્મને ઝનૂન સાથે કશી નિસબત નથી, કશો જ સંબંધ ન હોઈ શકે, પરંતુ દુર્ભાગ્યે ધર્મ અને ધર્મઝનૂન એવી સર્વધર્મ દર્શન ૧૩૨ Page #79 -------------------------------------------------------------------------- ________________ સમાંતર ચાલતી બાબત બની ગઈ છે કે તેમને છૂટી પાડવી મુશ્કેલ છે. ધર્મ તો અમૃત છે અને ઝનૂન વિષ છે, તો આ અમૃતમાં વિષ કોણ, ક્યારે, કેવી રીતે અને શા માટે ભેળવે છે ? ધર્મ સાથે ઝનૂન જોડાય તો ધર્મનો છેદ ઊડી જાય. ધર્મઝનૂન આપણામાં રહેલા પૂર્વગ્રહોને કારણે પ્રગટ્યું છે. ધર્મની સાચી સમજણ ન હોય ત્યારે ઝનૂન પ્રગટે છે. કેટલાંક મુખ્ય તત્ત્વો ધર્મઝનૂનનાં પ્રેરક છે, એમાંના એક છે કહેવાતા ધર્મગુરુઓ. તેઓ પોતાનો સ્વાર્થ સાધવા માટે ચોક્કસ ધર્મ કે સાંપ્રદાયિક ટોળાંઓ ઊભાં કરીને પોતાનું આધિપત્ય કે વર્ચસ્વ જમાવવાનું કાર્ય કરે છે. આવા ધર્મનેતાઓના સ્થાપિત હિત (વેસ્ટેડ ઇન્ટરેસ્ટ) ધર્મઝનૂનની જનની છે. બીજું તત્ત્વ પૂર્વગ્રહ છે. એક સાપનું ગામ હતું. આખા ગામમાં દરેક જગ્યાએ સાપ દેખા દે. સાપ પગ પરથી ચાલી જાય, સાપ બાળકો સાથે રમે. બહારગામથી આવેલા ભાઈએ ગામવાળાને આશ્ચર્ય સાથે પૂછયું, “આવા કાળોતરા નાગના સમૂહ સાથે રહેતા તમને ડર નથી લાગતો ?” આ સાપનું ગામ છે. અહીં નાગ કરડતા નથી.” ગામવાળાએ શાંતિથી પ્રત્યુત્તર આપ્યો. - આ ગામમાં એક નોળિયાએ જન્મ લીધો. નોળિયાનાં મા-બાપે કહ્યું કે આપણે સાપના ગામમાં રહીએ છીએ, પરંતુ એ આપણા દુશ્મન છે. નોળિયાનું બચ્ચું કહે, કેમ દુશ્મન ? બાપા કહે, “આ દુશ્મનની પરંપરાથી છે. કેટલીય પેઢી પહેલાં આપણા પરદાદાને સાપના પરદાદાએ મારેલ, માટે તને સાપ મળે ત્યારે લાગ જોઈને તેને મારજે.” બચ્ચું કહે, “મારી સાથે તો આ દુશ્મની નથી, તો શા માટે મારું ? આ સાપે મારું તો કશું બગાડ્યું નથી.” બાપે ગામના બધા વડીલોને ભેગા કરી કહ્યું કે “આ બચ્ચું મારું માનતું નથી. સમગ્ર નોળિયાની જાત માટે આ કલંક છે.” બધાંએ મળીને નોળિયાના બચ્ચાને સમજાવ્યું. ન માન્યું તો બધાંએ પૂર્વગ્રહને કારણે ભેગા મળીને એને મારી નાંખ્યું. આપણી માનવજાતમાં આના કરતાં ભયંકર ઝેર-દ્વેષ છે. બીજા ધર્મમાં જન્મ લેવો તે દુશ્મનીનું કારણ કેમ હોઈ શકે ? માત્ર પૂર્વગ્રહને કારણે ધર્મમાં ઝનૂન ભળે છે અને પરિણામે લોહીની નદીઓ વહે છે. કોઈ પણ ધર્મમાં જન્મેલી વ્યક્તિના લોહીનો રંગ લાલ જ હોય, તો ભેદભાવ શા માટે ? બીજા ધર્મ વિષે ગેરસમજ થવાનું વાસ્તવિક કારણ અન્ય ધર્મો વિષેની જાણકારી કે સમજણનો અભાવ હોય છે. હકીકતમાં આપણું ચિંતન ત્યાં સુધી પહોંચતું નથી. પરિણામે બીજા ધર્મ પ્રત્યે વૈમનસ્ય કે ધર્મઝનૂન તરફ આપણે વળીએ છીએ. બીજાના મત પ્રત્યે સહિષ્ણુ રહી એકબીજા ધર્મને, બરાબર સમજીએ તો જ પૂર્વગ્રહ દૂર થાય. કટ્ટર ધાર્મિક અને સાંપ્રદાયિક વાડાબંધી, નજીક રહેનાર વચ્ચે પણ વૈચારિક અંતર વધારી દે છે. એક વસ્તુને વિવિધ દૃષ્ટિકોણથી જોઈએ,વસ્તુના પ્રત્યેક ભાગને જોવાથી, એક જ વિચારને દેશ-કાળ, વ્યક્તિ અને પરિસ્થિતિને લક્ષ્યમાં લઈને જોવાથી તે વ્યક્તિ કે વિચારનું અનેકાંત દૃષ્ટિથી દર્શન કે ચિંતન કરતા તે ચોક્કસ પૂર્વગ્રહમુક્ત બને. પૂર્વગ્રહ અને સ્વાર્થ પ્રેરિત ધર્મઝનૂન તો અનેકાંતનો હત્યારો છે. અનેકાંત દૃષ્ટિ ધર્મનાં મૂળભૂત તત્ત્વોની રક્ષક છે. એ જીવતી હશે ત્યાં સુધી ધર્મમાં વિકૃતિ નહિ પેસે. અનુયાયીઓની શ્રદ્ધા કે અંધશ્રદ્ધા, ભોળપણ અને અજ્ઞાનનો ફાયદો કહેવાતા ધર્મગુરુઓ જ ઉઠાવતા હોય છે. રાજકારણમાં ધર્મ જરૂરી છે પરંતુ ધર્મમાં રાજકારણ કેટલાંય અનિષ્ટોને જન્માવે છે. ધર્મગુરુઓ પોતાના અનુયાયી ટોળાના કદનો વિસ્તાર કરવા માટે, સંપત્તિ સત્તા વધારવા, જાહેર કાર્યક્રમોમાં વિશાળ વર્ગને આકર્ષવા માટે કેટલીક વિચિત્ર પદ્ધતિઓ અપનાવતા હોય છે. પોતાના અહમુને પોષવા આવા કહેવાતા ધાર્મિક નેતાઓ અનુયાયીઓને સતત કહેતા હોય છે કે, આપણો ધર્મ કે સંપ્રદાય જ સાચો ધર્મ છે. વળી અનુયાયીઓની વૈચારિક શૂન્યતા અને ગાડરિયા પ્રવાહને કારણે ધર્મગુરુઓને ફાવતું મળી જાય છે. સર્વધર્મ દર્શન ૧૩૩ ૧૩૪ સર્વધર્મ દર્શન Page #80 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન સમયમાં વિશ્વમાં જે ઘટનાઓ બની રહી છે તે, આતંકવાદીઓને ધર્મઝનૂનનાં વિષ પિવરાવવામાં આવ્યાં છે તે તેનું પરિણામ છે. એમ ઠસાવવામાં આવે છે કે, “આ ધર્મના રક્ષણનું કાર્ય છે, તે કરવાથી તમારું મૃત્યુ થાય તો પણ તમે ભાગ્યશાળી છો. આ મૃત્યુ તમને જન્નત આપશે, સ્વર્ગ કે મોક્ષનાં સુખો આપશે.’ આત્મવિલોપન, આત્મસમર્પણ, માનવબોમ્બ કે ક્રૂર આત્મઘાતી હુમલાઓ ધર્મઝનૂનની નીપજ છે. ધર્મને એક ચોક્કસ વર્તુળમાં પૂરી દેવા માટે, સંકીર્ણ રેખાઓ દોરવા માટે અને ધર્મઝનૂન માટે ધર્મના વિકૃત અર્થઘટનો પણ જવાબદાર છે, જેમ કે ગીતામાં કહ્યું છે : મૈયાનું સ્વધર્મો વિગુણઃ પરધર્માત્ સ્વનુક્તિાનું સ્વધર્મે નિધનું શ્રેયઃ પરધર્મો ભયાવહ. સારી પેઠે આચરેલ કરતાં ગુણરહિત પણ સ્વધર્મ સારો છે. સ્વધર્મમાં મૃત્યુ પામવું સારું છે પણ પરધર્મમાં જીવવું ભયંકર છે. આ આખા શ્લોકમાં સ્વ એટલે આત્મા અને પર એટલે જડ શરીર. એ રીતે અર્થ ઘટાડવાનો છે. વહેવારમાં લોકો અર્થઘટન કરે કે, પોતે આજીવિકા માટે જે ધંધો કરતા હોય, ભલે તે બહુ દમવાળો લાગતો ન હોય છતાં પણ તેને વફાદાર રહેવું, અન્ય લોકો જે ધંધો કરતા હોય તેના પ્રતિ આકર્ષાઈને સ્વ-આજીવિકા કે ધંધો વગર વિચારે છોડી દેવો તે ભયંકર છે. ગીતાના આ પવિત્ર શ્લોકનું નિશ્ચયે આત્મલક્ષી જે અર્થઘટન થાય, પરંતુ કહેવાયેલા સત્યને મારીમચડીને પોતાના મતબલમાં આ રીતે ફેરવે છે. ‘પોતાનો સંપ્રદાય - સ્વધર્મ સારો, બાકીના ઠીક નહિ.” ધર્મગુરુઓના સાંપ્રદાયિક માનસે કેવળ ધર્મ વચ્ચે જ ભેદભાવની ભીંતો ઊભી કરી છે એવું નથી. એક જ ધર્મના વિવિધ સંપ્રદાયો વચ્ચે પણ ભેદભાવો પેદા કર્યા છે. ધર્મ જ શાંતિનું સાધન છે, તે પવિત્ર સાધનને ધર્મઝનૂન દ્વારા વિકૃત બનાવી તેનો હાથો બનાવી ભાઈ - ભાઈઓ વચ્ચે ગળાં કાપ લડાઈઓ કરાવી છે. માનવજાતને આમાંથી સપુરુષો કે સદ્ગુરુઓ જ બચાવી શકે. ધર્મઝનૂન માટે ધર્માતરણ અને સરકારી કાયદાઓ પણ જવાબદાર છે. ઇતિહાસ બતાવે છે કે ભારતીય સંસ્કૃતિ પર અનેકવાર ધર્માતરનાં આક્રમણ થયાં છે, વળી અન્ય ધર્મીઓ દ્વારા મંદિરોને ભ્રષ્ટ કરવાનું કાર્ય થયું છે. મોહમ્મદ ગઝનીએ સોમનાથના મંદિર પર અનેકવાર હલ્લા કરેલા. ભારતમાં ૧૪૯૮માં પોર્ટુગલનાં વાસ્કો-ડી-ગામાએ પ્રવેશ કર્યો. તે પૂર્વભૂમિકામાં આ પ્રક્રિયાનું મંડાણ થયું. ઈ.સ. ૧૫૪૨માં સેન્ટ ઝેવિયર આવ્યો. તે સમયે સ્થાનિક માછીમારો સાગરી ચાંચિયાઓથી ભયભીત હતા. તેની સલામતીના બદલામાં પચાસ હજાર માછીમારોનું ધર્મપરિવર્તન કરાવ્યું અને કેટલાંક મંદિરો ભ્રષ્ટ કર્યો. એ સમયે થાણા જિલ્લામાં ઈસાઈ બનેલા લોકોને કૃષ્ણ અષ્ટમીના પવિત્ર દિવસે નિર્મળ અને વિમલ સરોવરમાં સ્નાન કરાવી પુનઃ મૂળ વૈદક ધર્મમાં લાવવા શુદ્ધિ કરાવતા હતા. પોર્તુગીસ શાસકોએ મોટી સંખ્યામાં ગૌહત્યા કરી સરોવરનું પાણી લોહીથી લાલ કરી શુદ્ધિ કરાવનાર પુરોહિતની કતલ કરી નાખી. ભયના સામ્રાજય હેઠળ થાણે, વસઈથી ગોવાના સમગ્ર વિશાળ વિસ્તારમાં સાત લાખ લોકોને ઈસાઈ બનાવ્યા. ઇટાલીથી ભારત આવેલ રાવર્ટ ડી’ નોવેલી નામના પાદરીએ રોમથી આવેલ બ્રાહ્મણ સંન્યાસી તરીકે પોતાની જાતને ઓળખાવી. યે શુવેદ'ની રચના કરી. તેને પાંચમો વેદ ગણાવી સ્વરચિત ‘ઈશોપનિષદ'માં ઈશુનાં ગુણગાન ગાયાં. નર્મદાકિનારે આ પાદરી પ્રવચન પછી ભાતનો પ્રસાદ વહેંચતો. તેણે લાખો લોકોને રાઇસ ક્રિશ્ચિયન બનાવેલા. અંગ્રેજોના કાળમાં આવી પ્રવૃત્તિ ચાલી. સ્વાતંત્ર્ય પછી ધમતરની પ્રવૃત્તિની તપાસ કરવા ૧૯૫૪માં મધ્યપ્રદેશ સરકારે નિયોગી પંચની રચના કરી, પંચના ચોંકાવનાર અહેવાલ છતાં કોઈ અકળ કારણસર સર્વધર્મ દર્શન ૧૩૫ ૧૩૬ સર્વધર્મ દર્શન Page #81 -------------------------------------------------------------------------- ________________ અહેવાલ અભરાઈએ ચડાવ્યો. ખ્રિસ્તી ધર્મપ્રચારકો કુદરતી કે માનવસર્જિત આફતો વખતે રાહતકાર્યના ઓઠા હેઠળ ધર્મપ્રચારનું કાર્ય સદીઓથી કરે છે અને તેનું લક્ષ્ય ધર્માતરણ છે. તાજેતરમાં અફઘાનિસ્તાનમાં ખ્રિસ્તી રાહત કાર્યકરોની ધરપકડ કરવામાં