________________
ઈમાનદારીની વેપારીઓમાં ઘણી છાપ હતી. તેથી સૌ તેમને “અલ-અમીન' અર્થાતુ વિશ્વાસુ માણસ” કહેતા હતા. ધીમે ધીમે તેઓને વિશેષ લોકપ્રિયતા મળે છે. પરદેશીઓ અને નિર્બળોને મદદ કરવામાં તેઓ આગેવાની લેતા અને ગરીબને મદદ કરવામાં પણ મોખરે રહેતા હતા. | કુરેશી કુટુંબની એક વિધવા બાઈ ખદીજાની ધનાઢ્ય પેઢી હતી. આ પેઢીના આડતિયા તરીકે એવી ઇમાનદારીથી કામ કર્યું કે એ બાઈએ એમની સાથે લગ્ન કરવાની માગણી કરી. બંનેના લગ્ન થયાં. મોહમ્મદ સાહેબની ઉંમર તે વખતે પચીસ વર્ષની હતી અને ખદીજા બીબીની ચાલીસ વર્ષની હતી. ઉંમરનો તફાવત હોવા છતાં, એ લગ્ન બંનેને માટે કલ્યાણકાર નીવડ્યું. પયગંબર સાહેબને બે પુત્રો, ત્રણ પુત્રીઓનો જન્મ થયો.
મોહમ્મદ સાહેબનું જીવન ખૂબ જ સાદું હતું. પોતાનું કામ પોતે જ કરતા. કેટલાંક ખજૂરીનાં ઝાડ અને થોડાં ઘેટાંબકરાં એમની મિલકત હતી. તેમના વિચારો એક પયગંબરને શોભે તેવા ઉમદા હતા. મોટેભાગે ઉઘાડે માથે અને ઉઘાડે પગે રહેતા હતા અને શરીરે સફેદ જાડી સુતરાઉ ચાદર વીંટી લેતા, માટીનાં એક-બે વાસણ-નાની ઝૂંપડી, ખજૂરના તાડનું છાપરું, ઘરના બારણાને કમાડ પણ નહીં.
નાનપણથી જ તેઓને એકાંતમાં રહેવાની અને ચિંતન કરવાની ટેવ હતી, સાચો ધર્મ જાણવાની તેમની ઇચ્છા હતી. આથી શહેરથી દૂર હીરા નામથી પહાડની ગુફામાં અનેક વખત જઈ દિવસોના દિવસ સુધી ખાધાપીધા વિના ઈશ્વરનું ધ્યાન ધરતા. રમઝાન મહિનાની એક રાતે તેઓ હીરા પર્વતની ગુફામાં બેઠા હતા, ત્યાં તેમને ગેબી અવાજ સંભળાયો. એ અવાજે કહ્યું, ‘મુહમંદ બોલ !'
મહંમદે કહ્યું, “હું શું બોલું? હું ભણ્યો નથી, શું બોલી શકું ?' ફરીથી ગેબી અવાજ આવ્યો – તેણે કહ્યું, ‘ઈશ્વરના નામ પર બોલ આ દુનિયા તાર સર્જનહાર માલિકે બનાવેલી છે.... ખુદાની સારી પેઠે ઉપાસના માણસ જ કરી શકે છે. માટે એ માનવીને ઉપાસનાનો પાઠ ભણાવ.” પયગંબરીનો પાઠ આ છે –
‘લા ઇલાહ ઇલું અલ્લાહ” એટલે કે ઈશ્વર સિવાય કોઈ બીજો ઉપાસ્ય નથી. આ સૂત્ર આપીને તેમણે એક ઈશ્વરની ઉપાસના કરવાનું ફરમાન કર્યું.
આ વખતે તેઓની વય ૪૦ વર્ષની હતી.
લોકોને ધર્મનાં રહસ્યો અને સત્ય સમજાવવા માટે ૪૦થી ૫૩માં વર્ષ સુધી તેમણે સાધના કરી. એ સમય દરમિયાન તેમણે મક્કાથી હિજરત કરીને મદીના જવું પડ્યું, પોતાનું ઘર, કુટુંબકબીલાને છોડવા પડ્યા. મદીનામાં મોહમ્મદ સાહેબ પર થતાં આક્રમણોને રોકવા યુદ્ધો થયાં, તેમને ખતમ કરી નાખવાના પ્રયત્નો થયા પણ તેમણે ખુદાનો પયગામ આપવો ચાલુ રાખ્યો. એમણે મુખ્ય ચાર વાતો પર ભાર મૂક્યો છે. આ ચાર વાત હૃદયથી - વાણીથી સ્વીકારે અમલમાં મૂકે તે મુસલમાન છે. (૧) નમાજ (૨) રોજા (૩) હજ (૪) જકાત.
નમાજમાં ઈશ્વરની સાથે સીધો સંબંધ બંધાય છે, તેમાં પોતાની તુચ્છતા જાહેર કરીને જીવનને નમ્ર - સરળ બનાવાય છે. દિવસમાં પાંચ વખત નમાજ પઢવાની હોય છે. ‘તારી આગળ હું તુચ્છ પ્રાણી છું.’ એમ કહીને બંદગી કરવાની હોય છે. કુરાનમાં સાત આયાતો (શ્લોકો) છે. નમાજ વખતે એ સાતે આયાતો કહેવાની હોય છે.
ઉદાર અને અહિંસક નીતિથી તેમણે બધાંના દિલ જીતી લીધાં. ઇસ્લામ ધર્મનો ફેલાવો થવા લાગ્યો. મક્કામાંથી મૂર્તિપૂજા નાબૂદ થઈ. ઇસ્લામ શાંતિનો પયગામ આપતો ધર્મ છે. ઇસ્લામ એટલે પવિત્ર વાણી અને એ વાણીનો વ્યાપક પ્રભાવ આરંભાયો. ઇસ્લામ ધર્મે હિંસાની વાત કરી નથી. માંસાહારનો એમણે ઉપદેશ નથી આપ્યો કે એમ પણ નથી કહ્યું કે માંસાહાર ન કરશો તો પાપ પડશે.' તેમણે અહિંસાનો વહેવારુ માર્ગ બતાવ્યો છે. પ્રાણીમાત્ર પ્રત્યે ભ્રાતૃભાવ અને પ્રેમથી રહેવાની વાત તેમણે કરી છે.
નેકી અને ઈમાનદારીથી ઉત્તમ જીવન જીવતા આ પયગંબરનું ૬૩ વર્ષની વયે મદીનામાં ઈ.સ. ૬૩૨માં અવસાન થયું. દેહાંત પહેલાં એમની પાસે જ કોઈ મિલકત હતી તે બધી ગરીબોને વહેંચી દીધી હતી. તેઓ, વારસામાં માનવતાવાદથી ભરેલો, સૌની સમાનતા સ્વીકારતો અમર જીવનસંદેશ મૂકી ગયા છે.
‘હે ખુદા ! મને માફ કર અને મને પરલોકના સાથીઓ સાથે મેળવ.” પછી.... ‘સદાને માટે સ્વર્ગ.' - ‘ક્ષમા' ‘હા ! પરલોકના મુબારક સાથી.”
સર્વધર્મ દર્શન
૭૩
સર્વધર્મ દર્શન