________________
(૧) હિંદુ ધર્મ = વેદ ધર્મઃ
વેદ એટલે જ્ઞાન = જાણવું તે. ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ - એ ચાર વેદ; બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદો એ સર્વનો સમાવેશ ‘વેદ'માં થાય છે. વેદ એ પરમાત્માનો ઉદ્ગાર છે, તેનું બીજું નામ શ્રુતિ છે. શ્રુતિ એટલે સાંભળેલું. પ્રાચીન ઋષિમુનિઓએ આ જ્ઞાન સાંભળીને મેળવ્યું હતું. તેઓ વેદના દૃષ્ટા હતા, રચયિતા નહીં.
સાંભળવું બંધ થયું અને પછી માત્ર સ્મરણમાં સચવાયું એ સ્મરણને આધારે ઋષિમુનિઓએ અનેક ગ્રંથો રચ્યા તે સ્મૃતિ કહેવાય છે. વેદ પર આધાર રાખીને રચેલા ગ્રંથો તે સ્મૃતિગ્રંથો કહેવાય છે. ધર્મસૂત્રો, ગૃહ્યસૂત્રો વેદાંગ, ધર્મશાસ્ત્રો, ઇતિહાસ-પુરાણ અને દર્શનગ્રંથોનો સમાવેશ આ સ્મૃતિગ્રંથોમાં થાય છે. વેદની ચાર સંહિતાઓ રચવામાં આવી. મુનિવર કૃષ્ણદ્વૈપાયને આ સંહિતાઓ ગોઠવી છે : વ્યાસ તરીકે તેઓ વિશેષ જાણીતા છે. હિંદુ ધર્મશાસ્ત્રોના બે વિભાગ છે - શ્રુતિ અને સ્મૃતિ. સંહિતા, બ્રાહ્મણ અને આરણ્યક તથા ઉપનિષદ એટલા વૈદિક કાળના ગ્રંથો તે શ્રુતિ, ઈશ્વરના ઉચ્ચાર રૂપ વેદ એ જ શ્રુતિ, વેદ પછી જ્ઞાનને વધારે સુલભ અને બુદ્ધિમાં ઊતરે એવું કરવા માટે ઘણા ગ્રંથો રચાયા, એ સર્વ ગ્રંથો સ્વતંત્ર નથી, પણ પ્રાચીન વૈદિક જ્ઞાનના સ્મરણમાંથી ઉત્પન્ન થયા છે, તેથી એ સર્વે “સ્મૃતિ’ નામે ઓળખાય છે. સ્મૃતિ કરતાં શ્રુતિ વધારે બળવાન મનાય છે, પરંતુ વર્તમાનકાળે સ્મૃતિ ઉપર હિંદુ ધર્મનો ઘણો આધાર રહે છે.
આ સિવાય રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભગવદ્ગીતા, ભાગવત વગેરે પુરાણો શૈવ અને વૈષ્ણવ તંત્રો કે આગમો સ્રોતો, સાધુ-સંતોનાં વચનો વગેરે પણ પ્રમાણભૂત સાહિત્ય-હિંદુ ધર્મના ગ્રંથો તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
વેદ પછીના વેદના શુદ્ધ ઉચ્ચારણ માટે, એનો અર્થ સમજવા માટે, એમાં બતાવેલી યજ્ઞની ક્રિયાઓ યોગ્ય કાળે અને પદ્ધતિસર કરવા માટે કેટલાક ગ્રંથો રચાયા છે તે ‘વેદાંગ' કહેવાય છે. વેદાંગ એટલે વેદનાં અંગ-સાધન. વેદાંગની સંખ્યાછ - છે. આ કાળને ઘણું સાહિત્ય-સુત્રના આકારમાં રચાયું છે. અલ્પાક્ષરી વાક્યોને ‘સૂત્ર’ કહે છે, થોડા શબ્દોમાં સઘળો અર્થ દર્શાવનાર તે સૂત્ર. આ સૂત્રકાળમાં વેદ ધર્મની જે વ્યવસ્થા નક્કી થઈ તે આજે પણ હિંદુ ધર્મમાં ચાલે છે, જ્ઞાન-ભક્તિ અને કર્મ આ ત્રણ હિંદુ ધર્મનાં મહત્ત્વનાં તત્ત્વો છે.