આવી ત્યારે એ બાબત બહાર આવી છે. પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી મિશનરીઓ ખ્રિસ્તી ધર્મના પ્રચારકોને બિનસાંપ્રદાયિક ગણાવીને મુસ્લિમ, હિંદુ અને બૌદ્ધ ધર્મ પાળતા દેશોમાં ઘુસાડે છે એવો અહેવાલ વોશિંગ્ટન પોસ્ટે તાજેતરમાં પ્રગટ કર્યો છે. વેટિકન અને અમેરિકા દ્વારા ભારત સહિત વિશ્વની હજારો ખ્રિસ્તી મિશનરીઓને મળતા વિદેશી મદદના પ્રવાહના કારણો શોધવા જવું પડે તેમ નથી. ૩૦ મે, ૧૯૩૬ના હરિજનના અંકમાં પૂ. ગાંધીજીએ લખેલું કે ખ્રિસ્તીવાદ એ સામ્રાજ્યવાદી ધર્મ છે. ઇતિહાસે મહાત્મા ગાંધીના આ વિધાનની યથાર્થતા સાબિત કરી છે. ધર્માતરણના આક્રમણને પરિણામે ધર્મઝનૂન પેદા થતું હોય છે. ડિવાઇડ એન્ડ રૂલની નીતિને કારણે મુસ્લિમોને રાજી રાખવા ભારતની વસ્તીમાં ભાગલા પડાવવાના બદઇરાદે અંગ્રેજો એ હિંદુ-મુસ્લિમમાં વાળો ટાળો રાખી મુસ્લિમોને માનીતા ગયા અને એમ ચાલતું જ રહ્યું. સ્વરાજકાળમાં મુસ્લિમોના મત મેળવવા સામાન્ય નાગરિકોની સારસંભાળ લેવા કરતાં મુસ્લિમોની વધુ ખાતિર બરદાસ્ત કરી લઘુમતી શાળાઓને દેશના કાયદાથી પર મૂકી તેની તપાસ ન થઈ શકે, સંચાલકોને સંપૂર્ણતા આપી, અન્યોને નહિ. મુસ્લિમો માટે વારસાહક્ક, સ્ત્રીશિક્ષણ અને નોકરીમાં રક્ષણ જેવા અલગ કાયદા થયા. સમાન નાગરિક ધારાને બદલે તેને વિશેષ સવલત આપી. હજયાત્રાળુઓ માટે ભારત સરકારે લાંબા ગાળા સુધી મદદ ચાલુ રાખી. ભારતના અન્ય ધર્મીઓ માટે બદ્રીનાથ, કેદારનાથ, વૈષ્ણોદેવી, દ્વારકા, સમેત શિખર, શ્રીનાથદ્વારા કે કાશી જેવી તીર્થયાત્રા માટે આવું કશું નહિ, આ રીતે સરકારના કેટલાક કાયદાઓ પણ ધર્મઝનૂન પેદા કરવામાં કારણભૂત બને છે. આતંકવાદ સામે અમેરિકાના યુદ્ધમાં ધીરે ધીરે, જાણ્યે-અજાયે ધર્મ સંપ્રદાયના રંગો ભળતા જાય છે. ધર્મઝનૂન વકરતું જાય છે ત્યારે ભારતના ઇસ્લામ બિરાદરોએ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી લેવી જોઈએ. એટલું જ નહિ, તાલિબાનો લાદેનની જેહાદમાં મુસ્લિમોને ધર્મને નામે જોડાઈ જવા લલકારે છે, પરંતુ બિરાદરો માટે આવા ઉપદેશોથી પોતાની જાતને દૂર લઈ જવાનો સમય પાકી ગયો છે. પાકિસ્તાન આતંકવાદને પોષે છે તે આખી દુનિયા જાણી ગઈ છે. તો તે જોવા અને સાંભળવા ઇસ્લામ ધર્મનેતાઓએ આંખ-કાન ઉઘાડવાનો સમય થઈ ગયો છે. રાજકારણમુક્ત ધર્મ, સ્વાર્થમુક્ત ધર્મગુરુઓ અને મૂલ્યનિષ્ઠ રાજકારણીઓ ધર્મમાં ઝનૂન ભળતું અટકાવી શકે. દરેક દેશ પોતાની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નીતિમાં અન્ય ધર્મોનો વિવેકપૂર્ણ સ્વીકાર કરે તો ધર્મઝનૂન અટકે. ગુજરાતમાં પૂ. સંતબાલાજી નામે એક સાધુ થઈ ગયા. તેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ૧૯૬૪થી ૧૯૭૦ વચ્ચે કેટલાંક આશ્રમકેન્દ્રો સ્થાપ્યાં. તેમના તમામ આશ્રમમાં સર્વધર્મ સમન્વય અને સર્વધર્મ ઉપાસના મુનિએ વર્ષો પહેલાં આપેલાં આ સૂત્રો આજના સમયે પ્રત્યેક ભારતવાસીઓએ પ્રાર્થનારૂપે બોલવા જેવા છે : • વિશ્વશાંતિ કે લિયે ભારત મેં શુદ્ધ ઐક્યની વૃદ્ધિ હો ઔર ઐક્યવિરોધી તત્ત્વ દૂર હો. વિશ્વમાં વિસ્તરતું જતું કોમવાદનું ઝેર દૂર થાઓ, દૂર થાઓ અને મૈત્રીભાવના સક્રિય થાઓ, સક્રિય થાઓ. • કાશ્મીરના પ્રશ્નમાં ભારત-પાકિસ્તાન સંબંધો પ્રેમાળ અને સુદૃઢ બનો. સૌને સદ્બુદ્ધિ મળો, સબુદ્ધિ મળો. ભારત કી ભૂમિ, આતંકવાદ ઔર ભ્રષ્ટાચાર સે મુક્ત બનો ઔર માનવ માનવ એક બનો ઔર નેક બનો. ધર્મસ્થાનક ભેદભાવ કા સાધન મિટ જાયે ઔર માનવઐક્ય કા સાધન બન જાયે, સર્વધર્મ દર્શન ૧૩૮ સર્વધર્મ દર્શન Page #82 -------------------------------------------------------------------------- ________________ • ગૌવંશ હત્યાબંધીનો કાનૂન બનાવવા માટે ભારત સરકારને પ્રેરણા અને શક્તિ મળો, શક્તિ મળો. વિશ્વવાત્સલ્યનો આદર્શ દેશ-વિદેશમાં પ્રસરો અને તે માટે વિશ્વનાં શુભ બળોનો અનુબંધ થાઓ. અને અંતે આપણે ઉમેરીએ ઃ • • ધર્મમાં ભળેલું ધર્મઝનૂન દૂર થાઓ અને શુદ્ધ ધર્મ દ્વારા સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો. સર્વધર્મ દર્શન ૧૩૯ ૧૫ દર્શન સાહિત્યમાં આત્મચિંતન ભારતીય સંસ્કૃતિને ઘડનારાં પરિબળોમાં સાહિત્યનું યોગદાન મૂલ્યવાન રહ્યું છે. સાહિત્ય, સંગીત અને લલિતકલાઓથી માનવજીવન સભર બને છે, મધુર બને છે, સાહિત્ય અને કલાના સર્જનનો ઉદ્દેશ શુભ તત્ત્વનાં દર્શનનો હોય તો જ તે સાર્થક ગણાય. ૧૪૦ દર્શન એટલે જોવું તે તત્ત્વજ્ઞાનને એક વિશિષ્ટ દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરે છે. વ્યાવહારિક સત્યનું દર્શન તો ઘણાં લોકો કરી શકે છે, પરંતુ પારમાર્થિક સત્યનું દર્શન બહુ જ થોડા કરી શકે છે. દર્શન એ જ સમાજ, સભ્યતા તથા સંસ્કૃતિનો અમૂલ્ય ભંડાર છે. કોઈ પણ સભ્યતા તથા સંસ્કૃતિનો વાસ્તવિક પરિચય મેળવવા માટે તેની દાર્શનિક વિચારધારાનું જ્ઞાન મેળવવું જરૂરી છે. પાશ્ચાત્ય દર્શનમાં અનેક દેશોની વિચારધારાઓનો સંગમ થયો છે. તેમાં મુખ્યતઃ ગ્રીક, ખ્રિસ્તી તેમજ આધુનિક વિચારધારાની ત્રિવેણીનો સંગમ થયો છે. ગ્રીક દાર્શનિકોએ સર્વ પ્રથમ જડજગતનું વિવેચન કર્યું. પછી અંતર્મુખી ષ્ટિ અપનાવી ચેતન આત્માનું વિશ્લેષણ કર્યું અને આ બંનેનો સમન્વય તત્ત્વમાં કર્યો. યુરોપને ધાર્મિક અંધવિશ્વાસથી મુક્ત કરી દર્શનનું સ્વતંત્ર વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં વિશેષ ફાળો ગ્રીકદર્શને આપેલો છે. સર્વધર્મ દર્શન Page #83 -------------------------------------------------------------------------- ________________ યુરોપની દાર્શનિક પરંપરામાં સોક્રેટિસ, પ્લેટો અને મધ્યયુગની ચિંતનધારા પર એરિસ્ટોટલનો ઘણો પ્રભાવ પડેલો છે. પૂર્વનું તત્ત્વજ્ઞાન આત્મજ્ઞાનને પ્રધાનતા આપે છે. પશ્ચિમનું તત્ત્વજ્ઞાન, તાર્કિક તેમ જ બૌદ્ધિક બાબતોને વધુ મહત્ત્વ આપે છે, તેની દૃષ્ટિ બહિર્મુખી છે. આધ્યાત્મિક રહસ્યોની શોધને બદલે જગતના વ્યાવહારિક પ્રશ્નોની ચર્ચામાં તેને વિશેષ રસ છે. ડૉ. રાધાકૃષ્ણનના મતે પૂર્વમાં ધર્મનો અર્થ મોટે ભાગે ‘આત્મપરાયણ’ જીવન થાય છે માટે અહીં ધર્મને નામે બહુ ઝઘડા થયા નથી કે લોહીની નદીઓ વહી નથી. વિશ્વની તમામ દાર્શનિક પરંપરાઓએ આત્મા વિષે ચિંતન અને મનોમંથન કરેલું જ છે. પશ્ચિમની સંસ્કૃતિએ વિચારશૈલી પર ભાર આપ્યો. તેમણે વિચારધારાને Philosophy એવું નામ આપ્યું. પશ્ચિમનું વિચારશાસ્ર જ્યાં પૂરું થાય છે, ત્યાંથી પૂર્વનું દર્શન આગળ વધે છે. ભારતીય ચિંતકોને અનુભવ થયો છે કે કેટલાંક સત્યો માત્ર વિચારવાથી પામી શકાતાં નથી, પરંતુ કોઈ પણ સત્યને પામવા માટે તેના વિચારનું દોહન, ચિંતન, મનન અને મંથન કરવું પડે છે તો જ એ વિચાર આત્મસાત્ થાય. આચરણ પછી જ સત્ય પામી શકાય છે. આધ્યાત્મિક પરિભાષામાં તેને આપણે આત્મસાક્ષાત્કાર પણ કહી શકીએ. આત્માનુભૂતિ પછીના ચિંતનમાંથી જ દર્શન પ્રગટે અને તે ચિંતન, ચિરંતન બનીને શાસ્ત્ર બની જાય છે. જે સાહિત્ય અને કલામાં ધર્મ, તત્ત્વજ્ઞાન અને દર્શન, અભિપ્રેત છે તેવું સાહિત્ય કોઈ પણ સંસ્કૃતિને જીવનનું બળ પૂરું પાડનાર, એનું પોષણ સંવર્ધન કરનાર ઊંચું પરિબળ બની જાય છે. વેદો, શ્રુતિઓ, સ્મૃતિઓ, ઉપનિષદો, પુરાણો, ગીતા જેવા ગ્રંથો અને રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યોમાં ઠેર ઠેર દાર્શનિક આત્મચિંતનનું નિરૂપણ થયું છે. ઉપનિષદ કહે છે કે, વેદ ઋષિ પ્રણીત નથી એ પરમાત્માના પોતાના ઉદ્ગાર છે. વેદનું પ્રામાણ્ય સ્વીકારનાર દર્શનો એ વૈદિક, દર્શન, ન્યાયવૈશેષિક, સાંખ્ય-યોગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા (વેદાન્ત) આ છ સર્વધર્મ દર્શન ૧૪૧ દર્શનો ‘આસ્તિક દર્શનો’ કે વૈદિક દર્શન કહેવાયાં. જ્યારે ચાર્વાક, જૈન અને બૌદ્ધદર્શનો વેદનિરપેક્ષ વિચારસરણી ધરાવતા હોઈ તેમને અવૈદિક દર્શનો કહે છે. વિવિધ વિચારધારાઓવાળાં આ દર્શનો એકબીજાનાં વિરોધી નહીં પણ એકબીજાનાં પૂરક છે. ભારતીય દર્શનોનું સ્વરૂપ આધ્યાત્મિક છે અને તે જીવનની વધુ નજીક છે. દર્શનનું અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ હોવાથી ‘જ્ઞાન ખાતર જ્ઞાન' નહિ, પણ મોક્ષ માટે જ્ઞાનપ્રાપ્તિની વાત છે. ‘વિદ્યા એને જ કહેવાય જે મુક્તિ અપાવે.' આ વિદ્યા