________________
જૈન ધર્મ
હિંદુ ધર્મ કે બ્રાહ્મણ ધર્મયજ્ઞ પ્રધાન હતો, એ સમયે ત્યાગપ્રધાન શ્રમણધર્મ પણ પ્રચલિત હતો. બે સમાંતર પ્રવાહો માનવજીવનને સન્માર્ગે લઈ જવાની પ્રવૃત્તિ કરતા હતા. જૈન ધર્મ ખૂબ પ્રાચીન ધર્મ છે. આ ધર્મની સ્થાપના ભગવાન મહાવીરે નથી કરી પરંતુ જૈન પરંપરા પ્રમાણે કાળચક્રના ઉત્સર્પિણી અને અવસર્પિણી (એટલે કે ઉન્નતિનો કાળ અને અવનતિનો કાળ એવા બે વિભાગ છે.) તેમાં આ કાળ અવસર્પિણી એટલે કે અવનતિનો છે. તેમાં ૨૪ જિનો – તીર્થંકરો ક્રમે ક્રમે કરી થયા છે. પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ કે ઋષભદેવ છે, આજનું જૈનધર્મ શાસન ભગવાન મહાવીરના નામે ચાલે છે. હકીકતે જૈનધર્મ અનાદિ છે, પ્રાચીન છે.
જૈનધર્મ એવું નામ પણ પાછળથી મળ્યું છે, પ્રારંભમાં તો આ ધર્મ ‘શ્રમણધર્મ', ‘નિગ્રંથધર્મ' એ નામે ઓળખાતો હતો. જિન ઉપરથી ‘જૈન' શબ્દ બન્યો છે. મૂળ સંસ્કૃત ધાતુ “જિ' (જય) એટલે ‘જીતવું' અને એના પરથી બનેલો આ શબ્દ છે. “જિન”નો અર્થ છે. ‘જીતનાર’ અથવા વિજય જે પામ્યા છે તે, જેણે પોતાના રાગદ્વેષો તથા કામ ક્રોધ વગેરે પર જીત મેળવી હોય તે ‘જિન' કહેવાય અને આવા જિનની ઉપાસના કરનાર - તેમનામાં પૂર્ણ શ્રદ્ધા ધરાવનારા તે ‘જૈન' કહેવાય. જૈન શબ્દ એ વિદ્વાનોએ બીજી રીતે પણ સમજાવેલ છે અને
કહ્યું છે, “જે જયણા’ રાખે તે જૈન, એટલે જગતના સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને મન, વચન કે કાયાથી દુ:ખ ને પહોચાડવાની સતત કાળજી રાખનાર જૈન છે . ત્યાગપ્રધાન આ ધર્મની આધારશિલા અહિંસા, સંયમ અને તપ છે. તેથી જ જૈનધર્મને લોકોત્તર ધર્મ કહેવામાં આવે છે. આ ધર્મની પ્રત્યેક ક્રિયામાં ફળની જરા પણ આશા રાખ્યા સિવાય અહિંસા, સંયમ અને તપની વધુમાં વધુ આરાધના કરવાની હોય છે.
જૈન ધર્મ ગૃહત્યાગને કેન્દ્રમાં રાખે છે. આ ધર્મમાં ઉન્નતિના શિખરે પહોંચેલ મનુષ્યની આરાધના કરવામાં આવે છે. તીર્થકરો ધર્મરૂપી તીર્થોનું નિર્માણ કરવાવાળા વીતરાગી તથા તત્ત્વજ્ઞાની ત્યાગી મુનિજનો છે. સમગ્ર સાંસારિક સૃષ્ટિમાં મનુષ્યથી શ્રેષ્ઠ કોઈ નથી એવો ઉદ્ઘોષ જૈન ધર્મનો છે. આ માન્યતા એવું પણ પ્રતિપાદન કરે છે કે ઇન્દ્રાદિ દેવો પણ આવા ઉત્તમ મનુષ્યની પૂજા કરે છે.
જૈન ધર્મ ઈશ્વરમાં માનતો નથી. જગતની ઉત્પતિ તો અનાદિ અને અનંત છે. સંસારમાંથી મુક્તિ મેળવવી હોય તો સ્વપુરુષાર્થ જરૂરી છે. વ્યક્તિ જન્મથી નહીં, કર્મથી મહાન ગણાય છે. જૈન ધર્મ નાત, જાત, રંગ, લિંગ આદિના ભેદભાવમાં માનતો નથી. આ ધર્મ જ્ઞાતિપ્રધાન નથી, ગુણપ્રધાન છે. વ્યક્તિએ જગૃતિથી અને સ્વપુરુષાર્થથી દોષનો ત્યાગ કરી, ગુણને વિકસાવી, આઠ કર્મોનો ક્ષય કરી, પરમપદની પ્રાપ્તિ માટે સદાય પ્રવૃત્તિ કરવી જોઈએ.
- જૈન ધર્મે આત્મતત્ત્વની દૃષ્ટિએ, આ સૃષ્ટિના જીવમાત્રને સમાન ગણ્યા છે. કીડી અને કુંજર (હાથી) બંનેનો આત્મા સમાન છે. જગતના કોઈ પણ જીવને દુઃખ પહોંચાડવાનો કે હણવાનો કોઈને અધિકાર નથી. ક્ષમા અને મૈત્રી એ જૈન ધર્મએ જગતને આપેલી અમૂલ્ય ભેટ છે.
મોક્ષપ્રાપ્તિનો અધિકાર જેટલો પુરુષનો છે તેટલો જ સ્ત્રીનો પણ છે. તેથી ભગવાન મહાવીરે સ્ત્રીને દીક્ષા આપી અને ચતુર્વિધ સંઘની સ્થાપનામાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચારેયને મહત્ત્વનાં આધારસ્તંભો ગણાવ્યાં. સ્ત્રીલિંગે તીર્થંકરપદની પણ પ્રાપ્તિ થાય છે એવું દર્શાવી, જગતના ધાર્મિક ઇતિહાસમાં ભગવાન મહાવીરે પ્રદાન કર્યું. નારીનું અપાર ગૌરવ કરી, સામાજિક આધ્યાત્મિક ક્રાંતિ કરી એમ કહેવું યથાર્થ છે.
જૈનદર્શન વાસ્તવવાદી અને બુદ્ધિગમ્ય છે. દરેક સાધકે સ્વપુરુષાર્થથી
સર્વધર્મ દર્શન
૧૪
સર્વધર્મ દર્શન