‘કલ્પસૂત્રમાં દર્શાવ્યા પ્રમાણે, મુખ્યત્વે હિંદુ ધર્મની વિધિ કરવામાં આવે છે. “કલ્પસૂત્ર'ના ત્રણ વર્ગ પાડવામાં આવ્યા છે (૧) શ્રતસૂત્ર (૨) ગૃહ્યસૂત્ર (૩) ધર્મસૂત્ર. શ્રૌતસૂત્રમાં શ્રુતિમાં કહેલી અશ્વમેધાદિ યજ્ઞની ક્રિયાઓ શી રીતે કરવી તે દર્શાવેલ છે. ગૃહ્યસૂત્રમાં દરેક ગૃહસ્થ ઘરમાં કરવાની ધાર્મિક ક્રિયાઓનો તથા ઉપનયન - વિવાહાદિ સંસ્કારોનો વિધિ છે. ચાર વર્ણ અને ચાર આશ્રમના ધર્મોનું તથા લૌકિક અને કાયદાને લગતી બાબતોનું વર્ણન ધર્મસૂત્રમાં કરવામાં આવ્યું છે. પંચમહાયજ્ઞ: સમગ્ર હિંદુ વેદ ધર્મના સ્તંભરૂપ પંચમહાયજ્ઞ છે. (૧) દેવયશ : આ વિશ્વમાં પ્રકાશતી પરમાત્માની વિવિધ વિભૂતિરૂપ
દેવોનું પૂજન કરવું. (૨) ભૂતયજ્ઞ : મનુષ્ય સિવાયનાં પ્રાણી ઉપર દયાભાવ રાખીને એમનું
પોષણ કરવું. (૩) પિતૃયજ્ઞ : સ્વર્ગસ્થ થયેલાં માતાપિતાને સંભાળીને એમના પ્રત્યે
પોતાના હૃદયની ભક્તિ જાગતી રાખવી તથા કુળધર્મ
પાળવો. (૪) બ્રહ્મયજ્ઞ : પ્રતિદિન વિદ્યાભ્યાસ કરવો અને તે વડે બુદ્ધિને પ્રદીપ્ત
કરવી. (પ) મનુષ્ય યશ : મનુષ્યો ઉપર પ્રેમ રાખી એમનો આદરપૂર્વક સત્કાર
કરવો. આ પાંચ પ્રકારનાં કર્તવ્યો નિત્ય કરવાં તથા એ જ પરમાત્માનું ઉત્તમ પૂજને છે એવી ધર્મબુદ્ધિ રાખવી, દરેક ગૃહસ્થ કાર્ય કરવું એવો હિંદુ ધર્મશાસ્ત્રનો આદેશ છે, આ પંચ મહાયજ્ઞ ઉપરાંત, માનવજીવનને સુધારીને સારું, સંસ્કારી કરવા માટે હિંદુ ધર્મશાસ્ત્ર કેટલીક ક્રિયાઓ યોજી છે એને “સંસ્કાર કહે છે. બાળક માતાના ઉદરમાં આકાર લેતું હોય ત્યાંથી આરંભીને મરણપર્યત આ સંસ્કાર હોય છે. આ સંસ્કારો મનુષ્યના આખા જીવનને ધાર્મિક બુદ્ધિથી વ્યાપી વળે છે અને સતત પવિત્રતાનું સ્મરણ રાખવાનું શીખવે છે. સંસ્કારોની સંખ્યા, બાર, સોળ, ચાલીશ એમ ભિન્ન ભિન્ન દર્શાવેલ છે - વિશેષ - ષોડશ સંસ્કાર જાણીતા છે.
સર્વધર્મ દર્શન
સર્વધર્મ દર્શન