અથવા અજ્ઞાન આપણા સર્વ દુઃખનું મૂળ અને આત્મા માટે કર્મબંધનનું કારણ છે. જ્ઞાનપ્રાપ્તિ બાદ જગત પ્રત્યે જોવાની માણસની દિષ્ટ બદલાઈ જાય છે. તે જ ખરો ‘વૈષ્ણવ જન’ કે શ્રાવક બને છે. મોક્ષપ્રાપ્તિ માટેના સાધનામાર્ગમાં ત્યાગ અને વીતરાગ તથા સંન્યાસીની ભાવના પાયારૂપે રહેલાં છે. ત્યાગ એટલે કર્મત્યાગ નહિ, વૈરાગ્ય એટલે નરી નિષ્ક્રિયતા નહિ. ત્યાગનો સાચો અર્થ કર્મફળત્યાગ. શ્રીકૃષ્ણે આ વાત ગીતામાં નિષ્કામ કર્મયોગ દ્વારા સમજાવી છે. ન્યાયદર્શનના પ્રણેતા ગૌતમ મુનિ છે. સત્યને જાણવા માટે જ્ઞાનનાં સાધનોની વિસ્તૃત ચર્ચા આ દર્શનમાં કરેલી છે. આત્મા દેહથી ભિન્ન છે, જગતનો કર્તા ઈશ્વર છે વગેરે બાબતો અનુમાન પ્રમાણ દ્વારા સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, દુઃખ, જ્ઞાન વગેરેને આત્માના લક્ષણો કહ્યાં છે. વૈશેષિક દર્શનમાં પ્રણેતા કણાદ મુનિએ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ આ સાત પદાર્થોના ધર્મો સંબંધી દર્શનનું નિરૂપણ કર્યું હોઈ તેને વૈશેષિક દર્શન નામજ્ઞાનનો અભાવ છે, તે ગણ્યું છે. પુરુષ પ્રકૃતિથી જુદો છે એમ સમજવું તેનું નામ વિવેકજ્ઞાન અને વિવેકજ્ઞાન એ જ મોક્ષનું સાધન કહ્યાં છે. પ્રકૃતિ સ્વયં વિકાર પામી આ જગતરૂપે પરિણમે છે. આ દર્શન માનતું હોઈ પછી તેને ઈશ્વરના સ્વીકારની જરૂર રહેતી નથી. સાંખ્ય દર્શન દ્વારા કપિલ મુનિએ ઉપનિષદની માનસશાસ્ત્રીય વિચારધારાને દાર્શનિક પ્રતિષ્ઠા આપી છે. યોગદર્શનમાં પાતંજલિ મુનિએ ‘યોગ એટલે ૧૪૨ સર્વધર્મ દર્શન Page #84 -------------------------------------------------------------------------- ________________ ચિત્તવૃત્તિ નિરોધ” એમ કહેલું છે. વિદ્વાનો યોગ શબ્દનો અર્થ જીવાત્માને પરમાત્મા સાથે જોડવો એમ પણ કરે છે. જૈમિની મુનિએ રચેલ પૂર્વમીમાંસા સૂત્રોમાં ઉપાસના અને જ્ઞાન માત્ર કર્મની સમજણ આપવા માટે જ છે. કર્મને જ વેદોનો મધ્યવર્તી વિચાર ગણી યજ્ઞ અનુષ્ઠાનનું વિધિવત્ વર્ણન કર્યું છે, જયારે ઉત્તરમીમાંસા વેદાન્તી કર્મકાંડનું ખંડન કરી આત્મસાક્ષાત્કાર તથા બ્રહ્મજ્ઞાનને જ વેદોની મધ્યવર્તી વિચારધારા ગણે છે. ગીતામાં શ્રીકૃષ્ણ આત્મા વિશે કહ્યું છે કે : नैनं छिदन्ति शस्त्राणि, नैनं दहति पावकः । न चैनम् क्लेन्दन्त्याप: न शोषयति मारुतः ।। શસ્ત્ર છેદી શકતું નથી, અગ્નિ બાળી શકે નહિ, પાણી ડુબાડી શકે નહિ અને પવન શોષી શકે નહિ. કબીરજી અને ગંગાસતી જેવા અનેક દાર્શનિક સંત-કવિઓએ ગીતો રચ્યાં, તો વેદાન્ત દર્શનનાં સૂત્રો પર શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, નિમ્બાર્ક અને વલ્લભાચાર્ય જેવાએ વિદ્વત્તાપૂર્ણ ભાગ્યો રચ્યાં. આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદ, રામતીર્થ, રમણ મહર્ષિ, મહાયોગી અરવિંદ, ટાગોર, આનંદશંકર ધ્રુવ, પંડિત સુખલાલજી, મુનિશ્રી સંતબાલ, આચાર્ય વિનોબા અને ગાંધીજીના સાહિત્યમાં આપણને દાર્શનિક આત્મચિંતનની ઝલક જણાય છે, તો ઓશો અને કૃષ્ણમૂર્તિએ આગવી દૃષ્ટિથી આત્માની વાત કરી છે. - વેદાન્ત દાર્શનિક સાહિત્યમાં આત્મચિંતનની વિચારણા કરી હવે અવૈદિક દર્શનોમાંના એક ચાર્વાક દર્શનમાં આત્મા વિષેના ખ્યાલનો અભ્યાસ કરીએ : તેમના મતે આત્મા જેવું કોઈ ચૈતન્યરૂપ અને સ્વયંપ્રકાશ તત્ત્વ છે જ નહિ. ચૈતન્ય વિશિષ્ટ એવું જે આપણું આ ભૌતિક સ્થૂળ શરીર એ જ સાચું છે. તે માને છે કે પૃથ્વી, જલ, તેજ અને વાયુનાં જડ તત્ત્વોમાંથી ચૈતન્ય વિશિષ્ટ એવા શરીરનો પ્રાદુર્ભાવ થાય છે. દેહાત્મવાદી ચાર્વાક દર્શનના મત મુજબ ઈશ્વર જેવું કોઈ પારમાર્થિક સત તત્ત્વ અસ્તિત્વ ધરાવતું નથી. ભૌતિકવાદી કે જડવાદી દર્શન હોવાને કારણે અહીં દાર્શનિક આત્મચિંતનનો નકારાત્મક અભિગમ જણાય છે. ભારતીય સંસ્કૃતિની બ્રાહ્મણ અને શ્રમણ એ બે મુખ્ય દાર્શનિક પરંપરા ગણાય. શ્રમણ પરંપરામાં બૌદ્ધદર્શન અને જૈન દર્શન સાહિત્યમાં આત્માનું વિશિષ્ટ ચિંતન કરવામાં આવ્યું છે, બૌદ્ધદર્શનમાં ત્રિપિટક ગ્રંથ અને તેની ભાષ્ય અને ટીકાઓના વિપુલ સાહિત્યમાં વિવિધ રીતે આત્મચિંતન નિરૂપાયેલું છે. બુદ્ધ પરિવર્તનશીલ દેષ્ટ ધર્મો સિવાય કોઈ અષ્ટ સ્થાયી દ્રવ્ય કે આત્મતત્વનો સ્વીકાર કરતા નથી. તેમના મતે આ સંસાર અનિત્ય છે. ક્ષણિક છે. જેને આપણે જીવાત્મા કહીએ છીએ, તેને એક નિરંતર ચાલતી પ્રક્રિયાનો પ્રવાહ ગણે છે. જીવની એકસૂત્રતાને કારણે જલતા દીપક સાથે સરખાવી છે. તેમણે સુખ દુઃખ જેવાં સંવેદનોને આત્માની ગુણરૂપે સ્વીકાર્યા. ચેતનાની ભિન્ન ભિન્ન અવસ્થાનો સ્વીકાર કર્યો. પરંતુ ચૈતન્ય તત્ત્વની નિત્યતાને સ્વીકારી નહીં. રોગ, દ્વેષ કે સુખ દુઃખ જેવાં સંવેદનો જેની સાથે જોડાયેલાં છે, તે ભૌતિક ક્લેવર પોતે જ આત્મા છે અને તૃષ્ણાઓના બુઝાઈ જવાથી નિર્વાણ તરફ લઈ જઈ શકાય છે એવો બુદ્ધનો મત હતો. અનાત્મવાદ કે નરાત્મવાદ એ બુદ્ધિદર્શનનું વિશિષ્ટ આત્મચિંતન છે. જૈનદર્શને કર્મવાદ અને મોક્ષના સંદર્ભે પારદર્શક આત્મચિંતન રજૂ કર્યું છે. તેમના મતે સ્થૂલ પદાર્થનું દર્શન ચર્મચક્ષુઓનો વિષય છે અને આત્મસ્વરૂપનું દર્શન દિવ્ય ચક્ષુઓનો વિષય છે. દર્શનાવરણીય કર્મના ક્ષય કે ક્ષયપક્ષમથી ચર્મચક્ષુ રૂપ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે અને પદાર્થદર્શનની દૃષ્ટિ ખૂલે છે, પછી મોહનીય કર્મના ક્ષય-ઉપશમ કે ક્ષયોપશમથી આત્માના શુદ્ધ સ્વરૂપનું દર્શન થાય છે. દાર્શનિક કર્મવિજ્ઞાન દ્વારા, આત્માની શુદ્ધિકરણની પ્રક્રિયાના ક્રમિક વિકાસના તબક્કાને ગુણસ્થાનક (ગુણનાઠા)ના સંદર્ભે સમજાવી છે. ચાર અનુયોગમાંથી દ્રવ્યાનુયોગમાં આત્માની સમજણ આપી છે. છ દ્રવ્ય, નવ તત્ત્વ અને આઠ કર્મની ગહન અને સૂક્ષ્મ ચર્ચા દ્વારા આત્માથી પરમાત્મા સુધી પહોંચવાનું માર્ગદર્શન આપેલ છે. સર્વધર્મ દર્શન ૧૪૩ ૧૪૪ સર્વધર્મ દર્શન Page #85 -------------------------------------------------------------------------- ________________ “આનંદઘન છે આત્મા, આનંદ એમાંથી મળે, અન્ય ન વલખાં મારતો, એ મારવાથી શું મળે.” આત્મા સત્, ચિત, આનંદસ્વરૂપ છે. સતું એટલે નિત્ય, ચિત એટલે જ્ઞાનયુક્ત ચૈતન્ય અને આનંદ એ પરમાત્મા સ્વરૂપ છે. આત્મા તરફ અંતરદૃષ્ટિ જ આનંદ આપી શકે, બહાર ગમે તેટલા ભટકીએ પરંતુ પર પદાર્થમાંથી આનંદ મળી શકે નહિ. આનંદ કર્યજન્ય નથી. આત્માની પોતાની અનુભૂતિ છે. ઉતરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીરે કહ્યું કે આત્માના સ્વરૂપનું અજ્ઞાન છે તેનાથી જ બધાં દુઃખો ઉત્પન્ન થાય છે. “સ્વ'ના જ્ઞાનમાં દુ:ખનાશ અભિપ્રેત છે. જૈન આગમ સાહિત્યના આધારે અનેક ગ્રંથોની રચના થઈ. આચાર્ય ઉમાસ્વાતિ, કુંદકુંદ આચાર્ય, આચાર્ય હરિભદ્ર સુરિ, સિદ્ધસેન દિવાકર, હેમચંદ્રાચાર્ય અને ઉપાધ્યાય યશોવિજયજી જેવા મહામનીષીઓએ પોતાના સાહિત્યમાં જૈનદર્શન પ્રમાણેના આત્મસ્વરૂપના વિચારો સ્પષ્ટ કર્યા છે. અવધૂત આનંદઘનજી બનારસીદાસ કે શ્રીમદ્ રાજચંદ્ર જેવા મહાન જૈને કવિઓએ પોતાની દિવ્ય કાવ્યકૃતિમાં આત્માની અમરતાને ગાઈ છે. જૈનદર્શન અનેકાંતવાદી છે, તેથી તે આત્માના જુદા જુદા સ્વરૂપે દર્શન કરાવે છે. કર્મથી લેપાયેલો જીવાત્મા સર્વ કર્મોથી મુક્ત થાય છે ત્યારે શુદ્ધાત્મા બને છે. દ્રવ્યાત્મક દૃષ્ટિએ આત્મા નિત્ય છે, એટલે મૂળ દ્રવ્ય તત્ત્વરૂપી આત્માનો ક્યારેય નાશ થતો નથી, પરંતુ પર્યાયાત્મક દૃષ્ટિએ આત્મા અનિત્ય છે, એટલે કર્મોને કારણે તે એક જ પર્યાયમાં નિત્ય રહી શકતો નથી, ટકી શકતો નથી. દાખલા તરીકે એક ગતિમાં તેનું આયુષ્ય પૂર્ણ થતાં કર્મ અનુસાર બીજી ગતિમાં અથવા બીજી યોનિમાં જવું જ પડે છે. આમ અનેકાંત દૃષ્ટિકોણથી પ્રચલિત દૃષ્ટિબિંદુ અને સત્ય કે યથાર્થ દષ્ટિબિંદુથી આત્માની સ્થિતિ સ્પષ્ટ કરી છે. જૈનાચાર્ય હરિભદ્રસૂરિએ આત્માને છ પદ દ્વારા સમજાવ્યો છે. (૧) આત્મા (૨) નિત્ય છે. (૩) કર્મનો કર્તા છે. (૪) કર્મફળનો ભોક્તા છે. (૫) આત્માનો મોક્ષ છે. (૬) અને મોક્ષનો ઉપાય સુધર્મ છે. ભારતમાં અન્ય દર્શનોએ કરેલી તાત્ત્વિક વિચારણા છ પદની અંદર સમાઈ જાય છે. ઉપરાંત આત્માને અનંત જ્ઞાન, દર્શન અને વીર્યશક્તિનો સ્વામી કહ્યો છે. તેજપુંજ સચિત અને આનંદસ્વરૂપ આત્માને અનંત સુખનો સ્વામી કહ્યો