________________
દીપોત્સવી - દિવાળી : પ્રકાશનું પર્વ એટલે દિવાળી. વિક્રમ સંવતનો અંતિમ દિવસ - આસો અમાવાસ્યા. આ મિલન અને સમર્પણનો તહેવાર છે. લંકેશ રાવણને જીતીને રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાન અયોધ્યામાં પાછાં આવ્યાં ત્યારે સૌ પ્રથમવાર અયોધ્યાવાસીઓએ દિવાળી ઊજવી હતી. તેમણે દીવા પ્રગટાવી આનંદ મનાવ્યો હતો. રામના, રાવણ પરના વિજયની યાદમાં ઊજવાતો આ ઉત્સવ છે. અમાસની અંધારી રાતને પ્રકાશના પર્વમાં ફેરવી નાખી આ ઉત્સવ ઉજવવામાં આવે છે. હકીકતે તો અજ્ઞાન ઉપર જ્ઞાન અને દુરાચાર પર સદાચારના વિજયનું આ પર્વ છે.
ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ એમ પાંચ તહેવારોનું આ ઝૂમખું છે. દિવાળીના આ મંગલ દિવસોમાં લોકહૈયામાં આનંદની રસરેલ ઝૂલે છે. લક્ષ્મીપૂજન, ચોપડાપૂજન મહાકાલીનું પૂજન વગેરે ઉત્તમ રીતે, પૂરા ભક્તિભાવ સાથે કરવામાં આવે છે. નિરાશામાં દુઃખી થયેલ માનવીમાં આશા અને શ્રદ્ધાનો દીપ પ્રગટાવે છે. સમગ્ર વર્ષનું સરવૈયું કાઢવાનો આ દિવસ યાદગાર દિવસ છે. અંધકારને દૂર કરી પ્રકાશને આવકારીએ.
ચાર્વાક દર્શન
ચાર્વાક મતનો પ્રચાર અઢી હજાર વર્ષ પૂર્વે થયો હશે એવું માનવામાં આવે છે, તો વળી બીજી માન્યતા મુજબ આ ખૂબ જૂનો - ઋગ્વદ જેટલો જૂનો મત છે. આ મતનાં કોઈ સ્વતંત્ર પુસ્તકો હાલમાં પ્રાપ્ત નથી. આ મત આધ્યાત્મિક નથી, પૂર્ણપણે જડવાદી કે ભૌતિકવાદી મત છે. ચાર્વાક દર્શન ચૈતન્યવાદી નહીં પણ જડવાદી છે.
આ મત પ્રમાણે પારલૌકિકતા સાથે સંબંધ રાખનારી કપોલકલ્પિત વાતોની જરૂર રહેતી નથી, તર્કને પણ રહસ્યવાદનું શરણું લેવાની જરૂર નથી. આપણી ઇન્દ્રિયો જ યથાર્થ જ્ઞાનપ્રાપ્તિ માટેનું પર્યાપ્ત સાધન છે અને એમના સહકારથી પ્રાપ્ત થયેલું જ્ઞાન જ સાચું જ્ઞાન છે. જડવાદીઓના મતે ચૈતન્યનું નિર્માણ પણ જડમાંથી થાય છે. આ દર્શન નાસ્તિક દર્શન છે - ધર્મપંથમાં ચાલતા વિધિનિષેધો અને ક્રિયાકાંડ પરત્વે નાસ્તિક બુદ્ધિ. એ નાસ્તિક બુદ્ધિ સાચા ધર્મના આત્માની ખોજ દર્શાવે છે.
‘ચાર્વાક' શબ્દનો અર્થ છે – “ચારુ વાકુ’ મતલબ કે સુંદર, આકર્ષક અને મીઠી વાણીમાં રચ્યાપચ્યા રહેનાર, ફૂલફૂલી વાણી બોલનાર, બીજો અર્થ પણ મળે છે. પોતાના શબ્દનું જ ચવર્ણ કરી જનાર” અર્થાતુ ‘પોતાના શબ્દોને જ ચાવી જનાર' અથવા ‘પાપ-પુણ્ય ગળી જનાર’ તે ચાર્વાક, મહાભારતમાં ચાર્વાક
સર્વધર્મ દર્શન
૨૦
સર્વધર્મ દર્શન