________________
ન હોય ત્યારે શ્રાવિકાઓ, શ્રાવકો પ્રાર્થના, સ્વાધ્યાય સામયિક, પ્રતિક્રમણસંવર-પોષધ વિ. પ્રવૃત્તિઓ કરે છે. આ સંપ્રદાયના શ્રાવકો જ્યાં જ્યાં તીર્થકરોનું વિચરણ થયું અને નિર્વાણ થયું હોય તેવાં ક્ષેત્રો અને જ્યાં અનેક કેવળીઓ મોક્ષે ગયા હોય તેવા તીર્થોની ભાવપૂર્વક ક્ષેત્ર સ્પર્શના કરે છે.
તેરાપંથ સંપ્રદાય
સુંદર અક્ષરને કારણે લોંકાશાહને જ્ઞાનજી નામના યતિશ્રીએ આગમોના પુનર્લેખનનું કાર્ય સોંપ્યું. આગમોનું પુનર્લેખન કરતાં તેનું ચિંતન-મનન કરતાં લોકાશાહને લાગ્યું કે ધર્મમાં વિકૃતિ પેસી છે. તેથી તેણે ધર્મક્રાંતિની મશાલ જગાવી અને રાહ ભૂલેલા લોકોને સત્યધર્મની સમજણ આપવા પ્રચંડ પુરુષાર્થ આદર્યો.
લોંકાશાહની પ્રેરણાથી ૪૫ વ્યક્તિઓએ દીક્ષા લઈ ધર્મપ્રચારનું કાર્ય શરૂ કરી દીધેલું. પછી પાટણમાંથી ૧૫ર દીક્ષા થઈ અને શિરોહી અહંતવાડા વિ. અનેક નગરોમાં દીક્ષા થઈ. માગશર સુદ પ સંવત ૧૫૩૬માં સોહનમુનિ પાસે લોંકાશાહ પણ દીક્ષિત થયા. સતત દસ વર્ષ સુધી ગામેગામ ફરી ધર્મપ્રભાવના કરી દિલ્હી ચોમાસું પૂર્ણ કરી અલવરમાં અમના પારણામાં કોઈ વિરોધી પરિબળે ખોરાકમાં વિષ વહોરાવતાં સમાધિભાવે સંવત ૧૫૪૬ના ચૈત્ર સુદી ૧૧ના દિને મૃત્યંજય બન્યા.
લોકાશાહની વિદાય પછી મુનિભાણજી, મુનિ નન્નાજી, મુનિ જગમલજી અને રૂપઋષિજીએ ધર્મનું કાર્ય આગળ ધપાવ્યું. જે ‘લોકાગચ્છ' કે ‘દયાગચ્છ” રૂપે ઓળખાવા લાગ્યા.
ત્યાર પછી અઢી સૈકા બાદ શ્રી લવજી ઋષિ, શ્રી ધર્મસિંહજી મુનિ અને શ્રી ધર્મદાસજીએ ધર્મમાં પુનઃ પઠેલી શિથિલતાને ખંખેરી પુરુષાર્થ કર્યો તેથી તે ‘ક્રિયોદ્ધારક તરીકે ઓળખાયા.
સ્થાનકવાસી મુખ્યત્વે, ધર્મ નિમિત્તે, થતી સૂક્ષ્મ હિંસાને પણ જૈનદર્શનમાં ક્યાંય સ્થાન નથી તેમ માને છે.
ચાર નિક્ષેપમાં નામનિક્ષેપ, સ્થાપનાનિસેપ, દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ એમ ભાવનિક્ષેપની પ્રધાનતાને સ્વીકારે છે, જેમાં અત્યંતરપૂજા, ગુણપૂજા અને વીતરાગ દેવોના ગુણોનું સ્મરણ કરી ઉપાસના અને સ્વ. આલોચના કરવામાં માને છે.
