________________
સાધના કરીએ અને શિવને - કલ્યાણને પામીએ. સૃષ્ટિને પ્રત્યેક તંતુ સાથે આત્માના તાર જોડી સાચી મહાશિવરાત્રિ મનાવવાની છે.
હોળી ફાગણ સુદ ૧૫ના આ તહેવારે અગ્નિની જવાળાઓ હોલિકાનું દહન કરી દે છે પણ પ્રલાદને આંચ આવતી નથી, ‘ગુજરાતની દિવાળી અને મારવાડીની હોળી' એવું વાક્ય ખૂબ જાણીતું છે. અગ્નિદેવને લોકોએ પ્રહૂલાદને બચાવવાની પ્રાર્થના કરી તેથી ભક્ત પ્રહલાદ અગ્નિકુંડમાં બળી ન ગયા - તેથી હોળીની પૂજા પણ કરવામાં આવે છે. પ્રદ્વાદના રક્ષણથી ખુશ થયેલા લોકોએ બીજે દિવસે ધુળેટીનો તહેવાર મનાવ્યો , રંગ-ગુલાલ તથા કેસૂડાંના રંગ છાંટ્યા. ફાગણના ફાગ ખેલાય છે. માનવીમાં રહેલી અસવૃત્તિને બાળી નાંખવાનો ઉત્સવ છે. જુગાર રમવાનો કે અપશબ્દો બોલવાનો કાદવ-કીચડ ઉછાળવાનો ઉત્સવ નથી.
ગુડી પડવો ચૈત્ર સુદ ૧ મહારાષ્ટ્રમાં ચૈત્ર સુદ પ્રતિપદા ‘ગુડી પડવાને નામે ઓળખવામાં આવે છે. આ દિવસે શ્રી રામે, દક્ષિણની ભૂમિને વાલીના ત્રાસમાંથી છોડાવી હતી. તેથી પ્રજાએ ધજાઓ ફરકાવી આનંદ વ્યક્ત કર્યો હતો. તાંબાના કળશને ‘ગુડી' કહેવાય છે. આ દિવસે ચાંદી, તાંબા કે કાંસાના કળશને એક નવા કપડાં સાથે બાંધી તેને બારી કે બારણા પાસે લાકડીની ઉપર ઊંધો રાખવામાં આવે છે. સાંજે આકાશમાં નવો ચંદ્ર જોવા પ્રયત્ન કરે છે, ચંદ્રદર્શન ખૂબ શુકનવંતું ગણાય છે. આ દિવસે મિષ્ટાન ખાવાનો રિવાજ છે. મલબાર અને કેરળમાં ખૂબ જુદી રીતે આ ઉત્સવ ઉજવાય છે. મલબારમાં વહેલી સવારે ઊઠીને ઘરનાં સૌ આંખ મીંચીને દેવગૃહમાં પ્રભુનાં દર્શન કરવા જાય છે. સિંધી બંધુઓ આ તહેવારને “ચેટી ચાંદ” તરીકે ઓળખાવે છે. પરંતુ મહારાષ્ટ્રમાં નૂતન વર્ષની શરૂઆતનો આ દિવસ ગણાય છે. અનેક શુભ કાર્યોનો પ્રારંભ તેઓ આ દિવસથી કરે છે. લોકો આ દિવસને ખૂબ ઉમંગથી ઉજવે છે. કારણ કે ૧૪ વર્ષના વનવાસ પછી શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણનું પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યામાં પુનઃ આગમન થયું તેના ઉત્સવની સ્મૃતિ આ પર્વ સાથે સંકળાયેલી છે.
રામનવમી: ચૈત્ર સુદ નોમ એ ભગવાન રામનો જન્મદિવસ છે દેશવિદેશમાં રામભક્તો આ દિવસ ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવે છે.
ચૈત્ર સુદ ૧૫ના રોજ વીર હનુમાનનો જન્મદિવસ પણ ખૂબ ઠાઠમાઠથી ઉજવવામાં આવે છે.
ગુરુપૂર્ણિમા : અષાઢ સુદ પૂનમને ‘ગુરુપૂર્ણિમા' કે ‘વ્યાસપૂર્ણિમા’ નામથી ઓળખાવાય છે. ગુરુનું પૂજન, ગુરુ પ્રત્યે ભક્તિભાવ વ્યક્ત કરવાનો આ પવિત્ર દિવસ છે. ઉપરાંત સદ્ગુરુનાં લક્ષણો વિકસાવવાનો આ દિવસ છે. સદ્ગુરુ બનવાનો ઉત્સવ છે, ભારતીય ઇતિહાસ અનેક તેજસ્વી ગુરુઓથી ભર્યોભર્યો છે. ગુરુપૂજા એ કોઈ વ્યક્તિના દેહની પૂજા નથી પણ એનામાં રહેલા જ્ઞાનનું પૂજન છે; ગુરુ તો ગોવિંદનું દર્શન કરાવી શકે છે, સૌને સદ્દગુરુ મળે એવી આ દિવસની મંગલ શુભેચ્છાઓ.
બળેવ - રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમના આ પર્વને પાંચ નામથી ઓળખાવી શકીએ. (૧) રક્ષાબંધન (૨) બળેવ (૩) શ્રાવણ (૪) નાળિયેરી પૂનમ (૫) સંસ્કૃત દિન.
રક્ષાબંધન એટલે સંસ્કૃતિનું પવિત્ર પર્વ. બહેને ભાઈના કલ્યાણ માટે સેવેલી શુભેચ્છાનું પર્વ. ભાઈ માટેની અખૂટ શ્રદ્ધાનું પર્વ-ભાઈ-બહેનની અવશ્ય રક્ષા કરશે જ અને બહેન પણ રક્ષા બાંધતાં વ્યક્ત કરે છે, “આ રક્ષા તારા જીવનરાહમાં તારું રક્ષણ કરો.' રાખડી એ માત્ર દોરાનું બંધન નથી, હૃદયનું બંધન છે, ભાઈબહેનના નિર્મળ પ્રેમનું પ્રતીક છે.
બળેવ'ના આ દિવસે બ્રહ્મતત્ત્વના ઉપાસક બ્રાહ્મણો નૂતન યજ્ઞોપવીત ધારણ કરે છે, સ્નાન-પૂજાપાઠ કરે છે. આ દિવસને શ્રાવણી પણ કહેવામાં આવે છે. શ્રવણ નક્ષત્ર પ્રધાન આ માસનું નામ શ્રાવણ પડ્યું છે. 8 ગ્વદીઓ અને યજુર્વેદીઓ માટે યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કરવાનો આ શુભ દિવસ છે. શ્રાવણી એટલે ધર્મ શાસ્ત્રના નીતિનિયમોના ઉપદેશનું શ્રવણ કરવાનો
દિવસ.
નાળિયેરી પૂનમ : આ પવિત્ર દિવસે સાગરખેડુઓ, વેપારીઓ સમુદ્રમાં નાળિયેર પધરાવી, સમુદ્રનું વિધિપૂર્વક પૂજન કરે છે અને પોતાના જાનમાલની સંપૂર્ણ રક્ષા માટે દરિયાલાલાની કૃપા માટે પ્રાર્થના કરે છે.
સંસ્કૃત સાહિત્ય અને સંસ્કૃતિનાં ઉત્તમ મૂલ્યોને યાદ કરવાનો આ પરમ પવિત્ર દિવસ છે. રાષ્ટ્રપ્રેમ, સહકાર, ભ્રાતૃભાવ કેળવવાનો આ દિવસ છે.
સર્વધર્મ દર્શન
૧૬
સર્વધર્મ દર્શન