છે. આત્માનો મૂળ ગુણ જ્ઞાન છે. અક્ષરના અનંતના ભાગનું જ્ઞાન આત્માની જે દશામાં હોય તે આત્માની પ્રાથમિક અવસ્થા છે. તેને નિગોદની સ્થિતિ પણ કહે છે. કર્મક્ષય પ્રમાણે આત્માનો શુદ્ધતાનો ક્રમિક વિકાસ થાય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ, આ વિકાસનો અંતિમ તબક્કો છે. ત્યાર પછી આત્મો સિદ્ધત્વ પામી દિગંતમાં બિરાજે છે. અનંત તીર્થકરી કહેતા આવ્યા છે કે રાગદ્વેષ છોડવાથી કર્મ આવરણ તૂટતા આત્મગુણોનું પ્રગટીકરણ થતાં આત્મા વીતરાગી બને છે અને તે મુક્તાત્મા બને છે. જૈનદર્શન સર્વ ભવિ આત્મામાં પરમાત્મા થવાની યોગ્યતા બતાવી છે. આ દર્શનો તે સનાતન સત્યોની ખોજમાં ઘૂમતી સમસ્ત માનવજાતિની બુદ્ધિપ્રતિભાનું અત્યંત કીમતી ફળ છે. ભારતીય દર્શનસાહિત્યમાં આત્મચિંતન દ્વારા મોક્ષપ્રાપ્તિનાં સાધનો અને માર્ગ બતાવ્યાં છે, મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક સત્યો પર આધારિત આ દર્શનોમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનો સુંદર સમન્વય છે. બુદ્ધિ સાથે શ્રદ્ધા પર ભાર મૂકીશું. વિવેક સાથે પુરુષાર્થ અને નીતિમત્તા પર લક્ષ રાખીશું તો આ પરંપરા સ્વપરના કલ્યાણનું કારણ બનશે. સર્વધર્મ દર્શન ૧૫ LYE સર્વધર્મ દર્શન Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ધર્મ એક જ માનવધર્મ ઈશ્વરની ઉપાસના ધર્મ છે, પરંતુ પૂર્વ તરફ મોં રાખીને કે પશ્ચિમ તરફ એ રિવાજ છે, પ્રભુ આગળ મસ્તક નમાવવું એ ધર્મ છે, પરંતુ મસ્તક નમાવીને કે ટોપી ઉતારીને એ કેવળ રિવાજ છે. રિવાજ અનેક હોઈ શકે છે, ધર્મ અનેક ન હોઈ શકે.” (રાજકારણીઓએ સર્વધર્મ સમભાવના પવિત્ર ખ્યાલને વિચિત્ર ગોદડી બનાવી દીધી છે.), ‘હવે આ સર્વધર્મ સમભાવવાળી ગોદડી બહુ કામ આપવાની નથી. એ ગોદડી તો હવે માત્ર કોઈ નેતાના મરણપ્રસંગે પાથરી શકાય એવી થઈ ગઈ છે, અને એ સંપ્રદાયોની કાપલીઓ સીવીને બનાવેલી ગોદડી ધર્મનું સળંગ વસ્ત્ર નહોતું જયારે મને લાગ્યું કે આ સંપ્રદાયોના કટકા જોડીને બનાવેલ ગોદડી (અલ ફાતિહા) અંતિમ સમયની પ્રાર્થનામાં જ કામ આવે એવી છે. જયારે કોઈ નેતાનું અવસાન થાય છે ત્યારે આ ગોદડી ટેલિવિઝન ઉપર જોઉં છું. મોટી મોટી રેલીઓમાં, મોટા મોટા નેતાઓ આવીને મોટાં મોટાં ભાષણો આપીને, જૂની ધૂળ બેસાડીને, નવી ધૂળ ઊડાડીને ચાલ્યા જાય છે. મોટી મોટી સભાઓમાં બુદ્ધિચાતુર્ય દેખાય, પણ હૃદયસંપર્ક તો શુન્ય જ હોય છે ! વ્યક્તિગત સંપર્ક વિના આ અસંભવ છે. લોકસંપર્ક અને નિત્યસંપર્કની આવશ્યકતા છે.' ‘કોઈએ કહ્યું છે ને કે ‘દયા ધર્મ કા મૂલ હૈ'હું એમાં થોડો વધારો સૂચવું છું. કરુણા ધર્મની શાખા-ડાળી છે. મૈત્રી-ધર્મનાં પાન છે. પ્રેમ ધર્મનું ફૂલ છે અને પરમેશ્વર ધર્મનું ફળ છે.' માનવનું જીવન સુખમય બને અને આત્મગુણોનો વિકાસ થાય તેવી પ્રરૂપણા કરે તે ધર્મ છે. જીવમાત્રની પીડા હરવાની પ્રેરણા કરવાનો માર્ગ ધર્મમાર્ગ છે. સ્વામી શ્રીકાન્ત આપ્ટેએ સર્વધર્મ સમભાવના વિચારનો સ્થાપિત હિતો અને નેતાઓએ દુરુપયોગ કર્યો છે, જેથી સર્વધર્મ સમન્વયના કાર્યને નુકસાન પહોંચ્યું છે તેની વ્યથા વ્યક્ત કરતાં માનવધર્મને કેન્દ્રમાં રાખી કહ્યું છે કે, ‘વિવિધ સંપ્રદાયોની વિચિત્ર માન્યતાઓના અંધકારભર્યા જંગલો વચ્ચે ની સત્યની પગદંડી શોધવામાં કેટકેટલી માનસિક યાતનાઓમાંથી પસાર થવું પડે છે એ તો મારા જેવો કોઈ યાત્રી જ સમજી શકે, સ્વધર્મના ઘરથી માંડીને સર્વધર્મોના જંગલોમાંથી પસાર થતો હું આજે ગીતાના આદેશ પ્રમાણે ‘સર્વધર્માનું પરિત્યજય'ના વિશાળ અને પ્રકાશમય મેદાનમાં આવી પહોંચ્યો છે. જેમ જેમ માન્યતાઓના જંગલ છૂટતાં ગયાં તેમ તેમ તેમને પ્રણામ કરતો હું આગળ વધતો જ રહ્યો. છેવટે આજે હું એ નિર્ણય પર આવ્યો છું કે “ધર્મ અનેક છે જ નહીં, રીતરિવાજ અનેક છે.” ‘સ્વચ્છતા ધર્મ છે, પરંતુ ત્રિકાલ-સ્નાન કે હાથ-મોં પગ ધોવા એ પરિસ્થિતિ પ્રમાણેનો રિવાજ છે. અંતિમ સંસ્કાર ધર્મ છે, પરંતુ એને અગ્નિસંસ્કાર કરવો કે દફનાવવું એ રિવાજ છે. પરમેશ્વરની પ્રાર્થના એ ધર્મ છે. એ મૌન રાખીને કરવી કે ઢોલક વગાડતાં કરવી એ રિવાજ છે. સર્વધર્મ દર્શન ૧૪૭ ૧૪૮ સર્વધર્મ દર્શન Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પંથ કે સંપ્રદાય શરીર છે અને ધર્મ આત્મા છે એક એવું સ્થળ હોય જયાં એક ઝાડ હોય, એક પાંદડું હોય, એક ફળ હોય તે ઝાડ પર એક ફૂલ હોય, તેની એક ડાળ પર એક પંખી બેઠું હોય તો તેને બગીચો ન કહેવાય, કારણ કે તેમાં ઉપવનની સમૃદ્ધિ નથી. જે ઉદ્યાનમાં હજારો છોડ, વૃક્ષ, વેલીઓ હોય, હજારો ફળ-ફૂલ હોય તે બગીચાની શોભા રંગબેરંગી પતંગિયાં વધારશે. મધુકર ગુંજારવ કરશે. હજારો પક્ષીઓને દૂર દૂરથી ત્યાં આવવાનું આકર્ષણ થશે અને સર્વ પક્ષીઓને ત્યાં જ MIGRATE થવાનું મન થશે. બગીચામાં વૃક્ષો ભિન્ન હોય પણ વૃક્ષત્વ એક જ હોય, પક્ષીઓના અલગ અલગ અવાજો હોય પણ માધુર્ય એક જ હોય, ફૂલોની સુગંધ વિવિધ હોય પણ સૌદર્ય એક જ હોય તે જ ઉપવનની સાચી સમૃદ્ધિ છે. એમ ધર્મો ઘણા હોય, તે ધર્મોના પંથ, સંપ્રદાયો, ફિરકા કે ગચ્છ અનેક હોય પરંતુ ધર્મતત્ત્વ એક જ હોય એવું સ્વીકારીએ તો ભિન્નતામાં એકત્વ હશે અને તે એકત્વ જ ધર્મપરંપરાઓનું રક્ષણ અને સંવર્ધન કરશે. પંથ, મત, ગરચ્છ કે સંપ્રદાય વ્યવસ્થા માટે છે. સંપ્રદાય શરીર છે, ધર્મ આત્મા છે એમ સ્વીકારી પંથ, ફીરકા કે સંપ્રદાયમાં રહી ધર્મ કરવો તે માનવજાતનો આદર્શ છે. અલગ અલગ કાળમાં, તે દેશકાળની સાંપ્રત સ્થિતિને લક્ષમાં રાખી, અલગ અલગ ધર્મપ્રવર્તકો, ઋષિમુનિઓ, સંતો, આચાર્યો અને સત્પરુષોએ શાસ્ત્રો, પ્રાંત કે ભાષાને કારણે આચાર કે વિચારની ભિન્નતાને કારણે વિવિધ ધર્મપંથોની પ્રેરણા કરી તેથી અનેક પંથ અને સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા, પરંતુ તે સઘળામાં જે સનાતન અને પૂર્ણતઃ સત્ય છે તે ધર્મતત્ત્વ જ છે. સત્યને કદી શાસ્ત્રોનું ઓશિયાળું બનાવી શકાય નહિ. પ્રશ્ન ઉદ્ભવે કે વિવિધ ધર્મોના અનેક પંથ સંપ્રદાય, ગચ્છ કે પક્ષ કે મત અહંકારનું પ્રતીક કે વિકાસનું ? દેશકાળ પ્રમાણે જેને ધર્મ, પંથ કે સંપ્રદાયની પરંપરા વિધિ નિધાનમાં જે કાંઈ પોતા કરતાં વધુ સારું છે તેનું બીજો સંપ્રદાય વિવેકપૂર્વક અનુસરણ કે સ્વીકાર કરશે તો તેનો વિકાસ જ થવાનો છે. આશ્રમો, પવિત્ર તીર્થસ્થાનો, મંદિરો કે મંદિરોના વહીવટ કરતી પેઢીઓ, ધાર્મિક સંસ્થાઓ અને તેના ટ્રસ્ટીઓ, મહંતો, સંતો, આચાર્યો, મઠ અને તેના અધિપતિઓની પરમત સહિષ્ણુતા અને પારમાર્થિક દૃષ્ટિ સંતોનું ઉત્કૃષ્ટ ચારિત્ર્ય અને ટ્રસ્ટીઓના હિસાબની પારદર્શકતા કોઈ પણ વિવાદને ટાળી શકે. અન્ય ધર્મી કે અન્ય પંથી માટે સહોદરભાવ પ્રગટ કરે તો પંથો કે સંપ્રદાયો વિકાસનું પ્રતીક બની શકે, મુનિ વાત્સલ્યદીપ ધર્મને આકાશી જળ કહે છે. આકાશનું પાણી પૃથ્વીને સ્પર્શ નથી કરતું ત્યાં સુધી તેના સ્વાદ અને ગુણ એકસરખા હોય છે. પૃથ્વી પર પડ્યા પછી તેના ગુણધર્મો બદલાઈ જાય, સમુદ્રમાં પડે તો ખારું, પૃથ્વી પર અમુક સ્થળે પડે તો પચવામાં ભારે અને અમુક સ્થળે પડે તો પચવામાં હલકું. પૃથ્વીના પાણીમાં ભેદ છે પણ આકાશના પાણીમાં અભેદતા છે. સર્વધર્મ દર્શન ૧૫૦ ૧૫૦ સર્વધર્મ દર્શન Page #88 -------------------------------------------------------------------------- ________________ ધર્મ એ આકાશમાંથી વરસતું પાણી છે, તેમાં કયાંય ભેદ નથી. આધ્યાત્મિક આનંદ રૂપે ધર્મનું દર્શન એક જ છે પણ પંથનો સ્પર્શ થયા પછી તેમાં ‘તારા’ ‘મારા'ની વિકૃતિ ન પ્રવેશે તેની સાવચેતી રાખવી પડે. ધર્મને સંકુચિત દીવાલોમાં પૂરી દેવાનો નથી કે નથી બંધિયાર બનાવવો, જો તેને મુક્ત સરિતારૂપે વહેવા દઈશું તો જળરૂપી ધર્મ નિર્મળ રહેશે. એ દરેક પંથના લોકોની ધર્મતૃષાને તૃપ્ત કરશે એમ ધર્મથી અનેકોનાં કલ્યાણ થશે. તળાવ, કૂવા, વાવ કે સરોવરના પાણીને આપણે આ અમુક કૂવાનું પાણી કે આ અમુક સરોવરનું પાણી એવાં ભિન્ન ભિન્ન નામ આપી શકીએ. એ તો અલગ અલગ જગ્યાએ મર્યાદિત રીતે માત્ર પાણી સાચવવાની સહજ વ્યવસ્થા છે. તે તમામ સ્થળોના પાણીમાં જલતત્ત્વ એક જ છે. આકાશી જળ સર્વત્ર અને સતત વરસતું હોય છે, એને આપણે શું નામ આપી શકીએ? એવું જ ધર્મતત્ત્વનું છે. નિર્મળ ઝાકળબિંદુ રૂપે એ જળને આપણે ઝીલી લેવાનું છે. અમર મુનિ વિહાર કરતાં કરતાં એક ગામ પહોંચ્યા. રાતવાસો કરવા સ્થળની શોધમાં હતા. આશ્રમના એક મહંતે તેમને કહ્યું કે, ‘જૈનોની ધર્મશાળા છે ત્યાં જાવ.’ મુનિ ધર્મશાળામાં પહોંચ્યા. રાતવાસો કરવા ધર્મશાળાના વ્યવસ્થાપકને પૂછયું, તે કહે, “સ્થાનકવાસી સાધુ માટે અહીં વ્યવસ્થા નથી. મુનિ આગળ ચાલ્યા, એકાંત જગ્યામાં એક ઝૂંપડી હતી. ઝુંપડીનું બારણું બંધ હતું. મુનિએ બહારથી પૂછ્યું : “રાતવાસો કરવો છે., જગ્યા મળશે ?' ઝૂંપડીનાં બારણાં ખોલી અંદરથી એક સંતે મુનિને આવકાર્યા. મુનિ કહે છે - સંતે ઝૂંપડીમાં જ નહિ, મનનાં બારણાં ખોલી નાખ્યાં. ધર્મમાં સાંપ્રદાયિક કટ્ટરતા કે સંકુચિતતા, વિશાળતા અને મૈત્રીભાવનાં બારણાં બંધ કરી દે છે. - સંત કહે – ‘મહારાજ, બીજું તો કાંઈ નથી થોડું દૂધ છે તે લેશો ?” મુનિ કહે, “જૈન સાધુ સૂર્યાસ્ત પછી કશું ન લે, પરંતુ તમારા પ્રેમ અને સ્નેહનું અમૃત તો મેં લઈ લીધું છે.' ધર્મ અને પંથને અલગ કરવા જરૂરી છે. પંથમાં જ્યાં સુધી ધર્મ જીવે છે ત્યાં સુધી તો તેમાં એક નહિ પણ હજાર પંથો હોય તો પણ તે માનવજાત માટે વરદાનરૂપ છે. પંથ ધર્મરહિત બને ત્યારે તે ખાબોચિયાની જેમ સડે છે. માટે જ જ્ઞાનીઓએ પંથને શરીર અને ધર્મને આત્મા કહ્યો. આત્મા ગયા પછી શરીર સડવા માંડે છે, માટે તેને અગ્નિદાહથી વિસર્જિત કરીએ છીએ. મહત્ત્વ સંપ્રદાય કે પંથનું નથી, મહત્ત્વ ધર્મનું છે. પંથ કે સંપ્રદાય પ્રેરિત વાદ વિવાદોમાં અટવાશું તો સધર્મનો માર્ગ ચૂકીશું. “આત્મતત્ત્વ'ને પામવાની ઝંખના રાખીશું તો ગમે તે સંપ્રદાય પંથ, ગચ્છ કે મતમાં હોઈશું તોપણ આત્મધર્મના રાજમાર્ગ પ્રતિ જઈ શકીશું. માનવધર્મના સતત સ્મરણ સાથે આત્મલક્ષ્મી સાધના, વિચાર, સર્વધર્મ સમભાવ, આ માટે સર્વધર્મ ઉપાસનામાં વિલીન થશે તો સ્વપરના કલ્યાણનું કારણ બનશે. સર્વધર્મ દર્શન ૧૫૧ ૧૫૧ ૧૫૨ સર્વધર્મ દર્શન Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સર્વધર્મ સમભાવ માનવજીવનમાં ધર્મનું ઘણું મહત્ત્વનું સ્થાન છે, વિશ્વમાં ભાગ્યે જ એવો કોઈ પ્રદેશ હશે જ્યાં એક અથવા બીજા પ્રકારના ધર્મનું પાલન ન થતું હોય. ધર્મ વિનાના માનવજીવનની કલ્પના શક્ય નથી. આજના વૈજ્ઞાનિક યુગનો માનવી પોતાને નાસ્તિક તરીકે ઓળખાવવાની સ્વતંત્રતા દર્શાવે છે તે ખરેખર સ્વતંત્રતા કે નવીનતા નથી, શ્રદ્ધાનું સાચું અવલંબન એને પ્રાપ્ત થતું નથી તેથી એ લાચારીથી આવું બોલતો હોય છે. કવિશ્રી સુંદરમે યથાર્થ કહ્યું છે : ‘વિશ્વના સૌ બાગ સુકાશે અને સૂર્ય શશીના દીપ બુઝાશે પણ અંતરનાં વલખાં તારે અરથે બંધ ન થશે રામ, તુંહી તુંહી.” આ રીતે ધર્મ કે ઈશ્વરની શોધ, માનવીની સનાતન શોધ છે. ‘સાધના નામે અનેકતા' એ મુજબ ઈશ્વરપ્રાપ્તિના ભિન્ન ભિન્ન માર્ગો છે. કોઈ પણ એક ધર્મ જ શ્રેષ્ઠ છે અને અન્ય ધર્મો એની તુલનામાં નબળા છે, આવી અધૂરી - એકાંગી, જડ માન્યતામાંથી જ એક ધર્મ અને બીજા ધર્મ સંઘર્ષ, વેર-વિરોધ, ભયંકર ઝઘડા અને સરવાળે માનવજાત માટે અશાંતિ થઈ છે. | વિશ્વનો કોઈ પણ ધર્મ સનાતન જીવનમૂલ્યો ઉત્તમ નીતિ-નિયમો, સત્ય અને અહિંસાના, વિશ્વકલ્યાણના ઉત્તમ આદર્શથી વિમુખ છે નહીં, હોઈ શકે નહીં. જગતના કોઈ પણ ધર્મનું અંતિમ લક્ષ્ય તો - માનવીમાં રહેતા દોષોને - અંધકારને દૂર કરી, ગુણનું ગૌરવ કરી, એનામાં ગુણનો વિકાસ થાય અને અંધકાર દૂર થાય એ જ હોય છે. ધર્મને નામે જડતા, અંધશ્રદ્ધા, ઝનૂન અને ધર્માધતા કે જેહાદ જગાવીને આ ધરતી પરના માનવજીવનને દુઃખમય બનાવવાથી કોઈને સુખ મળે જ નહીં. ધર્મ તો પુનિત તત્ત્વ છે, યુગયુગથી અલગ અલગ રીતે લોકકલ્યાણની ઉત્તમ પ્રવૃત્તિ ધર્મ કરી રહેલ છે. સમાજનું ધારણ, પોષણ અને સત્યસંશોધન ધર્મે કર્યું છે. અલગ અલગ સમયે ધર્મ-સંસ્થાપકોએ અને ધર્મગુરુઓએ માનવજાતિને સન્માર્ગે વાળવા માટે અપાર કષ્ટો સહન કર્યા છે – બલિદાનો આપ્યાં છે. સર્વધર્મ સમન્વય, સર્વધર્મ સહિષ્ણુતા કરતાં સર્વધર્મ સમભાવ આજના યુગની સૌથી મહત્ત્વની જરૂર છે. ધર્મ સમન્વયનો અર્થ સુંદર ગુણોનો સમય છે, આ સમન્વયથી માનવી કેમ ઉન્નત બને, સાચા અર્થમાં માનવ બને એ જ પ્રધાન ઉદ્દેશ છે. સર્વધર્મ સહિષ્ણુતામાં, બાહ્ય સહિષ્ણુતા અને ઉદારતા તથા વ્યાપક સ્વરૂપે બધા ધર્મોનો સ્વીકાર કરવાની દૃષ્ટિ રહેલી છે, પરંતુ સર્વધર્મ સમભાવ, આપણી પાસેથી અન્ય કોઈ પણ ધર્મ પ્રત્યે વિશેષ ભાવ, મનથી પણ ઉદારતા અને વિશાળતા ધરાવવાની અપેક્ષા રાખે છે. આ અપેક્ષા પૂરી થાય એ માટે બધા ધર્મોનો ઉદારતાથી, સમભાવથી, આદરથી અભ્યાસ કરવો પડશે અને એ અભ્યાસને અંતે જે નવનીત પ્રાપ્ત થશે તે આપણી ધર્મ વિશેની સમજણને સંપૂર્ણ બનાવી આપણને સાચા અર્થમાં ‘ધાર્મિક' બનાવશે. સાંપ્રદાયિક સંકુચિતના દૂર થશે અને વિશ્વધર્મની કલ્પના સાકાર થશે. કોઈ પણ વ્યક્તિ જન્મ લેતાં પહેલાં ધર્મનો સ્વયંવર કરીને જન્મ લેતી નથી. પરંતુ જે ધર્મ એને વારસામાં મળ્યો છે એનો ગર્વ કરવો કે મારો જ ધર્મ શ્રેષ્ઠ છે અને બીજાનો નહીં, એમાં મિથ્યા અભિમાન છે, સર્વધર્મ દર્શન ૧૫૩ ૧૫૪ સર્વધર્મ દર્શન Page #90 -------------------------------------------------------------------------- ________________ ગર્વ છે. આવી મિથ્યા માન્યતાનું ખંડન સર્વધર્મ સમભાવથી જ શકય બની શકે. સાંપ્રદાયિક ક્લેશ-દ્વેષનું મૂળ કારણ તો અજ્ઞાન અને અહંભાવ છે. અન્ય ધર્મો પ્રત્યે આદર જાગતાં, તેમાં રહેલ સત્ય જાણવા મળશે, વેર-વિરોધ શમશે અને સાચી દિષ્ટ આવશે. ભગવાન મહાવીર સ્વામીએ સૂત્રકૃતાંગ સૂત્રમાં દર્શાવ્યું છે, જેઓ કેવળ પોતાની માનેલી વસ્તુની પ્રશંસા કરે અને બીજાનાં સત્ય-વચનોની નિંદા અને ધૃણા કરે છે અને બીજાઓની સાથે દ્વેષ કરે છે, તેઓ સંસારમાં જન્મમરણના આવા ચક્રમાં જ રહે છે.' ભગવાન મહાવીરના ‘અનેકાન્ત’નો એક અર્થ ‘સમન્વય કરવો’ કે ઉદારમતવાદી બની અન્ય દૃષ્ટિબિંદુને તપાસવું – સ્વીકારવું એવો થાય છે. સર્વધર્મ સમભાવથી દૃષ્ટિની વિશાળતા આવશે અને કલ્યાણક બની રહેશે. આચાર્ય હેમચંદ્રચાર્યે સોમનાથ પાટણમાં શિવમૂર્તિનું દર્શન કરતી વેળાએ કહ્યું, ‘મારું પૂજન કોઈ નામ સાથે નિસ્બત ધરાવતું નથી, વીતરાગરૂપી મહાગુણ સાથે નિસ્બત ધરાવે છે. નામ ભલેને શંકર હો, બ્રહ્મ હો, વિષ્ણુ હો અથવા જિનેશ્વર હો !' આનંદઘનજી પણ આ પ્રકારનું કહે છે, “ભાજનભેદ ચાહે તેટલા હો ! પણ મૂળ માટી એક જ છે; તેમ રામ-રહીમ, કૃષ્ણ-કરીમ જેવાં નામો ચાહે તેટલાં હો ! પણ મૂળે સદ્ગુણ મૂર્તિ તે સૌ છે.’ ધર્મ કે મજહબ તો સમાજમાં સંઘ, શાંતિ અને સદાચારના પાઠ શીખવે છે. સત્ય, અહિંસા, ન્યાય અને પ્રેમનો પ્રચાર કરે છે ત્યારે સાંપ્રદાયિક ઝઘડાઓમાં આ ગુણોને જ ઢાંકી દેવામાં આવે છે. કોઈ ધર્મ લડાઈ કરવાનું કહેતો નથી. ઇસ્લામ ધર્મમાં, ઇન્સાન માત્ર, ‘ખુદાના પુત્રો' છે એવું વિધાન છે. એમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી મળતો કે અમુક પ્રદેશના લોકો જ ખુદાના પુત્રો છે અને બાકીના નથી. ઇસ્લામ ધર્મ અનુસાર એક લાખ ચોવીશ હજાર પયગંબરો છે અને તેને ખુદાએ દરેક કોમ અને મુલકમાં મોકલ્યા છે. એટલું જ નહીં, મહમ્મદ પયગંબર અને આ પયગંબરો એક જ છે. આવી ઉદાત્ત ભાવના માન ઉપજાવે છે. સમન્વયનાં બીજ બધા ધર્મોમાં છે, કેવળ વિશાળતા કેળવી તેને સર્વધર્મ દર્શન ૧૫૫ જોવાની – સમજવાની જરૂર છે. ધર્મ એકતાનું સાધન બની રહેવો જોઈએ. સ્વામી વિવેકાનંદે યથાર્થ કહ્યું છે, ‘અમે બધા ધર્મની મહત્તાને આવકારીએ છીએ. અમારે ત્યાં કોઈ પણ પ્રકારનો આગ્રહ સેવાતો નથી. હકીકતે તો બધા ધર્મોમાં સમન્વયનું તત્ત્વ વધારે છે. વિરોધનું ઓછું' વેદમાં પણ કહ્યું છે કે સત્ય એક જ છે પણ તેને જાણનારા વિદ્વાનો અલગ અલગ નામે રજૂ કરે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સ્પષ્ટપણે દર્શાવ્યું છે, દરેકે પોતાના ધર્મ ઉપર ચાલવું જોઈએ અને બીજાને તેના ધર્મ ઉપર ચાલવા દેવા જોઈએ. દરેકને પોતાનો ધર્મ શ્રેયસ્કર' છે. આ સત્ય સમજાઈ થશે તો બધા ધર્મો પ્રત્યે સમભાવ કેળવવામાં ખૂબ ઉપકારક બની રહેશે. સંતબાલજીએ કહ્યું છે : દરેક ધર્મને તેના સ્થાને રહેવા દઈને આપણે તેમની વચ્ચે પ્રેમ અને શ્રદ્ધાના ભાવ સ્થાપવા માગીએ છીએ. તે તે ધર્મોના બાહ્યસ્વરૂપમાં એકરૂપતા નહીં પણ એકતા આણવા માગીએ છીએ. ધર્મો વચ્ચે જ વિષમતા-વિભિન્નતા અને તેના કારણે વૈર-વિરોધ છે તેને દૂર કરવા માગીએ છીએ - સર્વધર્મભાવથી સ્વધર્મ-ઉપાસના વડે.’ ગાંધીજીએ સર્વધર્મભાવની સાધના કરીને વિશ્વધર્મગુરુનો માર્ગ ખુલ્લો કર્યો છે. તેમની પાસે ગમે તે દેશ, કોમ, વેશ કે ધર્મનો માણસ કોઈ પણ પ્રશ્ન લઈને જતો તેને તેઓ ધર્મના ગજથી માપી ઉત્તર આપતા. ગાંધીજી પાસે બધા ધર્મના લોકો આવતા. એક તરફ પ્રાર્થના થતી હોય અને બીજી તરફ નમાજ ભણાતી હોય ! પ્રાર્થનામાં ગાંધીજી કુરાનની આયાતો પણ બોલાવતા. તેઓ કહેતા કે કુરાનની વાતો ગીતાથી અલગ નથી. બધામાં એક જ પ્રકારનો ઉપદેશ છે. ગાંધીજી દરેકને કહેતા કે તમારો ધર્મ, બીજાના ધર્મથી જુદો નથી કે મહાન પણ નથી. બધા ધર્મો પ્રત્યે આદર કેળવશો તો ધર્મને નામે કોઈ સમસ્યાઓ ઊભી નહીં થાય. હકીકતે તો બધા ધર્મો સારા છે. કલ્યાણકારક છે. વિશ્વના પ્રત્યેક માનવીની શાંતિ માટેનાં સરસ અવલંબનો છે, માત્ર તેને અનુસરનારની ખરાબીઓને કારણે તે ધર્મને ખરાબ કહી શકાય નહીં. સર્વધર્મસમભાવ ૧૫૬ સર્વધર્મ દર્શન Page #91 -------------------------------------------------------------------------- ________________ કેળવવાથી બધા ધર્મો સાથે મૈત્રી બંધાશે, બધા ધર્મોને એ પોતાના ગણશે. ક્રોધ, આવેશ કે ઝનૂન ક્યારેય ધર્મનાં તત્ત્વો રહ્યાં નથી. કોઈ પણ ધર્મે તેને પ્રમાણભૂત માન્યા નથી ધર્મને નામે પાશવી અને હિંસક વૃત્તિનો દોર કોઈ છૂટો મૂકે એની જવાબદારી ધર્મ ઉપર ન લાદી શકાય. ધર્મની પવિત્ર ભાવનાનું વાસ્તવિક સ્વરૂપ સમજવામાં આવે તો કેટલી મુશ્કેલીઓ દૂર થઈ જશે !! ડૉ. રાધાકૃષ્ણે કહ્યું છે, બિનસાંપ્રદાયિક હોવું એટલે ધાર્મિક દૃષ્ટિએ નિરક્ષર રહેવું એવો અર્થ થઈ શકે જ નહીં. સાંપ્રદાયિક સંકુચિતતા છોડીને ઊંડી આધ્યાત્મિકતા કેળવવી એ જ બિનસાંપ્રદાયિક હોવાનો ખરો અર્થ છે.’ ઊંડી આધ્યાત્મિકતા અને ધાર્મિક સહિષ્ણુતા સર્વધર્મસમભાવથી આવી શકશે. ધાર્મિક જીવન જીવવાનું બીજાં પ્રાણીઓ માટે શક્ય જ નથી, માનવજાતિ માટે જ એ શક્ય છે. જે માણસ માનવજાતિની આ વિશેષતાને ધ્યાનમાં લઈને ધાર્મિક જીવન ગાળે છે તે ભય અને આક્રમકતાની વૃત્તિથી મુક્ત થઈ શકે છે અને ઉત્તમ પ્રકારનું જીવન જીવી શકે છે. ધર્મ માણસને નિર્ભય બનાવે છે. ગાંધીજીના વિચારો અને આદર્શોને મૂર્તિમંત સ્વરૂપ આપવાની સતત પ્રવૃત્તિ કરનાર આચાર્ય શ્રી વિનોબા ભાવેએ સર્વધર્મ સમભાવ પર વ્યાપક અને સરળ ચિંતન રજૂ કર્યું છે. તેઓએ યથાર્થ રીતે દર્શાવ્યું છે કે ધર્મ વ્યક્તિ અને વ્યક્તિની વચ્ચે વેરઝેર, વિરોધ કે અશાંતિ સર્જવા માટે છે જ નહિ, ધર્મ એટલે શાંતિ અને સહિષ્ણુતા. અન્ય મતવાદીઓ પ્રત્યે ઉદારતા અને જ્યાંથી મળે ત્યાંથી શુભ અને મંગલ તત્ત્વો સ્વીકારવા માટેની તત્પરતા. આવી તત્પરતા જો હોય તો, વ્યક્તિવ્યક્તિ વચ્ચેની કે ધર્મ-ધર્મ વચ્ચેની અશાંતિ આપોઆપ શમી જાય છે અને માનવકલ્યાણ માટેની સાચી દિશા પ્રાપ્ત થાય છે. બધા ધર્મોને ભેળા કરવાની દૃષ્ટિએ ગાંધીજીએ સર્વધર્મ પ્રાર્થના ચલાવી હતી. બધા ધર્મોમાંથી થોડું થોડું લઈને ગાંધીજીની પ્રાર્થના ચાલતી. ધર્મભાવના એ માણસની વિશેષતા છે. માણસની ધર્મભાવના હંમેશા અંદરથી એક પ્રેરણારૂપ થતી રહે છે. ધર્મ શબ્દ એટલો વિશાળ અને સર્વધર્મ દર્શન ૧૫૭ વ્યાપક છે કે તેની બધી અર્થછાયા બતાવનારો શબ્દ મેં આજ સુધી બીજી કોઈ ભાષામાં જોયો નથી. ધર્મ આપણો ચતુર્વિધ સખા છે. આપણા વ્યક્તિગત, સામાજિક, ઐહિક અને પારલૌકિક જીવન માટે મિત્રનું કામ કરે છે. આ સંદર્ભમાં બધા ધર્મોનો સમન્વય થવો જોઈએ અને તે માટે આ બધા ધર્મોના મુખ્ય ગ્રંથોનોયે સમન્વય થવો જોઈએ. ખરું જોતા, જેને આપણે ધર્મગ્રંથો કહીએ છીએ તે પૂરેપૂરા ધર્મવિચારથી ભરેલા નથી, મોટા મોટા ધર્મગ્રંથોમાં પણ એવા અંશો હોય છે, જેને આજની કસોટીએ કસીને ધર્મવિચાર કે સદ્વિચાર તરીકે માન્ય નહિ કરી શકીએ. માટે આપણી વૃત્તિ સાર ગ્રહણ કરી લેવાની હોવી જોઈએ. ઉપરના વિચારો સંત વિનોબા ભાવેના છે. તેમની ભૂદાન ચળવળમાં પૂર્વ પાકિસ્તાનની યાત્રા વખતે અને કાશ્મીર યાત્રા વખતે આપેલાં પ્રવચનો પરથી સંત વિનોબાજી સર્વધર્મ સમન્વય અને સમભાવના પુરસ્કર્તા હતા તે પ્રતીત થયા વિના રહેતું નથી. ધર્મ માનવજાતનો સદાનો મિત્ર છે, સોબતી છે. માણસને માણસ બનાવનારું તત્ત્વ ધર્મ છે અર્થાત્ માણસને માણસ તરીકે જીવવું હોય તો ધર્મ તેને માટે અનિવાર્ય થઈ પડે છે. મનુસ્મૃતિમાં દર્શાવ્યું છે, ‘જે માણસ ધર્મનું રક્ષણ કરે છે તે માણસનું ધર્મ રક્ષણ કરે છે.' આ રીતે માણસના માણસપણાનું રક્ષણ ધર્મથી થાય છે. ઉપરાંત સમાજની રાષ્ટ્રની એકતા અને સ્થિરતા ટકાવી રાખવામાં ધર્મનો ઘણો મોટો ફાળો છે તેને ધ્યાનમાં રાખીને મહાભારતકારે ધર્મને પ્રજાજીવનનો આધારસ્તંભ’ ગણાવ્યો છે. ધાર્મિક જીવન ફક્ત મંદિર-મસ્જિદમાં કે ક્રિયાકાંડમાં સમાપ્ત ન થવું જોઈએ, પરંતુ માણસના સમગ્ર વ્યક્તિત્વ અને વ્યવહાર સાથે એ વણાઈ જવું જોઈએ. ડૉ. રાધાકૃષ્ણે કહ્યું છે, ધર્મ એ કેવળ અમુક માન્યતા, અમુક લાગણી કે ક્રિયાકાંડ નથી પણ પરિવર્તિત જીવન છે. માણસના ધર્મની પરીક્ષા તેની બૌદ્ધિક માન્યતાઓથી નહીં પણ તેના ચારિત્ર્યથી અને વલણથી થાય છે. માણસને આપણે તેમની માન્યતાઓથી નહીં પણ માન્યતાઓના ફળથી ઓળખીએ છીએ.’ જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને નીતિ એ ધાર્મિક જીવનનાં ચાર ૧૫૮ સર્વધર્મ દર્શન Page #92 -------------------------------------------------------------------------- ________________ અંગો છે, એવું સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી સહજાનંદ સ્વામીએ દર્શાવ્યું છે. ભગવાન મહાવીરની વાણીમાં અહિંસા, સંયમ અને તપ એ ત્રણ ધર્મનાં આધારસ્તંભો છે. હકીકતે તો બધા ધર્મોનું અંતિમ ધ્યેય માનવીને વધુ સારો - વધુ ગુણવાન બનાવવાનું રહ્યું છે. ધર્મ એ માનવસમાજની એકતાને જાળવી રાખનારું પરિબળ હોવું ઘટે. સર્વધર્મસમભાવથી આ કાર્ય ઉત્તમ રીતે થઈ શકશે. પુજ્ય સંતબાલજીની આ જાણીતી પ્રાર્થના અખિલ વિશ્વની માનવજાત માટે કલ્યાણકારક, માંગલ્યકારક અને આનંદદાયક બની રહો - એ જ સાચી ધર્મભાવના છે. ‘સર્વથા સૌ સુખી થાઓ સમતા સૌ સમાચારો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો.’ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ સર્વધર્મ ઉપાસકો માટે સાત વારની પ્રાર્થના નોંધ : સર્વધર્મના ઉપાસકોને સાતે વારે વિવિધ ધર્મ સંસ્થાપકનું સ્મરણ રહે એ અર્થે જે તે વારને દિવસે જે તે સંસ્થાપકની સ્મૃતિ તાજી રહે એવી મુનિશ્રી સંતબાલજીએ રચેલી પ્રાર્થનાઓ : (૧) સોમવાર – રામ પવિત્ર ફરજે સત્તાત્યાગી, આદર્શો સુંદર આપ્યા; જ્ઞાન શૌર્યની પ્રાપ્તિ સાથે, સ્ત્રી શૂદ્રા પશુઓ તાર્યા. એક પત્નીવ્રત પૂરણ પાળ્યું, ટેકવણી છે જીવતરમાં; એવા રામનું સ્મરણ કરીએ, જે ભારતભરમાં વ્યાપ્યા. સર્વધર્મ દર્શન ૧૫૯ ૧૬૦ (૨) મંગળવાર – મહાવીર ચંડકોષી ઝેર વમે ત્યાં, વીરે તો અમૃત પીરસ્યું; યુવા નારીનાં સ્પર્શો જીરવી, શુચિ વાત્સલ્ય પ્રભુનું વિકસ્યું. શૂળો બે કાને ભોંકાણી તોપણ મહાવીર શાંત રહ્યા; ગજ સુકુમાર શિરઆગ ચંપાઈ, તોય ન ક્રોધી લગાર બન્યા. એવો અડગ અભય બનીને, પ્રેમી અક્રોધી વીર બનું; નમ્રપણે વીતરાગ પ્રભુના ચરણે સમતા ક્ષમા ગ્રહું. (૩) બુધવાર – બુદ્ધ પ્રાણીમાત્રમાં વેર તજીને, કરુણા હ્રદયે ધરનારા, રોગ, જરા ને મૃત્યુ જોઈ, સુત વિત દારા તજનારા. મોહમાયાનો ત્યાગ કરીને, સંન્યસ્તને આચરનારા; મધ્યમ માર્ગો બુદ્ધ પ્રભુજી, સ્વીકારો વંદન પ્યારાં, (૪) ગુરુવાર – કૃષ્ણ સમતા કાર્યકુશળતા સેવી, આસક્તિ ફળની ત્યાગી; અન્યાયે પડકાર કરાવી, ન્યાય પ્રતિષ્ઠા અર્પાવી. કુરુક્ષેત્રમાં ગીતા સુણાવી, સર્વજીવોને હિતકારી; એવા યોગી કૃષ્ણ પ્રભુના, ચરણે જાઉં જીવન વારી. (૫) શુક્રવાર – મહમ્મદસાહેબ માતૃચરણે સ્વર્ગ વસે છે, ગુલામને મુક્તિ દેજો, વ્યાજ ત્યાગ કરી માનવકષ્ટ, સહાયનો લ્હાવો લેજો . ભ્રાતૃભાવે ઇમાનદારીથી, વિશ્વાસુ સહુના બનજો; હજરત મહમ્મદ પયગંબરની, આ શિખામણ ઉર ધરજો. સર્વધર્મ દર્શન Page #93 -------------------------------------------------------------------------- ________________ (૬) શનિવાર -અષો