________________
સ્વીકાર થયો છે. ગૌશાળા પાંજરાપોળના ક્ષેત્રમાં જૈનોનું મોટું યોગદાન છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોની રક્ષાને કારણે પાણી, માટી, વનસ્પતિ, હવા, અગ્નિનો વિવેક અને ઝયણાપૂર્વક ઉપયોગ કરી પર્યાવરણના સંતુલનમાં સહાય કરે છે.
દાન : જૈન મંદિર કે તીર્થો ઉપરાંત, શિક્ષણ, તબીબી સહાય અને માનવતાનાં કાર્યોમાં જૈનોનું દાન નોંધપાત્ર છે.
ન્યાયસંપન્ન વૈભવ : અહીં ન્યાયપૂર્ણ આજીવિકાને સાધનશુદ્ધિનો પવિત્ર વિચાર અભિપ્રેત છે.
જૈન ધર્મોનાં પર્વો:
ગુણસ્થાનકઃ સમ્યક પુરુષાર્થ દ્વારા જીવ ઘોર અજ્ઞાન અવસ્થામાંથી નીકળીને સ્વવિકાસની ઉચ્ચતમ અવસ્થાને પ્રાપ્ત કરે છે. જીવને નિકૃષ્ટ સ્થિતિ (મિથ્યાત્વ)થી પૂર્ણઅવસ્થા (અયોગી કેવળી) અવસ્થાને પહોંચવા માટે અનેક ક્રમિક અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે, આત્મવિકાસના આ વિવિધ તબક્કાઓને જૈન ધર્મ ગુણસ્થાનક એવું નામ આપે છે. આવા ૧૪ ગુણસ્થાનક (ગુણઠાણાં છે.)
ભાવના (અનુપ્રેક્ષા): અનુપ્રેક્ષા એટલે અંતરદૃષ્ટિ પૂ. કાર્તિકેય સ્વામીએ વૈરાગ્યવર્ધક બાર ભાવનાઓ બતાવી છે. જેના ચિંતન, આંતરદર્શનથી. અધ્યાત્મ માર્ગને નવી દિશા મળે છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થભાવ એ ચાર પરભાવના છે.
છ લેશ્યાઃ કૃષ્ણ, નીલ અને કપોત લેશ્યા એ અધર્મ લેગ્યામાં પ્રવૃત્તિ કરવાનું પરિણામ બતાવે છે. તેજો, પદ્મ અને શુક્લ વેશ્યા, આત્માને શુભ, શુભતર કે શુભતમ - શુદ્ધનું આચરણ કરવાનું પરિણામ બતાવે છે.
સંશા કર્મોને કારણે જીવાત્મામાં વિવિધ મનોવૃત્તિઓ જન્મે છે, જેને જૈન પરિભાષામાં સંજ્ઞા કહે છે. કુલ ૧૦ સંજ્ઞા છે, જેમાં મુખ્ય ૪ છે. (૧) ખાવાની વૃત્તિ કે વિચાર આહાર સંજ્ઞા (૨) ડરની લાગણી ભયસંજ્ઞા (૩) જાતિયવૃત્તિ – વિચાર મૈથુનસંજ્ઞા (૪) માલિકીહકની વૃત્તિ વિચાર અને આસક્તિ તે પરિગ્રહ સંજ્ઞા છે.
પ્રભાવનાઃ ઉપાશ્રય દેરાસરોમાં વ્યાખ્યાન, પૂજા, તપના પારણા, અનુષ્ઠાન કે કોઈ ધાર્મિક પ્રસંગે તેમાં ઉપસ્થિત રહેનારને પતાસા, શ્રીફળ, લાડુ, રોકડ નાણું, સોનું, ચાંદી, વાસણ, ઉપકરણ કે પુસ્તક ભેટ તરીકે અપાય તેને જૈન પ્રભાવના કહે છે. પ્રભાવનાનો આ શબ્દસ્થૂલ અર્થમાં રૂઢ થઈ ગયો છે. પરંતુ સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્ર્યરૂપી રત્નત્રયના પ્રભાવથી આત્માને રૂઢ કરવો તેનું નામ નિશ્ચય પ્રભાવના છે.
સમક્તિઃ સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યેની શ્રદ્ધાને સમક્તિ કહેવાય. ત્રિરત્નઃ જ્ઞાન, દર્શન ને ચારિત્ર. આ ત્રિરત્ન મોક્ષમાર્ગના સાધન છે. જીવદયાઃ જૈનધર્મમાં અહિંસા, દયા ને કરુણાનો અવિભાજય અંગરૂપે
પર્વોને બે શ્રેણીમાં વહેંચી શકાય. (૧) લૌકિક પર્વો (લોકપર્વો) (૨) લોકોત્તર પર્વો
લૌકિક પર્વો મુખ્યત્વે ભોગ-ઉપભોગ અને આનંદપ્રમોદથી ઊજવાય જૈન ધર્મના તમામ પર્વો લોકોત્તર પર્વો છે. જે આત્મઊર્ધ્વગમન લક્ષથી તપ ત્યાગની આરાધના અર્થે છે.
પર્યુષણ પર્વ: પર્યુષણ એ પર્વોનો રાજા છે માટે તેને પર્વાધિરાજ એવું માનવાચક ઉપનામ આપવામાં આવેલ છે, ક્યારેક એક તિથિનો ફરક આવે એ સિવાય શ્વેતાંબરો શ્રાવણ વદી -૧૩થી ભાદરવા સુદ-૫ એમ સ્થાનકવાસી, તેરાપંથી અને મૂર્તિપૂજક જૈનો પર્યુષણ ઊજવે છે ત્યાર પછી દિગંબર - દસલક્ષણા પર્વરૂપે ઊજવે છે. પર્યુષણના અંતિમ દિવસને સંવત્સરી રૂપે ઊજવે છે. આ શાશ્વત પર્વના દિવસોમાં શ્રાવક-શ્રાવિકાઓ પ્રાર્થના વ્યાખ્યાન, વાંચણી, પ્રતિક્રમણ વગેરે આધ્યાત્મિક અનુષ્ઠાનો જપ-તપ-વ્રત-દાન અને શિયળનું ઉત્કૃષ્ટ આચરણ કરે છે.
આયંબિલ ઓળી : જૈન ધર્મમાં ‘આયંબિલની ઓળી” એ વિશિષ્ટ શાશ્વતી લોકોત્તર પર્વની શૃંખલા સાંકળી છે. દર વર્ષે ચૈત્ર સુદ-૭ અને આસો સુદ ૭થી આયંબિલની ઓળી શરૂ થાય છે અને નવ દિવસે એટલે પૂનમના પૂરી થાય છે. આયંબિલ તપમાં ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ,
સર્વધર્મ દર્શન
૪૦
સર્વધર્મ દર્શન