સ્થાનકવાસી સંપ્રદાયના ભારતભરમાં ઠેરઠેર સ્થાનકો છે, જેને ઉપાશ્રય પૌષધશાળા, આરાધના ભવન, ધર્મસ્થાનક, જૈનભુવન વિ. વિવિધ નામે ઓળખે છે. આયંબિલ શાળા અને પાઠશાળા ઝાઝે ભાગે પણ તેમાં હોય છે. જૈનધર્મના વ્રત, જપ, તપ અને જીવદયાને પ્રધાનતા આપી નિરંતર સાધુસંતોની નિશ્રામાં ધાર્મિક, આધ્યાત્મિક, અનુષ્ઠાનો થતાં રહે છે. સાધુઓનો યોગ
પૂ. ભિષ્મણજી મહારાજશ્રી (પૂ. ભિક્ષુજી) સ્થા. સંપ્રદાયના સાધુ હતા. વિચારભેદને કારણે તેઓ સંપ્રદાયમાંથી અલગ થયા ત્યારે તેમની સાથે તેરા સાધુઓ હતા, એક સાધુએ પ્રાર્થના કરતાં કહ્યું કે, “પ્રભુ એ તેરાપંથ હૈ' ત્યારથી આ સાધુઓ તેરાપંથી રૂપે ઓળખાવા લાગ્યા. તેમણે મુખ્ય તર નિયમોનો સ્વીકાર કર્યો, જેમાં પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનો સમાવેશ થાય છે. જે નિયમોનું પાલન સમગ્ર જૈન સમાજના સંત-સતીજીઓને પાળવાના હોય છે અને અનાદિકાળથી પાળતા આવેલ છે.
અહિંસા, સત્ય, અસ્તેય (ચોરી ન કરવી), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ વ્રત -ઇર્ષા સમિતિ (જોઈને યતનાપૂર્વક ચાલવું) ભાષા સમિતિ વિચારપૂર્વક (નિરવઘ બોલવું) એષણા સમિતિ (શુદ્ધ આહાર પાણીની ગવેષણા કરવી) આદાન નિક્ષેપ સમિતિ (વસ્ત્ર આદિ ઉપકરણોને સાવધાનીપૂર્વક લેવા મૂકવા, પારિષ્ઠોપતિકા સમિતિ (નિરૂપયોગી વસ્તુના નિકાલમાં સાવધાની). આ પાંચ સમિતિ અને મનગુપ્તિ (મનને વશમાં રાખવું) વચનગુપ્તિ (વાણીને સંયમમાં રાખવી) કાયગુપ્તિ એટલે કાયાને સંયમમાં રાખવી, પંચમહાવ્રત અને અષ્ટપ્રવચનને ૧૩ નિયમોરૂપે તેરાપંથ સંપ્રદાય સ્વીકાર્યા છે.
આમ પૂ. ભિષ્મણજી મહારાજ (આચાર્ય ભિક્ષુ) તેરાપંથ સંપ્રદાયના સંસ્થાપક બની ગયા, આ ઉપરાંત ધર્મના પ્રચાર-પ્રસારનું કાર્ય કરતી શ્રાવક અને સાધુની કડી રૂપ સમણ અને સમણીની એક વિશિષ્ટ શ્રેણી છે, જે પાંચ મહાવ્રતમાંથી ફક્ત ત્રણ મહાવ્રતનું સત્ય, અચૌર્ય અને બ્રહ્મચર્ય પાલન કરે છે અને દેશવિદેશમાં ૮૫ સમણી અને ૪ સમણે જૈન ધર્મના પ્રચાર-પ્રસારનું કાર્ય કરે છે. આચાર્ય તુલસીના ઉત્તરાધિકારી આચાર્ય મહાપ્રજ્ઞજી હાલ સંપ્રદાયના આચાર્ય છે. એક જ આચાર્ય, એક વિચાર, એક આચાર અને એક જ બંધારણ સંપ્રદાયની વિશેષતા છે.
સર્વધર્મ દર્શન
૩૩
૩૪
સર્વધર્મ દર્શન