જરથુષ્ટ્ર, શસ્ત્રો છોડી એક મંચ પર, રાષ્ટ્ર રાષ્ટ્રો એક થજો; રાષ્ટ્રભક્તિના પાઠ ભણો ને વિશ્વશાંતિનું ધ્યેય હો . પવિત્ર વિચાર-વાણી-વર્તને ગુપ્ત સખાવત દિલ ભરજો; જરથોસ્તીના ધર્મગુરુની આ શીખ સહુ હૈયે ધરજો . (૭) રવિવાર-ઈશુ મૃત્યુ સમયે પણ માફી પ્રાર્થી, પતિતોને પાવન થાવા; ધર્મ મૂળ નીતિને ચીંધી, વિશ્વજનો ભેગા મળવા. પ્રેમ પ્રભુના પુત્ર બનીને, નૈતિક બ્રહ્મચર્યને વરવા; એવા ઈશુને સ્મરીએ સ્નેહ, સેવાભાવ જગે ભરવા. વિવિધ ધર્મના મંત્ર - સ્તુતિ - પ્રાર્થના गणेश वंदना * वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ । निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ।। Meaning : Urus -curved trunk; HETTY - large bodied; une million suns; મમ - with the brilliance of; નિર્વપ્ન - free of obstacles; પુરુmake; } - my; ટૂંવ: - Lord: સર્વ કાયૅ in all work; સર્વ - always O Lord Ganesha of large body, curved trunk, with the brilliance of a million suns, please make all my work free of obstacles- always. लक्ष्मी स्तुति * पद्मासने स्थिते देवि, णरब्रह्मस्वरूपिणी । सर्वदुःख हरे देवि, महालक्ष्मी नमोऽस्तुते ।। - સર્વધર્મ દર્શન ૧૬૨ સર્વધર્મ દર્શન Page #94 -------------------------------------------------------------------------- ________________ Meaning : My salutations to Devi Mahalaxmi who, sitting in the lotus posture, of the nature of Truth, is the destroyer of all sorrows. सरस्वती वन्दना * या कुन्देदु तुषारहार धवला या शुभ्र वस्त्रावृता । या वीणा वर दण्ड मण्डितकरा या श्वेत पद्मासना ।। या ब्रह्माच्युत शड्-कर प्रभुतिभि: देवैः सदा वन्दिता । सा मां पातु सरस्वती भगवती नि:शेष जाड्यापहा ।। गुरु स्तोत्रम् * गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ।। Meaning : Prostrations to: the Teacher who is Brahn. ., Vishnu Mahesha. He alone is the = Supreme Reality. Meaning : त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव । त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव ।। Meaning : या - who; कुन्द - white jasmine flower, इन्दु - moon; तुषार frost, dew; हार - garland; - धवला - white and pure; - शुभ white and radiant; - वस्त्रा clothes; - आवृत्ता adorned with; - वीणा Veena; - वर beautiful; - दण्ड arm; -मण्डित - adorned; करा - palm; थेत -white; पद्मासना - lotus throne; ब्रह्मा- Brahma; अच्युत - Lord Vishnu; शंकर - Lord Sankara; प्रभुतिभि: beginning from; देवै - by the Lords; सदा - always; वंदिता respected; सा - she (That); मां - me; पातु - protect; सरस्वती Saraswati; भगवती -Goddess: नि:शेष - without any remnant; जाड्य - -Lazy; आपहा - remove. May Goddess Saraswati, who is fair like the Jasmine coloured moon and whose pure white garland is like frosty dew drops, who is adorned with radiant white clothes and on whose beautiful palm and arm rests the Veena, whose throne is a white latus, and who is surrounded and respected by Gods beginning with Lord Brahma, Lord Vishnu and Lord Mahesh, protect me. I beseech her to totally remove my laziness and sluggishness. You alone are my mother, father, brother and companion. You alone are Knowledge and Prosperity. O Lord, you mean everything to me. गायत्री मन्त्रम् * ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यम् । भर्गो देवस्य धीमहि धियो योनः प्रचोदयात् ।। Meaning : ॐ - Om. symbol of the Para Brahman; भूः – Bhu-Lok (Physical Plane); भुवः - Antariksha-Lok (Astral Plane); स्वः - Svarga-Lok; तत्. - That, Transcendent Reality i.e. Paramatman; सवितुः - Sun i.e. Pratyaksha Narayan, Isvara or Creator (as we સર્વધર્મ દર્શન १६3 ૧૬૪ સર્વધર્મ દર્શન Page #95 -------------------------------------------------------------------------- ________________ cannot see God with our mortal eyes); -worthy of choosing for worship and adoration; भर्ग: -remover of sins and ignorance; resplendent (Jnana bestower of glory and effulgence; Svarupa) shining; we meditate (with intelligence); ferer:: - totality of Buddhi and understanding; : - which (who); 7: our (to entire Universe); — enlighten, guide, impel (forceful existence of darkness in its totality) We meditate on that Isvara's (i.e. Pratyaksha Narayan's Symbol i.e. Sun) glory who has created the Universe; who is fit to be worshipped; who is the embodiment of Knowledge and Light, who is the remover of all sins and ignorance. May He illuminate (enlighten) our (entire universe's) intellects. Meaning : कराग्रे वसते लक्ष्मीः करमूले सरस्वती । करमध्ये तू गोविन्दः प्रभाते करदर्शनम् ।। - प्रातः वन्दना Early morning (on getting up) - palm (complete); 3 at the tips (of all the fingers); बसते resides; Lakshmi - Goddess of Prosperity; palm; मूले at the base of; Knowledge; - centre; Krishna, Controller of Senses; दर्शनम् see with reverence On the tips of the fingers resides Goddess Lakshmi, On the wrist resides goddess Saraswati, In the centre of the palm resides: Lord Govinda Himself, Every morning one should look at the palm with reverence. - - - — - - Saraswati - Goddess of indeed; nife: Govinda - Lord - in the morning; - palm; સર્વધર્મ દર્શન ૧૬૫ * Sikh Prayers ૧૬૬ १३ सतिनामं करता पुरखु निरभउ निरवेरु अकालमूरति अजुनी सैभं गुरु प्रसादि ॥ जप ॥ The Only Infinite One, The Only Supreme Being (God), The Eternal, The Universal Spirit, The Creator, The All-Pervading, The Sovereign, The Harmonious, The Immortal, The Embodiment, The Unincamated, The Self-Existent, The Enlightener, The Bountiful. Mul Mantra आदि सचु जुगादि सत्तु । है भी सचु नानक होसी भी सत्तु ।। He was Eternal before time was bom, He was Eternal when time began to run its course, He is even now Eternal, and He will be Eternal for all times to come. - Japji Sahib સર્વધર્મ દર્શન Page #96 -------------------------------------------------------------------------- ________________ A Buddhist Prayer Baha'i Prayers When someone is wronged, he must put aside all resentment and say, "My mind shall not be disturbed; no angry word shall escape my lips; I will remain kind and friendly, with loving thoughts and no secret spite." A Islam Prayer Thou seest, O Lord our suppliant hands lifted up towards the heaven of Thy favour and bounty. Grant that they may be filled with the treasures of Thy munificence and bountiful favours. Forgive us, and our fathers and our mothers, and fulfil whatsoever we have desired from the ocean of Thy grace and Divine generosity. Accept, O Beloved of our hearts, all our works in Thy path. Thou art, verily, the Most Powerful, the Most Exalted, the Incomparable, the One, the Forgiving, the Gracious. The Daybreak Revealed at Mecca In the Name of Allah, the Beneficient, The Merciful Say : I seek refuge in the Lord on Daybreak from the wrath of that which He created. From the evil of darkness when it is intense. And from the evil of malignant witchcraft. And from the evil of the envier when he envieth. - Baha'u'llah A Zoroastrian Prayer To think a good thought, to speak a good word, to do a good deed is good. It is the best thing: it is ever-lasting happiness: everlasting happiness comes to him tyho is virtuous for the sake of virtue, which is best. - Zend Avesta સર્વધર્મ દર્શન 9E સર્વધર્મ દર્શન Page #97 -------------------------------------------------------------------------- ________________ જેન - માંગલિક ધમ્મ શરણં પવામિ : ધર્મનું શરણ અંગીકાર કરું છું આ ચાર મંગલ, ચાર ઉત્તમ ને ચાર શરણ કરે છે, ભવસાગરમાં ન ડૂબે તે, સકળ કર્મનો આણે અંત, મોક્ષ તણો સુખ લેહ અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મૂકતે જાય, સંસાર માહી શરણાં ચાર, અવર શરણ ન હોઈ જે નર-નારી આદરે, તેને અક્ષય અવિચળ પદ હોય, અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણાં ભંડાર, ગુરુ ગૌતમને સમરીએ તો, સદીય માનવાંછિત ફળદાતાર. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન ભાવે ધર્મ આરાધીએ , ભાવે કેવળજ્ઞાન , સત્તારિ મંગલ : સંસારમાં ચાર (અલૌકિક-લોકોત્તર) પદાર્થ મંગલ છે. અરિહંતા મંગલ : અરિહંત દેવો મંગલ સ્વરૂપ છે. સિદ્ધા મંગલ : સિદ્ધ ભગવંતો મંગલ સ્વરૂપ છે. સાહૂ મંગલ '; સાધુ (સાધ્વીજી)ઓ. મંગલ સ્વરૂપ છે. કેવલિ-પન્નતો : કેવલી (સર્વજ્ઞ) પ્રરૂપિત. ધમ્મો મંગલો : ધર્મ મંગલ સ્વરૂપ છે. સત્તારિ લોગુત્તમા : લોકને વિષે ચાર વસ્તુ ઉત્તમ છે. અરિહંતા લોગુત્તમા : અરિહંત દેવી લોકમાં ઉત્તમ છે. સિદ્ધા લોગુત્તમાં. : સિદ્ધ ભગવંતો લોકમાં ઉત્તમ છે. સાહૂ લગુત્તમાં ; સાધુ (સાધ્વીજી )ઓ લોકમાં ઉત્તમ છે, કેવલિ-પન્નતો. : કેવલી (સર્વજ્ઞ) પ્રરૂપિતા ધમ્મ લોગુત્તમાં : ધર્મ લોક સંસારમાં ઉત્તમ-શ્રેષ્ઠ છે. યત્તારિ શરણે : ચારનાં શરણાને પવનજામિ : અંગીકાર કરું છું. અરિહંતા શરણે : અરિહંત દેવોનું શરણ પવામિ : અંગીકાર કરું છું સિદ્દા શરણે : સિદ્ધ ભગવંતનું શરણ પવામિ : અંગીકાર કરું છું. સાહૂ શરણે : સાધુ/ સાધ્વીજી )ઓનું શરણ. પવામિ : અંગીકાર કરું છું કેવલિ-પન્નત : કેવલી (સર્વજ્ઞ) પ્રરૂપિત સર્વધર્મ દર્શન સર્વધર્મ દર્શન Page #98 -------------------------------------------------------------------------- ________________ ગુણવંત બરવાળિયા “ગુંજન’નાં પુસ્તકો સર્જન તથા સંપાદન હૃદયસંદેશ પ્રીત-ગુંજન (100 વર્ષના પ્રણય કાવ્યોનો પ્રતિનિધિ સંગ્રહ) આ કલાપીદર્શન છે. શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન - અહિંસા મીમાંસા સમસેન વયરસેન કથા – ચંદ્રસેન કથા સંકલ્પ સિદ્ધિના સોપાન * Glimpsis of world Religion introduction to Jainisim Commentray on non-violence → Kamdhenu (wish cow) * Glorry of detechment જ કામધેનુ (હિન્દી) છે ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના જ્ઞાનધારા (ભાગ ૧થી ૪) - (જ્ઞાનસત્રમાં રજૂ થયેલા વિવિધ લેખોનો સંગ્રહ) છેઅધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે) જ વિચારમંથન - અધ્યાત્મ આભા દાર્શનિક દૃષ્ટા છેજૈનધર્મ (પરિચય પુસ્તિકા) અમરતાના આરાધક અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી આપની સન્મુખ જ મર્મ સ્પર્શ વીતરાગ વૈભવ આગમ દર્શન (જિનાગમ પરિચય પુસ્તક) જ જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના જે વિશ્વવાત્સલ્યનો સંકલ્પ વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્યના વિવિધ સ્વરૂપો) સર્વધર્મદર્શન આ અણગારનાં અજવાળાં ઉરનિઝરા (કાવ્યસંગ્રહ) તપાધિરાજ વર્ષીતપ (જૈનદર્શનમાં તપ) દામ્પત્યવૈભવ (દામ્પત્યજીવનને લગતા લેખોનો સંચય) ઉત્તમ શ્રાવકો છે ભગવાન મહાવીર અને સંયમજીવન કે મૃત્યુનું સ્મરણ (મૃત્યુચિંતન) Email : gunvant.barvalia@gmail.com. (M) 98202 15542 સર્વધર્મ દર્શન ૧૭૨ સર્વધર્મ દર્શન Page #99 -------------------------------------------------------------------------- ________________ ગુણવંતભાઈ બરવાળિયાનો પરિચય સંદર્ભ ગ્રંથ સૂચિ જગતના વિદ્યમાન ધર્મો જયેન્દ્રકુમાર આ, યાજ્ઞિક ધર્માનુબંધી વિશ્વદર્શન મુનિશ્રી સંતબાલજી હિંદુ દર્શન શ્રીમતી અસ્તર સોલોમન ઋગ્વદ પરિચય આચાર્ય વિષ્ણુદેવ સાંકળેશ્વર પર્વચક્ર - આપણા ઉત્સવો ડૉ. ભાનુબહેન વ્યાસ જરથુષ્ટ્ર દર્શન ફિરોઝ કાવસજી દાવર હિંદુ ધર્મદર્શન આચાર્ય વિષ્ણુદેવ સાંકળેશ્વર પ. શીખ ધર્મદર્શન ડો. ઉપેન્દ્ર જ. સાંડેસરા જૈન દર્શન ટી. કે. તુકલ (અ. ચિત્રા શુક્લ) અવૈદક દર્શનો પ્રો. સી. વી. રાવળ ઈસાઈ ધર્મ રામનારાયણ નાગરદાસ પાઠક ઇસ્લામ દર્શન ઇસ્માઇલ નાગોરી જૈનીઝમ હર્બટ વોરન ગૌતમ બુદ્ધ ધર્માનંદ કોસંબી જૈન દૃષ્ટિએ ગીતાદર્શન મુનિશ્રી સંતબાલજી બૌદ્ધ ધર્મદર્શન નગીનભાઈ જી. શાહ જુડાઈ ઝમ મેયર વેક્સમેન સ્વાધ્યાય સંચયન (પ્ર. જી.) સુમનભાઈ શાહ અને ગુરુદયાળ સિંહ મહામાનવનો મેળો રજનીકાંત પટેલ અમરેલી જિલ્લાના ખાંભા ગામના વતની ગુણવંતરાય માધવલાલ બરવાળિયાએ મુંબઈમાં સી.એ. સુધી અભ્યાસ કર્યો. થોડા વર્ષો પ્રેક્ટિસ કર્યા પછી હાલ ટેક્ષટાઇલ પ્રોસેસ ઇન્ડ.માં પ્રવૃત્ત છે. ગુણવંતભાઈએ ધર્મ, અધ્યાત્મ, કવિતા વગેરે વિષય પર ૪૦ જેટલાં પુસ્તકોનું સર્જન-સંપાદન કરેલ છે. કાઠિયાવાડ સ્થા. જૈન સમાજ, ઘાટકોપરના મુખપત્ર “કાઠિયાવાડી જૈન’, જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ, મુંબઈના મુખપત્ર “જાગૃતિ સંદેશ' ફોરમ ઑફ જૈન ઇન્ટર એમ્યુઅલ, “એનલાઇટનમેન્ટ, ભારત જૈન મહામંડળના મુખપત્ર જૈનજગત' (ગુજરાતી વિભાગ) મુંબઈના મુખપત્રમાં સેવા આપેલ છે. મુનિ સંતબાલજી પ્રેરિત વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ મુંબઈઅમદાવાદના મુખપત્રો ‘વિશ્વવાત્સલ્ય”માં માનદ્ તંત્રી તથા ટ્રસ્ટી છે. અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના મંત્રી છે. “જૈન પ્રકાશના સહતંત્રી તરીકે સેવા આપેલ છે. મુંબઈમાં કેટલીક વ્યાખ્યાનમાળા અને પરિસંવાદ ગુણવંતભાઈના પ્રમુખસ્થાને યોજાય છે. ફાર ઇસ્ટમાં સિંગાપોર વગેરેમાં જૈનધર્મ પર તેમનાં સફળ પ્રવચન યોજાયેલાં. ધર્મ અને અધ્યાત્મના વિષયો પર મુંબઈ દૂરદર્શન પર એમના વાર્તાલાપ અવારનવાર યોજાય છે. અહંમ સ્પીરીઅલ સેન્ટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ લિટરરી રીસર્ચ સેન્ટરના ગુણવંતભાઈ ઓનરરી કો-ઓર્ડિનેટર તથા ટ્રસ્ટી છે. જેમાં જૈનધર્મના પ્રાચીન ગ્રંથો પરનું સંશોધનનું કાર્ય ઉપરાંત ઇન્ટરનેટ પર જૈનદર્શન સાહિત્યના પ્રચારનું કાર્ય થાય છે. પ્રકાશન કાર્ય તથા જ્ઞાનસત્રોના આયોજન થાય છે, સર્વધર્મ દર્શન ૧૭૪ સર્વધર્મ દર્શન Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી સેવા સંઘ, બૃહદ્ મુંબઈ સ્થા. જૈન મહાસંઘ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ ઘાટકોપર વિ. સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, તથા ચેમ્બુર જૈનસંઘના ટ્રસ્ટી છે. તેમનાં ધર્મપત્ની ડૉ. મધુબહેને હિન્દી સાહિત્યમાં સંશોધન કાર્ય કરી ડૉક્ટરેટ Ph. D. પ્રાપ્ત કરેલ છે. ગુંજન બરવાળિયાના નામે તેમના ધર્મ, અધ્યાત્મ ઉપરાંતના વિવિધ વિષયો પર લખાણો મુંબઈ સમાચાર, જન્મભૂમિ, દશાશ્રીમાળી, ‘જૈનપ્રકાશ', ‘કાઠિયાવાડી જૈન', ‘શાસનપ્રગતિ', ‘ધર્મધારા', ‘જૈનસૌરભ’, ‘વિનયધર્મ', ‘જૈનક્રાંતિ', ‘પ્રાણપુષ્પ' વગેરેમાં પ્રગટ થાય છે. મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલ ગુણવંતભાઈના લેખને ૧૯૯૭ના મુંબઈ ‘જૈન પત્રકાર સંઘ શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ'નું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશન, ચેરિટેબલ ટ્રસ્ટ હોલિસ્ટિક હેલ્થકેરને લગતા પ્રકલ્પો ચલાવે છે, તેના ટ્રસ્ટી છે. – યોગેશ બાવીશી સર્વધર્મ દર્શન ૧૭૫ સર્વધર્મ દર્શન Page #101 -------------------------------------------------------------------------- ________________ સર્વધર્મદર્શન ગુણવંત બરવાળિયા ઉહિ હિંદુ ધર્મ 9 બોદ્ધ ધર્મ તાઓ ધર્મ ઈહિ જેન ધર્મ 8i ઇસ્લામ ધર્મ દિ ખ્રિસ્તી ધર્મ વહિ પારસી ધર્મ ફિ જ્યુડો ધર્મ શિન્ટો ધર્મ ઉટ કોન્ફયુશિયસ ધર્મ કિ શીખ ધર્મ